Atul from

Tuesday 20 November 2012

તરવર...તરવર...

વર્ષોથી કશુક ખાંખા ખોળા કરે છે ,
જડતું  નથી 
શું  ગોતે છે ? ખબર નથી 
છું  મળશે ? ખબર નથી 
અચાનક  ફડાક દઈને આંખો ફૂટી જાય 
સો  વોલ્ટના બલ્બની માફક, અંધારું 
ચૌતરફ અંધારું-અંધારું,
કશું  દેખાતું નથી  સમજાતું નથી 
સમજી  શકાતું નથી 
હું  કોણ છું ? આ કોણ છે ? તે કોણ છે ? 
સ્વને  ઓળખવાની કોશિશ, 
વ્યર્થ  ફા..ફા..ગેં..ગેં..ફેં..ફેં.. !
જીવન  શું છે ? 
સમજાતું નથી, સમજી  શકાતું નથી,
સમજી શકાતું નથી 
રણની વચ્ચે તરવરતા મૃગજળની માફક 
લાગણી ફૂંટી નીકળે છતાંય 
વસંતમાં કુંપળ ફૂટતી નથી 
મુરજાતી નથી, મહેકાતી નથી 
બસ ચારે બાજુ 
તરવર... તરવર...
જીવન તરવર...
કાગળ  તરવર...
ઝાંકળ તરવર...
મૌન તરવર...
સંજોગ તરવર...
હું જાગું છું કે ઊંઘુ છું, તંદ્રા !!!
હાથ.. પગ.. હૃદય.. ઇન્દ્રિય..
બધું પોટલું વાળી ફેકી દો કોઈ ઊંડા ધરામાં 
છતાંય, કૈ કરી શકાય તેમ નથી 
દુરથી મારા જ કર્કશ અવાજમાં, હું પડઘાઉં છું 
હું  કોણ છું ? આ કોણ છે ? તે કોણ છે ? 

             ----------- અતુલ બગડા '' તથ્ય ''

Monday 19 November 2012

શું શક્ય છે .
ના શક્ય નથી ?
વાત માં કઈક તો તથ્ય છે

કવિ દરરોજ બારી માંથી
ઉગતા ને આથમતા સુરજ સામે જોઈ રહે
ને વળી વિચારે
શું શક્ય છે ?
ડૂબવું-ઉગવું-આથમવું

ઘરના નળિયા માંથી ચળાઈ આવતો અજવાશ
પકડવા મથતો !!!!
ફક્ત મુઠ્ઠીમાં બંધ છે હસ્તરેખાઓ
શું અજવાશ ખોળવો શક્ય છે ?
વાત માં કઈક તો તથ્ય છે

તમે હમેશા રસ્તા પર
માથું ખંજવાળતો
ઊચો-નીચો થતો
મુક્કા ઉછાળતો
વાળ પીખતો
ખુદ પર ગુસ્સો કરતો
કે રડતો, પાગલ માણસ જોયો હશે
કવિ આવું નથી કરતો આટલોજ ફરક છે

ક્યારેક
ઘટનાની ભૂતાવળો માં હિજરાતો
ખલાસી
મધ્ય-દરીયે ચકચૂર થઇ જાય,
ને તે
અથડાતું-કુટાતું વહાણ ડૂબશે ?
ઊભરશે ?

શું શક્ય છે ?
વાત માં કઈક તો ' તથ્ય ' છે.

------------- અતુલ બગડા '' તથ્ય ''

મારા કાગળ ઉપર

                                               લખું છું હું પ્યારું નામ વાદળ ઉપર
                                             કહે તું તો ચીતરું ગઝલ ઝાકળ ઉપર

                                            ગુલાબી બાગ પર ખીલશે કવિત પણ
                                              તમારી મુસ્કાન હોય તો ફાગણ ઉપર

                                               હતી તારા વાળની લટ વર્ષા સમી
                                               ચિત્રો દોર્યા'તા કદીક કાજળ ઉપર

                                              નિષ્ઠુર બની તો સજા પણ સહી લેશું
                                               વિતાવી દેશું જીવતર આ રણ ઉપર

                                               ધુમાડા ઉઠતા રહ્યા મૃગજળ માફક
                                                બળેલા સ્વપ્ન મહેલ પાપણ ઉપર

                                              થશે જો એકાદ વરસાદ એ કબરમાં
                                              રહેશે શાંતિ જરાક ખાંપણ ઉપર

                                               અમારી કૈ વેદના 'તથ્ય' રજુ કરવી
                                               કદાચ ઉગે આંસુ મારા કાગળ ઉપર

                                                                              ---------- અતુલ બગડા '' તથ્ય ''

દરિયો સાલ્લો તડપાવે છે

                                                    દરિયો સાલ્લો તડપાવે છે 
                                                    પ્રખર ધીખતો ફણગાવે છે
 
                                            વિખી-ચુંથીને ઉભા શઢને 
                                                                 આમ-તેમ કઈ ફંગોળે 
                                            પથ્થર છાતી બેસારી દે 
                                                            એવો ચડ્યો કઈ હિલ્લોળે

                                                     વાવડો જીવતર ફફડાવે છે
                                                      દરિયો સાલ્લો તડપાવે છે 

                                             હલેસાનું જીવન બિચારું 
                                                                 ખાપવામાં વીતી ગયું 
                                            ખલાસીનું જીવન બનીને 
                                                                  કાફલામાં વીતી ગયું

                                                     હાલક-છાલક વલખાવે છે 
                                                     દરિયો સાલ્લો તડપાવે છે

                                           ઘૂઘવાટાના મોજા ભયંકર 
                                                            સાંઢ બની જઈ ફુન્ગારે
                                           લાકડયાળી છત પે બળતો 
                                                            સુરજ બની જઈ અંગારે

                                                        ફીણ-ફીણ જન્માવે છે 
                                                        દરિયો સાલ્લો તડપાવે છે

                                             નેજવું કરી જોતા ઉભા 
                                                            ફાગણ ભૂખ્યા મરજીવા 
                                             કિનારાની વાટે ઝૂરતા 
                                                             ખાંપણ બાંધ્યા કેસરિયા

                                                          માથું ખડક સાથે ભટકાવે છે 
                                                          દરિયો સાલ્લો તડપાવે છે
 
                                           મૌત ઝઝૂમ્યા ઝડબામાંથી 
                                                                 બચવું કેમ કહી દો ?
                                           મધ્યે ડૂબ્યા જીવતર માં 
                                                                 તરવું કેમ કહી દો ?

                                                          ભીતર કોઈક તો  જગાડે છે 
                                                          દરિયો સાલ્લો તડપાવે છે

                                            સ્વયં ખોજનો વખત થયો 
                                                             ત્યાં  ગ્રહણ થયાના એંધાણ 
                                            આયખાની આ ખેપ લઈને 
                                                            ક્યારે પહોચે મારા વહાણ

                                                        આ પાર-તે પાર વચગાળે છે 
                                                        દરિયો સાલ્લો તડપાવે છે



                                                                                  ----- અતુલ બગડા  '' તથ્ય ''

------------ ટશર ફૂટ્યાનું ગીત ------------

------------ ટશર ફૂટ્યાનું ગીત ------------


ગુલાબી આ નવ યૌવનમાં ઢોલ ઢબૂકતા લાગ્યા
લાગણીઓ ના ઝુંડ માથે આભ લેતા ચાલ્યા

બંધ આખ્યું માં વલખા મારતું કેસુડાં નું ટોળું

કુંપળ કાયમ નવતર રૂપે ઊંડાણે જઈ ખોળું

અજવાળાના દીવા લઈ ને ઇચ્છાઓમાં જાગ્યા
ગુલાબી આ નવ યૌવનમાં ઢોલ ઢબૂકતા લાગ્યા


સ્નેહ મુશળધાર વરસતો નયનુંના ઉપવનમાં
ટશર ફૂટ્યાની વાત ફેલાણી ઝાડ-પાન પવનમાં

પલકારાના બંધ બારણે સાગર ઘૂઘવતા જામ્યા
ગુલાબી આ નવ યૌવનમાં ઢોલ ઢબૂકતા લાગ્યા

રાત-રાણીની સુગંધ ફોરતી કેસરિયા નગરમાં
નિશાનીઓ પણ ફૂલ સરીખી ઉગી રહી ચમનમાં

ઝાકળ ભીની ધરતી પર મસ્ત મજાના માલ્યા
ગુલાબી આ નવ યૌવનમાં ઢોલ ઢબૂકતા લાગ્યા

ભીતરમાં કોઈ જાગતું, માથે ચોકી ફેરો કરતુ
સખી-સખી નામ પોકારી બેબાકળું થઇ મરતું

રુદિયાના ધબકાર સાથે બંસી સુર ને પામ્યા
ગુલાબી આ નવ યૌવનમાં ઢોલ ઢબૂકતા લાગ્યા

---------- અતુલ બગડા '' તથ્ય ''

Friday 2 November 2012

સુંદર ગઝલ

Photo: -લાજ ના ભાર થી નમી તે ગઝલ,
પ્રથમ દ્રષ્ટી એ જે ગમી તે ગઝલ....                                                            


                         -લાજ ના ભાર થી નમી તે ગઝલ,
                          પ્રથમ દ્રષ્ટી એ જે ગમી તે ગઝલ..

અડ્બાવ છોડ

જાત આપણી ખેતરનો અડબાવ છોડ છે
લથડતા પતંગાની પાંખમાં કઈક ખોડ છે

હુંફની જાતને ને તારે સો ગાઉનું છેટું
સાજન-માજન બોરડીનું આંગણીએ બેઠું
તરસ્યા હરણની ઝાઝવા તરફ દોડ છે
----જાત આપણી ખેતરનો અડબાવ છોડ છે

ભૂખરા કાળમીંઢ માંથી શોધ્યા કરૂ પાણીને
ટાંકણા લઇ શિલ્પી કોર્યા કર્યા લાગણીને
સૂકી આંખ તારી પથ્થરની બે જોડ છે
----જાત આપણી ખેતરનો અડબાવ છોડ છે

છે એક અદમ્ય ઈચ્છા તેથી દબાઉં કેમ ?
આ પારથી પેલે પાર ઊગીને જાઉં કેમ ?
લીલાછમ જંગલમાં કાળો એક રોડ છે
----જાત આપણી ખેતરનો અડબાવ છોડ છે

/////////- અતુલ બગડા '' તથ્ય '' -////////

આઈન્સ્ટાઈન

વિશ્વમાં ગજબની મગજ શક્તિ ધરાવતા માણસ તરીકે જેને ઓળખવામાં આવે છે, તે છે આઈન્સ્ટાઈન. તેમણે સફળતા માટે અને જીવનનું મેનેજમેન્ટ કરવા માટે દસ વાતો ખાસ સજેશ કરી છે. સફળતાની સીડીના દસ પગથીયા દર્શાવ્યા છે. સાથે જ તેની આ કેટલીક વાત નાના બાળકોને જો અત્યારથી જ કહેવામાં આવે તો તે સફળતમ વ્યક્તિ તરીકે ઉછરે છે. તમે અત્યારે જે હોદ્દા પર છો ત્યાંથી તમારે મૂલ્યવાન બનવા માટે ખાસ જરૂરી છે આ વાત જો આ દસ વાતોને તમારા રૂમમાં ભીંત પર લગાડી દરરોજ યાદ રાખવાથી તમારામાં આત્મવિશ્વાસ અને બૌદ્ધિકક્ષમતામાં વધારો કરશે.

તમારી ક્યુરિયોસિટીને અનુસરો – ‘‘મારી પાસે કોઈ ખાસ ટેલેન્ટ નથી, હું માત્ર પેશનેટ જીજ્ઞાષું છું.’’ અર્થાત્ એવુ કહે છે કે જીજ્ઞાષા મહત્વની છે. સ્વામી વિવેકાનંદ પણ એમ જ કહે છે કે કશું પણ પ્રાપ્ત કરવા માટે તેના પ્રત્યે તમારે બાળકો જેવી જીજ્ઞાષા રાખો, તેના વિશે એ બધું જ જાણી લો જે તમને તેના મૂળ સુધી લઈ જાય. આવું એ માટે કહેવાયું છે, જેથી તમારે જે વસ્તુ પ્રાપ્ત કરવી છે તેના મૂળ સુધી તમે જાણી શકો.

ખંત અમૂલ્ય છે – ‘‘હું સ્માર્ટ નથી; પણ હું સમસ્યા સાથે લાંબા સમયથી ઝઝુમી શકું છું.’’ અર્થાત્ વિશ્વનો મહેન વિજ્ઞાની એમ કહે છે કે તે સ્માર્ટ નથી પણ સમસ્યા સાથે ઝઝુમવાનો ઉત્સાહ છે. વિવેકાનંદ કહે છે કે કુશળતા બધામાં હોય છે, પણ તેનો કેવી રીતે એને કેટલો ઉપયોગ કરવો તે મહત્વનું છે. આમ કોઈ એક વાતને વળગી રહેવું તે મહત્વનું છે એ પણ ઉત્સાહથી.

વર્તમાન પર ધ્યાન આપો – ‘‘જો તમારામાં ધ્યાન રાખવાની ઈચ્છા પ્રબળ ન હોય તો ’’ આ ધ્યાન દેવાની તમારામાં આવડત છે, બસ આ આવડતને જ તમારે તમારા ક્ષેત્રમાં યુઝ કરવાની છે. તમે તમારા કામમાં ધ્યાનપૂર્વક વળગી રહો કે તમારા બીજાં બધાં કામમાં તમે રહો છતાં તમારું સંપૂર્ણ ધ્યાન તો મૂખ્ય કામમાં જ રહેવું જોઈએ.

તમારી કલ્પના પાવરફૂલ બનાવો - ‘‘કલ્પના બધું છે. તે આવનાર જીવનનું આકર્ષક દ્રશ્ય હોય છે. જ્ઞાન માટે કલ્પના ખાસ જરૂરી છે.’’ અર્થાત્ કલ્પના પારવરફૂલ રાખો. આજના બાળકોની કલ્પના એટલી સક્ષમ હોતી નથી. કલ્પના પાવરફૂલ એ માટે નથી કે તેની સામે ટી.વી. છે. આથી તેની પાસે બધી વાતો પૂરતી આવી જાય છે, પછી તેને કલ્પના કરવાની જરૂર જ રહેતી નથી. આથી તે વધું વિચારી શકતાં નથી, ખૂબ વિચારો, વાંચો કે જુઓ છો તેની પાછળ તમારું ચિંતન અને મનન રહેવું જોઈએ. આ ચિંતન અને મનન એ રીતે કરો કે તમારી સામે જે આવ્યું છે તે તેનાથી વધું સારું કઈ રીતે હોવું જોઈએ. આથી તમારી કલ્પના પ્રબળ થવા લાગે છે, જેટલી કલ્પના પ્રબળ રાખશો તેટલું મગજ ચાલશે અને તેથી મગજ શક્તિમાં વિકાસ થશે.

ભૂલો કરો – ‘‘જે વ્યક્તિ ક્યારેય ભૂલો નથી કરતો, તે ક્યારેય નવું નથી શીખી શકતો’’ અર્થાત્ ભૂલ વગર તમે કશું જ કરી શકતાં નથી, કારણ કે આપણામાં પ્રોગ્રામિંગ નથી હોતું અને પ્રોગ્રામિંગ ન હોવાથી જ આપણે એથી વધું વિચારી શકીએ છીએ. ભૂલો કરવાથી નવું શીખવા મળે છે. તમે ભૂલ કરો છો એટલે તમે એક માર્ગમાં છેલ્લે સુધી જઈ આવ્યા છો એટલે તમારી સામે વિકલ્પો ઓછા થઈ જશે અને આગળના પ્રયત્ને સફળતા મેળવવા માટેની ચાંસ વધી જશે.

ક્ષણને જીવંત રાખો – ‘‘હું ભવિષ્યનું ક્યારેય વિચારતો નથી. નજીકના સમયગાળાનું ધ્યાન રાખું છું.’’ આપણા ગુજરાતી કવિ રાજેન્દ્ર શુક્લ ખૂબ સરસ લખે છે ‘હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી લઈએ...’ અર્થાત્ ક્ષણોમાં જીવવાનું રાખો. સ્વામી વિવેકાનંદ ‘રાજયોગ’ના વ્યાખ્યાનમાં કહે છે કે એ માણસ ક્યારેય સફળતા નથી મેળવી શકતો જે વધારે ભૂતકાળમાં કે ભવિષ્યમાં જીવ્યા કરતો હોય. આવું જ બને છે. માણસ કાંતો ભૂતકાળને વાગોળ્યા કરે છે કે પછી ભવિષ્યની ચિંતામાં તેને આજે શું કરવાનું છે તે અમલમાં જ લાવી શકતો નથી.

મૂલ્યવાન બનો – ‘‘ખૂબ સંઘર્ષ કરવોએ સફળતા નથી, પણ તેનું કંઈક મૂલ્ય હોવું જોઈએ.’’ અર્થાત્ તમે તમારી જાતને અંડરએસ્ટિમેન્ટ ન કરો. ઘણા માણસો કહેતાં ફરે છે કે અમે એટલો સંઘર્ષ કર્યો, આટઆટલું કર્યું છતાં કંઈ ન થયું, ત્યારે તેઓએ આ વાત ખાસ મગજમાં રાખવી કે ખૂબ સંઘર્ષ કરવો એ તો હાર્ડ વર્ક છે, તમે સ્માર્ટવર્ક કરો. એક આઈડિયા જે તમારી જિંદગી બદલાવી શકે છે. તમારામાં પણ એવું કશુંક પડેલું છે, તમારા સંઘર્ષનું મૂલ્ય હોવું જોઈએ. તમારા સંઘર્ષનું પરિણામ પ્રથમ નિશ્ચિત કરો અને પછી તેનો ખૂબ સામાન્ય ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરો.

પુનરાવર્તન ન કરો. - ‘‘ગાંડપણ: જો તમારે અપેક્ષિત પરિણામ મેળવવું હોય તો એકની એક વાતને અલગ રીતે કરો.’’ અર્થાત્ વારંવાર પીષ્ટપેષણ ન કરો. પીષ્ટપેષણ કરવાથી તમે આગળ વધી શકતાં નથી. કોઈ વસ્તુને પામવનું ગાંડપણ રાખો પણ અપેક્ષિત પરિણામ મેળવવા માટે પુનરાવર્તન કંઈક અલગ રીતે કરો જેથી અલગ પરિણામ તમે મેળવી શકો. જે તમારી સફળતાનો નવો આયામ હોઈ શકે.

અનુભવમાંથી જ્ઞાન આવે છે – ‘‘માહિતી તે જ્ઞાન નથી, જ્ઞાનનો સ્ત્રોત માત્ર અનુભવ છે.’’ આ વાત દરેક વ્યક્તિએ ખાસ યાદ રાખવા જેવી છે. કારણ કે આપણે કોઈ માહિતી મેળવીને એટલા ધન્ય થઈ જઈએ છીએ કે જાણે આપણે કોઈ વાતનું જ્ઞાન લાધી ગયું હોય. તો વળી તમને પ્રશ્ન થશે કે જ્ઞાન શું છે? જ્ઞાન એ અનુભવમાંથી આવે છે, જેથી તમે અનુભવમાંથી જે પામો છો તે સર્વતોમુખી વાત હોય છે, બધું પ્રાપ્ત થાય છે. અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે. જ્ઞાનથી એ વાત તમારા માટે સહજ થતી જશે.

નિયમો જાણીને સારી રીતે રમો – ‘‘તમે રમતના નિયમો જાણો અને પછી તમે એ ક્ષમતા કેળવો કે આ નિયમોને બીજાથી અલગ કઈ રીતે રમશો.’’ સફળતાની આ એક મોટી રમત છે. જગતમાં જે વ્યક્તિ આ વાતને અપનાવી ચૂક્યો છે તેણે પોતાના ક્ષેત્રમાં સફળતા ચોક્કસ મેળવી છે. તમારે જે ક્ષેત્રમાં જવું છે તેના બધા નિયમો જાણી લો, પછી એ નિયમોને તમારી રીતે ઉપયોગ કરો સફળતાનો આ એક મોટો હૂક હોય છે. ખુદ આઈન્સ્ટાઈન જ જોઈ લો, વિજ્ઞાનમાં આવીને સૌ પ્રથમ તેણે ન્યૂટનના નિયમોનો ઉપયોગ કર્યો પણ પોતાની રીતે અને એક સાપેક્ષવાદ નામે નવું વિજ્ઞાન આપ્યું. બિઝનેસમાં ધીરુભાઈ જોઈએ લો, બિઝનેસના બધાં નિયમોને જાણી અને તેણે પોતાના ઉપાયોગ માટે તેને બદલાવ્યા અને આજે તેની કંપની વિશ્વમાં સ્થાન પામી છે. આ આવડતને જ કુશાગ્રતા કહે છે.

Wednesday 31 October 2012

संत लखीराम वाणी

બે ની રે ! મું ને ભીતર સદગુરુ મળિયા રે

વરતાણી છે આનંદ લીલા‚ મારી બાયું રે !

                                                          બેની ! મું ને…૦

કોટિક ભાણ ઊગ્યા દિલ ભીતર‚ ભોમકા સઘળી ભાળી ;

શૂનમંડળમાં મેરો શ્યામ બિરાજે‚ ત્રિકુટિમાં લાગી મું ને તાળી…મારી બાયું રે…

                                                              બેની ! મું ને…૦

અખંડિત ભાણ ઊગ્યા દલ ભીતરે‚ મું ને સાતે ય ભોમકા દરશાણી ;

કાળાં અંજન કરમણે આંજ્યાં‚ તનડામાં લાગી ગઈ છે તાળી…મારી બાયું રે…

                                                              બેની ! મું ને…૦

અગમ ખડકી જોઈ ઉઘાડી‚ તિયાં સામા સદગુરુ દીસે ;

ખટ પાંખડીયાં સિંહાસન બેસી‚ ઈ ખાંતે ખળખળ હસે…મારી બાયું રે…

                                                               બેની ! મું ને…૦

બાવન બજારૂં ને ચોરાશી ચૌટા‚ કંચનના મોલ કીના ;

ઈ મોલમાં મારો સદગુરુ બીરાજે‚ દોઈ કર જોડી આસન દીના…મારી બાયું રે…

                                                                 બેની ! મું ને…૦

ઘડીઘડીમાં ઘડિયાળાં વાગે‚ છત્રીસે રાગ રાગિણી ;

ઝળકત મહોલ ને ઝરૂખા-જાળિયાં‚ ઝાલરી વાગે જીણી જીણી…મારી બાયું રે…

                                                                 બેની ! મું ને…૦

પવન પૂતળી સિંગાસણ શોભતી‚ મારા નેણે નખ શિખ નીરખી ;

અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં‚ ગુરુજીને દેખી હું તો હરખી…મારી બાયું રે…

                                                                 બેની ! મું ને…૦

સોના જળમાં સહસ કમળનું‚ શોભે છે સિંહાસન ;

નજરો નજર દેખ્યા હરિને‚ તોય લોભી નો માને મંન…મારી બાયું રે…

                                                                  બેની ! મું ને…૦

સત-નામનો સંતાર લીધો‚ ગુણ તખત પર ગયો ;

કરમણ-શરણે લખીરામ બોલ્યા‚ ગુપત પિયાલો અમને પાયો…મારી બાયું રે…

                                                                      બેની ! મું ને…૦

गालिब

दिल-ए-नादाँ तुझे हुआ क्या है
आख़िर इस दर्द की दवा क्या है?

हमको उनसे वफ़ा की है उम्मीद
जो नहीं जानते वफ़ा क्या है।


हम हैं मुश्ताक़ और वो बेज़ार
या इलाही ये माजरा क्या है।

जब कि तुझ बिन नहीं कोई मौजूद
फिर ये हंगामा ऐ ख़ुदा क्या है।

जान तुम पर निसार करता हूँ
मैंने नहीं जानता दुआ क्या है।
–गालीब

સંત દાસી જીવણ વાણી



એવા દોરંગા ભેળાં રે નવ બેસીએએ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
                                                                                                           એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
                                                                                                           એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..
                                                                                                           એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
                                                                                                            એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…           
                                                                                                           એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
                                                                                                             એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….
દોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ    


એવા દોરંગા ભેળાં રે નવ બેસીએએ જી એમાં પત રે પોતાની જાય રે હાં..એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….

સંત લખીરામ વાણી


પિયાલો અમને પાયો રે ગુરુએ મારે પ્રેમે કરી
મારી દેયુંમાં દરસાણા રે, હરો હર આપે હરિ…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
પહેલો પ્યાલો લખીરામનો, વળી જુગતે પાયો જોઈ,
કૂંચી બતાવી આ કાયા તણી, વળી કળા બતાવી કોઈ ;
ત્રિકૂટી કેરા તાળાં ઉઘડિયાં, શુન્યમાં દરસાણા સોઈ,
એવું નગર બધું યે નિહાળ્યું રે , જોયું મેં તો જરી યે જરી…..
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
બીજે પિયાલે બુદ્ધિ વાપરી, આવી સંતોની સાન ,
વૈરાટ સ્વરૂપીને વીનવું , મારે જોવાં જમીં આસમાન
આ દેહીમાં દરસાણા સાચા, સતગુરુ મારા શ્યામ ,
એવી લગની મું ને લાગી રે , બેઠો હું તો ધ્યાન ધરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
ત્રીજે પિયાલે ત્રણ ગુણ પ્રગટ્યાં, પાંચ તત્વનો પ્રકાશ,
શૂન્ય શિખરમાં શ્યામ બિરાજે ,અલખ પુરુષ અવિનાશ ;
નવ ખંડ ઉપર નાથજી ! મારે રવિ ઊગ્યાની આશ ,
એવી અગમની ખબરું રે, ગુરુએ મારે દીધી ખરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
ચોથે પિયાલે સાન કરીને, હરિએ ગ્રહ્યો હાથ ,
એકવીસ બ્રહ્માંડ ઉપરે , મારે વાલે બતાવી વાટ ;
એક વાત નિશ્ચે થઈ, તેણે મળીયા મારો નાથ
એવા અમ ગરીબું ઉપરે રે , કેશવરાયે કરુણા કરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
પાંચમો પિયાલો પૂરણ થિયો , ત્યારે ભેટયા ભૂધર રાય ,
અખંડ અમૃત ધારા વરસે, ગેબી ગરજના થાય ;
રૂદિયે રવિ પરગટ થિયો, એને જોતાં રજની જાય ,
એવા સ્વાતિના સરવડાં રે , ઝરમર ઝરમર નૂર તો ઝરે..
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
છઠે પિયાલે સતગુરુ મળિયા, નિરભે થિયો લખીરામ ,
ઘણા જનમથી ડોલતાં , મારે ગુરુએ બતાવ્યાં જ્ઞાન ;
કરમણ ચરણુંમાં લખીરામ બોલ્યા,મેં તો પૂરણ પામી ધામ ,
એવા ગુરુ ચરણે ચિત્ત રાખો રે, ફોગટ ફેરા ઘણા યે ફરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦

Wednesday 24 October 2012

નરસિહ મહેતા







                                                                    નરસિહ મહેતા

મારું પુસ્તક

ફફડતી સવાર

ડરપોક શાંત કબુતરની જેમ ફફડતી સવાર
ને
રક્તથી ખરડાયેલા માનવોની ગંધ
કાગ નિંદ્રામાં સૂતેલા સૈનિકનો તરફડાટ
હજારો જીવ લઈ ચૂકેલી
ગરમ તોપ
હજીય ઠંડી પડતી નથી
દૂર ક્યાંક શિયાળવાની લાળી
ઘૂવડનો ઘૂઘવાટ
એક જ લાશ ને ખાવા માટે
કુતરાની બઘડાટીએ વાતાવરણ ખળભળી ઉઠે
નિશાચરોની આંખમાં ખુન્નસભરી
ચમકતી તસવીર
ક્યાંક અર્ધજીવથી તરફડતા હાથ, પગ, હ્રદય, તકદીર
કારમી સમયની પરાકાષ્ટા
મોતની સરહદ પર બેસી હર્ષથી કિકિયારી પાડે છે
લક્ષ પ્રાપ્તિની
ગળાકાપ હરીફાઈમાં
આદર્શોની સુષુપ્ત અવસ્થા
શું મેળવે છે ?
જિંદગી ?
ગુલામી ?
મૌત ?
કે
શમ્બુક અવસ્થા....... ?
શુરાનો ખેલ ને ખાંડાની ધાર છે
રક્તથી ખરડાયેલી શરાબી સવાર છે
હવે તો ચેતી ને ચાલો '' તથ્ય ''
જિંદગી ચમકતી તિક્ષ્ણ તલવાર છે 
 
અતુલ બગડા

પાવડા ને તગારા

Photo: ગરીબો ને ત્યાં પાવડા ને તગારા 
જગત જીતનારા વગાડે  નગારા 

વંદેમાતરમ ના બોલાવે   નારા 
સંકડાશ માં આવે તો ભાગે પરબારા 

કરે છે, ગરીબ ની કમાઈ એ મોજને 
ઘર માં વગડાવે પીપુડા ને નગારા 

પેટ પોતાનું ભરવા નરાધમો 
ગરીબોને પકડાવે પાવડા ને તગારા 
  
-અતુલ બગડા '' તથ્ય ''
ગરીબો ને ત્યાં પાવડા ને તગારા
જગત જીતનારા વગાડે નગારા

વંદેમાતરમ ના બોલાવે નારા

સંકડાશ માં આવે તો ભાગે પરબારા
કરે છે, ગરીબ ની કમાઈ એ મોજને
ઘર માં વગડાવે પીપુડા ને નગારા

પેટ પોતાનું ભરવા નરાધમો

ગરીબોને પકડાવે પાવડા ને તગારા

-અતુલ બગડા '' તથ્ય ''

ગઝલ

સાવ કાળી નાગણ સમી રાત હશે,
કલમ ફરતું પાશ ને એકાંત હશે.

એક ભુખી દિલદારીની કથની,

હોય દરીયોને, અઘોરી શાંત હશે .

આંખની આંસુ ભરી છાપ પછી,

ગામને ગાંડુ કરે, તે આઘાત હશે.

આંગળીઓના મસ્ત સ્પર્શ પરના,

સ્પંદને, ખીલી ઉઠેલી જાત હશે.

આ સર્વને પ્રેમની સ્થિતિ ગણજો,

સુખ દીધા પછી ખુદાની લાત હશે.

વાંચ ર્હદયની કથાને કાગળ પર,

ઝાંઝવાનું તરવર 'તથ્ય ' ઘાત હશે.

:: '' ને હજી તરવર...તરવર... '' {ગઝલ-કાવ્યસંગ્રહ} -- પુસ્તક માંથી


-- અતુલ બગડા ''તથ્ય''

વિચાર - ૨

'સખી' નામનો દેશ મારે ખોળવો રહ્યો
મને અંધકારે જ તારે દોરવો રહ્યો

ઉચા હેતના બંધનો ય વામણા લાગે
ખરી લાગણી નો તાતનો જોડવો રહ્યો

કદી બાપડા શ્વાસ લાગે ઝાંઝવા જેવા
નદી વારતા દરિયો ખુદે ડોળવો રહ્યો

ફરી યાદના પાયા જો હચમચી ઉઠ્યા
શબદ ને શબદ સાથે હવે જાડવો રહ્યો

નથી તું જ, બાકી છે બધું , અહી રહ્યું
તને પામવા ઈશ્વરને હવે ફોડવો રહ્યો

- અતુલ બગડા '' તથ્ય ''

વિચાર - ૧

નથી માગવું ઈશ્વર ને ફોડવો નથી
'સખી' નામનો દેશ હવે ખોળવો નથી

હશે હેતના બંધનો તો વામણા હશે !

સુકી લાગણી નો તાતણો જોડવો નથી

ફરી યાદના પાયા કવિ હચમચી ઉઠે ?

શબદ ને શબદ સાથે હવે જોડવો નથી

કદી બાપડા શ્વાસો હશે ઝાંઝવા જેવા !

નદી વારતા દરિયો મારો ડોળવો નથી

બન્ને બાહમાં જગત 'તથ્ય' ખુબ જ છે

મને અંધકારમાં તારે હવે દોરવો નથી

- અતુલ બગડા '' તથ્ય ''

Tuesday 23 October 2012

મારી હથેળીમાં

ઉગ્યા છે રેતીના રણ મારી હથેળીમાં
નીકળ્યા છે ઊંટોના ધણ મારી હથેળીમાં

ટોળે વળીને પંખી ઊતરે વિશ્વાસ ના
નાખી છે શ્વાસોની ચણ મારી હથેળીમાં

સપનાની હવેલી ચણાય કે ન ચણાય
પણ તું ઇમારત ચણ મારી હથેળીમાં

ભલેને કાંટાઓ ઊગે ને આથમે અહી

તોય ફુલોના વહે ઝરણ મારી હથેળીમાં

પથ્થરો કંડારતા બરછટ બન્યા હશે હસ્ત
તો પણ હુંફના આવરણ મારી હથેળીમાં

દાજ્યો છું તેનાથી, ટેરવેથી હસ્તરેખા સુધી
છતાં ઊંડાણે ભર્યા સ્મરણ મારી હથેળીમાં

પરમને પામવા ચાકડે ચડ્યો 'અતુલ '
શબદને લાગ્યા ગ્રહણ મારી હથેળીમાં

- અતુલ બગડા '' તથ્ય ''

હું


ભાષાનું મહત્વ

આપણી ભાષા આપણા વિચારોનું પ્રતિબિંબ છે. સફળ લોકોની ભાષા પોઝિટિવશબ્દોથી ભરેલી ભાષા હોય છે. એ ભાષા શક્યતાઓથી,સંભાવ નાઓથી અને આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. એ ભાષા કંઈક કરી શકવાની ભાષા હોય છે.
આજુબાજુ જોઈએ તો ખ્યાલ આવશે કે જિંદગીની ભાષા એ શક્યતાઓની ભાષા છે. આપણી આજુબાજુના બધા જીવો અશક્ય લાગતાં કામ સહજતાથી કરતા હોય છે. નાની જીવાતો અને કીડીઓ પોતાના વજન કરતાં ઘણી ભારે વસ્તુઓ આસાનીથી ખેંચી જતી હોય છે. કીડીઓને જો રસ્તામાંરુકાવટ આવે તો ફરીથી પોતાનો બીજો રસ્તો શોધી લેતી હોય છે. પક્ષીઓ પાણીમાંથી માછલીઓને એક સેકન્ડમાં ઝડપી લેતાં હોય છે. આમ, પાણીમાંથી માછલી ઉપાડવી અશક્ય લાગતુંકામ છે પણ પક્ષીઓની ભાષા અને પ્રયાસ શક્યતાઓ અને વિશ્વાસનું પ્રતીક છે. પહાડ પર વજન લઈને જતું ખચ્ચર એક એક પગ મુશ્કેલીથી પણ મક્કમતાથી ઉપાડતું હોય છે. જોઈએ તો આપણનેવિચાર આવે કે આ પ્રાણી આટલા વજન સાથે એક ડગલું પણ આગળ નહીં જઈ શકે. આમ છતાં ખચ્ચર પોતાની યાત્રાપૂરી કરતું હોય છે.
આ બધા જીવોમાં શ્રેષ્ઠ એવા મનુષ્યોબાળપણથી અશક્યતાની ભાષા સાંભળે છે. બાળક નાનું હોય ત્યારથી મા બાપ અને આજુબાજુના લોકો તેનેઅસંખ્ય વાર કહેતાં હોય છે કે આ અથવા પેલું કામ તે નહીં કરી શકે. મા-બાપને કહેતાં સાંભળ્યાં છેકે મારી દીકરી અંગ્રેજી નથી બોલી શકતી, કારણ કે અમારા ઘરમાં વાતાવરણ જ નથી અથવા મારો દીકરો મેથ્સમાં કાચો છે, કારણ કે અમારા કુટુંબમાં કોઈને મેથ્સ આવડતું જ નથી. નાનપણથી જ સાંભળેલી આ નેગેટિવ ભાષા આપણને અશક્યતાઓ તરફ દોરી જાય છે. હું શું શું કરી શકીશ એમ વિચારવાની જગ્યાએ હું શું નહીં કરી શકું તેની તરફ આપણા વિચારો વળે છે.
ગાંધીજી જ્યારે નાનાહતા ત્યારે જો તેમને કહ્યું હોત કે તમે રાષ્ટ્રપિતાનું બિરુદ પામશો અને કરોડો લોકોને જીવનનોરાહ બતાડશો તો તેમને ત્યારે તે વાત કદાચ મુશ્કેલ અથવા અશક્ય લાગત પણ આત્મવિશ્વાસસાથે લીધેલાં બધાં પગલાં અને સફળતાની તેમની ભાષા તેમની જિંદગીના દરેક તબક્કે તેમને ઉપર અને ઉપર લઈ ગઈ. આપણી આજુબાજુ સંભળાતી નેગેટિવ વાતો છતાં આપણે સફળતાનો બુલંદ અવાજ આપણા મનમાં ઘૂંટી રાખવાનો છે. પોતાની જાત ઉપરનો આત્મવિશ્વાસ ગુમાવવાનો નથી. કોઈ પણ માનવી માટે જે શક્ય છે તે બધી શક્યતાઓ આપણા માટે પણ છે તે માન્યતાને સ્પષ્ટ કરવાની છે. સાવ નીચે ઊભા રહી પહાડની ટોચે પહોંચવાની શક્યતા મનમાં ઘૂંટી અને હું ત્યાં પહોંચી જ જઈશ એમ વિચારી યાત્રા શરૂ કરનારની પહાડ પર પહોંચવાની શક્યતાઓ વધી જાય છે. સફળ જીવનની શરૂઆત સ્વપ્નો અને તે સ્વપ્નો સુધી પહોંચીશકવાના આત્મવિશ્વાસથી થાય છે. સફળતાની ભાષા હું કરી શકીશ તે છે.
એમબીએની કરિયર નક્કીકરી ચૂકેલા યુવાનોનીવાતચીત સાંભળી છે? અમુક યુવાનો સૌથી સારી આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન લેવાની વાતો અને તૈયારી કરતા હોય છે. જ્યારે બીજા ઘણા વિદ્યાર્થીઓને સાંભળીએ તો તેઓ કહેતા હોય છે કે આઈઆઈએમ તો શક્ય નથી પણ હું બીજી સંસ્થાઓના એડમિશન માટે મહેનત કરું છું. જો એમબીએ કરવું હોય તો સારામાં સારી સંસ્થા માટે કોશિશ કેમ ના કરવી? જો લોની ડિગ્રી લેવી હોય તો ભારતની સૌથી પ્રતિષ્ઠિત લો સ્કૂલને ટાર્ગેટ કેમના બનાવવી?
અમેરિકામાં વસતો એક નાનો કિશોર લોકો વચ્ચે બોલતા ખૂબ ડરતો. ઘરના લોકોની કૌટુંબિક મિટિંગમાં પણ તેને બોલવાનું આવે તો હાથ પગ ધ્રૂજે અને શરીરે પરસેવો આવી જાય. તેને પોતાને પણ આ વાત ગમે નહીં પણ લોકો સામે બોલવાનું તેના માટે ખૂબ જ મુશ્કેલ. પછી તેણે નક્કી કર્યું કે પોતાના આ ડર ઉપર તે વિજય મેળવીને જ રહેશે. ધર્મવિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થયા પછી તેણે લખવાનું શરૂ કર્યું. પછી જાણીતું બેસ્ટ સેલર પુસ્તક 'પાવર ઓફ પોઝિટિવિ થિંકિંગ' દ્વારા તેમનું નામ આખા વિશ્વમાં ફેલાઈ ગયું. તેમનાં પ્રવચનો દ્વારા અસંખ્ય લોકોને પોઝિટિવ જીવન જીવવા માટે પ્રેરણા મળી. આ કિશોર એટલે વિશ્વવિખ્યાત ડોક્ટર નોર્મલ વિન્સેન્ટ પીલ

સબર કે'જે


ખંઢેર ભલે હોવ નગર કે'જે
માંગણી એટલી સમુંદર કે'જે

દીવાનો હશે તૂજ અશ્કમાં સખી
પાગલ જગ કહે, દિલબર કે'જે

છે સુક્કી જિંદગીની આ ઘટમાળ
ભલે ઝાંઝવું, રણ ના ઝરણ કે'જે

હોય જો હૃદય બેવફા તો મારા
તાજને તાજ નહિ ફક્ત કબર કે'જે

મળી જાય જો ખુદા મુફ્તમાં તો
પ્રકૃતિ એ આપેલ મુકદ્દર કે'જે

હશે પ્રસંગો જુદાઈના ખુબ ''તથ્ય ''
સાનિધ્ય મળશે કદીક, સબર કે'જે

------------- અતુલ બગડા ''તથ્ય ''

મેઘ વરસ


કાળ જાળ વરસ, મેઘ વરસ. જાળ જાળ તરસ, મેઘ વરસ.

               સોનેરી સળી ઓનો માળો બાંધીને
               એને સાંધ્યો છે લાગણીના તારથી
                ખાલીખમ સાવ ખંડેર જેવો લાગે
                એ તો કે' દિ નો તરસ્યો બહારથી  

રાગરાગ ગરજ, મેઘ વરસ. કાળ જાળ વરસ, મેઘ વરસ.

                 ફૂટેલી કુંપળના લીલેરા પાન
                 એને ભરખે છે કાળો દુકાળ
                 તડકાના લાલચોળ સુરજને
               ખુબ મળ્યો છે દોડવાનો ઢાળ 

ડાળ ડાળ પરણ, મેઘ વરસ. જાળ જાળ તરસ, મેઘ વરસ.

             ચાંદની ની રાત્યુંમાં તમરાના ઝાડે
                મોકળું મુકીને મન વરસ્યો
              ઢેફાની ગંધ મને આવતી રહીને
                હું તો સુંગંધ પી' ને રહું તરસ્યો 

વાત વાત વરત, મેઘ વરસ. જાત જાત સમજ, મેઘ વરસ.

             ધરતીના સપનાઓ વાંઝિયા રહેને
              પછી ઊગી જાય કાંટાળા થોર
             હૈંયાનો કળાયેલ ગહેકી-ગહેકી
            પછી થંભી જાય, બારણા તું ખોલ 

ખ્વાબ-ખ્વાબ મરત, મેઘ વરસ. કાળ જાળ વરસ, મેઘ વરસ.

['' ને હજી તરવર...તરવર...'' ગઝલ-કાવ્ય સંગ્રહ માંથી ]

-------------- અતુલ બગડા '' તથ્ય ''

માણસો ની જાત આટલી

આટલી જાતના હોય છે માણસો, વાંચતા વાંચતા હસી પડશો....!!!!

અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાળ, કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી, કપટી,કપાતર, કકળાટીયા, કામી, કાળમુખા,કાવતરાખોર, કાણગારા, કાંડાબળિયા, કમજાત, કાબા, કબાડા, અધકચરા, અજડ, આળસું, અટકચાળિયા, ખટપટિયા, ખુંધા, ખાવધરા, ખટહવાદિયા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર, ગરજુડા, ગપસપિયા, ગપ્પીદાસ, ગ
ણતરીબાજ, ગળેપડું, ગંદા, ગંજેરી, ગાંડા, ગોલા, ગોબરા, ગમાર, ગુણગ્રહી, ગભરુ, ગુલાટમાર, ગાલાવેલિયા, જ્ઞાની, ઘરરખા, ઘરમુલા, ઘમંડી, ઘરઘૂસલા, ઘરફાળુ, ઘેલહાગરા, ઘોંઘાટિયા, ઘૂસણખોર, ચતુર, ચહકેલ, ચબરાક, ચોવટિયા, ચાપલા, ચાગલા, ચીકણા, છકેલ છોકરમતીયા, છેલબટાવ, છીંછરા, જબરા, જોરાવર, જબરવસીલા, જોશીલા, જીણા, ઠરેલ, ઠાવકા, ઠંડા, ડંફાસિયા, ડાકુ, ડરપોક, ડંખીલા, ડફોળ, તમોગુણી, તરંગી, તુકાબાજ, દયાળુ, દરિયાદિલ, દાતાર, દાણચોર, દુ:ખીયા, દિલદગડા, દોરંગા, દોઢડાયા, દિલદગડા, ધંધાદારી, ધમાલીયા, ધોકાપંથી, ધાળપાડું, ધુતારા, ધર્મનિષ્ઠ, ધૂળધોયા, ધિરજવાન, નવરા, નગુણા, નખોદીયા, નમાલા, નિડ
ર, નિશ્વાર્થી, નિજાનંદી, નિષ્ઠુર, નિર્ણય, નિર્મોહી, પરોપકારી, પરિશ્રમી, પરાધીન, પહોંચેલા, પંચાતિયા, પાણિયારા, પાંગળા, પુરષાર્થી, પોચા, પોપલા, પ્રેમાળ, પાગલ, ફરતિયાળ, ફોસી, ફતનદિવાળીયા, ફાકાળ, ફાલતુ, ફુલણસિંહ, ફાટેલ, બહાદુર, બગભગત,બટકબોલો, બચરવાળ, બહુરંગા, બેદરકાર, બિચારા, બોતડા, બાયલા, બિકણા, બોલકણા, બળવાખોર, બુદ્ધિશાળી, ભડવીર, ભૂલકણા, ભલા, ભદ્રિક, ભારાળી, ભાંગફોડિયા, ભૂંડા, ભોળા, ભમરાળા, મરણિયા, મસ્તીખોર, મફતીયા, મનમોજી, મતલબી, મિંઢા, મિઠાબોલા, મિંજરા, મારફાડિયા, માયાળુ, માખણીયા, મારકણા, મુરખા, મરદ, રમુજી, રમતીયાળ, રસિક, રાજકારણી, રજવાડી, રિસાડવા, રોનકી, રોતી, રૂડા, રેઢલ, રેઢીયાળ, સુધરેલા, સમજદાર, શંકાશિલ, શાણા, સુરવીર, સરમાળ, સંતોષી, સગવડીયા, સાહસિક, સુમ, સુરવીર, સુખીયા, સ્વચ્છ,સંસ્કારી, સાધક, સાચાબોલા, સરળ, સ્વાર્થી, હરામખોર, હડકાયા, હલકટ, હરખધેલા, હેતાવળા, હરખપદુડા, હાજરજવાબી, હોશિયાર, હસમુખા, લૂચા, લફંગા, લોભીયા, લાલચૂ, લાગવગીયા, લબાડ,લાખેશ્રી, લંપટ, લૂણહરામી, વેવલા, વિવેકી, વાયડા, વંઠેલ, વાતડાયા, વેરાગી, વાતુડિયા, વેપારી, વિકરાળ અને વેધૂ.......:)

Saturday 20 October 2012

મુલાયમ ............ મુલાયમ

                                          મુલાયમ

        

                   મુલાયમ...મુલાયમ...મુલાયમ... મુલાયમ...

                       હેતાળ નજર પર તું શરમાય મુલાયમ

                       પ્રિતમ વગર  તું   કરમાય     મુલાયમ

 

                       ક્યારેક  છેડખાની  કરે  મીઠેરો   સજન 

                       હીરની સરીખું તું   ગભરાય    મુલાયમ 

 

                          હૈયામાં અંકીત કરી રાખતી   છબીને 

                          ન નજર લાગે.. તું વહેમાય મુલાયમ 


                          પ્રીતનો પ્રશ્ન પૂછે કો' બોલકી સખીરી 

                        મૌન રાખી મનમાં તું મુસકાય મુલાયમ 


                        ચકચૂર બની જવાય લયબધ્ધ અદાએ 

                      સ્મિત ભર્યું નશીલું  તું છલકાય મુલાયમ 


                                    ------- અતુલ બગડા ''તથ્ય ''


 

Thursday 18 October 2012

એક મિલ મજૂરની સ્થિતિ

એક વાર અમદાવાદ માં એક કાપડની મિલ ના મજૂર ની મુલાકાત થઇ. તેની બિચારા શું ખરાબ હાલત હતી ? તેને ક્ષય ટી. બી . થઇ ગયો હતો. તેની સ્થિતિ જોઈ હૃદય ને ખુબ તકલીફ પડી..... તે પ્રસ્તુત છે .......... .....મિલ મજૂર ની સ્થિતિ..... -----------------------------

 છાતી ચીરૂ તો છાતી માંથી લુગડું નીકળે
  હુંફ ને બદલે ટેરવાં માંથી રૂ નીકળે

 તારી તે ચીમનીએ નીકળે એવા ધુમાડા
 તે દિ'ના બળે મારા ગામના સીમાડા
 બંધિયાર પાણીની મો માંથી બુ નીકળે
 છાતી ચીરૂ તો છાતી માંથી લુગડું નીકળે

 ખાધા છે મેં અહીં દોરાના ગૂંચળા
 પીધા છે મેં અહીં દોરાના ગૂંચળા
 કેફને બદલે આંખ્યુમાંથી લુ નીકળે
 છાતી ચીરૂ તો છાતી માંથી લુગડું નીકળે

 એક પા ગરીબી ના પુર નું થાય હોનારત
 બીજી પા માનવ વિહોણી ખાલી પડી ઇમારત
 ઇમારત ખોદુ તો પાયા માંથી ઝુંપડું નીકળે
 છાતી ચીરૂ તો છાતી માંથી લુગડું નીકળે
 
 છાતી ચીરૂ તો છાતી માંથી લુગડું નીકળે
 હુંફ ને બદલે ટેરવાં માંથી રૂ નીકળે 

       --------------- ને હજી તરવર... તરવર... [ગઝલ-કાવ્ય સંગ્રહ પુસ્તક માંથી ]

આયખું

                                          આયખું 

  • જુવાનીનું  જોશ  બધું  ઓગળીને  

    ખાટલાના  વાણમાં 

    મેલની  જેમ  બાજ્યું  છે 

    પાંગતે બેસીને 

    ખીખીયારા  કરતું આયખું

    • તરડાય ગયેલી પુંઠાની પાટી માં 

      લખાય  ગયેલું 

      ઠો.....ઠો......કરતું , ખખડતું 

      બરછટ  ધોળા વાળ ની અંદર 

      કોળાતું 

      સુકાતું  

      ભુંસાતું   આયખું 

      •  ચાર પાયા પરથી ઉભું થઈને

        ખીટીએ  વળગાડેલી કાળી  કટાયેલી 

        તલવારને ધ્રુજતા હાથથી ઉપાડવાની 

        વ્યર્થ કોશિષ થી 

        ફસાડતું 

        વળી પડતું  - આખડતું 

        ખાટલાની પાંગતે ખડવડતું  આયખું 

        • બે શ્વાસ વચ્ચે ની જગ્યા 

          વચ્ચે અટકીને 

          તગતગતી  આંખોથી છેલ્લે 

          ધૂળથી રગદોળાયેલી 

          ઝુંપડીની માયાને ''આહ '' ની જેમ 

          શરીરમાં સમાવી લઈ ને અંતિમ તરફ 

          દોરતું આયખું 

          • એ કટાયેલી 

            સમશેરના  સમ તું જીવીજા

            છેલ્લી  વાર 

            છાતી  ગજ - ગજ ફુલાવી લે 

            જીતી  લે 

            આ  છેલ્લા જંગ ને તું 

            ને  પોઢી જા 

            શાંતિ  થી સાત સમંદર પર 

              -------  અતુલ બગડા  '' તથ્ય ''

             

            

Tuesday 16 October 2012

ગઝલ

ઉગ્યા છે રેતીના રણ મારી હથેળીમાં ,