Atul from

Wednesday, 9 January 2013

મારી કાવ્ય ઝંખના પર લખાયેલું કાવ્ય

મારી કાવ્ય ઝંખના પર લખાયેલું કાવ્ય
--------------------------------------

ખુલ્લી બારી માંથી
હરરોજ તેની આવ જા નિહાળું
થાય છે
કદાચ તે બંધ બારણા ને દેશે ટકોરા
પણ, હંમેશ ખોટો પડું
તે ખુલ્લી બારી આગળથી નીકળી જાય
તાકતો રહું અનિમેષ
બંધ બારણાને
અંદરથી એક વસવસો થાય
શું બાકી રહી જાય છે ?
શું ખૂટે છે ?
કદાચ ઊંડાણેથી ઝરણા નહિ વહેતા હોય
આંખમાં ખુલ્લું આકાશ નહિ હોય
નહિ હોય પ્રેમાળ પંખી નો ટહુકો
શબ્દમાં
સાવ કાંટાળા વેરાન બગીચા જેવો
ઉજ્જડ ઝરૂખામાં
ભાસતી કોઈ ભૂતાવળ જેવો ભાસતો હોવ
તેને
વધારે.. વધારે.. સુંદર બનવાની કોશિષ
તોય
વધારે... વધારે... કુરૂપ હોઈશ કદાચ
છું કરું ?
સુંદર ગાવું ? સુન્દર હસું ? સુંદર દેખાવું ?
ખરેખર
આવું બધું થઇ શકતું નથી
એટલે તેને ચાહવાની કોશિષ કરું છું
એટલે ઝંખુ
કેટલાય વખત થી બારણે ટકોરા ..............

---------------- અતુલ બગડા '' તથ્ય ''

sher

એ પરમ તત્વ સાથે ક્યાં કશું સંધાય છે ?
માનવતાની લાશ ચૌતરફ ગંધાય છે .......

........ તથ્ય .......

{ ભારતીય સંસ્કૃતિ ની શુદ્ધિ પર લખાયેલું કાવ્ય }

{ ભારતીય સંસ્કૃતિ ની શુદ્ધિ પર લખાયેલું કાવ્ય }
-------------------------------------------------
*
છાતી ઠોકીને હવે નીકળવું પડશે
આમને આમ બીક રાખીને જીવશો ક્યાં સુધી ?
સંભળાય છે ?
સંભાળો ક્યાંક દુર..દુર... વાગતો મરશીયો ઢોલ
એ ભલે વાગતો
એ.... એને વાગવા દો
હવે બંધ કરો તો તમને મારા સમ
હવે યુદ્ધ છેડી દેવું છે
ધમરોળી દો સપનાઓને
કેટલાય ની ચીસો ખુબ સાંભળી છે
આ વિટળાયેલા કાળા ભોરિંગ નાગે
માણસાઈ ની ચાદરને ફાડી નાખી છે
તે ભોરિંગ ને નાથવા પડશે
ડામવા પડશે
*
ઉઘાડી ખુલ્લી તલવાર જેવી કલમ
ને જીભ જવાળામુખીની જેમ લબકારા મારતી
હાથને ઉતાવળ થઇ છે
પગને દોડાવવા છે લાશોના ઢગ વચ્ચેથી
આંખ્યુ થી આગ ઓકવાની શરૂઆત સાથે
અંદર યુદ્ધ જન્મ લઈ ચૂક્યું છે
*
દિવસ ઉગે ને
સમાજ નામનું ઘુવડ
અંધારે ટેવાયેલું
માળા માંથી બહાર નીકળી ઉડે
તેને આજ મન ભરી સુરજ જોવો પડે
*
હવે તો કાપવું ને મરવું જ
ત્યાં કોઈ બોલ્યું : ''અલ્યા બધા તૈયાર થાવ ''
{ ને પડઘાની જેમ લોક ચોમેરથી ટોળેવળે }
" કેમ લ્યા જીવલા !!!!! આ હળ લઈને ક્યાં ચાલ્યો "
" કેમ કહ્યું ને કે યુદ્ધ માં "
હા... હા... બરાબર છે
તો તુતારે જા, જોજે હો પાછો પડતો નહિ
*
મારા પીટ્યા કબુતર જેવા
બધાય
હાથમાં ધોળી ધજા લઈને ચાલે
ને
ધજાગરા ઉડાડે
*
ભગવાનનેય હવે એના મંદિર માંથી બહાર કાઢી
ઝેરના પારખા કરાવવા છે
તે તેનેય ખબર પડે કે બળતરા કેવી હોય
કેવી હોય માણસ-માણસ વચ્ચેની અછુત વિકૃતિ
માણસાઈ ના ગંધાઈ ઉઠેલા સડેલા અંગો
તેને નજરોનજર દેખાડવા છે
*
ધરતીની છાતી ચીરી ને અનાજ પેદા થાય
તેમ
આજથી માણસ ચીરી ને માનવ પેદા કરવો છે
પેલા કાળા ભોરીંગો ને નાથવા છે
ચાલો હવે છોડો કવિતા તથ્ય
આજે કેટકેટલાના ખુન કરવાના છે
સાથે સાથે બારતીય સંસ્કૃતિ ને ય મળવું છે
દફનાવી દેવા છે મારા સડેલા અંગો
ને
માણસાઈને સાંધવી છે

atul

અતુલ મળ્યો છે અવતાર સળગવાનો
લાશેય સર્જ્યો છે શણગાર સળગવાનો

આ પાર સળગવાનો, તે પાર સળગવાનો
જઠરાગ્નીથી અતુલ વિસ્તાર સળગવાનો