Atul from

Monday 24 June 2013

એક સુંદરી
ફક્ત કચુકીબંધ પહેરીને
નહાવા બેઠી વરસાદમાં નદી કિનારે
ને હવા મોહરી ગઈ
નદી થીજી ગઈ
વરસાદમાં ઘોડાપુર આવ્યા
વીજળી સ્થિર ને ગગડાટ સુરીલો
આઠે દિશામાં જાણે સુગંધ
મુગ્ધ મુલાયમ
વિચારો મારું શું થયું હશે ?
ભર વરસાદમાં
....................... તથ્ય ..........


રાતમાં તું જામને ગળવા દે
ચાર ભીની આંખને મળવા દે

રાજ મારા પાંદડે ફણગા દે
તરસતા એ ટેરવા ભરવા દે

લાગણીથી બે હાથ જોડીને
એય ખુદા તું પ્રેમ ફળવા દે

કૈં વખત હું છેતરતો રહ્યો
આજ તું ઝાંઝવા છળવા દે

માંગણી નથી કરવી ખુશીની
સાગર સમ વેદના તરવા દે

નીલરંગી ઓઢણીથી સખીરી
સાવ થોડી ચાંદની ઢળવા દે

લે, સુક્કી ડાળખીની ખા કસમ
ઝંખનામાં પ્રેમને ભળવા દે

હુંય પામી જાવ તે ચાલાકી
જો સખીરી વાતને કળવા દે
કચ્છના ભૂકંપ સમયે રચાયેલું એક અછાંદસ કાવ્ય, હાલ ઉત્તરાખંડની હાલત જોઈ ને યાદ આવે છે
સન - ૨૦૦૧

મરજીથી બંધાયા હશે નાગપાશમાં
નવું સર્જન છુપાયું હશે સર્વનાશમાં

કલરવ હરરોજ સાંભળવા મળે પણ
ઘાયલ પક્ષીની ચીસો ફેલાઈ આકાશમાં

પ્રકૃતિ આમેય ક્યાં કોઈને છોડે છે ?
ધીરજના પારખા કરી નાખે વિનાશમાં

ચારે બાજુના યુદ્ધોથી થાકીને પછી
છૂટ્યાનું સુખ છલકાયું હશે લાશમાં

............................ તથ્ય ............
તમે પડળ તોડો તો તુટે તેમ છે
ખરા અરથ જોડો તો જુટે તેમ છે

સમજદાર પણ તંતો નથી છોડતા
બુરી વાત છોડો તો છુટે તેમ છે

ભલે રાહ જોજો સદગુણો ઊગશે
જરા બીજ વાવો તો ઉગે તેમ છે

ઉભા છો જ લઇને અવગુણો વેચવા !!
તમે ખૂદ રોકો તો રુકે તેમ છે

કદી ના જશો તે ભૂખથી શોધવા
સહી આશ રાખો તો રહે તેમ છે

હશે લાગણીઓ આપણી વામણી
ખરો પ્રેમ માંગો તો મળે તેમ છે

પડે વાંચવા જો જાણવા 'તથ્ય' ને
શબ્દથી જ ખોલો તો ખુલે તેમ છે

----------------------- તથ્ય -- અતુલ બગડા ---
શયતાન
............

કોઈકે
હૃદય ને પજવ્યું
ખીજવ્યું
બનેલી ઘટનાની શૂળો ભોકી
ને હૃદય
રડ્યું, તડપ્યુ લોહી નીકળ્યું
લોહી ની લાલાશ આખે ઉમટી
આંસુ બની વરસી પડી
હૃદયના કંપનો
તડપનો
છુટવા ફાં ફાં
પણ કોણ એ જાલિમથી બચી શક્યું છે ?
આજ સુધી ?

*

ગાળામાં ઉભરતા ડુસકા
શ્વાસોની ગુંગળામણ
આંખો બહાર નીકળી
જીભે લોચા વળ્યા
અંગે-અંગથી દયામણી કંપારી વછૂટી
પણ એ થોડો દયાળુ હતો
એને વધારે ઘસારો કર્યો
ને અંતે સહાયું નહિ ને
મરણ પામ્યું
અધૂરા અરમાને

*

એ જાલિમ બીજો કોઈ નથી
બધાના હૃદયમાં જીવે છે
ઈશ્વર બની .............

,,,,,, ઉત્તરા ખંડ ની જાલિમ પરીસ્થીતી જોતા ,,,,,,,

............................ તથ્ય ...... અતુલ બગડા
વગડો ખીલ્યો વગડો ખીલ્યો વગડો ખીલ્યો રે .....
લીલોછમ વગડો ખીલ્યો રે ...
નદી છલકત નાળા છલકત વગડો ખીલ્યો રે .....
મનોરમ વગડો ખીલ્યો રે ...

જંગલ તડાક તાળી દેતું ડુંગરીયાળા હાથે
અમી ફોરા વરસી લેતું વાદળિયાળા માથે

મુખથી ઝરણા મૂળ સુધી વગડો ખીલ્યો રે .....
છલોછલ વગડો ખીલ્યો રે ...

ઝાડ અંદર કોળાતુ ને લાલચટક થઇ જાતું
રૂપાળી કોઈ વેલ જોઈ લટકાળુ થઇ જાતું

ફૂલ ફૂલની સુગંધ અંદર કેસર પીલ્યો રે ...
માંલીકોર વગડો ખીલ્યો રે ...

થપાટ મારી પાણી ઉપર કુંડાળું કોઈ કરતુ
પેલી પારના મરજીવાઓ સ્વાસ ઊંડા ભરતું

બુંદ બુંદની પ્યાસ મિટાવી ઝરમર ઝીલ્યો રે ...
અડાબીડ વગડો ખીલ્યો રે ...

............................. atul bagada ..... tathya...........