Atul from

Saturday 18 November 2017

कौन सी धातु के बर्तन में भोजन करने से क्या क्या लाभ और हानि होती है

                         *सोना*
सोना एक गर्म धातु है। सोने से बने पात्र में भोजन बनाने और करने से शरीर के आन्तरिक और बाहरी दोनों हिस्से कठोर, बलवान, ताकतवर और मजबूत बनते है और साथ साथ सोना आँखों की रौशनी बढ़ता है।
                        *चाँदी*
चाँदी एक ठंडी धातु है, जो शरीर को आंतरिक ठंडक पहुंचाती है। शरीर को शांत रखती है  इसके पात्र में भोजन बनाने और करने से दिमाग तेज होता है, आँखों स्वस्थ रहती है, आँखों की रौशनी बढती है और इसके अलावा पित्तदोष, कफ और वायुदोष को नियंत्रित रहता है।

                           *कांसा*
काँसे के बर्तन में खाना खाने से बुद्धि तेज होती है, रक्त में  शुद्धता आती है, रक्तपित शांत रहता है और भूख बढ़ाती है। लेकिन काँसे के बर्तन में खट्टी चीजे नहीं परोसनी चाहिए खट्टी चीजे इस धातु से क्रिया करके विषैली हो जाती है जो नुकसान देती है। कांसे के बर्तन में खाना बनाने से केवल ३ प्रतिशत ही पोषक तत्व नष्ट होते हैं।

                         *तांबा*
तांबे के बर्तन में रखा पानी पीने से व्यक्ति रोग मुक्त बनता है, रक्त शुद्ध होता है, स्मरण-शक्ति अच्छी होती है, लीवर संबंधी समस्या दूर होती है, तांबे का पानी शरीर के विषैले तत्वों को खत्म कर देता है इसलिए इस पात्र में रखा पानी स्वास्थ्य के लिए उत्तम होता है. तांबे के बर्तन में दूध नहीं पीना चाहिए इससे शरीर को नुकसान होता है।

                        *पीतल*
पीतल के बर्तन में भोजन पकाने और करने से कृमि रोग, कफ और वायुदोष की बीमारी नहीं होती। पीतल के बर्तन में खाना बनाने से केवल ७ प्रतिशत पोषक तत्व नष्ट होते हैं।

                         *लोहा
लोहे के बर्तन में बने भोजन खाने से  शरीर  की  शक्ति बढती है, लोह्तत्व शरीर में जरूरी पोषक तत्वों को बढ़ता है। लोहा कई रोग को खत्म करता है, पांडू रोग मिटाता है, शरीर में सूजन और  पीलापन नहीं आने देता, कामला रोग को खत्म करता है, और पीलिया रोग को दूर रखता है. लेकिन लोहे के बर्तन में खाना नहीं खाना चाहिए क्योंकि इसमें खाना खाने से बुद्धि कम होती है और दिमाग का नाश होता है। लोहे के पात्र में दूध पीना अच्छा होता है।

                         *स्टील*
स्टील के बर्तन नुक्सान दायक नहीं होते क्योंकि ये ना ही गर्म से क्रिया करते है और ना ही अम्ल से. इसलिए नुक्सान नहीं होता है. इसमें खाना बनाने और खाने से शरीर को कोई फायदा नहीं पहुँचता तो नुक्सान भी  नहीं पहुँचता।

                      *एलुमिनियम*
एल्युमिनिय बोक्साईट का बना होता है। इसमें बने खाने से शरीर को सिर्फ नुक्सान होता है। यह आयरन और कैल्शियम को सोखता है इसलिए इससे बने पात्र का उपयोग नहीं करना चाहिए। इससे हड्डियां कमजोर होती है. मानसिक बीमारियाँ होती है, लीवर और नर्वस सिस्टम को क्षति पहुंचती है। उसके साथ साथ किडनी फेल होना, टी बी, अस्थमा, दमा, बात रोग, शुगर जैसी गंभीर बीमारियाँ होती है। एलुमिनियम के प्रेशर कूकर से खाना बनाने से 87 प्रतिशत पोषक तत्व खत्म हो जाते हैं।

                           *मिट्टी*
मिट्टी के बर्तनों में खाना पकाने से ऐसे पोषक तत्व मिलते हैं, जो हर बीमारी को शरीर से दूर रखते थे। इस बात को अब आधुनिक विज्ञान भी साबित कर चुका है कि मिट्टी के बर्तनों में खाना बनाने से शरीर के कई तरह के रोग ठीक होते हैं। आयुर्वेद के अनुसार, अगर भोजन को पौष्टिक और स्वादिष्ट बनाना है तो उसे धीरे-धीरे ही पकना चाहिए। भले ही मिट्टी के बर्तनों में खाना बनने में वक़्त थोड़ा ज्यादा लगता है, लेकिन इससे सेहत को पूरा लाभ मिलता है। दूध और दूध से बने उत्पादों के लिए सबसे उपयुक्त हैमिट्टी के बर्तन। मिट्टी के बर्तन में खाना बनाने से पूरे १०० प्रतिशत पोषक तत्व मिलते हैं। और यदि मिट्टी के बर्तन में खाना खाया जाए तो उसका अलग से स्वाद भी आता है।

पानी पीने के पात्र के विषय में 'भावप्रकाश ग्रंथ' में लिखा है....

*जलपात्रं तु ताम्रस्य तदभावे मृदो हितम्।*
*पवित्रं शीतलं पात्रं रचितं स्फटिकेन यत्।*
*काचेन रचितं तद्वत् वैङूर्यसम्भवम्।*
(भावप्रकाश, पूर्वखंडः4)

अर्थात् पानी पीने के लिए ताँबा, स्फटिक अथवा काँच-पात्र का उपयोग करना चाहिए। सम्भव हो तो वैङूर्यरत्नजड़ित पात्र का उपयोग करें। इनके अभाव में मिट्टी के जलपात्र पवित्र व शीतल होते हैं। टूटे-फूटे बर्तन से अथवा अंजलि से पानी नहीं पीना चाहिए।

સતી રાણી પદ્માવતી દેવી નો ઇતિહાસ

સતી રાણી પદ્માવતી સિંઘલ રાજ્ય ની રાજ્યકુંવરી હતા.તેમના વિવાહ ચિતોડ ના રાજા રાવ રત્નસિંહ ની સાથે વિવાહ થયા હતા.
સતી પદ્માવતી ખૂબ જ સુંદર હતા.
એક વખત રત્નસિંહ જી એ તેમના દરબાર માં એક સંગીતકાર રાઘવ ને અગમ્ય કારણો સર ચિતોડ રાજ્ય માંથી દેશવટો આપી દિધો હતો.
આ અપમાન તેને  સહન ન થયું ને તે તુરંત દિલ્લી માં અલાઉદ્દીન ખીલજી ને ત્યાં ગયો અને તેને રાણી પદ્માવતી ના એટલા વખાણ કર્યા કે તે તેમના પર મોહિત થઈ પડ્યો અને તુરંત જ તેને ચિતોડ જવાની તૈયારી કરી .
તેને થયું કે હમણાં જ ચિતોડ ભાંગી ને પદ્માવતી ને પામી જઈશ પણ ચિતોડ ની અભેદ્ય કિલ્લા ની રચના જોઈ તે દંગ રહી ગયો.
આથી તેને ત્યાંજ પડાવ નાખી દીધો અને ચિતોડ માં ઘુસવા ની યોજના બનાવી.
જેમાં અલાઉદીન દ્વારા સંદેશ મોકલ્યો કે હું રાણી પદ્માવતી જી ને મારી બહેન માનું છું મને એકવાર તેમના દર્શન કરવા દ્યો.
પણ રત્નસિંહજી એ રાજપુતી રિવાજ ની વિરુદ્ધ નો એ પ્રસ્તાવ ઠુકરાવ્યો.
પણ ખીલજી એ ખૂબ જ આગ્રહ કરતા અરીસા ના પ્રતિબિંબ વચ્ચે તેમને જોવાનું વચન અને સંધિ કરીને બહાનુ કર્યું.
રાવ આ વાત માની ગયા અને ખીલજી ને અંદર આવા દીધો . અરીસા માં જોય ને તે ખુબજ વધુ મોહિત થઈ પડ્યો .
પછી રાવ સાથે ભોજન કરી ને રાવ ખુદ તેમની સાત દરવાજા ની અભેદ્ય સુરક્ષા છોડી ને ખીલજી ને મુકવા ગયા આ તક નો લાભ લઇ ખીલજી એ તેમને બંધક બનાવ્યા અને સંદેશ મોકલાવ્યો કે જો રત્નસિંહ ને જીવિત જોવા માંગતા હોય તો તરત જ પદ્માવતી ને મોકલી આપો.
એટલે તેમના સેનાપતી ગાલા અને બાદલ નામના યોદ્ધા પાસે દેવી પદ્માવતી ગયા અને બધી જ વાત કરી આપી .
એટલે તેમણે એક યોજના ઘડી કે જેમાં નક્કી થયું  કે પદ્માવતી દેવી પાલખી માં બેસી ને તેમની પાસે આવે છે તેવો સંદેશ મોકલ્યો .
પણ આ પાલખી માં પદ્માવતી ની જગ્યા એ સેનાપતિ હતા .અને બાકી સ્ત્રી ના વેશમાં યોદ્ધા ઓ હતા જેમાં અલાઉદીને પદ્માવતી ની પાલખીને એક બાજુ તારવી પોતાના તંબુ તરફ લઈ ગયો.
જેવી પાલખી તરફ જોયું કે અંદર થી સેનાપતિ એ ખીલજી પર હુમલો કરી દીધો.
આ અઓચિંતા હુમલા માં ખીલજી સેના અવાક બની ગઈ . અને ભીષણ કોહરામ મચાવી ને રતનસિંહ ને બચાવી લીધા પણ ...
સેનાપતિ ગાલા અને ખીલજી ના સેનાપતિ વચ્ચે  યુદ્ધ ચાલુ હતું.
ખીલજી ના સેનાપતિ એ ગાલાજી નું માથું કાપી નાખ્યું પણ....
માથા વગર નું ધડ માંડ્યું ખીલજી ની સેના ને વિખવા.
એક પછી એક ત્રણ સેનાપતિ ના મસ્તક કાપ્યા . 101 જેટલા સેનિકો ના માથા ઉતર્યા ખીલજી આ  જોય ને ગભરાઈ ગયો.
અંત માં ધડે 522 જેટલા લોકોના મસ્તક કાપીને ચિતોડ ના રણ મેદાન માં પડ્યું.
આ બાજુ રતનસિંહ સુરક્ષિત પહોંચી ગયા પણ લાંબા સમય સુધી ખીલજી સેના એ પડાવ નાખ્યો હોવાથી કિલ્લામાં અનાજ ખાવા નું ખૂટી ગયું.
જેથી રાવ રતનસિંહે આરપાર ની લડાઈ જાહેર કરી ને  ધીંગાણું આદર્યું પણ રાજા રતનસિંહ યુદ્ધ ભૂમિમાં 1200 સૈનિકો ના કતલ કરી ને વીરગતિ પામ્યા.
ચિતોડ ના તમામ પુરુષો આ યુદ્ધમાં ખપી ગયા અને ખીલજી સેના ના માત્ર 200 જેટલ્સ જ સૈનિકો વધ્યા.
આ વાત ની જાણ થતા રાજપુતી રિવાજ પ્રમાણે રાણી પદ્માવતી દેવી એ જોહર ( અગ્નિ સ્નાન ) નું  વિચાર્યું.
એટલે તેમણે ચિતોડ ની 1000 જેટલી સ્ત્રીઓ સાથે હવન કુંડ સળગાવી શરીર પર  ઘી માં ભીંજવેલ કપડાં પહેર્યા .
એક મોટો હવન કુંડ સળગાવ્યો , કપાસ , લાકડા ને ધખધખતા ભયંકર અગ્નિ માં 1000 જેટલી સતી ઓ કુંડ માં પડી ને જીવ આપ્યો
ખીલજી જ્યારે અંદર આવ્યો ત્યારે જોયું કે અંદર મહેલ માં સળગતી ખોપરી તો કોક પોતાના નાના બાળકો ને ખોળામાં લઈ ને અને પદ્માવતી દેવી જી  રતનસિંહ ના પાર્થિવ દેહ ને ખોળા માં લઈને બળતા ભળ્યા .
એટલું જ નહીં  કોઈ પણ સ્ત્રી કોઈ પણ પ્રકાર ની પીડા નો એક શબ્દ પણ બોલતી ન હતી .
આ જોય ખીલજી ખૂબ જ દુઃખી થયો .
આ હતી રાણી પદ્માવતી ની વાત  આ ઇતિહાસ પ્રમાણભૂત પુરાવા ને આધારે મળેલ છે
આ કુંડ હજુય  છે. અને ગાલાજી તથા બાદલ ની ખાંભી હજુ પણ ઇતિહાસ ની સાક્ષી પૂરે છે.

Friday 17 November 2017

શું તમે જાણો છો તમારા રાજ્યનું નામ કઇ રીતે પડ્યું ?

*ભારત :* કેટલાક હજાર વર્ષ પહેલા ભરત નામના ખુબ જ પ્રતાપી રાજા થઇ ગયા જેમણે ચારે દિશામાં પોતાનાં નામનાં ડંકા વગાડ્યા તેનાં નામ પરથી ભારત નામ પડ્યું. અખંડ ભારતનાં સિમાડા ઇન્ડોનેશિયા અને અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલા હતા.

*અરૂણાચલ પ્રદેશ :* આ એક સંસ્કૃત નામ છે. જેને Dawn-Lit Mountainsમાંથી ટ્રાન્સલેટ કરવામાં આવ્યો છે. જેનો સરળ શબ્દોમાં અર્થ થાય છે ઉગતા સુરજની ધરતી.

*અસમ :* આ નામ અહોમ નામનાં શબ્દો પરથી ઉતરી આવ્યું છે અથવા તો અપભ્રંશ થયું છે. આ એક વંશ હતો જેણે લગભગ 600 વર્ષ જેટલા લાંબા સમય સુધી આ પ્રદેશ પર રાજ કર્યું હતું.

*બિહાર :* આ શબ્દ પાલી ભાષામાંથી ઉતરી આવેલો છે. જે અસલમાં વિહાર થાય છે. જો કે હિંદીભાષી કેટલાક લોકો વ બોલી નહી શકતા હોવાનાં કારણે તે અપભ્રંશ થતા થતા વિહારમાંથી બિહાર થઇ ગયું. વિહારનો અર્થ બૌદ્ધમઠ થાય છે.

*છત્તીસગઢ :* જ્યારે રાજ્યની રચનાં કરવામાં આવી ત્યારે તેમાં 36 કિલ્લાનો સમાવેશ થતો હતો. જેનાં કારણે તેનું નામ 36 ગઢ પરથી છત્તીસગઢ પડી ગયું.

*ગોવા :* પુરાણો તથા ઇતિહાસમાં તેનું નામ ગોવે દર્શાવવામાં આવ્યું છે. પુરાણોમાં તપાસ કરતા તેનાં ગોવે ઉપરાંત ગોવાપુરી તથા ગોમતનાં સ્વરૂપે આ પ્રદેશનો ઉલ્લેખ મળી આવે છે.

*ગુજરાત :* આપણું ગુજરાત ગુર્જરો પરથી ઉતરી આવ્યું છે. 8મી સદી સુધી આ સમગ્ર પ્રદેશ પર ગુર્જરોનું શાસન હતું જેનાં કારણે તે ગુજરાત તરીકે ઓળખાયું.

*હરિયાણા :*આ નામ હરિ અને અરણ્ય બે શબ્દો જોડાઇને બન્યું છે. જેનો અર્થ થાય છે વિષ્ણુ ભગવાનની ભુમિ અથવા તો ભગવાનની ભુમિ હરિયાણા.

*હિમાચલ :* આ શબ્દનો અર્થ થાય છે બર્ફીલા પહાડોનું ઘર

*જમ્મુ કાશ્મીર :* જમ્મુનું નામ અહીંનાં રાજા જમ્મબૂ લોચનનાં નામ પરથી ઉતરી આવ્યું છે જ્યારે કાશ્મીરનું નામ સતીસર અર્થાત કાચબાનાં તળાવ પરથી પડ્યું છે.

*ઝારખંડ :* ઝારખંડ જંગલોની ભુમી છે. સંસ્કૃતમાં ઝાડનો અર્થ જંગલ થાય છે. તે રીતે જંગલોની ભુમી એટલે ઝારખંડ નામ પડ્યું


*કર્ણાટક :* કર્ણાટક શબ્દ કારુ અને નાદથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ થાય છે બુલંદ અને જમીન. બુલંદ જમીનનો અર્થ કર્ણાટક થાય છે.

*કેરળ :* ભૌગોલીક દ્રષ્ટીએ કેરળની ઉત્પતી સમુદ્રની વધેલી જમીન પર થઇ છે. કેરળ ચેરન્ના અને આલમ શબ્દથી બન્યું છે. ચેરન્નાનો અર્થ થાય છે જોડવું અને આલમ શબ્દનો અર્થ થાય છે જમીન

*મધ્ય પ્રદેશ :* આ ભારતની મધ્યમાં આવેલો પ્રદેશ છે તેથી તેને મધ્યપ્રદેશ કહેવામાં આવે છે. ઉપરાંત અંગ્રેજો પણ આ વિસ્તારને સેન્ટ્રલ પ્રોવિન્સ જ કહેતાહ તા.

*મહારાષ્ટ્ર :* આ મહા તથા રાષ્ટ્ર શબ્દનું સંયોજન છે. મહારાષ્ટ્ર રાષ્ટ્રીકા નામનાં પરિવાર પરથી ઉતરી આવેલું છે.

*મણિપુર :* આનો અર્થ મણિ એટલે એક પ્રકારનો અમુલ્ય પત્થરની ભુમી છે.

*મેઘાયલ :* મેઘ (વાદળ) અને આલય (આવાસ) મળીને બને છે મેઘાલય. જેનો અર્થ થાય છે વાદળોનું ઘર

*મિજોરમ :* આ ત્રણ શબ્દોનું સંયોજન છે. મિ (લોકો), જો (લુઇસ હિલનાં લોકો) અને રમ (ભુમિ) પરથી ઉતરી આવ્યો છે.

*નાગાલેન્ડ :* અહીં નાગા પ્રકારની જાતીના લોકો વસે છે. તેઓની ભૂમિ એટલે નાગાલેન્ડ

*ઓડિશા :* આ સંસ્કૃત શબ્દ ઓડ્ર દેસથી આવ્યોછે. તેને મધ્ય ભારતમાં રહેનારા લોકોનાં સંદર્ભમાં બોલવામાં આવે છે.

*પંજાબ :* પાંચ નદીઓની ભુમિક એટલે પંજાબ. પંજ (પાંચ) આબ (બેટ) પાંચ નદીઓ જે પ્રદેશમાં મળે છે તે પંજાબ

*રાજસ્થાન :* આને પહેલા વિર રાજાઓની ભુમિ તરીકે ઓળખવામાં આવતી હતી. રાજપુતોની ભુમિ હોવાનાં કારણે રાજસ્થાન

*સિક્કીમ :* આ ડેનજોંગથી આવ્યું છે. લિંબૂ મુળનાં બે શબ્દોમાંથી બન્યું છે આ નામ. જેમાં સુનો અર્થ થાય છે નવું અને ક્કિમનો અર્થ હોય છે મહેલ. નવો મહેલ એટલે સિક્કીમ

*તેલંગાણા :* ત્રિલિંગા શબ્દથી અપભ્રંશ થઇને તેલંગાણા બન્યું. ત્રિલિંગાનો અર્થ થાય છે શંકરભગવાનનાં લિંગોની ભુમિ

*તમિલનાડુ :* તમિલ લોકોનો પ્રદેશ એટલે તમિલનાડુ

*ત્રિપુરા :* આ બે શબ્દોમાંથી ઉતરી આવેલો શબ્દ છે. તઇ(ત્રિ)નો અર્થ થાય છે પાણી અને પુરા(પારા)નો અર્થ થાય છે નજીક. પાણીની નજીકની જમીન એટલે ત્રિપુરા (તઇપારા)

*ઉતરાખંડ :* ઉતર તરફનો ખંડ એટલે ઉતરાખંડ

*ઉત્તરપ્રદેશ :* તેનો અર્થ પણ ઉત્તરીદિશાનો પ્રદેશ એટલે ઉતરપ્રદેશ

*પશ્ચિમ બંગાળ :* બંગાળ શબ્દનો મુળ શબ્દ છે બોન્ગ. તેનાં કેટલાય અર્થ લેવામાં આવ્યા છે. જેમ કે ફારસીમાં બંગલાહ, હિંદીમાં બંગાળ અને બંગાળીમાં બાંગ્લા તરીકે ઓળખાય છે.