Atul from

Tuesday, 23 October 2012

મારી હથેળીમાં

ઉગ્યા છે રેતીના રણ મારી હથેળીમાં
નીકળ્યા છે ઊંટોના ધણ મારી હથેળીમાં

ટોળે વળીને પંખી ઊતરે વિશ્વાસ ના
નાખી છે શ્વાસોની ચણ મારી હથેળીમાં

સપનાની હવેલી ચણાય કે ન ચણાય
પણ તું ઇમારત ચણ મારી હથેળીમાં

ભલેને કાંટાઓ ઊગે ને આથમે અહી

તોય ફુલોના વહે ઝરણ મારી હથેળીમાં

પથ્થરો કંડારતા બરછટ બન્યા હશે હસ્ત
તો પણ હુંફના આવરણ મારી હથેળીમાં

દાજ્યો છું તેનાથી, ટેરવેથી હસ્તરેખા સુધી
છતાં ઊંડાણે ભર્યા સ્મરણ મારી હથેળીમાં

પરમને પામવા ચાકડે ચડ્યો 'અતુલ '
શબદને લાગ્યા ગ્રહણ મારી હથેળીમાં

- અતુલ બગડા '' તથ્ય ''

No comments:

Post a Comment