Atul from

Wednesday, 24 October 2012

નરસિહ મહેતા







                                                                    નરસિહ મહેતા

મારું પુસ્તક

ફફડતી સવાર

ડરપોક શાંત કબુતરની જેમ ફફડતી સવાર
ને
રક્તથી ખરડાયેલા માનવોની ગંધ
કાગ નિંદ્રામાં સૂતેલા સૈનિકનો તરફડાટ
હજારો જીવ લઈ ચૂકેલી
ગરમ તોપ
હજીય ઠંડી પડતી નથી
દૂર ક્યાંક શિયાળવાની લાળી
ઘૂવડનો ઘૂઘવાટ
એક જ લાશ ને ખાવા માટે
કુતરાની બઘડાટીએ વાતાવરણ ખળભળી ઉઠે
નિશાચરોની આંખમાં ખુન્નસભરી
ચમકતી તસવીર
ક્યાંક અર્ધજીવથી તરફડતા હાથ, પગ, હ્રદય, તકદીર
કારમી સમયની પરાકાષ્ટા
મોતની સરહદ પર બેસી હર્ષથી કિકિયારી પાડે છે
લક્ષ પ્રાપ્તિની
ગળાકાપ હરીફાઈમાં
આદર્શોની સુષુપ્ત અવસ્થા
શું મેળવે છે ?
જિંદગી ?
ગુલામી ?
મૌત ?
કે
શમ્બુક અવસ્થા....... ?
શુરાનો ખેલ ને ખાંડાની ધાર છે
રક્તથી ખરડાયેલી શરાબી સવાર છે
હવે તો ચેતી ને ચાલો '' તથ્ય ''
જિંદગી ચમકતી તિક્ષ્ણ તલવાર છે 
 
અતુલ બગડા

પાવડા ને તગારા

Photo: ગરીબો ને ત્યાં પાવડા ને તગારા 
જગત જીતનારા વગાડે  નગારા 

વંદેમાતરમ ના બોલાવે   નારા 
સંકડાશ માં આવે તો ભાગે પરબારા 

કરે છે, ગરીબ ની કમાઈ એ મોજને 
ઘર માં વગડાવે પીપુડા ને નગારા 

પેટ પોતાનું ભરવા નરાધમો 
ગરીબોને પકડાવે પાવડા ને તગારા 
  
-અતુલ બગડા '' તથ્ય ''
ગરીબો ને ત્યાં પાવડા ને તગારા
જગત જીતનારા વગાડે નગારા

વંદેમાતરમ ના બોલાવે નારા

સંકડાશ માં આવે તો ભાગે પરબારા
કરે છે, ગરીબ ની કમાઈ એ મોજને
ઘર માં વગડાવે પીપુડા ને નગારા

પેટ પોતાનું ભરવા નરાધમો

ગરીબોને પકડાવે પાવડા ને તગારા

-અતુલ બગડા '' તથ્ય ''

ગઝલ

સાવ કાળી નાગણ સમી રાત હશે,
કલમ ફરતું પાશ ને એકાંત હશે.

એક ભુખી દિલદારીની કથની,

હોય દરીયોને, અઘોરી શાંત હશે .

આંખની આંસુ ભરી છાપ પછી,

ગામને ગાંડુ કરે, તે આઘાત હશે.

આંગળીઓના મસ્ત સ્પર્શ પરના,

સ્પંદને, ખીલી ઉઠેલી જાત હશે.

આ સર્વને પ્રેમની સ્થિતિ ગણજો,

સુખ દીધા પછી ખુદાની લાત હશે.

વાંચ ર્હદયની કથાને કાગળ પર,

ઝાંઝવાનું તરવર 'તથ્ય ' ઘાત હશે.

:: '' ને હજી તરવર...તરવર... '' {ગઝલ-કાવ્યસંગ્રહ} -- પુસ્તક માંથી


-- અતુલ બગડા ''તથ્ય''

વિચાર - ૨

'સખી' નામનો દેશ મારે ખોળવો રહ્યો
મને અંધકારે જ તારે દોરવો રહ્યો

ઉચા હેતના બંધનો ય વામણા લાગે
ખરી લાગણી નો તાતનો જોડવો રહ્યો

કદી બાપડા શ્વાસ લાગે ઝાંઝવા જેવા
નદી વારતા દરિયો ખુદે ડોળવો રહ્યો

ફરી યાદના પાયા જો હચમચી ઉઠ્યા
શબદ ને શબદ સાથે હવે જાડવો રહ્યો

નથી તું જ, બાકી છે બધું , અહી રહ્યું
તને પામવા ઈશ્વરને હવે ફોડવો રહ્યો

- અતુલ બગડા '' તથ્ય ''

વિચાર - ૧

નથી માગવું ઈશ્વર ને ફોડવો નથી
'સખી' નામનો દેશ હવે ખોળવો નથી

હશે હેતના બંધનો તો વામણા હશે !

સુકી લાગણી નો તાતણો જોડવો નથી

ફરી યાદના પાયા કવિ હચમચી ઉઠે ?

શબદ ને શબદ સાથે હવે જોડવો નથી

કદી બાપડા શ્વાસો હશે ઝાંઝવા જેવા !

નદી વારતા દરિયો મારો ડોળવો નથી

બન્ને બાહમાં જગત 'તથ્ય' ખુબ જ છે

મને અંધકારમાં તારે હવે દોરવો નથી

- અતુલ બગડા '' તથ્ય ''