Atul from

Tuesday, 23 October 2012

મેઘ વરસ


કાળ જાળ વરસ, મેઘ વરસ. જાળ જાળ તરસ, મેઘ વરસ.

               સોનેરી સળી ઓનો માળો બાંધીને
               એને સાંધ્યો છે લાગણીના તારથી
                ખાલીખમ સાવ ખંડેર જેવો લાગે
                એ તો કે' દિ નો તરસ્યો બહારથી  

રાગરાગ ગરજ, મેઘ વરસ. કાળ જાળ વરસ, મેઘ વરસ.

                 ફૂટેલી કુંપળના લીલેરા પાન
                 એને ભરખે છે કાળો દુકાળ
                 તડકાના લાલચોળ સુરજને
               ખુબ મળ્યો છે દોડવાનો ઢાળ 

ડાળ ડાળ પરણ, મેઘ વરસ. જાળ જાળ તરસ, મેઘ વરસ.

             ચાંદની ની રાત્યુંમાં તમરાના ઝાડે
                મોકળું મુકીને મન વરસ્યો
              ઢેફાની ગંધ મને આવતી રહીને
                હું તો સુંગંધ પી' ને રહું તરસ્યો 

વાત વાત વરત, મેઘ વરસ. જાત જાત સમજ, મેઘ વરસ.

             ધરતીના સપનાઓ વાંઝિયા રહેને
              પછી ઊગી જાય કાંટાળા થોર
             હૈંયાનો કળાયેલ ગહેકી-ગહેકી
            પછી થંભી જાય, બારણા તું ખોલ 

ખ્વાબ-ખ્વાબ મરત, મેઘ વરસ. કાળ જાળ વરસ, મેઘ વરસ.

['' ને હજી તરવર...તરવર...'' ગઝલ-કાવ્ય સંગ્રહ માંથી ]

-------------- અતુલ બગડા '' તથ્ય ''

No comments:

Post a Comment