મુલાયમ
મુલાયમ...મુલાયમ...મુલાયમ... મુલાયમ...
હેતાળ નજર પર તું શરમાય મુલાયમ
પ્રિતમ વગર તું કરમાય મુલાયમ
ક્યારેક છેડખાની કરે મીઠેરો સજન
હીરની સરીખું તું ગભરાય મુલાયમ
હૈયામાં અંકીત કરી રાખતી છબીને
ન નજર લાગે.. તું વહેમાય મુલાયમ
પ્રીતનો પ્રશ્ન પૂછે કો' બોલકી સખીરી
મૌન રાખી મનમાં તું મુસકાય મુલાયમ
ચકચૂર બની જવાય લયબધ્ધ અદાએ
સ્મિત ભર્યું નશીલું તું છલકાય મુલાયમ
------- અતુલ બગડા ''તથ્ય ''
No comments:
Post a Comment