આપણી
ભાષા આપણા વિચારોનું પ્રતિબિંબ છે. સફળ લોકોની ભાષા પોઝિટિવશબ્દોથી ભરેલી
ભાષા હોય છે. એ ભાષા શક્યતાઓથી,સંભાવ નાઓથી અને આત્મવિશ્વાસથી ભરેલી હોય
છે. એ ભાષા કંઈક કરી શકવાની ભાષા હોય છે.
આજુબાજુ જોઈએ તો ખ્યાલ આવશે
કે જિંદગીની ભાષા એ શક્યતાઓની ભાષા છે. આપણી આજુબાજુના બધા જીવો અશક્ય
લાગતાં કામ સહજતાથી કરતા હોય છે. નાની જીવાતો અને કીડીઓ પોતાના વજન કરતાં
ઘણી ભારે વસ્તુઓ આસાનીથી ખેંચી જતી હોય છે. કીડીઓને જો રસ્તામાંરુકાવટ આવે
તો ફરીથી પોતાનો બીજો રસ્તો શોધી લેતી હોય છે. પક્ષીઓ પાણીમાંથી માછલીઓને
એક સેકન્ડમાં ઝડપી લેતાં હોય છે. આમ, પાણીમાંથી માછલી ઉપાડવી અશક્ય
લાગતુંકામ છે પણ પક્ષીઓની ભાષા અને પ્રયાસ શક્યતાઓ અને વિશ્વાસનું પ્રતીક
છે. પહાડ પર વજન લઈને જતું ખચ્ચર એક એક પગ મુશ્કેલીથી પણ મક્કમતાથી ઉપાડતું
હોય છે. જોઈએ તો આપણનેવિચાર આવે કે આ પ્રાણી આટલા વજન સાથે એક ડગલું પણ
આગળ નહીં જઈ શકે. આમ છતાં ખચ્ચર પોતાની યાત્રાપૂરી કરતું હોય છે.
આ બધા
જીવોમાં શ્રેષ્ઠ એવા મનુષ્યોબાળપણથી અશક્યતાની ભાષા સાંભળે છે. બાળક નાનું
હોય ત્યારથી મા બાપ અને આજુબાજુના લોકો તેનેઅસંખ્ય વાર કહેતાં હોય છે કે આ
અથવા પેલું કામ તે નહીં કરી શકે. મા-બાપને કહેતાં સાંભળ્યાં છેકે મારી
દીકરી અંગ્રેજી નથી બોલી શકતી, કારણ કે અમારા ઘરમાં વાતાવરણ જ નથી અથવા
મારો દીકરો મેથ્સમાં કાચો છે, કારણ કે અમારા કુટુંબમાં કોઈને મેથ્સ આવડતું જ
નથી. નાનપણથી જ સાંભળેલી આ નેગેટિવ ભાષા આપણને અશક્યતાઓ તરફ દોરી જાય છે.
હું શું શું કરી શકીશ એમ વિચારવાની જગ્યાએ હું શું નહીં કરી શકું તેની તરફ
આપણા વિચારો વળે છે.
ગાંધીજી જ્યારે નાનાહતા ત્યારે જો તેમને કહ્યું
હોત કે તમે રાષ્ટ્રપિતાનું બિરુદ પામશો અને કરોડો લોકોને જીવનનોરાહ બતાડશો
તો તેમને ત્યારે તે વાત કદાચ મુશ્કેલ અથવા અશક્ય લાગત પણ આત્મવિશ્વાસસાથે
લીધેલાં બધાં પગલાં અને સફળતાની તેમની ભાષા તેમની જિંદગીના દરેક તબક્કે
તેમને ઉપર અને ઉપર લઈ ગઈ. આપણી આજુબાજુ સંભળાતી નેગેટિવ વાતો છતાં આપણે
સફળતાનો બુલંદ અવાજ આપણા મનમાં ઘૂંટી રાખવાનો છે. પોતાની જાત ઉપરનો
આત્મવિશ્વાસ ગુમાવવાનો નથી. કોઈ પણ માનવી માટે જે શક્ય છે તે બધી શક્યતાઓ
આપણા માટે પણ છે તે માન્યતાને સ્પષ્ટ કરવાની છે. સાવ નીચે ઊભા રહી પહાડની
ટોચે પહોંચવાની શક્યતા મનમાં ઘૂંટી અને હું ત્યાં પહોંચી જ જઈશ એમ વિચારી
યાત્રા શરૂ કરનારની પહાડ પર પહોંચવાની શક્યતાઓ વધી જાય છે. સફળ જીવનની
શરૂઆત સ્વપ્નો અને તે સ્વપ્નો સુધી પહોંચીશકવાના આત્મવિશ્વાસથી થાય છે.
સફળતાની ભાષા હું કરી શકીશ તે છે.
એમબીએની કરિયર નક્કીકરી ચૂકેલા
યુવાનોનીવાતચીત સાંભળી છે? અમુક યુવાનો સૌથી સારી આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત
શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન લેવાની વાતો અને તૈયારી કરતા હોય છે. જ્યારે
બીજા ઘણા વિદ્યાર્થીઓને સાંભળીએ તો તેઓ કહેતા હોય છે કે આઈઆઈએમ તો શક્ય નથી
પણ હું બીજી સંસ્થાઓના એડમિશન માટે મહેનત કરું છું. જો એમબીએ કરવું હોય તો
સારામાં સારી સંસ્થા માટે કોશિશ કેમ ના કરવી? જો લોની ડિગ્રી લેવી હોય તો
ભારતની સૌથી પ્રતિષ્ઠિત લો સ્કૂલને ટાર્ગેટ કેમના બનાવવી?
અમેરિકામાં
વસતો એક નાનો કિશોર લોકો વચ્ચે બોલતા ખૂબ ડરતો. ઘરના લોકોની કૌટુંબિક
મિટિંગમાં પણ તેને બોલવાનું આવે તો હાથ પગ ધ્રૂજે અને શરીરે પરસેવો આવી
જાય. તેને પોતાને પણ આ વાત ગમે નહીં પણ લોકો સામે બોલવાનું તેના માટે ખૂબ જ
મુશ્કેલ. પછી તેણે નક્કી કર્યું કે પોતાના આ ડર ઉપર તે વિજય મેળવીને જ
રહેશે. ધર્મવિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થયા પછી તેણે લખવાનું શરૂ કર્યું. પછી
જાણીતું બેસ્ટ સેલર પુસ્તક 'પાવર ઓફ પોઝિટિવિ થિંકિંગ' દ્વારા તેમનું નામ
આખા વિશ્વમાં ફેલાઈ ગયું. તેમનાં પ્રવચનો દ્વારા અસંખ્ય લોકોને પોઝિટિવ
જીવન જીવવા માટે પ્રેરણા મળી. આ કિશોર એટલે વિશ્વવિખ્યાત ડોક્ટર નોર્મલ
વિન્સેન્ટ પીલ
ખૂબ સુંદર અને સચોટ
ReplyDelete