Atul from

Tuesday 8 June 2021

પિંડે સો બ્રહ્માંડે


માનવ શરીર વિશે જાણો


૧. પંચ મહાભૂત : પૃથ્વી, પાણ પવન, પ્રકાશ, આકાશ ; પાંચ જ્ઞાાનેન્દ્રિય :- આંખ, કાન, નાક, જીભ,ત્વચા,પાંચ કર્મેન્દ્રિય:- હાથ, પગ, ગુદા, લિંગ, વાણી, પાંચ તન્માત્રા : શબ્દ સ્પર્શ, રૂપ, રસ ગંધ; ચાર અંત:કરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા- આમ શરીર ૨૫ તત્ત્વોનું બનેલું છે.


૨. મળ, મૂત્ર, વાછૂર, વીર્ય, ભૂખ, તરસ, હાસ્ય, રૂદન, ઊંઘ, ઊલટી, ઉધરસ, છીંક, બગાસુ- આ શરીરના ૧૩ (તેર) કુદરતી આવેગો છે.


૩. આંખ -૨, નાક- ૨, કાન-૨, મુખ, લિંગ અને ગુદા- કુલ ૯ (નવ) દ્વારવાળી આ શરીરની નગરી છે.


૪. આધિ (માનસિક પીડા): વ્યાધિ (શારીરિક પીડા)ઉપાધિ (દૈવિક પીડા) આ શરીરનાં મુખ્ય ત્રણ દુ:ખો છે.


૫. સમગ્ર વિશ્વમાં સાડા સાત અબજની વસતિ છે પણ તમામે તમામના અંગૂઠાનું નિશાન એક સરખું કોઈની સાથે મળતું આવતું નથી.


૬. એક દિવસમાં શરીર ૨૧,૬૦૦ શ્વાસ લેવા- છોડવાની પ્રક્રિયા કરે છે.


૭. શરીરમાં શ્વાસ લેવાની ક્રિયાને પૂરક, શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક અને શ્વાસ છોડવાની યૌગિક પ્રક્રિયાને રેચક કહેવામાં આવે છે.


૮. શાસ્ત્રોમાં કામ (વાસના), ક્રોધ (ગુસ્સો) લોભ (લાલચ), મોહ, મદ( અહંકાર- અભિમાન) અને મત્સર (ઇર્ષ્યા- અદેખાઈ) આ છ ને શરીરના શત્રુ કહેવામાં આવ્યા છે. જેનો દરેકે ત્યાગ કરવાનો છે.


૯. સત્ય, અહિંસા, દયા, તપ, અચૌર્ય અને અપરિગ્રહને શાસ્ત્રોમાં આ માનવશરીરના પરમમિત્રો કહ્યા છે જેનું દરેકે આચરણ કરવાનું છે.


૧૦. શ્રીમદ્ ભગવદ્ગીતાની દૃષ્ટિએ સમગ્ર સૃષ્ટિમાં સત્ત્વ, રજ અને તમ- આ ત્રણ ગુણથી કોઈ શરીર બાકાત રહેતું નથી.


૧૧. ઇડા, પિંગલા અને સુષુમ્ણા- આ શરીરની ત્રણ મુખ્ય નાડીઓ છે. 


૧૨. આ શરીરની વાત, પિત્ત અને કફ- એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે.


૧૩. શરીરના ચાર પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.


૧૪. જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય- એ શરીરની ૪ (ચાર) અવસ્થા છે.


૧૫. પરા,પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી- ચાર પ્રકારની વાણી જીભથી બોલાય છે.


૧૬. શરીરની ચાર અવસ્થા  બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ.


૧૭. પંચકર્મથી આ શરીરની શુદ્ધિ થઈ શકે છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ થાય છે.


૧૮. શરીરમાં ગુદા પાસે મૂલાધાર; લિંગ પાસે સ્વાધિષ્ઠાન, નાભિ પાસે મણિપુર, હૃદય પાસે અનાહત, કંઠ પાસે વિશુદ્ધિ અને લલાટે આજ્ઞાાચક્ર એમ છ ચક્રોનો ઉલ્લેખ કુંડલિની જાગૃત કરવા યોગશાસ્ત્રમાં છે.


૧૯. આપણું શરીર જીભ દ્વાર તીખો, તૂરો, ખાટો, ખારો, કડવો, ગળ્યો એમ છ પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકે છે.


૨૦. ચાવીને, ચાટીને, ચૂસીને અને ગળી જઈને- એમ ચાર પ્રકારનાં ભોજન મુખ દ્વારા આ શરીર કરી શકે છે. 


૨૧. ગીતામાં જણાવ્યા અનુસાર કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ, અને ક્ષમાની પ્રકૃતિ સ્વરૂપે દરેક શરીરમાં શ્રીકૃષ્ણભગવાન વ્યાપ્ત છે.


૨૨. જેમાં શરીરના આઠ અંગો સક્રિય થઈ પ્રણામ થાય છે તેને અષ્ટાંગ પ્રણામ કહે છે. જેમ કે : છાતી, માથું, દૃષ્ટિ, મન, વચન, હાથ, પગ અને ઢીંચણ.


૨૩. આ શરીર વિવિધ અંગો દ્વારા શૃંગાર, કરૂણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, શાંત- એમ નવ રસનો અનુભવ કરી શકે છે.


૨૪. આ શરીરમાંથી જુદા જુદા અવયવો દ્વારા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે : મળ, મૂત્ર, પરસેવો, ગૂંગાં, કફ, પરૂ, ચીપડા, કાનનો મેલ, જીભ પરની છારી, વગેરે.


૨૫. આત્માના કલ્યાણ માટે નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસત્ત્વ, સખા, યાદસેવન અને આત્મ નિવેદન) દ્વારા આ શરીર પરમાત્માની પ્રાપ્તિ કરવા- મોક્ષ મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર રચનાનું વર્ણન :


૧. આપણાં બે ફેફસામાં કુલ ચાર અબજ વાયુકોષો છે.


૨. બન્ને ફેફસામાં મળી નાની નાની કુલ અઢી કરોડ શ્વાસવાહિનીઓ છે.


૩. બન્ને ફેફસાંની રક્તવાહિનીઓની કુલ લંબાઈ ૧૬૦૦ - સોળસો કિ.મી. થાય છે.


૪. એકી શ્વાસે માણસ ફેફસામાં ૪ (ચાર) લિટર હવા ભરી શકે છે.


૫. ૨૪ કલાકમાં માણસનું હૃદય ૧,૦૩,૬૮૦ વખત ધબકે છે.


૬. પુખ્ત વયના માણસના હૃદયનું વજન ૩૦૦  ગ્રામ હોય છે.


૭. હૃદયની લંબાઈ ૧૩ સે.મી; પહોળાઈ ૯ સે.મી અને જાડાઈ ૬ સે.મી. હોય છે.


૮. હૃદયની પમ્પીંગ વખતે લોહીને ૩૦ (ત્રીસ) ફૂટ દૂર ફેંકી શકે છે.


૯. એક મિનિટમાં પાંચ લિટર લેખે ચોવીસ કલાકમાં ૭૨૦૦ લિટર લિ.લોહી હૃદય પમ્પીંગ કરે છે.


૧૦. ફક્ત નાડી તપાસી આયુર્વેદ ૩૮ (આડત્રીસ) રોગોનું નિદાન કરી શકે છે.


૧૧. રાત્રે હૃદયના ધબકારા ૫૫ અને દિવસે ૭૨ હોય છે.


૧૨. પગના અંગુઠાથી માથા સુધી દોઢ લાખ રક્તવાહિનીઓ છે.


૧૩. આ રક્તવાહિનીઓને એક જ લીટીમાં ગોઠવો તો લંબાઈ ૬૦,૦૦૦ કિ.મી. થાય છે.


૧૪. પુખ્ત વયની વ્યકિતમાં કુલ : ૭( સાત) લિટર લોહી હોય છે.


૧૫. લોહીના રક્તકણોને આખા શરીરમાં ફરતાં માત્ર ૨૦ (વીસ) સેકન્ડ લાગે છે.


૧૬. આપણે એક મિનિટમાં ૨૫૦ સ્.ન્ પ્રાણવાયુ લઈ ૨૦૦ સ્.ન્ અંગાર વાયુ એવા છોડીએ છીએ.


૧૭. શરીરના તમામ રક્તકણો સીધી લીટીમાં ગોઠવતાં લંબાઈ ૩૩૦૦  દ્બ.સ્ થાય.


૧૮. બંને કીડનીમાં મળી કુલ :૨૦ (વીસ) લાખ ઉત્સર્ગ એકમો કાર્યરત હોય છે.


૧૯. એક કીડનીમાં અઢી લાખથી નવ લાખ નલિકાઓ (નેફ્રોન) હોય છે.


૨૦. બન્ને કીડનીઓ મળી એક દિવસમાં ૧૫૦૦ (પંદરસો) લિટર લોહી શુદ્ધ કરે છે.


૨૧. શરીરના નાના આંતરડાની લંબાઈ ૨૫ (પચીસ) ફૂટ હોય છે.


૨૨. મોટા આંતરડાની લંબાઈ ૬(છ) ફૂટ હોય છે.


૨૩. મુખ થી ગુદાસુધી ખોરાક કુલ ૩૫ (પાંત્રીસ) ફૂટની ક્રિયાઓમાંથી પસાર થાય છે.


૨૪. માણસની હોજરીમાં એક સાથે ૪ (ચાર) કિલો ખોરાક સમાઈ શકે છે.


૨૫. નવજાત શિશુમાં ૩૧૦ હાડકાં અને યુવાનીમાં કુલ ૨૦૬ હાડકાં હોય છે.


૨૬. મનુષ્યના બે હાથમાં કુલ ૨૭ હાડકાં છે.


૨૭. મનુષ્યના માથાની ખોપરી ૨૨ હાડકાંથી જોડાયેલી છે.


૨૮. પરસેવાના નિકાલ માટે આખા શરીરમાં પાંચ કરોડ પ્રસ્વેદ ગ્રંથિઓ છે.


૨૯. શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા ૭૦૦ (સાતસો) છે.


૩૦. એક ચોરસ ફૂટ ચામડીમાં પંદરસો છીદ્રો હોય છે.


૩૧. માણસ જ્યારે બોલે છે ત્યારે એક સાથે ૭૨ સ્નાયુઓ સક્રિય હોય છે.


૩૨. માણસ ક્રોધ- ગુસ્સો કરે ત્યારે ૧૨૮ સ્નાયુઓ ઉપર સીધી અસર થાય છે.


૩૩. મોટા મગજનું વજન આશરે દોઢ કિલો હોય છે.


૩૪. નાના અને મોટા મગજમાં મળી કુલ સો (૧૦૦) અબજ કોષો હોય છે.


૩૫. સ્વાદ પરખવા જીભ ઉપર ૩૦૦૦ (ત્રણ હજાર) સ્વાદગ્રંથિઓ છે.


૩૬. જીભ ઉપરના સ્વાદ કેન્દ્રોદરરી4 દસ દિવસે નવા બને છે.


૩૭. માણસની આંખો 

૨૪(ચોવીસ) કલાકમાં ૧૪,૪૦૦ વખત પલકારા મારે છે.


૩૮. એક મિનિટના ૧૫ શ્વાસ લેખે ૨૪ કલાકમાં આપણે ૨૧૬૦૦ શ્વાસ લઈએ છીએ.


૩૯. ૨૪ કલાકમાં શરીરમાંથી નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરાનો નિકાલ થાય છે.


૪૦. માણસને એક દિવસમાં ૧૩(તેર) ઘનમીટર શુધ્ધ હવાની જરૂર પડે છે.


૪૧. ૮ (આઠ) કલાકની ઊંઘમાં માણસ ૩૫ (પાંત્રીસ) વખત પડખાં બદલે છે.


૪૨. પિનિયલ, હાઈપોથેલેમસ, પિચ્યુટરી, થાઈરોડ, સ્વાદુપિંડ, એડ્રીનલ, શુક્રપિંડ, અંડપિંડ ૮ ગ્રંથિઓ છે.


૪૩. શરીરમાં ૭૮ અંગો બે અક્ષરનાં છે જેમ કે હાથ, પગ, આંખ, કાન વગેરે.


૪૪. આંખ- કાન- નાકનાં ૬ દ્વાર, મુખ, લિંગ, ગુદામળી કુલ ૯(નવ) દ્વાર છે.


૪૫. શ્વસન- ઉત્સર્ગ- પાચન- રૂધિરાભિષણ- જ્ઞાન= પાંચ તંત્રો શરીર ચલાવે છે.


૪૬. આંખની પાંપણો દર ૬૪ (ચોસઠ) દિવસે નવી ફૂટે છે.


૪૭. પ્રકાશનું વિશ્લેષણ કરવા આંખોમાં ૭૦ (સિત્તેર) લાખ રીસેપ્ટર હોય છે.


૪૮. આંખનો કોર્નિયા એક માત્ર અંગ છે જેમાંથી એક પણ રક્તવાહિની નથી.


૪૯. આંખો દ્વારા માણસ કુલ ૨૦૦૦ (બે હજાર)થી વધુ રંગો ઓળખી શકે છે.


૫૦. હોજરીનું અંદરનું આવરણ (પડ) દર ૧૦ (દસ) દિવસે નવું બને છે.


૫૧. માણસના આખા શરીરમાં કુલ ૬૦,૦૦૦ અબજ કોષો છે.


૫૨. આખા શરીરના જ્ઞાનતંતુઓની લંબાઈ ૭૨ (બોત્તેર) કિ.મી.ની થાય છે.

૫૩. આપણા શરીરમાં ૨/૩ ભાગમાં પાણી છે.


૫૪. શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૪ ફેરનહીટ હોય છે. 


૫૫. સૌથી ઓછું માઈનસ- ૨૦ અને વધુ ૫૫ ડીગ્રી(ઠંડી- ગરમી) તાપમાન શરીર સહન કરી શકે છે.


૫૬. આપણા શ્વાસ- ઉચ્છ્વાસનો અવાજ ૧૦( દસ) ડેસિબલ હોય છે.


૫૭. બાળકને ૧૦૦, યુવાનને-૩૫૦૦, પ્રૌઢને- ૨૦૦૦ અને સ્ત્રીને ૧૮૦૦ કેલેરીની જરૂર પડે છે.


૫૮. આખા જીવનમાં (૨૦થી ૫૫ વર્ષ) માણસ-૧૨૦ વખત રકતદાન કરી શકે છે.


૫૯. ૧૦૦ વર્ષની જિંદગીમાં માણસ ૩૩ વર્ષ ઊંઘવામાં જ વીતાવે છે.


૬૦. જીવન દરમિયાન માણસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલું ચાલે છે.


*પિંડે સો બ્રહ્માંડે*

ત્રિકમ સાહેબ

ત્રિકમ સાહેબ :-
ત્રિકમ સાહેબ એ ભારત દેશનાં ગુજરાત રાજયનાં કચ્છ જિલ્લાનાં ચિત્રોડ ગામે કબીર પરંપરાનાં એક મહાન, તેજસ્વી અને ચમત્કારીક સંત થઈ ગયાં. તેઓ એ પોતાનાં જીવનકાળ દરમિયાન ઘણા બધા ભાવવાહી ભજનોની રચનાઓ કરી હતી. તેમની ભજનવાણીમાં નિર્ગુણ બ્રહ્મ ઉપાસના, રહસ્યાત્મક ભજન અને કબીરવાણીનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. પોતાનાં જીવન દરમિયાન તે સમયે છુતાછુતનાં રિવાજથી તેઓએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેઓ એક સિધ્ધ સંતમાં સ્થાન પામ્યા હતાં અને તેઓને ભાણસંપ્રદાયમાં ત્રિકમ નું બિરૂદ પામ્યા હતાં.જન્મ :
ત્રિકમ સાહેબનો જન્મ ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાનાં રામવાવ ગામે દલિત જ્ઞાતિની પેટા શાખા ગરોડા બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતા ગોકળદાસ વ્યવસાયે ખેતી અને વણાટકામ સાથે જોડાયેલા હતાં. તેથી નાનપણથી જ ત્રિકમ સાહેબ ખેતીકામ કરતા હતાં. પોતાના ખેતરમાંથી પક્ષીઓ પાકનાં દાણા ચણી જતા છતા પણ તેઓ તો ભક્તિમાં જ લીન રહેતા હતાં. આમ તેમને નાનપણથી આધ્યાત્મિક અને દયાળુ જીવન પસંદ કર્યુ હતુ. તેઓનાં ખેતરની પાસે જ આવેલ કાગનોરાની ગુફા આવેલી હતી. ત્યાં રામગુરુ નામનાં એક યોગી મહાત્મા નિવાસ કરતા હતાં. તેથી ત્રિકમ સાહેબ ત્યાં વારંવાર જતા હતાં.
ગુરૂ દિક્ષા:
ભક્તિમય જીવન જીવતા-જીવતા એક દિવસ ત્રિકમ સાહેબે સંત રામગીરીની પાસે દિક્ષા લેવા અરજ કરી. આ સાંભળીને પહેલાથી ત્રિકમ સાહેબનાં આત્માને ઓળખતા યોગી રામગીરી હસતા હસતા કહેવા લાગ્યા કે તુ રાપર ગામે બિરાજતા સંતશ્રી ખીમ સાહેબ પાસે જવા કહ્યુ. જેથી તારૂ કલ્યાણ થશે. આ યોગી મહાત્માની વાત ઉપર વિશ્વાસ રાખીને તેઓ રાપર ગામે ખીમ સાહેબનાં આશ્રમે અવાર નવાર જવા લાગ્યાં અને સેવા પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમજ ત્યાં આશ્રમમાં ઉજવાતા પ્રંસંગોમાં પણ જવા લાગ્યા.
એક દિવસ ખીમ સાહેબ અને તેમના અન્ય સત્સંગીઓ સૌરાષ્ટ્રમાં જતા હતાં. તે જાણીને ત્રિકમ સાહેબ પણ તેમની સાથે દરીયાઈ માર્ગે હોડી મારફત જવા પહોંચી ગયાં. પરંતુ તે સમયનાં ઉંચનીચ અને છુઆછુતનાં રિવાજ મુજબ લોકોએ તેમને હોડીમાં બેસવાની ના પાડી દીધી. પરંતુ ત્રિકમ સાહેબ અંતરથી લાગેલી ભક્તિ અને આસ્થાથી રોકાયા નહી અને પોતાનો અંચળો (શાલ જેવું કાપડ ) દરિયા માં નાખતા તે દરિયા પર તરવા લાગ્યું અને તેની પર ઉભા રહી દિયો પાર કરી . જે જગ્યાએ ખીમ સાહેબ અને સત્સંગીઓ પહોંચવાનાં હતાં તે જગ્યાએ તેમના પહેલા પહોંચી ગયાં અને બધાને આશ્ચર્યચકિત કરી દીધાં. આ પ્રંસંગ ખીમ સાહેબને પ્રભાવિત કરી નાખ્યા.અને તેઓને થયું કે આ યુવાન ખરેખર ભક્તિપ્રવાહને જીવંત રાખે તેમ છે. જેથી ત્રિકમ સાહેબની આસ્થા અને ભકિતની તાલાવેલી જોઈને ખીમ સાહેબે તેમનાં શિષ્ય બનાવી દીધા.અને તેમને સાહેબ નું બિરુદ આપ્યું.ત્યાર થઈ તેંઓ ત્રિકમ સાહેબ કહેવાયા. આમ તેમણે ભાણ સંપ્રદાયમાં આગળ વધીને ગુરૂ આદેશથી રાપર તાલુકાનાં ચિત્રોડ ગામે આશ્રમ સ્થાપ્યો. જે હાલ સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા વિકાસ સંસ્થાના નેજા હેઠળ ચાલે છે.
સદાવ્રત:
પોતાનાં ગુરૂ આદેશને શિરોમાન્ય સમજીને તેઓએ ચિત્રોડ ગામે સ્થાપેલા તેમનાં આશ્રમે સદાવ્રત ચાલુ કર્યુ. તે સમયે ઝડપી વાહન વ્યવહારની કોઈ સગવડ ન હતી, તેથી ધાર્મિક દેવસ્થાનોની યાત્રાએ નીકળેલા સાધુ-સંતોને અને અન્ય યાત્રાળુને નાત-જાતનાં ભેદભાવ રાખ્યા વિના જમાડવાની શરુઆત કરી. તે દરમિયાન તેમણે લોકોની ટીકાઓ અને વિરોધનો ઘણોબધો સામનો કર્યો હતો અને છતા પણ અડગ રહીને તેઓ સામાજિક પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમનાં આ કાર્યની સાથે તેઓએ ગુજરાતી ભાષામાં મહત્વનુ યોગદાન કહી શકાય તેવા ભજનોની રચનાં કરી. તેમનાં ભજનો આજે પણ વિખ્યાત છે. ભાણ સંપ્રદાયની પરંપરાને જીવંત રાખતાની સાથે તેમણે ઘણા શિષ્યોને કંઠી બાંધી હતી. તેમના સાત શિષ્યો હતા જેમાં મુખ્ય બે શિષ્ય, જેમાં રાધનપુરનાં નથુરામ સાહેબ અને બીજા સૌરાષ્ટ્રનાં આમરણ ગામનાં મેઘવાળના બ્રાહ્મણ (ગરૂડા)જ્ઞાતિનાં ભીમ સાહેબ..(સંદર્ભ માટે બાહ્ય કડીઓમાં 4થા નંબરે આપેલા 100 સંતોના પરિચયોમાંના ભીમ સાહેબના પરિચયને જૂઓ.) ભીમ સાહેબનાં પણ એક શિષ્ય થયા તે ઘોઘાવદરનાં દાસી જીવણ. આમ કબીરથી શરૂ થયેલી આ પરંપરામાં ઘણાબધા સિધ્ધ સંતો થયા જેઓએ સદાવ્રતની સાથે સાહિત્યને સમૃધ્ધ રાખવા ભજનોની રચના કરી.
સમાધી:
જેમ એક ભજનની સાખીમાં કહ્યુ છે કે સંતને સંતપણા નથી મફતમાં મળતા તેના મુલ ચુકવવા પડતા. આમ તેમનાં ભક્તિમય અને સેવાકીય સંધર્ષમય જીવનનો અંત આવવાનો છે તે અગાઉથી જ જાણી ગયેલા આ સંતે એક દિવસ પોતાનાં શિષ્યોને બોલાવીને કહ્યું કે જયારે હું આ દુનિયા છોડીને જઉં ત્યારે મારી સમાધી મારા ગુરૂ શ્રી ખીમ સાહેબની સમાધીની બાજુમાં રાપરનાં આશ્રમે દેજો. અને વિક્રમ સંવત ૧૮૯૨ નાં શ્રાવણ વદ ૮ એટલે કે જન્માષ્ટમીનાં દિવસે ચિત્રોડ ગામે આવેલા તેમનાં આશ્રમે તેઓએ દેહત્યાગ કર્યો.
સંત શ્રી ત્રિકમ સાહેબનાં આદેશ મુજબ તેમનાં શિષ્યો તેમના દેહને સમાધી આપવા રાપર ગામે ગુરૂઆશ્રમે લાવ્યા.રસ્તા 

Monday 7 June 2021

ઘરેણાં પહેરવા નું વૈજ્ઞાનિક કારણ

તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.

આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે.

પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે સ્વાસ્થય પણ અર્પે છે.

 ૧. પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:-
સ્નાયુઓની પીડા રોકે છે, 
રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે. 
જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨. ઝાંઝર, કડા અને પાયલ:-
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
માસિક ધર્મ નિયમિત બનાવે છે. 
પગને શ્રમ ઓછો પડે છે.

 ૩. કમર પટ્ટો કે કંદોરો:-
કમરનાં દર્દો દૂર કરે છે. 
માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.
એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

 ૪. અંગુઠી કે વીંટી:-
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.
વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

 ૫. હાથની બંગડીઓ અને કડા:-
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે. 
તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.
હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

 ૬.  બાજુબંધ પોંચી:-
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

 ૭. હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:~
આંખની જ્યોતિ વધારે છે. 
કંઠમાળનો રોગ નથી થતો. 
અવાજ સૂરીલો બને છે. 
માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

 ૮.  કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:~ 
કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે. 
કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

 ૯. નાકની નથણી, ચૂંક કે સળી:-
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

 ૧૦. માથાનો ટીકો:-
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે 
સોના,ચાંદી, હીરા, મોતી છે. 

સોનાની પ્રકૃતિ ગરમ છે તોચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે. 

માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે. 

સામાન્ય રીતે લોકોને આભૂષણોનો આવો પર્યાય ખ્યાલ જ નહિ હોતો....