Atul from

Tuesday 5 March 2013

રાતમાં તું જામને ગળવા દે
ચાર ભીની આંખને મળવા દે

રાજ મારા પાંદડે ફણગા દે
તરસતા એ ટેરવા ભરવા દે

લાગણીથી બે હાથ જોડીને
એય ખુદા તું પ્રેમ ફળવા દે

કૈં વખત હું છેતરતો રહ્યો
આજ તું ઝાંઝવા છળવા દે

માંગણી નથી કરવી ખુશીની
સાગર સમ વેદના તરવા દે

નીલરંગી ઓઢણીથી સખીરી
સાવ થોડી ચાંદની ઢળવા દે

લે, સુક્કી ડાળખીની ખા કસમ
ઝંખનામાં પ્રેમને ભળવા દે

હુંય પામી જાવ તે ચાલાકી
જો સખીરી વાતને કળવા દે

,,,,,,,,,,,,, અતુલ બગડા ''તથ્ય''

ધગધગતા શબ્દો કાગળ પે ઠારવા દે
શુન્યતા ની હદ સુધી વિચારવા દે

એવું શું બંધન હશે બેશ્વાસની વચ્ચે ?
શાંતિ રાખ મન ! કેક તો ધારવા દે

આયુષ્યની પણછ ખેચાણી કાન સુધી
આત્મા થોભ દંભી લાગણી મારવા દે

એ હવે પરત ફરશે કે ? ખબર નથી
છેલ્લી વાર લાશ ખુબ શણગારવા દે

ગઝલના અંત સુધી સાચવ્યા છે એને
શબ્દો હજી થોડા વધારે વાવવા દે

........................ અતુલ બગડા ''તથ્ય ''

પ્રસવની પીડા જેવી કવિતા
રેશમના કીડા જેવી કવિતા

આમતો અઢળકને આમ શૂન્ય
અગણ્ય તેવા મીંડા જેવી કવિતા

ચોટાડો તો ઉખડે નહિ ર્હાદયથી
ગુંદર તળેલા ભીંડા જેવી કવિતા

ઓગાળું તેમ છતાં ના ઓગળે
બાહુપાશના ભીડા જેવી કવિતા

ચોર કહોતો ચોર છીએ આપણે
દિલ વાડીના છીંડા જેવી કવિતા

............................ અતુલ બગડા
દુલ્હન કરતા લાશ વધુ શણગારી દીધી
ને અત્તર છાંટી ને વધુ મહેકાવી દીધી

સાચું કે ખોટું થોડું સ્વજનો રોયા અને
પછી લાકડા સંગ તેને સળગાવી દીધી

રાખ ફંફોસી અસ્થી ભેગા કરી તેને
માટલી ભરી ગંગામાં વહાવી દીધી

અગિયાર દિ કાળા કપડે શોક પળાયો
ભારવાચક શબ્દોથી અંજલી ચડાવી દીધી

કાચની અંદર પેક કરી એ તસવીર ને
ફૂલમાળ ચડાવી, દીવાલે લટકાવી દીધી

હશે લાગણી ! કે કઈ ગમતું કર્યું તેણે !
''તથ્ય'' યાદનેય રુદિયે દફનાવી દીધી

............................... અતુલ બગડા