Atul from

Sunday, 12 May 2024

પારસ પરમાર

 પારસ પરમાર ને અઢળક શુભેચ્છા ઓ


ધબક્તી નસોનાં નશામાં રહું છું,

લથડતો નથી ને મજામાં રહું છું.

જરૂરત નથી એકની એટલે તો,

અસર થઇ દુવાની દવામાં રહું છું.

                              - પારસ



        'તો આવશે' કાવ્યના પુસ્તકથી પ્રથમ શરૂઆત કરવા માટે ડૉ મનોજ પરમાર (પારસ) આપને અંતઃકરણ થી શુભેચ્છા પાઠવું છું. કવિતા સાથે આ કવિનો અદભૂત લગાવ ઘણાં વર્ષો પહેલાથી હું અનુભવતો આવ્યો છું. હંમેશા મને એવું લાગ્યા કર્યું કે કવિતા ના પ્રેમ પ્રત્યેની આ નાનકડી ચિનગારી એકવાર જોરદાર ઊભરીને દીવો થઈ ને સામે આવશે. 'તો આવશે' પુસ્તકથી આજે આ સાકાર થવા જઈ રહ્યું છે. હું અંદરથી હરખાવ છું.

             

         લાઠી તાલુકા ના એક નાનકડા ગામ ઠાસા માંથી ઉભરી ને આજે શ્રેષ્ઠ  કવિઓની હરોળમાં પોતાની જગ્યા બનાવવા આપ જઈ રહ્યા છો તે જાણીને હું ખુબ જ રાજી થયો છું.


                       ડૉ.મનોજે મનોવિજ્ઞાન ના ( હદયરોગના દર્દીઓની આવીગિક બુદ્ધિ અને માનસિક સ્વાસ્થ્યનો તુલનાત્મક અભ્યાસ ) ના વિષય પર PhD ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. મનોવિજ્ઞાન માણસ ને અંદરથી ઓળખવા નુ કામ કરે છે. અને કવિનુ પણ કામ છે કે માણસના સપ્ત રંગ, માણસની ખુબિયા, માણસના દર્દને ઓળખીને તેને કાગળ પર ઉતારે, પ્રકૃતિ ના અવર્ણીય રંગો ને ઓળખી ને તેને  કાગળ પર ઉતારે, અને આ કામ મનોજે બેખુબી કર્યું છે. આ બાબત તેના કાવ્યો અને શેર પરથી જાણી શકાય છે. જેમાં મનોજે ગઝલો, ગીત, હાઇકુ, તાન્કા, દુહા, અછાંદસ કવિતાઓ અને છૂટક શેરનો સહારો લઈને દરેકે દરેક ક્ષણોને, અનુભવોને કંડારવાની કોશિશ કરી છે. મનોજ ની ઘણી કવિતાઓ મે વાચી છે. તેમા અસ્તિત્વ, દાયિત્વ, તત્વ નું અજોડ પદાર્પણ જોવા મળ્યું છે. કવિ એક મનોવિજ્ઞાનિક હોય તો કવિતા મા કઈ ઘટે નહીં.


મને માપશો કેમ માણસ તરીકે?

તું તારા હું મારા ગજામાં રહું છું.


               માણસને માણસના ગજામા રહેવું હકીકતમા ખૂબ અઘરું છે અને મનોજે શબ્દના સહારે, સમજણના ગજા બહારની વાત કરી છે. તેનાં માટે તો માણસ ને માણસ તરીકે માપવો એ અંતરમન ના ગુણ હોય તો જ શક્ય બને. માણસ ને માપવો આમ તો અઘરો છે. માણસ મા દરિયા જેટલી ઊંડાઈ પણ હોય ! અને એ ઊંડાઈ માંથી આવા મસ્ત મોતી જેવા શેર નીકળી આવે. કવિ પોતે જાણે છે પોતાના ગજા ની વાત


હાથ નહી છૂટે પછી, ખૂટી જાશે શ્વાસ,

એ સાચા સંબંધ છે, બાકી તો બકવાસ.


              મારા અનુભવે : પ્રથમ મુલાકાતે જ દીલના સબંધો બંધાઈ આવે એવું લાગણી સભર વ્યકિતત્વ, સ્વભાવ પણ નિખાલસ પ્રેમાળ, મનોજ મહેનતુ.. પણ એટલો જ. પોતાની અંદર કલમ બોળી ને લખનારા કવિ તરીકે હું હમેશ મનોજ ને ઓળખાતો રહ્યો છું.

           હું આ પ્રતિભાશાળી વ્યક્તિને માટે એટલુ કહી શકુ કે, તેમની અત્યંત પ્રિય ઇચ્છાઓ મા અનુભૂતિ મેળવે અને તેમના તમામ સર્જનાત્મક વિચારોમા સફળ અમલીકરણની શુભેચ્છા પાઠવું છું. તમે યુવાન, આશાસ્પદ છો. જીવનની દરેક ક્ષણને તમે ઇચ્છો તે રીતે કવિતા રૂપે આવવા દો. સ્વપ્ન જુઓ, પ્રેમ કરો, તમારા મિત્રોને હંમેશા સ્મિત આપો, તમારા પ્રિયજનોને તમારી સફળતા આપો, તમારો વિરોધ કરનારા તમારા પ્રેમ મા ભીંજાય સાથે, આપના આ પુસ્તક થી વાચકો ને રસ તરબોળ કરશો જ એવો વિશ્વાસ છે. 

         મનોજ માટે મારી એક કવિતા નો શેર યાદ આવી જાય 


મન ખોજ મનોજ, હા મોજ મનોજ.

બે શ્વાસ વચ્ચે જ, તક ખોજ મનોજ.

આરાધન રોજ, છે તોજ મનોજ.

સુરજ પર જીત, પા રોજ મનોજ.

અતુલ બગડા ' તથ્ય '


વાર્તા : ખુશ રહેવા નો ઉપાય

 એક મસ્ત રળિયામણું ગામ હતુ. ગામ નાનકડું ને ખુબ સુંદર હતું. ગામ માં એક ડૉક્ટર રહે. અને તે એક નાનકડું દવાખાનું પણ ચલાવે. ડૉ નું નામ ખુશાલદાસ, ડૉ. નાં નામ પ્રમાણે ગુણ,એ હંમેશા ખુશ જ રહે, ગામ ના નાના મોટા બધાં દરદી ખુશાલદાસ પાસે જાય. અને ડૉ. પણ ઘ્યાન દઈ ને બધાં દરદી ની દવા કરે ને બધાં ના દરદ મટાડે આથી ગામ ના કેટલાંય લોકો તેનાં મિત્ર બની ગયા હશે. એમાં એનાં એક તેનાં ખાસ મિત્ર, મિત્ર નુ નામ જેંતીલાલ, જેંતીલાલ ખેતી નુ કામ કરે, જેંતીલાલ હંમેશાં કૈક ને કૈક ચિંતા માં હોય, કયારેક ઘર ની ચિંતા હોય તો કયારેક ખેતર વાડી ની ચિંતા હોય, પણ ડો. ખુશાલદાસ તેનાં ખાસ મિત્ર આથી તે હંમેશાં ડૉ ના નાનકડા દવાખાને બેસવા જાય. દરરોજ સાંજે જ્યારે અથવા જ્યારે ટાઈમ મળે ત્યારે ખુશાલદાસ અને જેંતીલાલ બેઉ મળ્યાં વગર તો ના રહે, એક વાર જેન્તી લાલ ને મનમાં સવાલ થયો. કે આ ડૉ આખો દીવસ દરદી ને તપાસી તપાસી ને થાકી જતા હશે ને? તોય આ ડૉ હંમેશાં ખુશ જ શુ કામ રહેતા હશે,? તેને તો ઘણી વાર થયું કે ડૉ ને પૂછી જોવ કે "ડૉ સાહેબ તેમ આટ આટલા કામ હોય તોય ખુશ કેમ રહો છો." પણ જેન્તીલાલ ને પૂછવા નુ મન નાં થાય, એક વાર સાંજ નો ટાઇમ બેઉ મીત્રો ભેગાં થયાં ખુશાલદાસ હંમેશાં ની મુજબ મોજમાં, આજે તો જેન્તીલાલ થી રહેવાયું જ નહિં અને તેણે ડૉ. સાહેબ ને પૂછી જ લીધુ કે તમારી ખુશી નુ તેનું કારણ શું ? ડૉ ખુશાલદાસે ખૂબ જ સરસ જવાબ આપ્યો, તેમણે જવાબ મા કીધું કે હુ આ દવા ઉપરથી જિંદગી જીવતા શીખ્યો. જેંતીલાલ વળી વિચારમા પડી ગયા કે દવા ઉપરથી વળી કેમ ખુશ રહેવા નુ, ? વળી ખુશાલ દાસ બોલ્યા કે દવા પાછળનું તાત્કર્થ એમ છે આપણે બીમાર હોઈએ તો આપણે કડવી દવા ફટ કરીને ગલા માં ઉતારી દઇએ છીએ. જીવનમાં બીમારી એટલે કે તકલીફો તો આવ્યાં જ કરશે એને ચોકલેટ ચગળ્યા નહિ કરવાંની તકલીફો ને દવા ની જેમ ઝટ દઈને ગળા મા ઉતારી જવાની અને ખુશી ને ચોકલેટ ની જેમ ચગલી ને ખાવા ની અને પછી હંમેશાં ખુશ રહેવા નુ. આપણી જિંદગીનું આવું જ છે દુઃખ જેટલું આવે એને બીમારી ની જેમ જટ મટાડી દેવાનું ને ખુશ રહેવા નુ. જેંતીલાલ ને પણ સમજાય ગયું કે જીવન માં બીમારી ની જેમ તકલીફો તો આવ્યાં જ કરશે. તો તેને કડવી દવા ની જેમ જટ ગળા માં ઉતારી જવાની અને જ્યારે ખુશી મળે ત્યારે તેને ચોકલેટ ની જેમ ચગળી ચગાલી ને ખાવાની. 

- બોધ. જીવન ની તકલીફો ને કડવી દવા ની જેમ પી જવાની ને જીવન ના ખુશી ના દિવસો ને ચોકલેટ ની જેમ ચગલી ચગળી ને ખુશ રહેવા નુ 


 




વાર્તા :- અસલી નકલીની પરખ


દિલ્લી માં સમ્રાટ અકબરનો દરબાર ભરાયેલો હતો. દરબારમા બધાં બુદ્ધિશાળી દરબારીઓ બિરાજમાન હતા. છતાં સમ્રાટ ને એમ થયુ કે બધાં ની પરીક્ષા લેવી જોઇએ એમણે એક સરખાં બે ફૂલ મંગાવ્યા. એક સાચું એક બનાવટી બેય ફૂલ એકદમ સરખા હતા દૂર થી જોતા તો એમજ લાગે કે બેય એક સરખા જ છે પણ એમાં એક બનાવટી નેએક ફૂલ અસલ હતુ. બધાં  દરબારીઆગળ શરત મૂકવા માં આવી કે ફૂલનો સ્પર્શ કર્યા વિના દૂરથી ઓળખી બતાવો કે આમાં અસલ ફૂલ ક્યું છે. આફૂલ ને ઓળખવાની પરીક્ષા તો અઘરી ભાઈ, બધા દરબારીઓતો મૂંઝવણ માં મુકાઈ ગયા કે ફૂલ ને અડક્યા વિના કે સુંઘ્યા વિના કેમ ખબર પડે કે આમાંથી અસલી ફૂલ ક્યું છે ને નકલી ફૂલ ક્યું છે ? આમા તો બધાં દરબારી ચૂપ થઈ ગયા. બધાં દરબારી ની નજર બીરબલ ઉપર હતી કે બિરબલ આમા થી કૈક માર્ગ બતાવશે. અકબરે પણ બિરબલ સામે જોયું કે બિરબાલ શુ યુક્તિ લગાવે છે, બીરબલે તો થોડી વાર વિચારી ને એક મસ્ત યુકિત કરી તેણે સિપાહી ઓનેહુકમ કર્યો કે- મધમાખી પકડીને લાવો બધાં વીચાર મા પડી ગયાકે મધમાખીનુ વળી અહીંશુ કામ હશે પણઆતો બિરબલ હશે કૈક યુંક્તિ,  પછી તો મધમાખી ઓ લઇ ને સિપાહી આવ્યા. બધાં દરબારી તો ડરી ગયા કે આ મધમાખી કરડી જાશે તો વળી વૈદ પાસે જવું પડશે. પણ આવું કઇ બન્યું નહીં. મધમાખી ના જુંડ ને એક પછી એક બેય ફૂલો પાસે લઇ જવામાં આવ્યું. જે અસલી ફૂલ હતુ તેમાં મધમાખીઓ બેસી ગઈ. અને નકલી ફૂલ હતુ તેની સામે મધમાખી ફરકી પણ નહીં. તો નક્કી થઇ ગયું કે અસલી ફૂલ ક્યું છે. જે ફૂલ પર મધમાખી બેઠી એ જ અસલી ફૂલ હતુ. બીરબલે તો ફૂલો ને અડક્યા વિના ને સુંઘ્યાં વિના બતાવી દીધું કે અસલી ફૂલ ક્યું છે એમ, બાદશાહે તો બીરબલને શાબાશી આપી ન ઈનામ પણ આપ્યું ને ભરી સભામાં બિરબલ ના વખાણ પણ કર્યા. અંતે એટલો બોધ આ વારતા ઊપર થી મળે છે કે મધમાખી જેવાં જીવને પણ અસલી અને નકલી નો ફરક ખબર હોય છે અને આપણે માણસ થઇ ને અસલી નકલી નો ફરક લગાવી શકતા નથી. તો તમે અસલી વસ્તુ ને અપનાવો ને નકલી વસ્તુ ને દુર રાખો 

 




गुरु वंदना - guru Vandana

                              गुरु वंदना


                     हमारे जीवन में गुरु का विशेष महत्व होता है। भारतीय संस्कृति में गुरु को भगवान से भी बढ़कर माना जाता है। संस्कृत में ‘गुरु’ का अर्थ होता है अंधकार में से  प्रकाश की ओर ले जाने वाला व्यक्ति। गुरु हमें अज्ञान रूपी अंधकार से ज्ञान रूपी प्रकाश की ओर ले जाते हैं।

             गुरु को महत्व देने के लिए ही गुरु पूर्णिमा का पर्व मनाया जाता है। इसी दिन भगवान शिव द्वारा अपने शिष्यों को ज्ञान दिया गया था। इस दिन कई महान गुरुओं का जन्म भी हुआ था और बहुतों को ज्ञान की प्राप्ति भी हुई थी। इसी दिन गौतम बुद्ध ने धर्मचक्र प्रवर्तन किया था।

            आषाढ़ माह की पूर्णिमा के दिन गुरु पूर्णिमा का उत्सव मनाया जाता है। यह पर्व जून से जुलाई के बीच में आता है। इस पर्व को हिन्दू ही नहीं बल्कि जैन, बौद्ध और सिख धर्म के लोग भी मनाते हैं। 

         माता और पिता अपने बच्चों को संस्कार देते हैं, पर गुरु सभी को अपने बच्चों के समान मानकर ज्ञान देते हैं।

            गुरु और शिक्षकों का सम्मान करना हमारा कर्तव्य है। एक विद्यार्थी के जीवन में गुरु अपनी महत्वपूर्ण भूमिका अदा करता है। गुरु के ज्ञान और संस्कार के आधार पर ही उसका शिष्य ज्ञानी बनता है। गुरु की महत्ता को महत्व देते हुए प्राचीन धर्मग्रन्थों में भी गुरु को ब्रह्मा, विष्णु और महेश के समान बताया है। एक व्यक्ति गुरु का ऋण कभी नहीं चूका पाता है।

          गुरु मंदबुद्धि शिष्य को भी एक योग्य व्यक्ति बना देते हैं। संस्कार और शिक्षा जीवन का मूल स्वभाव होता है। इनसे वंचित रहने वाला व्यक्ति अज्ञानी होता है।

            गुरु के ज्ञान का कोई तोल नहीं होता । हमारा जीवन गुरु के बीना शून्य होता । गुरु अपने शिष्यों से कोई स्वार्थ नहीं रखते, उनका उद्देश्य सभी का कल्याण करना होता है। गुरु को उस दिन अपने कार्यो पर गर्व होता है, जिस दिन उसका शिष्य एक बड़े होदे पर पहुंच जाता है।  

              गुरु पूर्णिमा के दिन विद्यार्थी अपने गुरु के सम्मान में अनेक गतिविधियां करते हैं। इस दिन हमारे गुरु और शिक्षक की हम आराधना करते हैं और उन्हें उपहार देकर उनका आदर करते हैं। इस दिन पाठशाला, स्कूल, कॉलेज, आश्रम और गुरुकुलों में शिक्षकों और गुरुओं के सम्मान के लिए कार्यक्रम का आयोजन किया जाता है। तथा गुरुओं के सम्मान में गीत, भाषण, कविताएं, नृत्य और नाटक किए जाते हैं।

              प्राचीनकाल से ही भारत में गुरु और शिष्य की परंपरा रही है। भगवान शिव के बाद गुरु दत्तात्रेय को सबसे बड़ा गुरु माना गया है। इसके बाद देवताओं के पहले गुरु अंगिरा ऋषि थे। उसके बाद अंगिरा के पुत्र बृहस्पति गुरु बने। उसके बाद बृहस्पति के पुत्र भारद्वाज गुरु बने थे। इसके अलावा हर देवता किसी न किसी का गुरु रहा है। सभी असुरों के गुरु का नाम शुक्राचार्य हैं। शुक्राचार्य से पूर्व महर्षि भृगु असुरों के गुरु थे। कई महान असुर हुए हैं जो किसी न किसी के गुरु रहे हैं।

            महाभारत काल में गुरु द्रोणाचार्य एकलव्य, कौरव और पांडवों के गुरु थे। परशुरामजी कर्ण के गुरु थे। इसी तरह किसी ना किसी योद्धा का कोई ना कोई गुरु होता था। वेद व्यास, गर्ग मुनि, सांदीपनि, दुर्वासा आदि। चाणक्य के गुरु उनके पिता चणक थे। महान सम्राट चंद्रगुप्त के गुरु आचार्य चाणक्य थे। चाणक्य के काल में कई महान गुरु हुए हैं। ऐसा कहा जाता है कि महावतार बाबा ने आदिशंकराचार्य को क्रिया योग की शिक्षा दी थी और बाद में उन्होंने संत कबीर को भी दीक्षा दी थी। इसके बाद प्रसिद्ध संत लाहिड़ी महाशय को उनका शिष्य बताया जाता है। नवनाथों के महान गुरु गोरखनाथ के गुरु मत्स्येन्द्रनाथ (मछंदरनाथ) थे‍ जिन्हें 84 सिद्धों का गुरु माना जाता है।

              हमारे पुराणों में कहा गया है कि उपनयन संस्कार के बाद विद्यार्थी का दूसरा जन्म होता है। इसीलिए उसे द्विज कहा जाता है। शिक्षापूर्ण होने तक गुरु  ही उसके माता  पिता होते है। पूर्ण शिक्षा के बाद श्रेष्ठ शिष्य ही गुरुपद प्राप्त कर सकता है।

        

     तथ्य 

મોહિનીયટ્ટમ

 મોહિનીયટ્ટમ કે મોહિનીઅટ્ટમ (મલયાલમ), એ કેરળમાં વિકસીત એક પારંપારિક દક્ષિણ ભારતીય નૃત્ય છે. ભારતના આઠ પારંપારિક શાસ્ત્રીય નૃત્યો માંનો આ એક નૃત્ય છે. આનૃત્ય એન ખૂબ લાલિત્ય પૂર્ણ નૃત્ય છે અને તેને સ્ત્રીઓ દ્વાર જ એકલ નૃત્ય તરીકે પ્રસ્તુત કરાય છે.

મોહિનીયટ્ટમ એ સંજ્ઞા "મોહિની" શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે કે એવી સ્ત્રી જે લોકોને મંત્રમુગ્ધ કરે છે અને યટ્ટમ કે અટ્ટમ નો અર્થ છેશરીરનું મનમોહક અને લાલિત્ય પૂર્ણ હલન ચલન. "મોહિનીયટ્ટમ" આ નામનો અક્ષરસ૰ અર્થ થાય છે "મોહિનીનું નૃત્ય". વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરવાની બે કથાઓ પ્રચલિત છે.

એક કથામાં સાગર મંથન બાદ અસુરો દ્વારા થનાર અમૃતપાનને રોકવા માટે ભગવાન વિષ્ણુ એ મોહિની રૂપ ધારણ કર્યું. બીજી કથ અનુસાર ભગવન શિવને ભસ્માસૂરથીએ બચાવવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું.

મોહિની યટ્ટમ આ નામ કદાચ ભગવાન વિષ્ણુ ના મોહિની રૂપ પાછળ પડ્યું હોઇ શકે, નૃત્યની મુખ્ય સંકલ્પના પ્રભુની પ્રેમ અને ભક્તિ છે. આ નૃત્ય પ્રસ્તુતિના નાયક હમેંશા વિષ્ણુ અથવા કૃષ્ણ હોય છે. પ્રાચીન સમયમાં આ નૃત્યને દેવદાસીઓ દ્વારા મંદિરોમાં પ્રસ્તુત કરાતો હતો. પણ આનૃત્ય પર કુઠુ અને કોડીયટ્ટમનો પ્રભાવ જોવા મળે છે. મોહિનીયટ્ટમ એ નૃત્ય અને કવિતામાં ગૂંથાયેલ એક નાટક હોય છે.

આ નૃત્ય પર દક્ષિણ ભાર્તની બે નૃત્ય શૈલિ ભરતનાટ્યમ અને કથકલ્લી ની અસર જોવા મળે છે. આનૃત્યની સંકલ્પના રાજા સ્વાતિ તિરુનલના દરબારમાં તાંજાવુરના નૃત્ય ચતુષ્કોણમાં ના એક એવા વડીવેલુ દ્વારા તૈયાર કરવામાં આવી.

પહોળી કમરને ઝુલાવીને ઉર્ધ્વ શરીરની આજુબાજુની તરફ હળવું ચલનએ આ નૃત્યની વિશેષતા છે. જે કેરળની વિશેષતા એવા પામ (નારિયેળ) ના વૃક્ષને અને કેરલની નદીઓના વહેણના પ્રતીક સમી હોય છે. આમાં કુલ ૪૦ વિવિધ મૂળ ચાલ હોય છે જેને 'અટવુકલ' કહે છે.

આ નૃત્યનો પહેરવેશ સોનેરી જાડી કિનારી વાળી સફેદ સાડી રૂપે હોય છે જેને કસાવુ કહે છે. આ નૃત્ય પ્રાચીન સાહિત્યીક રચના હસ્ત લક્ષણ દીપીકાને અનુસરે છે જેમાં હાથની મુદ્રાઓ ઉપર વિસ્ત્રુત વિશ્લેષણ છે

આ નૃત્યના સંગીતમાં વિવિધ લય હોય છે જેને ચોલુ કહે છે. આ સંગીતનું ગાયન મણીપ્રવલમ ભાષામાં હોય ચે જે મલયાલમ અને સંસ્કૃતના મિશ્રણથી બને છે.

આઝાદી અમૃત મહોત્સવ

 વર્ષે 2021માં ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા, જે દરેક માટે ગર્વની વાત છે, પરંતુ હાલમાં ભારતમાં યુવા પેઢી આઝાદીની લડતને સંપુર્ણ રીતે જાણતા નથી. આજના વિદ્યાર્થીઓ શાળાકીય શિક્ષણ થકી સ્વતંત્રતા વિશે થોડુ ઘણુ જાણે છે ૫રંતુ ભારતને અઝાદી અપાવવાની સફર, મહાત્મા ગાંઘી, સરદાર ૫ટેલ, વીર ભગતસિંહ, જવાહલાલ નહેરૂ વિગેરે સ્વાતંત્રય સેનાનીઓનો ફાળો તેમનો સંઘર્ષ જેવી બાબતોથી સંપુર્ણ રીતે વાકેફ નથી.


આઝાદીની ચળવળ , ભારતની ઐતિહાસિક સભ્યતા અને સંસ્કૃતિ વિશે આજની યુવા પેઢી તથા દેશના નાગરિકોમાં જાગૃતતા ફેલાય થાય તેવા ઉમદા આશયથી ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષે એટલેકે ૨૦૨૧થી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યુ. આ ઉજવણીની શરૂઆત દેશના માનનીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ દાંડી યાત્રાથી કરવામાં આવેલ છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી ૭૫ અઠવાડીયા સુઘી કરવામાં આવનાર છે.

આજે ભારતનો સમાવેશ વિશ્વના મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો થાય છે કારણ કે ભારતમાં મોટી સંખ્યામાં યુવાનો છે જેઓ પોતાની ક્ષમતાથી સતત આગળ વધી રહ્યા છે અને દેશના વિકાસમાં મદદ કરી રહ્યા છે, પરંતુ ભારતે ખરાબ અર્થવ્યવસ્થાનો સમયગાળો ૫ણ જોયો છે જ્યારે આઝાદી બાદ ભારતનું વિભાજન થયુ, તે સમય પછી ભારતની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી, પરંતુ તેમ છતાં સતત પ્રયાસો અને દેશભક્તિના આધારે, ભારતે ફરી એક વખત તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરીને વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું.


આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ:-

આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ નવા વિચારોનું અમૃત છે. આઝાદી કા અમૃત મહોત્સવ એવો જ એક ઉત્સવ છે જેનો અર્થ સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત છે. મતલબ કે ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશભક્તોની આઝાદીનું એવું અમૃત કે જે આપણને હંમેશા દેશ પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે. આપણા મનમાં નવા વિચારો, નવા સંકલ્પોની ક્રાંતિ લાવે છે.


આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ:-

આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે. દેશની અઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય ભારતને દેશભક્તિના રંગોથી રંગવાનો છે. આ અભિયાન અંતર્ગત શાળાઓ અને કચેરીઓમાં રમતગમત, ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોસ્ટરો, બેનરો જેવા કાર્યક્રમો વડે આજની યુવા પેઢીમાં દેશભક્તિની ભાવનાઓને પ્રોત્સાહન આ૫વામાં આવશે.


આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી:-

આઝાદી કા અમૃત મહોત્સવ એ પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા માટે ભારત સરકારની પહેલ છે. આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા, ભારત તેના લોકો, સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની પ્રગતિશીલ સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ઓળખનું એક સ્વરૂપ છે.


“આઝાદી કા અમૃત મહોત્સવ” ની સત્તાવાર યાત્રા 12 માર્ચ, 2021 ના ​​રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી, જ્યારે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં 75 અઠવાડિયા લાંબી ઉજવણીને લીલી ઝંડી આપી હતી. આઝાદીનો આ અમૃત ઉત્સવ 15મી ઓગસ્ટ 2023 સુધી ચાલશે.


મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી દેશની આત્મનિર્ભરતા અને સ્વાભિમાનની જાગૃતિ માટે દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ દિવસે 2021માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિકાત્મક દાંડી યાત્રા શરૂ કરી હતી જે આપણા આત્મનિર્ભરતા અને સ્વાભિમાનના પુનરુત્થાનનું પ્રતિક છે.


આઝાદી કા અમૃત મહોત્સવ ભારતના એ તમામ લોકોને સમર્પિત છે. જેમણે માત્ર ભારતની વિકાસ યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી નથી, પરંતુ તેમની અંદર એવી શક્તિ અને ક્ષમતા પણ છે, જે ભારત 2.0 ને સફળ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી ભાવનાથી પ્રેરિત આત્મનિર્ભર ભારતને સાકાર કરી રહ્યાં છે.


આઝાદી કા અમૃત મહોત્સવના સફળ આયોજન અને અમલીકરણ માટે જનભાગીદારી સાથે દેશભરમાં વિવિધ અભિયાનો યોજવામાં આવી રહ્યા છે.લોકભાગીદારી દ્વારા સ્થાનિક સ્તરે નાના ફેરફારો નોંધપાત્ર રાષ્ટ્રીય લાભમાં મદદ કરશે.


સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના નામથી વિવિધ સ્વતંત્રતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઈવેન્ટ્સમાં ફોટો એક્ઝિબિશન, મૂવિંગ વાન, વિવિધ સ્પર્ધાઓ વગેરેનો સમાવેશ થાય છે જે સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને દર્શાવે છે. કેટલાક સ્થળોએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પ્રદર્શનો બે ભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા – મહાત્મા ગાંધીના આગમન પહેલાની આઝાદીની ચળવળ અને ગાંધીજીની આગેવાની હેઠળનો સ્વતંત્રતા સંગ્રામ. ગાંધીજીના આગમન પહેલા, લાલા લાજપત રાય, લોકમાન્ય તિલક અને લાલ-બાલ-પાલ તરીકે જાણીતા બિપિન ચંદ્ર પાલના યોગદાનને ઐતિહાસિક ફોટોગ્રાફ્સ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આ સાથે અન્ય ક્રાંતિકારીઓની ચળવળમાં તેમની ભૂમિકા ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી હતી. જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, રાજા રામમોહન રાય, સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ, ખુદીરામ બોઝ, વીર સાવરકર, કરતાર સિંહજી, ભીખાઇજી કામા અને એની બેસન્ટ વગેરેનો સમાવેશ થાય છે.


ફોટો પ્રદર્શન શ્રેણીમાં, 1915 માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા પછી ગાંધીજીનો ભારતીય રાજકારણમાં પ્રવેશ અને સ્વતંત્રતા ચળવળની નવી દિશા ખૂબ જ વ્યવસ્થિત રીતે બતાવવામાં આવી હતી. અસહકાર ચળવળ (1921) થી દાંડી સત્યાગ્રહ (1930) થી ચંપારણ સત્યાગ્રહ (1917), ખેડા સત્યાગ્રહ (1918), જલિયાવાલા બાગ હત્યાકાંડ (1919) સુધી સત્યાગ્રહ દ્વારા લડવામાં આવેલા વિવિધ સ્વતંત્રતા યુદ્ધોને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ દરમિયાન ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુની શહાદતને યાદ કરવામાં આવી હતી. પ્રદર્શનમાં સ્વતંત્રતા ચળવળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વિશેષ સંદર્ભ સાથે દર્શાવવામાં આવી છે તેમજ રાષ્ટ્રીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા પ્રદર્શનમાં દર્શાવવામાં આવી હતી.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉત્સવ એ છેલ્લા 75 વર્ષમાં ભારતે કરેલી ઝડપી પ્રગતિ અને ઉન્નતીની અનુભૂતિનો તહેવાર છે. આ તહેવાર આ૫ણને આ૫ણી છુપાયેલી શક્તિઓને ફરીથી ઉજાગર કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને રાષ્ટ્રોના સમૂહમાં આ૫ણું યોગ્ય સ્થાન પાછું મેળવવા માટે પ્રામાણિક અને ક્રિયાત્મક પગલાં લેવાની પ્રેરણા આપે છે.

કવિ ના બે શબ્દો

 કવિ ના બે શબ્દો


                           પરમ પિતા પરમાત્મા ની પ્રેરણા થતાં સમાજ ને ઉપયોગી થવાય એ હેતુ થી પૂજય શ્રી ગુરૂ જદુરામ ની પ્રેરણા થી હું આ ' રાજારવ' નામનું કવિતા નું પુસ્તક આપ સૌનાં કર કમળ સુધી પહોચાડવા માટે સહભાગી બન્યો છું. 

                         આટલા વર્ષ એટલે કે છેલ્લા ચાલીસ વર્ષ ની મારી શબ્દ આરાધના થી એક સફળ કવિતા ના પથ સુઘી પહોંચવા મને ઘણાં કવિઓ અને એની કવિતાઓ થી પ્રેરણાઓ મળી છે. તેમાંથી પ્રથમ નામ હું ઝવેરચંદ મેઘાણી નું નામ લઈશ. તેમની કવિતાઓ વાચતા તેમાંથી મને પણ કવિતાઓ લખવાની પ્રેરણા મળી. અને મે લખવા નું શરૂ કર્યું. કવિતા એ એક ભક્તિ માર્ગ, સાધના અને યોગ... પોતાને સાબિત કરવાં નો માર્ગ મળ્યો. કવિતા ની નવી કેડી કંડારવાની શરુઆત કલમ ના સહવાસ થી થઇ. કલમ નો પૂરો ઉપયોગ અને સહવાસ થકી આજ હું આ મુકામ સુધી પહોંચ્યો છું તેનુ નામ છે મારુ આ પુસ્તક. 'રાજારવ ' . મારી કલમે દુહા, છંદ, છપ્પા, સવૈયા, કવિતા, ગીત અને ગઝલ નો માર્ગ શરુ કર્યો. મારા વિચારો ને આકાર આપવા નું શરુ થયું. મારી કલમથી મે મને ધડ્યો. અને આ કલમ ના સથવારે હુ 'રાજ' અહીં આપના સુઘી આવ્યો છું. 

                    મારી જીવન સંગિની મંગુ.. તેમના વિશે વાત કરવી ઓછી પડે તેમની સાથે જીવન ના ઘણા તડકા છાયડા જોયા. અને તેમના ઉષ્મા ભર્યાં સાથ ને કારણે હું મારી કવિતાના રસ્તે ચાલી શક્યો છું. મારાં સંતાનોમાં બે દિકરા કિશોર અને મહેશ તથા બે દીકરીઓ હંસા અને રસીલા. મોટા દિકરા કીશોર ની પત્ની વિમળા તેમનાં પુત્રો મયુર, ઘનશ્યામ અને પુત્રી હેતલ. નાના દિકરા મહેશ ની પત્નિ નયના તેમનો પુત્ર સુધીર અને પુત્રી ઉર્મિલા. આ સમગ્ર પરીવાર ના સાથ સહકાર થકી મને હમેશા કવિતા લખવા ની પ્રેરણા મળી છે આથી સમગ્ર પરીવારનો હું ઋણી છું

                   મારી કવિતા ને કાગળ ઊપર છાપનાર કંડારનાર 'દલિતવાચા' સાપ્તાહિક ચલાવનાર સંપાદક શ્રી જયંતીભાઈ ગોહિલ નો પણ આભાર માનું એટલો ઓછો છે. હું હમેશા તેમનો ઋણી રહીશ.

                   મારી કવિતાના પ્રસ્તાવક તરીકે કામ કરનાર અમરેલી... એટલે કે અમરવેલી ના કવિ શ્રી હરજીવનભાઈ દાફડા નો પણ હું હંમેશાં ઋણી રહીશ. કવિ હરજીવનભાઈ ની કઈક વાત જ અલગારી ને નિરાલી છે . મારુ આખુ જીવન પૂરું થઇ જાય તોય હું કવિ હરજીવનભાઈ જેટલું કવિતામાં ખેડાણ ના કરી શકુ.. અને તેમણે તો કવિતા ના પ્રત્યેક ક્ષેત્ર મા કામ કર્યુ છે... ગઝલ, દૂહા,ગીતો એમ કવિતાનાં અલગ અલગ રૂપો માં તેમણે કામ કર્યુ છે. મને ગર્વ છે કે તેમણે મારા પુસ્તક ની પ્રસ્તાવના લખવા નું તેમણે સ્વીકાર્યુ.. સાથે સાથે હું તેમનો જીવન ભર ઋણી રહીશ.. કવિ શ્રી હરજીવનભાઈ ને મારૂ વ્હાલ..

                 આ ઉપરાંત દલિત વાચા સાપ્તાહિક નાં તંત્રી સંપાદક શ્રી જયંતીભાઈ ગોહિલ નો પણ હું આ જીવન ઋણી રહીશ. તેમણે મારી બધીજ રચના ને આકાર આપવા નું અને તેને પુસ્તક રૂપે ઘડવાનું કામ કર્યું. હું તેમનો આભાર માનું એટલો ઓછો છે. 

                સાથે સાથે મારી આ કવિતા ના વેરવિખેર પાનાં ને મારી લખેલી જુદી જુદી ચબરખીને એકત્ર કરી એને પુસ્તક નું રૂપ આપવાનું ભગીરથ કાર્ય માથે લીધું એવાં કવિ અતુલ બગડા 'તથ્ય' નો હ્રદય પૂર્વક આભાર માનું છું. તેઓ મારા મસિયાઇ ભાઈ ગોવિંદભાઈ બગડાના સુપુત્ર છે.. એટલે કે મને સારા સગા નો પણ લાભ મળ્યો છે તેથી હુ મારી જાતને વિષેશ ભાગ્યશાળી સમજુ છું.

               મારાં આ કવિતા પથ ઊપર જેમની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોમળ લાગણી ઓ પામતો રહ્યો છું તે સર્વનો આભાર વ્યક્ત કરુ છુ.. 


રાજાભાઇ અમરાભાઇ દાફડા ' રાજ ' 

નાગધ્રા

શુભેચ્છક

 શુભેચ્છક  1    


   રાજાભાઈ અમરાભાઇ દાફડા ' રાજ ' સબંધે મારા મોટા બાપુજી. મા - બાપ ની ઓળખાણ કે શુભેચ્છા આપવાનું દીકરા નું શુ ગજું  ? હકીકત મા એમના થી આપણી ઓળખાણ હોય છે. તેમની શુભેચ્છા ને આશિર્વાદ થી આપણું જીવન હોય છે. દેખાવે બરછટ કે કઠોર લાગતા આપણા આ કવિ અંદર થી મુલાયમ અને ઋજુ સ્વભાવ ના છે. સઘળી અનુકૂળતા મળે તો કોઈ પણ છોડ પાંગરી ઉઠે એમાં અચરજ ના હોય, પણ પથ્થર ફાડી ને ઉગેલા છોડ નો સંઘર્ષ  કૈક અલગ જ હોય. મારી નજરે એ જ સાચુ જીવન છે કે આટલી તકલીફો મા પણ પાંગરી ઊઠવું. તમામ વિપરીત પરિસ્થિતિ મા પણ પોતાની કવિતા કે કવિત્વ ને મરવા ન દેતો માણસ સાચા અર્થ મા કવિ છે. મે તેમનું જીવન જોયું છે તેમણે રાતો ની રાત જાગી ને કવિતા અને કવિત્વ ને સેવ્યું છે. જ્યારે તેમને કોઈ શબ્દ ની સ્ફુરણા થાય ત્યારે કોઈ સારો કાગળ હાથ વગો ના હોય ત્યારે કોઈ છાપાની છબરખી કે બસ ની ટીકીટ પાછળ કવિતા લખતા મે એમને જોયા છે. કડિયા કામ કરનારો માણસ સિમેન્ટ વાળા કે ગારાવાળા હાથે કવિતા લખીને કવિતાને જીવાડનાર કવિ તરીકે હું તેમને ઓળખું છું. કવિ મજૂર વર્ગનાં માણસ એટલે અમારા ગામમા તેમની લખેલી કવિતા ઓછી પ્રચલિત.. પરંતુ ગામનાં કે સમાજનાં કોઈ સારા નરસા પ્રસંગે ભેગા થતા સબંધીઓની વચ્ચે મેં કવિ ' રાજ'  ને ખીલતાં મેં કવિને જોયા છે. તેમની કવિતામા દુહા, છંદ, છપૈયા, આરતી, ગઝલ અને કવિતાઓ મેં વાંચી છે તેમનું લખાણ અદભૂત છે.

                દરેક વાચક સુઘી આ કવિતાઓ પહોંચે તેવી હ્રદય પુર્વકની તેમને શુભેચ્છાઓ સાથે સાથે મારા પરિવારમાં એક બેસ્ટ કવિ છે તેથી હું ગર્વની પણ લાગણી અનુભવું છું. 

તેમની આ છૂટી છવાઈ ચબરખી મા લખાયેલી કવિતાઓને ભેગી કરીને એક પુસ્તક નું સ્વરૂપ આપવાનો વિચાર જ્યારે મારા માસી ના દિકરા ભાઈ અતુલ બગડા ' તથ્ય ' એ રજુ કર્યો ત્યારે ખૂબ જ આનંદ અને ગર્વ ની લાગણી અનુભવી.. અતુલ બગડા ' તથ્ય ' ને પણ ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામના..


દિનેશભાઈ અરજણભાઇ દાફડા

શિક્ષક શેઠ એમ પી ગર્લ્સ હાઇસ્કુલ, વેરાવળ


શુભેચ્છક 2


               “રાજારવ” શિર્ષક જ બતાવી રહ્યું છે કે આ કાવ્ય સંગ્રહમાં એક ગ્રામ્ય ઢબમાં વપરાતા શબ્દોની ધ્વનિને ચરિતાર્થ કરવા મથી રહેલા કવિ શ્રી રાજાભાઈ દાફડાનો અવાજ છે. 

દરેક કવિતામાં ગામઠી તળપદા શબ્દો અને ગામઠી શૈલીમાં રચાયેલી રચનાઓ છે. માણસ તરીકે જ્યારે એક માણસ પોતાના અવાજને સુસજ્જ રીતે પ્રસ્તુત કરવા જાય છે ત્યારે “રાજારજ” પ્રગટ થાય છે અને કવિતાની સરવેણી ફૂટી નીકળે છે. ભલે ભણતર ઓછું પણ જીવનનું ગણતર અને વિવેક જ માણસને કવિતાના પ્રાંગણમાં લઈ જાય છે અને કવિતારૂપી પુષ્પો એની મોસમ મુજબ ખીલતા હોય છે. જેમ ભમરાનું ગુંજન ઉપવનને ગુંજે છે એમ “રાજારવ” પણ પોતાના અવાજને ત્યાં પહોચાડવા માંગે છે જ્યાં એની સુરતા લાગેલી છે. આવા કવિને ખરેખર સાદર પ્રણામ સાથે ખૂબ ખૂબ બિરદાવું છું.

            “રાજારવ” આદરણિય કવિ શ્રી રાજાભાઈ દાફડાનો આ પ્રથમ સંગ્રહ છે જે અનુઠી શૈલીમાં લખાયો છે. કવિશ્રીને પ્રથમ કાવ્ય સંગ્રહ માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અંતરનો રાજીપો વ્યક્ત કરૂં છું. આ આવી મુજબની શૈલીમાં લખતા કવિઓ ખૂબ ઓછા હોય છે, જેમા ભક્તનો સંવાદ અને સમર્પણ ભાવ જોવા મળે છે. 

          કવિ શ્રી તથ્ય સાહેબના સંદર્ભથી કવિ શ્રી રાજાભાઈ દાફડા સાથે મળવાનું થયેલું ત્યારે જ કવિની રચનાઓ માણીને હું ગદગદ થઈ ગયેલો. આ સંગ્રહ લોકો સુધી પહોચે અને આપની કવિતાના મર્મને જાણે, માણે અને સમજે તેવી અઢળક શુભેચ્છાઓ સાથે કવિ ને ખૂબ ખૂબ અભિનંદન. 




આપનો સ્નેહાધીન 

ડૉ. મનોજકુમાર એલ. પરમાર

ગામ- ઠાંસા, દામનગર તા. લાઠી જી. અમરેલી.


કવિ પરિચય

 કવિ પરિચય


                    હું નાનો ત્યાર થી નાગધ્રા નું મને ઘેલું.. ત્યાં ની નદી.. નદી નો ઓવારો.. ખજૂરી ના ઝાડ.. ઉનાળા ની રજા ઓ માસી ને ત્યાં જ વીતે. મારા માસિયાઈ ભાઈ જયંતીભાઈ, દિનેશભાઈ અને આડોશ પાડોશ ના દોસ્તો બધા સરખી ઉમરના, નદી બારે માસ વહે... નદીમાં નાહવાનું, ખજૂરી ખંખેરવાની અને ખજૂર ખાવાનાં.. ખૂબ મજા પડતી.. નાગધ્રા જેવાં રળિયામણા ને લીલાછમ ગામમા 'રાજ' જેવા કવિ અવતરે એમાં નવાઈ શું ?.

                    મારાં માસા અરજણભાઇ તેમનાં મોટા ભાઈ રાજાભાઈ કવિ. અને નાના ભાઈ દેવશીભાઇ એમ ત્રણે અમરાદાદાનો પરિવાર, બધાનું કામ કડિયાકામનું, પથ્થર અને ઈટો સાથે માથાકૂટ કરવાંની, પથ્થરોને ઈંટો ને સરખા ગોઠવી ને તેમાંથી રહેણાંક બનાવવાનું.

                    કવિ રાજાભાઈ 'રાજ'ને વાચવા નો ખૂબ જ શોખ અને આ વાંચન માંથી કદાચ આ કવિ જન્મ્યા હોય એવુ બને, પોતે ઓછું ભણેલા પણ તોય તેમને શબદ હાથવગા, દુહા છંદો પર પકડ અદભુત, માત્રા મેળમાં લખેલું જોરદાર, વાંચી ને એમ થાય કે નક્કી કુદરતની મહેરબાની હશે નહિતર આવું લખવું અઘરું છે. તેમને ચલાલાના ઓલિયા સંત દાનબાપુમાં અખૂટ શ્રદ્ધા એટલે કદાચ દાન મહારાજના આશિર્વાદ કવિને ફળ્યા હશે.

      બધા જ વિષયો ઉપર કવિએ લખ્યું છે. સ્તુતિ, દૂહા, છંદ, સોરઠા, ગઝલ ઉપર પણ તેમણે હાથ અજમાવ્યો છે. ભારતના વિર પુરુષો ઉપર તેમણે શ્રદ્ધાંજલિઓ લખી છે. શબ્દો ઊપર તો તેમણે જમાવટ જ કરી છે ! બઘા કાવ્યો માં તેમની ધાર્મિક વિચારધારા પણ સ્પષ્ટ તરી આવે છે. કવિએ છાપા, સામયિકો માં પોતાની કવિતાઓ મોકલાવી છે. અને તે કવિતાઓ છપાઈ પણ છે. ગુજરાત સમાચારની સહિયર પૂર્તિમાં વખતોવખત તેમની રચનાઓ છપાતી રહી છે. કવિની કવિતામાં તળપદા શબ્દોની જમાવટ છે, ભાતિગળ દુહાઓથી કવિ મનને પ્રભાવિત કરે છે.


કવિની એક રચના :


મારે તારું પ્રિય પાત્ર થાવું છે 

બોલ હા કે ના !

ગમે ત્યાં ભેળાં એકત્ર થાવું છે 

બોલ હા કે ના !


           સાથે સાથે આ પુસ્તક નાં પ્રસ્તાવક અમરેલીનું ઘરેણું એવાં કવિ શ્રી હરજીવનભાઈ દાફડા નો આભાર માનીએ એટલો ઓછો છે. તેમણે પોતાનો કિંમતી સમય આ રચનાઓને મઠારવા માટે આપ્યો. હૃદય પૂર્વક આભાર કવિ સાહેબ

ઉપરાંત દલિત વાચા ના સંપાદક શ્રી જયંતીભાઈ ગોહિલ જેમણે આ પુસ્તક ને સુંદર રૂપ આપ્યું તેમનો પણ ખૂબ ખૂબ આભાર 


            કવિ 'રાજ' આવી મસ્ત કવિતાઓ, દુહાઓ, સવૈયા અને સોરઠાનો સંગ્રહ આપ વાચકનાં હાથમાં આપી રહ્યાં છે. જે આપને ચોક્કસ ગમશે જ આ પુસ્તક વિશે આપના અભિપ્રાય આવકાર્ય છે. 



- બગડા અતુલભાઈ જી. (તથ્ય)

A - 51 ' શ્રીજી' સિદ્ધિવિનાયક સોસાયટી 

ગાયત્રી મંદીર રોડ, ચિતલ રોડ અમરેલી.

ફોન : 9724413560


ગીરમાં ઊગ્યાં શબદનાં ઝાડવાં

 ગીરમાં ઊગ્યાં શબદનાં ઝાડવાં 


                                   -હરજીવન દાફડા 



             ગીરનાં જંગલને એકદમ અડીને આવેલું, અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું નાગધ્રા ગામ. ચારેતરફ નદી, પહાડો, વનરાજી અને વન્ય પ્રાણીઓની અવરજવરથી ઘેરાયેલું ગીરકાંઠાનું આ ગામ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલું છે. આ ગામમાં જન્મેલા રાજાભાઈ અમરાભાઈ દાફડા ઉર્ફે કવિ રાજ દાફડા, વારસાગત મજૂરીકામ કરીને પોતાનો અને પોતાના બહોળા પરિવારનો જીવનનિર્વાહ ચલાવતા. આજે આ કવિની ઉંમર ૭૨ વરસની છે. 


              વર્ષો સુધી મકાન બાંધકામનું કામ કરતાં કરતાં વચ્ચે - વચ્ચે મળતાં થોડા - થોડા સમયની ચોરી કરી - કરીને કવિ રાજાભાઈ દાફડાએ જે કવિતાઓ લખેલી એનો સંગ્રહ એટલે આ 'રાજારવ'. ૧૯૭૮ ના સમયગાળાથી તેઓ કવિતાઓ લખતા રહ્યા છે અને આજે પણ એમની કલમ સર્જનરત છે. બહુ જ ઓછું ભણેલા આ કવિ ઉપર મા શારદાના આશીર્વાદ ઊતર્યા છે એ જ નવાઈ ઊપજે એવી બાબત છે. ગુજરાતી ભાષાની જોડણી અને શબ્દકોશના નહિવત જાણકાર કવિ રાજ દાફડા ઉપર શબ્દબ્રહ્મની કેટલી મોટી મહેરબાની છે એ આ સંગ્રહની રચનાઓમાંથી પસાર થતા આપણે જોઇ શકીએ છીએ. 

સામાન્ય રીતે ગ્રામ્ય સંસ્કૃતિ અને લોકજીવનમાં ભજન - સંતવાણી, લોકડાયરા, ભવાઈ, રાસ-ગરબા, કથા - કીર્તન વગેરેનું ખૂબ મહત્વ હોય એ જાણીતી બાબત છે. નાનપણમાં રાજાભાઈ દાફડા પણ એ બધા કાર્યક્રમોમાં જતા અને રસપૂર્વક મન ભરીને બધું માણતા. ધીમે ધીમે ભજન અને લોકસાહિત્ય એમના રસરુચિના વિષય બન્યા અને પોતે પણ કંઇક લખવું છે એવો મનસૂબો ઘડાયો. 


               લોકસાહિત્યના વિવિધ છંદોમાં કેમ લખવું અને એ બધું કોની પાસેથી શીખવું એવી ધખના જાગી અને એ દિશામાં શોધ શરૂ કરી. અંતે નજીકમાં જ આવેલા ચલાલામાં લોહલંગરી મહારાજના શિષ્ય જદુરામ ગોંડલિયાને મળ્યા. એમણે રાજાભાઈ દાફડાને છંદજ્ઞાન અને કવિતાની સમજ આપી. બસ, પછી તો આ કવિએ કવિતાઓ લખવાનું શરૂ કર્યું અને આજ સુધી ક્યારેય પાછું વળીને જોયું જ નહીં. એમની સર્જનરાશિમાં લોકસાહિત્ય અને શિષ્ટસાહિત્યની રચનાઓ જોવા મળે છે, જેમાં દોહા, સોરઠા, ગીત, હરિગીત છંદ, કચ્છ વિસ્તારનું શાણોર ગીત જે ઝૂલણા છંદને મળતું આવે છે, છપ્પા, સવૈયા, ત્રિભંગી છંદ, છંદ ત્રોટક, રાગ - ઢાળ આધારિત ભજનો, આરતી, ધૂન, ધોળ, ગઝલ અને અન્ય કવિતાઓ મુખ્ય છે. એમના આ સર્જનફાલમાં ઠીક ઠીક પ્રમાણમાં વિષયવૈવિધ્ય પણ જોઇ શકાય છે. જેના લીધે એમની રચનાઓમાં સંવેદનની સચ્ચાઈભર્યો પોતીકો અવાજ સંભળાય છે, નવ્ય ચિંતનમનન, અધ્યાત્મ, શ્રદ્ધાભક્તિ, સામાજિક સમરસતાની ઝંખના, માનવકેન્દ્રી જીવનવ્યવહારની અપેક્ષા, સંતો, પીરાઈ પ્રત્યેની દ્રઢ આસક્તિ અને સાચા જીવનમૂલ્યોની પ્રસ્થાપના માટેની જીજિવિષા વગેરે એમની કવિતાની ધોરી નસરૂપે અહીં દેખાઈ આવે છે. 


             આ કવિની રચનાઓ ઉત્તમ પ્રકારની છે એવું કહેવાનો આશય નથી અને હોવો ય ન જોઇએ, કેમ કે દરેક કવિતા ભાવકના રસરુચિને અનુવર્તીને ઉત્તમ, મધ્યમ કે ત્રીજા કોઇ વર્ગવિશેષમાં મુકાતી હોય છે. આ કે બીજો કે પેલો કવિ ઉત્તમ અને અન્ય કવિઓ નિમ્ન એવો દાવો પણ કરી શકાય જ નહીં. હા, એટલું તો ખાસ કહેવાની જરૂર છે કે આ કવિનો શબ્દ જીવનના, શિક્ષણના અને સાહિત્યિક વાતાવરણના અભાવમાં ઊગ્યો, ઉછર્યો અને વિકસ્યો છે એટલે એને એ રીતે મૂલવવો અને તપાસવો પડે, તો જ એના સર્જકત્વને ન્યાય આપી શકાય.  આ રચનાઓમાંથી પસાર થતી વેળાએ કવિના પોતીકા સર્જનકર્મને યથોચિત મૂલવી શકાય એવો દૃષ્ટિકોણ લઇને અત્યારે મારી ભાવકતા એમની સર્જકતામાં વિહાર કરી રહી છે. 

કવિ રાજાભાઈ દાફડા પોતાની કેફિયતમાં કહે છે - પરમપિતા પરમાત્માની પ્રેરણા, ગુરુશ્રી જદુરામ ગોંડલિયાનું માર્ગદર્શન અને ઝવેરચંદ મેઘાણી તથા અન્ય કવિઓની કવિતાના વાચનથી છેલ્લા ૪૦ વરસ ઉપરાંતથી હું શબ્દની આરાધના કરતો રહ્યો છું. મારી કલમ અને કવિતાએ મને ઘડ્યો છે. 


            કવિની બહુ ટૂંકી આ કેફિયત પરથી કહી શકાય કે, કલમ અને કવિતાથી કવિ જેટલા ઘડાયા છે એટલો એનો શબ્દ પણ ઘડાયો છે. કવિની કવિતા કાવ્યશિક્ષા, વાચન - મનન, દૃશ્યશ્રાવ્ય માધ્યમ, ભક્તિપરાયણતા, જીવનનો સ્વાનુભવ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિના પારંપરિક જ્ઞાન અને ભીતરની સાચકલાઈથી મંજાયેલી છે જેના કેટલાક ચમકારા આપણને 'રાજારવ' સંગ્રહમાંથી મળી રહે છે. 

            કવિના કુટુંબ પરિવારમાં ખીમદાસ નામે ભક્ત થઇ ગયેલા, જેમના માટે કવિએ એક સરસ મજાની બિરદપચીસી પણ લખેલી છે. આ આધ્યાત્મિક વારસો કવિમાં પરંપરાગત રીતે ઊતરી આવેલો છે. ઘર - પરિવારમાં નિજારપંથ અને રામદેવજી મહારાજ (રામાપીર) ની પાટપરંપરાના સંસ્કારો ઝીલાયેલા છે સાથોસાથ સંતોના ઉજ્જ્વળ ચરિત્રો અને ભજન - સંતવાણીનું જે સમાજમાં અવિનાભાવી અનુસંધાન આજ સુધી પેઢી દર પેઢી જોડાયેલું રહ્યું છે એ (હરિજન) સમાજ સાથે કવિનું જીવન જોડાયેલું હોઈને કવિની કવિતામાં પણ આ બધું સીધી કે આડકતરી રીતે વણાતું આવેલું છે. 

ઉપર નિર્દિષ્ટ સંસ્કારોની ગહન છાપ કવિના આંતરબાહ્ય જીવન પર પડેલી છે. લોકસાહિત્ય અને સાહિત્યના વિધવિધ પ્રકારોમાં કવિના આ સંસ્કારો ઠેકઠેકાણે ઝીલાયા છે. છંદ ત્રિભંગીમાં રચાયેલા કૃષ્ણકાવ્યમાંથી એક આછેરી ઝલક જોઇએ - 


પ્રેમપિયાસી ગોકુળવાસી નહીં ઉદાસી વનવાસી 

ગોપી સંગે રમતો રંગે નિત ઉમંગે વનમાળી 

સોળસો રાણી ગતિ નવ જાણી વાત અજાણી તુમ્હારી 

છો કરુણાકારી કૃષ્ણમોરારી છબિ તુમ્હારી ચિત્તધારી 


                 અહીં રામાપીર, આપા દાના - દાનેવ, આપા ગીગા વગેરેની એકાધિક રચનાઓ ઉપરાંત દાસી જીવણ, પાલણ, સત સ્મૃતિ, રામ, દશરથ, ગણેશ સ્તુતિ, સરસ્વતી સ્તુતિ, સંતો, ભક્ત જલારામ, ગાત્રાડ મા, ગુર્જર ભૂમિ, હિન્દુસ્તાન, કોરોના, સામાજિક વૈમનસ્ય, ઉપદેશપરક, ભક્તિપરક, પર્યાવરણ, માનવીય મનોસંચલનો વગેરે તેમજ જુદા જુદા વિષયને નિરૂપતી ગીત - ગઝલ - કાવ્યપરક રચનાઓમાં કવિએ પોતાની કલમને પોતીકી રીતે અજમાવી છે. 


આપા દાના - દાનેવના દોહા જોઈએ. 


દાખવે ક્યાંથી દાફડો (તારા) પરચા અનગળ પીર 

અમરા સુતને યાદ છે (એક) તળ નાગધ્રા તીર 


દુઃખહર છાયા દાનની, લખેલ (જો) કરમે લેવાય 

વિધિના વાંકા લેખ તે (ઈ) બધાય બદલી જાય 


આપા ગીગાના સોરઠા પણ સરસ છે 

દન ઊગે દન આથમે, હરતો દુઃખ હજાર 

ગરીબ પડખે ગીગડો, રહેતો કાયમ રાજિયા 


દર્શન કાજે દેવળે, આવતા વરણ અઢાર 

સમદૃષ્ટિ સૌની ઉપર, રાખે સરખી રાજિયા 


              કવિના કુટુંબ પરિવારમાં થઇ ગયેલા ભક્ત ખીમદાસને બિરદાવતી બિરદ પચીસી સારી રચના છે. 



             દાસી જીવણ વિશે દોહા અને શાણોર ગીત બન્ને સરસ રચનાઓ છે. તેમાં પણ દોહા માણવા જેવા છે. 


જગા ઘર જીવણ હુવો, હરિજનમાં હરિ દાસ, 

ઘરેણું ઘોઘાવદરનું, વસિયો વાસ સુવાસ. 


કુંભાજીની કચેરીએ, શેઠ બનીને શ્યામ, 

દાફડા ઉપર દયા કરી ભરી જીવણની ભામ. 


                કચ્છી ભાષાની છાંટવાળા દોહામાં રચાયેલો સત સ્મૃતિ ગ્રંથ પ્રલંબ છે પણ મજા કરાવે છે. ભક્તિની ઉપદેશાત્મક નિરૂપણા સરસ થઇ છે. 


               ભક્ત જલારામ વિશે હરિગીત છંદમાં રચના મળે છે. કોરોના વિશે એકબે રચનાઓ  તેમ જ ગાત્રાડ મા, ગુર્જર ભૂમિ, હિન્દુસ્તાન વિષયક કાવ્યો ય મળે છે. 


              કવિનો 'રાજારવ' સંગ્રહ વાંચતાં એમાંની ચારણી સાહિત્યમાં લખાયેલી રચનાઓ સરસ છે, જ્યારે શિષ્ટ સાહિત્યના, ગઝલ, કાવ્યોમાં પ્રમાણમાં કાવ્યતત્ત્વની ઊણપ વરતાઈ આવે છે. કદાચ કવિ લોકસાહિત્યની જેમ કવિતા - ગઝલમાં કોઇ જાણકારનું માર્ગદર્શન નથી મેળવી શક્યા. પોતાના જૂજ વાચન અને શ્રવણના ભરોસે કવિ અહીં કવિતાભાસી અને ગઝલાભાસી રચનાઓ સર્જી બેઠા છે. કેટલીક આવી રચનાઓ અહીં નિવારવાની જરૂર હતી. જાણવા મળતી માહિતી મુજબ કવિની એક - બે સંગ્રહ થઇ શકે એટલી કવિતાઓ, જેમાં કવિની નિજી ઓળખ સાંપડે છે એ બધી ઘરસફાઈ વખતે શરતચૂકના લીધે પરિવારના અન્ય સભ્યોને હાથે નાશ પામેલી. જેના ઊંડા આઘાતમાં કવિની માનસિક હાલત આજે પણ ડામાડોળ છે. 


            કવિ અતુલ બગડા 'તથ્ય' ના આર્થિક સહયોગ અને જયંતીભાઈ ગોહિલ, તંત્રીશ્રી 'દલિતવાચા' સાપ્તાહિકના ટાઈપિંગ અને અન્ય સહયોગથી કવિ રાજ દાફડાનો આ 'રાજારવ' સંગ્રહ પ્રકાશિત થઇ રહ્યો છે. વળી, કવિની ઢળતી ઉંમરને ધ્યાનમાં રાખી એમની ઉપલબ્ધ બધી કવિતાઓનો સમાવેશ કરવાના મોહ અને આગ્રહને કારણે અહીં કેટલીક શિથિલ રચનાઓ પણ જોવા મળે છે. 


            ખેર.! અહીં સંગ્રહકર્તાઓનો અભિગમ કવિ દ્વારા રચાયેલી કાચીપાકી સઘળી રચનાઓનો સમાવેશ કરવાનો રહ્યો હોઈ આમ બન્યું છે. આમ પણ એક સાવ ઓછું ભણેલા કવિ પાસે શાસ્ત્રીયતાની અપેક્ષા રાખવી એ ય એની નિજી સર્જકતા, જે એનાં ભીતરથી પ્રગટી હોય એની સચ્ચાઈને નજરઅંદાજ કરવા જેવું ગણાય. એટલે આ જે કંઇ કવિનો શબ્દઉદ્યમ છે એના પોખણા કરવાનો આ અવસર હોઈ આપણે એમાં સામેલ થઇએ એ જ વધુ ઉચિત રહે. 

કવિની જીવનભરની શબ્દસાધનાના પરિપાકરૂપે પ્રગટ થઇ રહેલા એમના આ 'રાજારવ' કાવ્યસંગ્રહ માટે મારો અંતરનો રાજીપો વ્યક્ત કરું છું અને કવિ રાજાભાઈ દાફડા ઊર્ફે રાજ દાફડાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 



તા. ૦૫ - ૧૧ - ૨૦૨૩.             

અમરેલી                                  

                                               

                                             

હરજીવન દાફડા

' સાહેબ ' ૭, દ્વારકેશનગર,

વેસ્ટર્ન પાર્ક, ચિતલ રોડ,

અમરેલી - ૩૬૫૬૦૧

મો - ૯૯૭૯૦૫૧૨૭૩


ઘુમર

 રાજસ્થાન ભારતનું એક ખૂબ સુરત રાજ્યમાનું એક રાજ્ય છે.અહિયાની સંસ્કૃતી દુનિયા ભરમાં જાણીતી છે. રાજસ્થાનની સંસ્કૃતી વિવિધ સમુદાયોનું યોગદાન રહેલ છે.આપણે જ્યારે રાજસ્થાનનું નામ આવે ત્યારે  આપણી આંખ સામે રણ,ઊંટની સવારી અને કાલબેલિય નૃત્ય અને રંગબેરંગી  પરિધાનો સામે આવે છે. આ રાજ્ય પોતાની સભ્યતાઅને તેમની મહેમાન નવાઝી માટે જાણીતા છે. ભલે તે સ્વદેશી હોય કે વિદેશી હોય  અહિયાની સંસ્કૃતી લોકોનું મન મોહી લે છે.જેલોકોએ રાજસ્થાનની સંસ્કૃતીનો અનુભવ કર્યો હોય તેને લોકો ખુબખુશ નશીબ છે.પરંતુ  શાહી શહેરની સરળ પરંતુ રસપ્રદ સંસ્કૃતિ વિશેકેટલીક રસપ્રદ  વાતો જળવા માટે તમે પોતાને  રોકી  શકશો નહીં.

સભ્યતા અને સૌંદર્યને એક સાથે જોડવાનું હોય તો રાજસ્થાની કાપડા સાથે કંઈ પણ થતું નથી. સ્ત્રીઓ માટે પરંપરાગત રાજસ્થાની કાપડા તદ્દન યોગ્ય, સુંદર અને આરામદાયક છે. અહીંની  મહિલાઓ પરંપરાગત ધાધરા, ચોળી અને ઓઢળી પહેરે છે. આ સ્ત્રીઓના પરિધાનો ચટકતા રંગો હોય છે, જેમાં ગોટા (સરહદો) હોય છે. સ્ત્રીઓ પોતાનાથી મોટા લોકો સામે ધૂંધટ નાખીને આવે છે.આં રીતે તે લોકોને સમ્માન આપે છે.

તેવામાં પુરુષો  ધોતી, કુર્તા અથવા પાયજમા પહેરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત, કેટલાક પુરુષો પણ માથા પર પટ્ટાવાળી સુતરાઉ કાપડ પધડી પહેરે છે. તેમની પાધડી  ખાલી માથાને ઢાકવા પૂરતી હોતી નથી પરંતુ તેની ઇજ્જત હોય છે.

રાજસ્થાની નૃત્યની વાત આવે ત્યારે, સૌ પ્રથમ ઘુમર નામ આવે છે. હા, તે ઘૂમર નૃત્ય જે એક ફિલ્મમાં પણ કરવામાં આવ્યો હતો. પરંતુ વાસ્તવમાં, ઘુમર નૃત્ય તેમાંથી જુદું  છે, અહીં મોટા ભાગે સ્ત્રીઓ, જે ફક્ત પ્રભુત્વ સાથે જ કરી શકે છે. જોકે નૃત્ય જોવાનું સરળ લાગે છે, પરંતુ પગમાં ઘણી તાકાત જોઈએ છે.

આ ઉપરાંત, રાજસ્થાનનો બીજુ  લોક નૃત્ય કાબેલિયા ડાન્સ છે. પરંપરાગત રીતે, તે રાજસ્થાનનના બંજારા દ્વારા કરવામાં આવે છે. કાબેલિયા નૃત્ય સામાન્ય લોકો દ્વારા કરી શકાતું નથી કેમકે આ નૃત્યમાં લોકોના મનોરંજનની સાથે  કરતબ કરવાના હોય છે.જેવાકે ખીલ્લા ઉયપર નૃત્ય,આંખ થી બ્લેડ ઉપાડવી આંગળી ઉપર થાળ ફેરવવી આવા કરતબ કરવા માટે મહિનાઓનો અભ્યાસ  જરુરી છે.

ઘૂમર એ રાજસ્થાનનું પરંપરાગત લોકનૃત્ય છે.  તે ભીલ જાતિ દ્વારા દેવી સરસ્વતીની પૂજા કરવા માટે વિકસાવવામાં આવી હતી અને બાદમાં અન્ય રાજસ્થાની સમુદાયો દ્વારા તેને અપનાવવામાં આવી હતી.  આ નૃત્ય મુખ્યત્વે "ઘાઘરા" તરીકે ઓળખાતા બુરખા અને વળાંકવાળા વસ્ત્રો પહેરેલી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે.  આ નૃત્યમાં સ્ત્રીઓ એક મોટું વર્તુળ બનાવીને અંદર અને બહાર નૃત્ય કરે છે.  ઘૂમર નામ હિન્દી શબ્દ ઘૂમના પરથી ઉતરી આવ્યું છે જે નૃત્ય દરમિયાન કાંતણનો સંદર્ભ આપે છે.  ઘૂમર ઘણીવાર લગ્ન સમારંભો, તહેવારો અને ધાર્મિક પ્રસંગો જેવા ખાસ પ્રસંગો પર કરવામાં આવે છે


નવરાત્રી

પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે. 

જેમ બંગાળમાં "દુર્ગાપૂજા" ના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં "અંબા બહુચરા-કાળકા" જેવી મહાશક્તિશાળી દેવીઓઅની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ-ગરબા ગાવાનું ઘણું માહાત્મય છે. વળી કોઈ કોઈ સ્થળે તો નવને બદલે દસમો દશેરાનો દિવસ અને પછી પંદરમો શરદપૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વણી લેવામાં આવે છે. 

ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શક્તિપૂજાનુ ઘણુ મહત્વ પરંપરાથી ચાલ્યું આવે છે. અંબા, બહુચરા, મહાકાળી, ભદ્રકાળી,જક્ષણી, ખોડિયાર રનાદે, આશાપુરી, એવા અનેક નામે ગરબા ગવાય છે , પરંતુ એમાં પ્રધાસર તો શક્તિપૂજાનો જ છે. નવરાત્રિના આ નવ દિવસોમાં ગામડે-ગામડે પોતપોતાની કુળદેવી મંદિરે 'કુંભસ્થાપન' કરી નવા દિવસે એની પૂજા-આરતી થાય છે. નવરાત્રિના અને પૂજામાં બેસનાર નવ દિવસ ઉપવાસ કરે છે. કયાંક ફરાળી ઉપવાસ થતા હોય છે તો કયાંક નકોરડા ! આઠમના દિવસે હવન થયા અને પછી નવ નૈવેદ્ય માતાજીને ધરાવીને પારણાં કરવામાં આવે છે. 

નવરાત્રિ મહોત્સવનું આગવું મહત્વ રાતે જોવા મળે છે હવે તો શહેરોમાં જ નહિ ગામડાઓમા પણ માંડવડી અને સમૂહગરબાના જંગી કાર્યક્રમો હાથ ધરાય છે. ભવ્ય રોશનીથી રાતને રંગીન બનાવી દેવામાં આવે છે. માઈક લાઉડસ્પીકર દ્વાર બુલંદ અવાજે સુરીલા કંઠમા ગરબાની સુરવલિ પ્રસરે છે અને માત્ર સ્ત્રીઓ જ નહિ પુરૂષો પણ હાથમાં ડાંડિયા લઈને તાલબદ્ધ રીત રાસ રમે છે! સંગીતનો સાથ હોય , ઢોલત્રાંસાનો નાદ હોય , ગવડાવનારા કંઠમાં પ્રાણ હોય અને હજારો પ્રેક્ષકોના ટોળાં આ દૃશ્ય જોનાર હોય પછી ઝીલનારાંને પોરસ ચડે એમાં શી નવાઈ !

શહેરોમાં તો હવે નવારાત્રિ મહોત્વસવે માઝા મૂકી દીધી છે એમ કહીએ તો એમાં ખોટું નથી . શક્તિપૂજા એક આડંબર બની ગઈ છે અને ગરબા કેવળ મનોરજનનું સાધન ! કોલિજિયન યુવકો અને યુવતીઓ છ્ડેચોક ડિસ્કો ડાંસ કરી નવરાત્રિના દિવસોમાં દુનિયાને નચાવી રહ્યા છે ત્યારે એમ થાય છે કે આપણે આપણા તહેવારોમાં આં પડેલી આ બધી વિકૃતિઓ સમે શું આંખમીચામણા જ કરવાના ?

શહેરમાં નવરાત્રિ મહોત્સવના બહાને "ભેટકૂપનો અને ડ્રો" નું એક મોટું કૌભાંડ શરૂ થાય છે તો બીજી બાજુ ગબ્બ્ર કે પાવાગઢની પ્રતિકૃતિરૂપ બનાવટી ડુંગરોની રચના કરી એને વીજળીથી રોશનીથી કલાત્મક આકર્ષકતા બક્ષી એનું કોઈ મિનિસ્ટરના હાથે ઉદઘાટન કરાવી , નવ દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશ ટિકિટ ખર્ચીને એ જોવા આવવા લલચાવવામાં આવે છે અને આ રીત હજારો રૂપિયાની આવક ઉભી કરી લેવામાં આવે છે

વળી માતાજીની આરતી નામે ઉછામણી બોલાય છે અને સૌથી વધુ રકમ બોલી નામના મેળવવા ઈચ્છનાર પાસે જ આરતી ઉતરાવાય છે એ પણ એક નાટક જ ખેલાય છે ને ? 

જેમણે શેરીઓઅમાં કે પોળોમાં ગરબા ગાવાની મજા નથી આવતી તેઓ ગરબા ક્લબો સ્થાપીને હવે સ્ટેજ પર ગરબા ગાવા જાય છે ને મોંઘીદાટ ટિકિટો ખર્ચીને શ્રીમંતો આવા ગરબાના શો જોવા થિયેટરોમાં, ટાઉનહોલ જાય છે વાહ રે ! ભાઈભક્તો ! ધન્ય છે તમારી માતૃભક્તિને અને સિનેમાના ઢાળમાં માતાજીના ગરબા રચી દેવાની શીઘ્ર સર્જનશક્તિને ! પેલો આ માથે કાણાવાળો માટીનો ગરબો કે જેમાં સળગતો દીવો સતની જ્યોત જેવો ઝગમગતી રહેતા હતો તે ક્યાં હયો ગયો એ જોવા માટે કોઈ ગુજરાતી ફિલ્મ જોવા ઘૂસી જવું પડે એવી હાલત છે , કેમ ખરું ને !

हमारी शान तिरंगा

तिरंगा सिर्फ आन या शान नहीं है हम भारतीयों की जान है।

स्वतंत्रता दिवस का प्रत्येक भारतीय के दिल में एक महत्वपूर्ण स्थान है क्यूंकि यह हिन्दुस्तानियों की एकता और अटूट भाईचारे की विजय के साथ चिह्नित है। यह आज़ादी हमें 200 सालों की यातना, उत्पीड़न, युद्ध और बलिदान के बाद 15 अगस्त, 1947 को मिली. ब्रिटिश कोलोनियल शासन से कड़ी मेहनत से हासिल की गई यह आजादी लोकतंत्र का जश्न है. यह भारत के इतिहास में एक नये युग की शुरुआत का प्रतीक है।

दशकों के अथक संघर्ष और बलिदान से सजी स्वतंत्रता की यात्रा कठिन थी। महात्मा गांधी, रानी लक्ष्मी बाई, जवाहरलाल नेहरू, सुभाष चंद्र बोस, भगत सिंह और सरोजिनी नायडू जैसे असंख्य नेताओं और सेनानियों की मेहनत और बलिदान को किसी प्रकाश की आवश्यकता नहीं है. देश को इन्हीं वीरों के बलिदान के कारण आजादी मिली, जिन्होंने भारत के उज्ज्वल भविष्य के लिए अपना आज कुर्बान कर दिया.

स्वतंत्रता दिवस समारोह की शुरुआत हमारे प्रधान मंत्री द्वारा नई दिल्ली के लाल किले पर राष्ट्रगान और इक्कीस तोपों की सलामी के साथ भारतीय राष्ट्रीय ध्वज फहराने से होती है। इस भव्य समारोह में कई सरकारी अधिकारी, विदेशी गणमान्य, स्कूली छात्र और कई अन्य नागरिक शामिल होते हैं.

ध्वजारोहण के बाद, माननीय प्रधान मंत्री राष्ट्र को संबोधित करते हैं और पिछले वर्ष में राष्ट्र की उपलब्धियों को दर्शाते हुए और आने वाले वर्षों के लिए राष्ट्र के दृष्टिकोण को सामने रखते हुए भाषण देते हैं. विभिन्न जीवंत सांस्कृतिक कार्यक्रम, नृत्य, डायन इत्यादि भारत की विविध विरासत और एकता को प्रदर्शित करते हैं. स्वतंत्रता की हवा में हमारा राष्ट्रीय ध्वज गर्व से ऊँचा लहराता है.

स्वतंत्रता दिवस का जश्न पूरे देश में जोरों शोरों से मनाया जाता है। राजधानी दिल्ली से लेकर और सभी राज्य की राजधानियों और छोटे से छोटे गांव तथा कस्बों में सभी उत्साह से स्वतंत्रता का जश्न मनाते हैं. भारत के कोने-कोने में तिरंगा लहराता है. स्वतंत्रता दिवस समारोह देश के प्रति देशवासियों का प्रेम और देश के बेहतर भविष्य के प्रति प्रतिबद्धता के साथ आयोजित किए जाते हैं। सरकारी कार्यालयों, स्कूलों और कॉलेजों में तिरंगा फहराया जाता है। बच्चे हाथों में भारतीय झंडे लेकर शान से घूमते नजर आते हैं. यह उन बहादुर स्वतंत्रता सेनानियों के बलिदान की याद दिलाता है जिन्होंने देश की आजादी के लिए अताह संघर्ष किया। यह भारतीयों में गर्व और देशभक्ति की गहरी भावना पैदा करता है, उनसे अपनी कड़ी मेहनत से अर्जित स्वतंत्रता की रक्षा करने और उसे संजोने और देश की प्रगति में योगदान देने का आग्रह करता है।

यह महज़ एक बधाइयों और खुशियों का दिन नहीं है. स्वतंत्रता दिवस समारोह का सार केवल उल्लासपूर्ण समारोहों से परे है। स्वतंत्रता दिवस बच्चे, युवाओं और बुजुर्गों को उन चुनौतियों की याद दिलाता देता है है जिनका मुकाबला हमारे पूर्वजों ने किया था और उन चुनौतियों की दस्तक के बारे में आगाह करता है जो हमारे सामने हैं।

स्वतंत्रता दिवस केवल स्मरणोत्सव और उत्सव का दिन नहीं है, बल्कि स्वराज और राष्ट्र-निर्माण के प्रति हमारी प्रतिबद्धता का नवीनीकरण है। यह भारतीयों को एकता, समानता और सांप्रदायिक सद्भाव की भावना को कभी न खोने देने के लिए प्रेरित करता है।

लता मंगेशकर का लोकप्रिय व सदाबहार गीत के बोल “ए मेरे वतन के लोगों, ज़रा आँखों में भर लो पानी, जो शहीद हुए हैं उनकी, ज़रा याद करो कुर्बानी” हमारे स्वतंत्रता के सच्चे सार बयान करता है.

यह दिन है अभिमान का, है भारत माता के मान का ! नहीं जाएगा रक्त व्यर्थ, वीरों के बलिदान का !