Atul from

Sunday 27 August 2017

આટલુ જાણો

 *આપણા કુલ 4 વેદો છે*
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
*************************************
*કુલ 6 શાસ્ત્ર છે.*
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5] યોગ
6] છંદ
*************************************
* આપણી 7 નદીઓ*
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4] સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7] કાવેરી
*************************************
*આપણા 18 પુરાણો*
1] મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3] ભવિષ્ય પુરાણ
4] ભગવત પુરાણ
5] બ્રહ્માંડ પુરાણ
6] બ્રહમવૈવર્ત પુરાણ
7] બ્રહ્મપુરાણ
8] વામન પુરાણ
9] વરાહ પુરાણ
10] વિષ્ણુ પુરાણ
11] વાયુ પુરાણ
12] અગ્નિ પુરાણ
13] નારદ પુરાણ
14] પદ્મ પુરાણ
15] લિંગ પુરાણ
16] ગરુડ પુરાણ
17] કૂર્મ પુરાણ
18] સ્કંધ પુરાણ
*************************************
*પંચામૃત*
1] દૂધ
2] દહીં
3] ઘી
4] મધ
5] ખાંડ
***********************
*પંચતત્વ*
1] પૃથ્વી
2] જળ
3] તેજ
4] વાયુ
5] આકાશ
***********************
*ત્રણ ગુણ*
1] સત્વ
2] રજ
3] તમ
**********************
*ત્રણ દોષ*
1] વાત
2] પિત્ત
3] કફ
***********************
* ત્રણ લોક*
1] આકાશ લોક
2] મૃત્યુ લોક
3] પાતાળ લોક
***********************
* સાત મહાસાગર*
1] ક્ષીરસાગર
2] દધિસાગર
3] ઘૃતસાગર
4] મથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લવણસાગર
***********************
*સાત દ્વીપ*
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
***********************
*ત્રણ દેવ*
 1] બ્રહ્મા
 2] વિષ્ણુ
 3] મહેશ
***********************
*ત્રણ જીવ*
1] જલચર
2] નભચર
3] થલચર
***********************
*ચાર વર્ણ*
1] બ્રાહ્મણ
2] ક્ષત્રિય
3] વૈશ્ય
4] શૂદ્ર
***********************
*ચાર ફળ*
1] ધર્મ
2] અર્થ
3] કામ
4] મોક્ષ
***********************
*ચાર શત્રુ*
1] કામ
2] ક્રોધ
3] મોહ
4] લોભ
***********************
*ચાર આશ્રમ*
1] બ્રહ્મચર્ય
2] ગૃહસ્થ
3] વાનપ્રસ્થ
4] સંન્યાસ
***********************
*અષ્ટધાતુ*
1] સોનું
2] ચાંદી
3] તાબું
4] લોખંડ
5] સીસુ
6] કાંસુ
7] પિત્તળ
8] રાંગુ
***********************
*પંચદેવ*
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
4] ગણેશ
5] સૂર્ય
***********************
*ચૌદ રત્ન*
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12] રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
***********************
*નવધા ભક્તિ*
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*********************
* ચૌદભુવન*
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] રસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલોક,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક.  

Thursday 24 August 2017

ગરવો ગઢ ગિરનાર

             ઐતીહાસીક શહેર જૂનાગઢનું ધાર્મીક મહત્વ પણ ઘણું છે. ગીરનારની તળેટીમાં વસેલા ભવનાથ વીસ્તારમાં ઘણાં ધાર્મીક સ્થળો આવેલા છે. વળી વર્ષમાં બે વખત ભવનાથમાં મેળા પણ યોજાય છે.
                   ગીરનાર તળેટી અને જુનાગઢ નાં વિવિધ સ્થળો, દાતાર ટેકરી, પ્રાચીન ભવનાથ મંદીર અને મૃગી કુંડ, પૌરાણીક દામોદર કુંડ, મુચકુંદ ગુફા અને રેવતી કુંડ, ઐતીહાસીક ઉપરકોટનો કીલ્લો અને ત્યાંના રક્ષીત સ્મારકો, નરસીંહ મહેતાનો ચોરો, રાજ્ય રક્ષીત સ્મારકો, મહોબત મકબરો, ખાપરા કોડીયાની ગુફા અને બાવા પ્યારેની ગુફાઓ વગેરે, અશોક શીલાલેખ, સક્કરબાગ ઝૂ, દરબાર હોલ અને સક્કરબાગ મ્યુઝીયમનો સમાવેશ થાય છે. વળી ભવનાથમાં યોજાતા મહાશીવરાત્રીનાં મેળા, ગીરનારની પરીક્રમા, ઉપલા દાતારની ટેકરી પરનો ઉર્ષ, દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસ, ચૈત્ર અને કારતક માસમાં મોટી સંખ્યામાં પીતૃતર્પણ માટે આવતા ભાવીકો, દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ગીરનાર સ્પર્ધા, થી જુનાગઢ ની રોનક વધે છે.
               ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.
          દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો સમય ૫૪ મિનીટનો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.
           હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. જેનું અંતર અમદાવાદ થી ૩૨૭ કી.મી. થાય છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે.
    પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સિમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ-તા.ભેસાણ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્ર એ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકા માં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી. અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.
     સ્કંદ પુરાણ ના પ્રભાસખંડમાં ગિરનાર નું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવ લિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.
ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે.
        ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.
આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.
        ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ છે. સાધુ-સંતો માટે માનો ખોળો ગણાય છે. સંસારના તાપથી દાઝેલાઓ માટે પરમ શાતા આપતું સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે.આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઇતિહાસ છે.
    ભવનાથ મહાદેવ આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદિરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો.
           જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતિ કરી. આથી ભગવાન શિવએ પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવએ આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.
               મૃગીકુંડ ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજાભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતિ કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે.
      ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.

જય ગિરનારી

Saturday 19 August 2017

ભારતના મહત્વના 32 મેળાઓ

1.કુંભમેળો   -નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને
હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.
૨. પુષ્કરનો મેળો  – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે
૩. તરણેતર નો મેળો - ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે
૪. ભવનાથનો મેળો  – મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે
૫. વૌઠાનો મેળો  – કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.
૬. માધ મેળો – અલાહાબાદ માં જાન્યુઆરી –
ફેબ્રુઆરી મા ભરાય છે.
૭. જ્વાળામુખીનો મેળો – કાંગડા ધાટી, હિમાચલ પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ ભરાય છે.
૮. સોનપુર નો પશુમેળો – ભારતનો સૌથી મોટો પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-ગંડક્ના સંગમ પર યોજાયછે.
૯. જાનકીમેળો –મુજફફરપુર જિલ્લાના સીતામઢી ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.
૧૦. ગાયચારણ નો મેળો – મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.
૧૧. રામદેવજીનો મેળો   – રાજસ્થાનના પોખરણમાં ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.
૧૨. બાબા ગરીબનાથ નો મેળો  – મધ્યપ્રદેશ ના શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
૧૩. કૈલાસ મેળો – આગ્રામાં શ્રાવણના બીજા
સોમવારે યોજાય છે.
૧૪. મહામૃત્યુંજયનો મેળો –મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.
૧૫. ગંગાસર મેળો – પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે.                  
૧૬. અન્નકૂટનો મેળો – શ્રીનાથદ્રારામાં કારતક સુદ એકમના રોજ યોજાય છે.
૧૭. જાગેશ્વરી દેવીનો મેળો– મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.
૧૮. વૈશાલીનો મેળો – બિહારના વૈશાલીમાં ચૈત્ર સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.
૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો – ફ્રેબુઆરી મહિનામાં યોજાય છે.
૨૦. મહાવીરહીનો મેળો – રાજસ્થાનના હિંડોનમાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
૨૧. ગણેશચતુર્થીનો મેળો – રાજસ્થાનના સવાઇ માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ યોજાય છે.
૨૨. રથ મેળો   – ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર મહિનામાં ભરાય છે.
૨૩. કુલુનો મેળો – હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.
૨૪. રેણુકાજીનો મેળો – હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.
૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા –અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.
૨૬. શામળાજીનો મેળો –ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫ સુધી મેળો ભરાય છે.
૨૭. અંબાજી નો મેળો – ગુજરાત ના બનાસકાંઠા મા અંબાજીમાં ભાદરવા સુદ પૂનમે યોજાય છે.
૨૮. વિશ્વ પુસ્તક મેળો – દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.
૨૯. ઝંડા મેળો – દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે ભરાય છે.
૩૦. દદરીનો મેળો – બલિયામાં કારતક પૂર્ણિમાએ ભરાય છે.
૩૧. ચોસઠ જોગણી નો મેળો  - વારાણસીમાં ચૈત્ર સુદ એકમના દિવસે ભરાય છે.
32. પાલણપીરનો મેળો - રાજકોટ જીલ્લાના વાંકાનેર તાલુકાના હડમતીયા ગામે પાલણપીરનો મેળો ભરાય છે.કદાચ કોઇને આની જાણ નહિ હોય પરંતુ સમગ્ર વિશ્વ મા દલિતોનો અને ખાસ કરીને દલિત જ્ઞાતિબંધુઓનો આ એક જ મેળો છે. આ મેળાને જન્મ આપનાર પુજય પાલણપીરનો પોતાનો એક ઇતિહાસ છે પાલણપીર દાદાએ સીંધ પાકિસ્તાનમાં માતંગદેવ; લુણીંગદેવ; માતૈયદેવ; મામૈયદેવ એમ ૪ અવતાર લીધા. પાલણપીર તરીકે એમનો પાંચમો અવતાર છે. એમના આગલા મામૈયદેવના અવતારમાં તેમના શીષ્ય માલા સોંદરવાને આપેલ વચન મુજબ સંવત ૯૭૦ ના ચૈતર માસના શુકલ પક્ષની અજવાળી ચોથને બુધવારના રોજ હડમતીયા ગામના કપુરીયા કુંડમાંથી પ્રગટ થયા.
એક કોઢીના કોઢ મટાડતા લોકોના દુ:ખને પાલવનાર તરીકે જણીતા થયા અને પાલણદાદા તરીકે ઓળખાવા લાગ્યા. જીવનભર મેઘવાળ સમાજમાં રહીને લોકોના રોગ દુ:ખ દુર કરીને કુલે ૨૪ લાખ વૈધની અમુલ્ય ભેટ સમાજને આપતા ગયા અને જીવનના અંત સમયે દલિત સમાજના અને અન્ય સમુદાયના ભકતજનોની અરજને માની હડમતીયા ગામે સમાઇ ગયા. ત્યારથી હડમતીયા ગામે દર વર્ષે ભાદરવા વદ નોમના રોજ સાડા ત્રણ દિવસનો મેળો ભરાય છે. અંદાજે ૮૦૦ વષૅ જુના પાલણપીરના આ ધાર્મીક મેળામાં આજે મુંબઇ તેમજ રાજસ્થાન અને ગુજરાતમાંથી દલિત સમાજ ના લોકો આવે છે. કામધંધા માટે થઇ દુર દુર જઇ વસેલા દલિત સમાજના  જ્ઞાતિબંધુઓને એક કરવાનો આ મેળો છે.

Sunday 13 August 2017

સંત સવૈયાનાથનો ઈતિહાસ

                  *સંત શ્રી સવૈયાનાથ*  

સંત શ્રી સવૈયાનાથ મેઘવાળ વણકર સમાજ માં જન્મ લઇ ૧૭મી સદી દરમિયાન મેઘવાળ  સમાજના વિકાસમાં અનેક સામાજીક પ્રવૃતિઓ કરીને પોતાનું નામ વિખ્યાત કર્યૂ હતું.તેવો સવગુણ, સવા ભગત, સવગણદાદા અને સંત સવૈયાનાથ થી જાણીતા બન્યા. મહેસાણા જિલ્લાના ટૂંડિયા ગામે થી કૌટુંબિક કલેહના કારણે શાણાભગત ટૂંડિયા પોતાના પરિવાર સાથે મજુરી કરવા નિકળી પડ્યા.
પ્રથમ બાવળા અને ત્યાર બાદ હડાલાભાલ ને છેવટે ઝાંઝરકા માં પોતાનું કાયમી ઘર બનાવીને પડાવ નાખ્યો.
 શાણા ભગતનો પુત્ર સુરાભગત , સુરાભગતે વંશપરંપરાગત વણાટ્ કામનો ધંધો સ્વીકાર્યો હતો. આ સમય દરમિયાન ધંધુકા આજુ - બાજુના ગામડા ઓનું વેપારી મથક ગણાતું સુરાભગત ધંધુકામાં પોતાની વણાટ કામની વસ્તુંઓ જેવીકે વેજુ,પછેડી, ચોફળી કામળી, ધાબળા વગેરેને વેચીને આજીવિકા સાથે ખ્યાતી પણ મેળવી હતી.સુરાભગતના પુત્ર એટ્લે સંતશ્રી સવૈયાનાથ, માતા ગરબીબાઇ . અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના ઝાંઝરકા ગામે તેમનો જન્મ થયો હતો.
 તેમના જન્મ વિશે ચોક્ક્સ પુરાવા મળતા નથી પણ સવંત ૧૮૯૮ (ઇ.સ.૧૭૪૨) ના ફાગણ સુદ ૧૩ને ગુરુવારના રોજ સમાધી લીધી હતી. ત્યારે ૮૩ વર્ષ વટાવી ચુકયા હતા એટ્લે સવંતના આધારે તારણ કાઢીએ તો ૧૮૧૩ (ઇ.સ.૧૭૫૭) ની આસ-પાસ તેમનો જન્મ થયો હશે.
     સવાભગતને બાળપણથી જ ધાર્મિક વાતાવરણ અને સાધુ-સંતોના સંપર્કના લીધે તેમનાં માં ધાર્મિક ગુણોનું સિંચન થયું હતું. બાળપણમાં એમની માતા તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કારો અને બોધપાઠો શિખ્યા હતા.
પિતાએ શાળ ચલાવી અને બોબીન ભરવાનું શિખવાડ્યું હતું.. આથી સવાભગતને બાળપણથી કર્મ થી ધર્મ તરફનો માર્ગ મળ્યો હતો. ૧૫-૧૬વર્ષની ઉંમરે જ્ઞાતિના રીતિ-રિવાજો પ્રમાણે લીંબડી તાલુકાના ગેડી ગામે જાદવજીની દિકરી મેઘાબાઇ સાથે તેમના લગ્ન થયા અને સાંસારીક જીવનની શરૂઆત કરી. સુરાભગતની સાથે આખો દિવસ વણાટકામ માં સખત પરિશ્રમ કરતા અને રાત્રીના સમયે ગામ લોકો, સાધુ- સંતોને મહેમાનો સાથે ભજન-કિર્તન કરતા. રાત્રીના ખુલ્લા આકાશ નીચે સુતેલા સવાભગતને અનેક પ્રશ્ર્નોની મુંઝવણ તેમને થતી અને મનોમન કહેતા કે
“ ‘હું કોણ છું “” ,
‘ “મારો જન્મ શા માટે થયો છે””? “ સત્ય શું છે ? ‘ , ‘ આત્મા અને પરમાત્મા શું છે ?“. સાચો ધર્મ કોને કહેવાય ?“ આવા સમય દરમિયાન ઝાંઝરકા માં સંત શ્રી તુલસીનાથનું આગમન થયું. સવૈયાનાથે સંત તુલશીનાથ પાસે પોતાના દરેક પ્રશ્ર્નોનું કહ્યા. અને સંત તુલસીનાથે સવાભગતના તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યુ.
તે દિવસથી સવાભગતે તુલસીનાથને પોતાના ગુરૂ બનાવ્યા.
સંત તુલસીનાથે તેમને દિક્ષા આપી અને “ “જે દે ટુકડો એને પ્રભુ ઢુંકડો”.  એ મંત્ર રહસ્યથી અલખના આરાધક , નિર્ગુણ ભક્તિના ઉપાસકમાં ભક્તિની જ્યોત જાગી.
સંત સવૈયાનાથે મેઘવાળ સમાજ ઉધ્ધારની પ્રવ્રૃતિઓમાં ધણો જ સક્રિય ફાળો આપ્યો હતો.
૧૭મી સદી માં મેઘવાળ સમાજ અનેક યાતનાઓ અને પિદાઓનો ભોગ બન્યો હતો.
ગામની બહાર તેમનો નિવાસના કારણે અનેક મુશ્કેલીઓ વેઢવી પડતી હતી.
મેઘવાળ સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર, ગામનું મેલુ ઉપાડ્તા, ગામમા પ્રવેશનો નિષેધ ,
મંદિર પ્રવેશનો નિષેધ,
વાસી ભોજન , પાણી નિષેધ વગેરે આવી અનેક પારવાર મુશ્કેલીઓ વેઠ્તા હતા.
સર્વણ સમાજ  સાથે આવો વ્યવહારના રાખે એવા કર્મ અને ધર્મનો ઉપદ્દેશ આપતા હતા.
 સંત સવૈયાનાથે એક સમાજ સુધારકનુ કાર્ય કર્યુ છે. મેઘવાળ સમાજ માં અંધશ્રધ્ધા, વહેમો, કુરીવાજો જેવા કે બાળલગ્નો પર પ્રતિબંધો મુક્યા, દારૂબંધી માસનો ત્યાગ વગેરે મેઘવાળ ઉધ્ધારની પ્રવૃતિઓ હાથ ધરી હતી.
તેવો મેઘવાળ સમાજને ઉપદેશ આપી મેઘવાળ સમાજ ને સાચા ધર્મ તરફ વાળ્યા હતા.
સવાભગત કહેતા કે “ સાચો ભગવાન માણસની અંદર રહેલો છે તેને મંદિર માં જાવાની જરૂર નથી.
માણસના કર્મ એજ સાચા ધર્મ તરફ લઇ જાય એટલે આપણે નિરાકાર ઇશ્ર્વરની ભક્તિ કરવી.”
આવા સરળ ઉપદ્દેશ થી સવાભગત સાચા ધર્મમશીહા તરીકે ખ્યાતી મેળવી હતી.
 આ ઉપરાંત સવાભગતે ધાર્મિક મેળાવડાઓ કરીને ભજન,
કિર્તન, સંમેલનો, પાટોત્સવ, માંડવા વગેરેના આધારે ધાર્મિક એકતાની સાથી કોમી એકતા લાવવાનું કાર્ય કરીને સામાજીક સુધારણની પ્રવૃતિને વેગ આપ્યો હતો.
આ ઉપરાંત અબોલ જનાવર માટે ધાસચારો, પક્ષીઓ માટે ચણ આપવી વગેરે કાર્યો કરતા હતા.
સવૈયાનાથે સૌ પ્રથમવાર સદાવ્રત
પરંપરાની શરૂઆત કરી હતી. સદાવ્રત ચલાવા માટે કોઇની પાસે લાંબો હાથ કરીને ટેલ માંગતા ન હતા.
પરંતુ વણાટકામના કપડા વેચી ને પૈસા મેળવતા.
આ પૈસાથી સાધુ-સંતો, દુખિયાંને જમાડીને જ જમતા હતા. એવામાં ગામ લોકો હમેંશા દીન- દુખિયાંને મહેણા ટોણા મારીને કહેતા” “ જા પેલા સવાભગતને ત્યાં તને જમાડશે”.”, “ “ પેલો સવો તારા પેટની ભુખ ભાંગશે.” ” દુષ્કાળના સમયે પોતાની ધર્મપત્ની મેઘાબાઇના ઘરેણા વેચીને પણ લોકોની ભુખ ભાંગી હતી એવા સવાભગત પરોપકારી સંત હતા.
સંત સવૈયાનાથની વિખ્યાતી ચારેયકોર ફેલાવા લાગી હતી. એવામાં ધ્રાંગધ્રા નરેશ માનસિંહે પોતાના મહેલા માં સવાભગતને આમંત્રણ આપ્યું હતું.
નરેશે સૌ પ્રથમવાર મેઘવાળ સંતને પોતાના મહેલમાં તેડાવ્યા અને સવાભગતનું સ્વાગાત કર્યુ હતું.
જેના પરિણામ સ્વરૂપે ઊંચ-નીચના ભેદભાવ મિટાવવા માટે એક મિશાલ પુરી પાડી હતી.
સંત સવૈયાનાથેને ધ્રાગધ્રા રાજવી પરીવાર પોતાના ગુરૂ માને છે અને આજેય પણ સવાભગતની સમાધીએ દર્શન કરવા આવે છે.
 સવાભાગત સિધ્ધપુરૂષ હત્તા. તેમના અનેક પરચાઓ જોવા મળે છે. આપણા માજી વડાપ્રધાન મોરારજી દેસાઇ એ પણ ઝાંઝરકા જગ્યાની મુલાકાત લીધી હતી. તેવો એ ગુજરાત સમાચારમાં
 “ સવગણ દાદા” ના શિર્ષક નીચે એક લેખ લખ્યો હતો તેમાં “ ભગતમાટે ભગવાન વેઠિયા બન્યા “ અને “ કાંકરાની સાંકર ને રેતીની ખાંડ “ જેવા પરચાનો ઉલ્લેખ કર્યો હતો.
       સંત સવૈયાનાથ ત્રીકમસાહેબ, દાસીજીવણ, ભાણસાહેબ વગેરે સંતોની હરોળમાં ગણના થાય છે. મેઘવાળ સમાજના ઉધ્ધારક સવાભગતે” આત્મનાંદ”થી સવંત ૧૮૯૮ (ઇ.સ.૧૮૪૨) ના ફાગણ સુદ ૧૩ ને ગુરૂવારે ઝાંઝરકામાં સમાધી લીધી.
     આજેય શ્રધ્ધાળુંઓ સમાધી પર માનતા માનીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને આજે સવાભગતની સમાધી ઝાંઝરકામાં એક કિલોમિટરના અંતરે પથરાયેલી છે.
ત્યાં સવાભગતે ચાલુ કરેલી સદાવ્રતની પરંપરા ચાલું છે.
જ્યાં હજારો ભક્તો પ્રસાદ લે છે. આ જ્ગ્યાને સંત તુલસીનાથ ભોજનાલય નામાકરણ કરવા માં આવ્યું છે.
આ ઉપરાંત ઝાંઝરકાની જગ્યામાં વિશ્રામગૃહ, ધર્મશાળાઓ, ગૌશાળાઓ વગેરે આવેલા છે જ્યાં કોઇપણ જાત-જ્ઞાતિના ભેદ-ભાવ વગર અવિરત પણે સેવા કાર્ય ચાલુ છે.
  આ ઉપરાંત ઝાંઝરકાના મંદિર તરફથી બીજી ધણી સામાજીક પ્રવૃતિઓ પણ થઇ રહી છે.
જેમાં ધંધુકા અને સુરેંદ્ર્નગરમાં આશ્રમશાળાઓ ચાલું છે.
તેની સાથે લોકોને હુન્નરઉધોગની પ્રવૃતિઓ દ્વ્રારા કામ મળી રહે તેના માટે કામગીરી થઇ રહી છે. જેમાં લીમડી, સુરેન્દ્રનગર , વઢવાનણ અમદાવાદ વગેરે તેના કેન્દ્રો છે.
તેમજ સતસંગ મંડળ દ્રારા ધંધુકા અને તેની આજુ- બાજુના ગામડાઓમાં સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરે છે.
સંત શ્રી સવાભગત્ત ના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ગુજરાતભર અનેક સંતો – મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં મોરારીબાપુ,
સ્વામિ વિશ્ર્વભરભારણજી, પ્રમુખ સ્વામિ વગેરે.
તા; ૧/૧૨/૧૯૮૨ના રોજ મંદિરનો જીણોદ્ધાર કરીને શિખર બંધ કરવામાં આવ્યું હતું.
 દર બેસતા વર્ષના દિને સવાભગતનો ભંડારો ઉજવાય છે જેમાં હજારો ભકતો ભગતના દર્શને આવે છે અને મંદિર પર ધજા રોહણની વિધિ કરાય છે. હજારો ભક્તો રાત્રિના સમયે સંત વાણીના કાર્યક્રમમાં લોકડાયરો, ભજન મંડળી અને કિર્તન- રાસ વગેરે દ્વ્રારા ભક્તિમય વાતાવરણથી સતનામનું સ્મરણ કરે છે.
કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સવાભગતના સમાધી સ્થળે ભક્તો પ્રસાદ લે છે.
સવાભગતની શિષ્ય પરંપરા નિરાલી છે. સવાભગતની માફક તેમના શિષ્યો પણ અલખના આરાધક હતા તેવો પણ ભગતની જેમ દિન દુખિયાની સેવા કરનારા હતા.
ભગતના શિષ્યોમાં પાલાભગત , ઉગમશીભગત,
ગોવિંદદાસજી,
ભાણાભગત,
મુળદાસજી, બળદેવબાપુ વગેરે હતા.
 હાલ ઝાંઝરકાના ગાદી પર મહંતશ્રી શંભુનાથજી બિરાજમાન છે.
જેવો જનસેવા કરી રહ્યા છે. ઝાંઝરકા (ધંધુકા) ઉપરાંત સવાભગતના શિષ્યોએ આશ્રમો સ્થાપ્યા હતા જેમાં વાસણા (અમદાવાદ),
બોટાદ (ભાવનગર),
જાળિલા ( અમદાવાદ) વગેરે જગ્યાઓનો સમાવેશ થાય છે. આમ સવા ભગતે શરૂ કરેલી સમાજીક - ધાર્મિક સુધારણાની પ્રવૃતિઓ આજેય પણ ઝાંઝરકાની જગ્યાથી અવિરત પણે ચાલુ છે.
શ્રી કૃષ્ણ કન્યા લાલ ની જય,
જય સંત સવૈયાનાથ,
જય મહંત શ્રી શંભુ નાથ મહારાજ. 

Wednesday 2 August 2017

વીર માંગડાવાળો

👉 વીર માંગડાવાળો

                લેખક :- ઝવેરચંદ મેઘાણી

 વીર માંગળા વાળા નો પાળીયો અને એ ઝાડ ભાણવડ માં આવેલ છે.

પાઘડીયુ પચાસ પણ આંટાળી એકેય નય,
એ ઘોડો એ અસવાર, હું ડીઠું નય માંગળા

પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર,
મરતા બોલ્યો વિર માંગડો.
સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને લોચનીયે લોહિ જરે.

 👉 વીર માંગડા વાળાની જગ્યા -ભુતવડ (ભાણવડ)

 👉 માંગડાવાળા અને પદમાવતી ની પે્મ કથા

જ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમીઓ-જુલિયેટ, હીર-રાંજા અને ઘણા ઍવા ઐતિહાસીક પાત્રોને યાદ કરતા હોય છે. કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો દિમાગમા સ્થાન આપી રાખ્યુ છે? તેનુ ઍક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય. ગુજરાતી ભાષા, પાત્રો, ઘટનાઓ, ઇતીહાસ તરફ પાછુ વળીને નહી જોવાનો અભાવ.

           ખૈર મૂળ વાત પર જરા પાછો આવુ છુ. પ્રેમની પરાકાષ્ટા સૌથી વધુ મને માગડાવાળા અને પદમાવતીમા જોવા મળે છે. રાજપુત જાતના માગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માગડાવાળો ગામના વાણીયાની દીકરીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો.

         પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માગડાવાળો દુશ્મનો સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમા જતા પહેલા પદમા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે, માગડો ક્ષત્રીયધર્મના પાલન અને પ્રેમની અરજ આ બન્ને શરતો નુ પાલન કરે છે, ઍક જીવતે જીવ અને બીજુ મૃત્યુ બાદ. યુદ્ધમા દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના મારતલને હણે છે, અને માગડો મોતને ભેટે છે અને પણ મૃત્યુ બાદ તેનો આત્મા પદમા માટે ભટકે છે, માગડો અને પદમા ઍમ ઍક આત્મા અને ઍક જીવંત શરીર લગ્નગ્રંથીથી જોડાઈ પોતાનુ જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે.

આને પ્રેમની પરાકાષ્ટાની હદ કહી શકાય. આ અજોડ કથાનુ વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીઍ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે. 'ભુત રુવે ભેંકાર' નામની વાર્તા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યા સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટીથી જોઈ રહેશો. આવા કઈંક કિસ્સાઓ અને કથાઓ ભારતમા બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીઍ.

આશા રાખુ કે આપણે પણ આવા પાત્રોને યાદ કરી આપણી સંસ્કૃતિની ગાથાઓને સહેજ આગળ લાવવા પ્રયત્ન હુ કરતો હોવ છુ જ.

👉 ભૂત રૂવે ભેંકાર

                          લેખક :- ઝવેરચંદ મેઘાણી

નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા‌. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો પર નો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી પાછો જાંખો પડી જાતો. વરસાદ મોટે મોટે  ફોરે ઠમ! ઠમ! ઠમ! પડતો હતો, અને નીચાં  ઘરના નેવાં ટપકતાં હતાં. તેનાં ટીપાં  નીચે ખબોચિયામાં પડીને ટપક ! ટપ ! ટપક ! ટપ એવાં ભાત ભાત ના સૂર કાઢી કાંઈક વાતો કરતા હતા. આખી ગીર ઉપ અંધારૂં પથરાઈ ગયું હતું.વાત તો એમ ચાલતી હતી કે –“ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો.”શું ચમત્કાર ?” “કંટાળે ગામેતીને  ઘેર એક ચારણ આવેલો. ચીંથરે હાલ ચારણ, વાર્તા – કવિતા  તો  કાંઈ આવડે  નહિ, પણ ગામેતી  જેવો આયર  તે ક્યાંયિક થાવો છે, બા ? સહુને આપે  એમ એને પણ શીખ આપી : ચારણ  બંધાણી માણસ, પણ  કંટાળે અફીણ  રે’તુ નહોતુ : અને  ચારણને  ઉતાર  આવી  ગયેલો : એટલે  દી  આથમી  ગયો  હતો  તોય રજા લઈ પડખેના ગામમાં  ઝટ પહોંચી જવા માટે રવાના થયો : ઝોલાપરી નદીને કાઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં  ભાન  ભૂલીને  રસ્તો ચૂકી ગયો. અંધારૂં ઠીકઠીક જામી ગયુ : અને નાડ્યું તુટતી હતી, એટલે  ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી  ગયો : થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાશ મારે તેવાં ધોળાં બાસ્તા જેવાં લૂગડાં પહેરેલો એક માનવી  ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યુ : ‘લ્યો ગઢવા!’

ગઢવો : ‘આ ક્યાંથી, બાપ ?’

આદમી કહે : ‘કંટાળેથી ગામેતીએ  મોકલાવ્યું  છે.’

ચારણે તરત જ અફીણ ખાધું : જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ: શરીરમાં કાંટો આવ્યો  એટલે ચારણ એજ ટાણે પાછો વળીને કંટાણે આવ્યો: ગામેતીને પગે  પડીને બોલ્યો : ‘બાય ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો ! મને  આજ  નવું જીવતર દીધું.ગામેતી અચંબો પામીને કહે : ‘કેમ ભાઈ ?’

‘બાપ! મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું એ તો તું વિના બીજો કોણ કરે ?’

‘ના ભાઈ! અમને  તો  ખબર  પણ  નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ  અફીણ  નથી ને ! કોણ આવ્યું’તું ?’

‘અરે,  બાપ!  ધોળે લૂગડે જુવાન આદમી  આવીને મને  હાથોહાથ આપી  ગયો, ને તમારું નામ  લીધું! ‘

સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી  નીરખી રહ્યા. ગામેતી એટલું જ બોલ્યા : ‘નક્કી માંગડો વાળો !’

“આવો ચમત્કાર બન્યો, ભાઈ !” ઓહોહોહો! હજીયે શું માંગડ વાળાનો છૂટકારો નહિ  થયો  હોય ? માલધારી એકબીજાને પૂછવા લાગ્યા.

બીજાએ વળી જવાબ દીધો : “એની  વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ ! વાસના મટયા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય ? ગજબની વાસના હતી  માંગડા વાળાની.”

અજાણ્યાએ સવાલ કર્યો : “એ શી વાત હતી, ભાઈ ? માંગડા વાળો કોણ ?  ક્યાંનો ?”

“માંગડા વાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય.” વાળાઓ  હજી વટલીને કાંઠી નહોતા થયા ઇ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વીંધાણો.”

એમ થાતા  તો વાતચીતે વાર્તાનુ સ્વરૂપ ધારણ  કર્યું. રવાજ નામના વાજિંત્ર પર ઝણેણાટી બોલાવતાં એ વાત ડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા :

(અહી, દુહા નથી આપવામાં આવ્યાં સીધો જ તેનો અનુવાદ છે)

(શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર  વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરિર ઉપર  હથિયાર ચક્ચકાટ કરે;  આહા ! સાચા વીરને એક જ  વાર મરવાની – મોટી ફોજમાં ઝંપલાવીને  ભલી ભાંતે  મરવાની – ઝંખના હોય છે.)

અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો;  કેમકે  જતાં જતાં નજરું એક  કરી લેવી હતી. છેલ્લીવારના રામરામ કરવા હતા.

ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો : ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો; એવા મનના માનેલા ક્ષત્રી કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા.

(હે સ્વામી માંગડા, આપણી  જાતતો જુદી છે પણ  પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાત જાતનાં  બંધન ભેદીને આપણને જોડી દીધા છે.)

માટે –
હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું  તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તુ એક વાર ઉપર આવી, દાવ નાંખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.)

“ના, ના, પહ્માવતી ! રજપૂતની એ રીત ન હોય. હું તો ગા’ની વા’રે ચડ્યો છું. રસ્તે  રમત રમવા મુજ્થી રોકાવાય નહી. પણ તું વાટ જોજે . હમણાં પાછો વળુ છું. પછી રમી લેશું”

ઘોડો દોડાવી મૂક્યો. ગયો ! ગયો ! ત્રીસ -ત્રીસ ગાઉનો પંથ કાપી નાંખ્યો. હીરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભુ છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો.

જીવતો પાછો જા, વઢિયાની  વેળા નહી, રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો.

પણ ત્યાં તો –

ચાડવા કાઠીના હાકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો. પહ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી  હતી. એણે જોયુ કે ભાણ જેઠવાની ફોજ ઝાંખાં મોં લઈને ચાલી આવે છે. પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય?

આ  પચાસ – પચાસ પાઘડીઓ વાળા દેખાય  છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રિતમ માંગંડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે  ને !

કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે – મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો  હશે. કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય ?

ત્યાં તો –

ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ, એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.  સોનેરી સાજ થકી શોભતો એકલો  ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાં ઠામ રિયો ..! અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો : હે સતી પહ્માવતી, તારો પ્રીતમ હીરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળાએ કહ્યું  કે, પહ્માને  મારા ઝાઝા કરીને જુહાર દેજો!

માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે, અને પહ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે છે.

મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે ! મને એવાં અપશુકન મળ્યાં હશે! એવી  હું અભાગણી! એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો.

ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાંના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂંછોવાળો રજપૂત ગામધણી અરસીવાળો વોળાવિયો બનીને આવ્યો છે.

વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે, તે વખતે ટપાક ! ટપાક ! ટપાક ! વડલા ઉપરથી કંઇક ટીપાં પડ્યાં !

અરે ! આ શું ! આકાશમાં ક્યાય વાદળી ન મળે ને મે’ ક્યાંથી ? ના, ના, આતો ટાઢાનહિ, બરડો ખદખદી  જાય એવા ઊનાં પાણીના છાંટા : અરે, નારે ના.! આ પાણી નો’ય, આ તો કોઈનું ધગધગતું  લોહી !

વોળાવિયો ક્ષત્રિય અરસીવાળો ઊંચે નજર કરે, ત્યાં તો ડાળી પર બેસીને કોઈ જુવાન રૂદન કરે છે.  એનુ મોં  દેખીને અરસીને અનુકંપા વછૂટી :

“કોણ છો?”

“ભૂત છુ !”

સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે, (પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

હે રજપૂત, સંસારના માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે, પરંતુ આતો ભૂતનાં રૂદન;  ભયંકર રૂદન;  હૈયાનાં લોહી નીતરી નીતરી એના લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારૂણ!

“ભૂતડો છો? કોનો ભૂત?”

“ન ઓળખ્યો, કાકા?”

હુ બેટો, તુ બાપ, અરસી, કાં ઓળખ નહીં , પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.

“હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠાવાળાનો હુ દીકરો એટલે તારો પણ હુ દીકરો : ને તુ મારો બાપ : છતાંય હજુય ન ઓળખ્યો ? આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે  પ્રીતિ બાંધેલી હતી .”

“અરે તું, માંગડો ? બેટા, તું અહીં ક્યાંથી ? તને એવાં શાં દુઃખ મરણ પછી પણ રહી ગયાં ?”

ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે –

“હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું. ? પહ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામા વિંધાવું પડ્યું . અને , કાકા , હવે તો –

આહીં ભૂતાવળનાં વૃંદમાં અમે બધાં આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યાં છે, તે તારી મદદ વગર નહી ઓલવાય, હે કાકા ! ”

“તે હવે હું શું કરું, બેટા ?”

“મને પાટણ તેડતો જા. મારી પહ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા!”

“અરે ગાંડા! તું પ્રેત છો. તને કેમ કરી લઈ જાઉં ?”

“બસ, કાકા?”

“હે સગા, આજ તારા સ્નેહની સરવાણી કેમ તૂટી ગઈ ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઉંડાં ઉતરી ગયાં ?”

“ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાય છે, મારા પ્રાણ મેં પહ્માવતીની પાસે મૂક્યા છે.”

“હે સગા, સુખ તો બધું  ત્યાં પહ્માવતીની પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યુ છે. હવે હું સળગું છું.  મને એક વાર પરણી લેવા દે.”

“શી રીતે ?”

“તમારી જાનનો વરરાજો કદરૂપો છે, ઓ કાકા ! એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે. ચાર ફેરા ફરવા દે.”

“પછી ?”

“પછી પાછો વળીને  આહીં વડલાને થાનક ઊતરી પડીશ. નદીની સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે.”

કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતનાં વિલાપ સાંભળીને અરસી વાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો તો બી ને આહીં જ ફાટી પડશે ! શું કરું ? વિમાસણ થઈ પડી.

“કાકા !” ભૂતનો અવાજ આવ્યો :  “વાણિયાને ભડકાવવા નથી. હુ આંહી મારી મોઢમેડિયું ઊભી કરું છું. આજ મારી ડેલીયે હું વાણિયાની જાનને ઉતારો આપીશ.”

ઉજ્જડ વનમાં હીરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો.

જાનમાં ઘોડાને માણું બાજરાનાં જોગાણ, વેલ્યના બળદને કપાસિયાનાં બહોળા ખાણ એ જાનૈયાને ભોજન દીધાં.શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ  આંહીં  અંતરીયાળ ગઢ બાંધ્યો હશે!

અરસીએ વાત ઉચ્ચારી : “શેઠીયા, આ કદરૂપો વરરાજો લઇને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાયેં. વળતાં આંહી ઉતારી મેલશું.”

વાણિયા કબૂલ થયા.

(પીઠીભરી કન્યા પહ્માવતી પાટણની મેડીયે બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારાં લગ્ન મંડાયેલ છે . હું કોઈને મોંએ મારું અંતર ઉધાડી શકતી નથી. મારે એક ભવમાં બે ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે, નીચે ધરતી ધખધખે છે. માટે, હે સ્વામી, તું વહેલો વહેલો મારી જવાળાઓ  ઓલવવા આવજે.)

જાનની વેલ્યો ગાજી, વર પરણવા આવ્યો.

હથેવાળો મેળવતાં પહ્માવતીએ સામા પુરુષને – પરપુરુષને નહીં, પણ ખુદ માંગડાને – દીઠો.

વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ.આ મરેલું માનવી આંહી ક્યાંથી ? શું પરલોકમાંથી મને લઈ જાવા આવ્યો ? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટી સજીવન કર્યો ?પરણી ઉતર્યા અને જાન પાછી વળી. હીરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાનાં ઘેરાતા અંધારાંમાં, એ ભેંકાર જંગલની અંદર, વરરાજે ભડકારૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આંહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયુ તો જેની સાથે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલાંગ મારીને પહ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઉતરી પડી.

“અરે, હા ! હા ! વહુ દીકરા શું થયું ?”

“રામ રામ છે, વાણિયા ! જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું!”

“અરે દીકરી, એ તો બનાવટી હતો!”

“ગમે તે હોય, બીજાનાં મીંઢોળ ન બાંધું”

સમજાવી, પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી.

વેલડાનાં પૈડાંનાં અવાજ સીમાડા સુધી સંભળાઇને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હીરણ નદીનાં નીર પણ ટાઢે પહોરે વિલાપનાં સૂર બાંધી પૂકારવા લાગ્યાં. ઝાડવે ઝાડવું  પ્રેત જેવુ બનીને બિવરાવવા લાગ્યું, અને ‘માંગડા વાળા ! માંગડા વાળા ! માંગડા વાળા !’ એવા ત્રણ સાદ કરીને જ્યારે પહ્મા પોતાના પીયુને બોલાવવા લાગી, ત્યારે ભેખડોમાંથી પડછંદા ઉઠીને ભયંકર બની જતી એ એક એક ચિસનાં જવાબમાં ઝડડડ ! ઝડડડ ! એવા ભૂતભડકા વડલાની ડાળે ડાળે ઉઠવા લાગ્યા.

(વડલા, તારે પાંદડે ભૂતની જવાળાઓ સળગી ઉઠી છે. હું દિવસરાત એ જ્વાળાઓમાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલવું ?)

એ રીતે અદૃશ્ય ભૂતનાં ભડકામાં રાતને દિવસ આ એકલવાઇ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે.

એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાંઇએ નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જવાળારૂપે જંગલને સળગાવી રહી છે.

દિવસ બધો આવી આગ સળગે છે, ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પહ્માવતી પાસે વસે છે. પરોઢિયે પાછી એ બધી માયા સંકેલાઇ જાય છે. પહ્મા એકલી સળગતી રહે છે.



બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ પંખી કે માનવી દેખાતાં નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે.

ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંડણાંમાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી.

જુવાનો જોઈ રહ્યા. એક કહે કે “આજ તો આવડી આજ ભેંસના દૂધે વિયાળુ કરીએ.”

અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ.

અસવારો પણ ડેલીએ જઈ, પલાણ છાંડી, ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો,પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.

ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત યુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઇને એ ઘોડારમાં બેય ઘોડા બાંધી આવ્યો.

વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પારોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી, એવી એક સ્ત્રીએ આવીને રોટલા, શાક ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા. મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે;  આંહી અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી-પુરુષ બે જ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુઃખની પીળાશ શા માટે?

ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે. આખી રાત કણકયા જ કરે છે; જંપ લેતો જ નથી.

મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેય ને ઊંધ આવી જ નહીં. વિચારમાં પડી ગયા. ભળકડાટાણે કણકારા બંધ પડ્યા. પછી મુસાફરોની આંખો મળી ગઈ.

સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. નજરે કરે, તો ન મળે દરબારગઢ, કે ન મળે ઢોલિયા ! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેયનાં ઘોડાં બોરડીના જાળાં સાથે બાંધેલાં, માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસેય બિવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે.

તાજુબ થઇને બેય બહારવટિયા ચાલી તો નિકળ્યા; બેઉનાં કલેજાં થડકી પણ ગયા, પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો :“ભાઈ, એ ગમે તે હોય, પણ આપણે એમનો રોટલો ખાધો, ને હવે શું એમનું દુઃખ મટાડયા વિના ભાગી જશું ! ”

“સાચું, ન જવાય. આજ પાછા પહોંચી પત્તો મેળવીએ.”

રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈ ને ઊભા રહ્યા: એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા, અને એ જ પથારી.

વાળુ કરી ઊભા થયા. એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું : “બોલો, કોણ છો તમે ? ને આખી રાત કણકયા કરો છો કેમ ?”

“તમને એ જાણીને શો ફાયદો છે ?”

“અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા ખપનું છે ?”

“જુવાનો !” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો :  “જુવાનો.! ડરશો નહીં ને ?”

“ડર્યા હોત તો પાછા શીદ આવત ?”

છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો : “જુવાનો ! હું માંગડો વાળો !”

“માંગડો વાળો!!!”

મુસાફરોનાં મોંમાં ચીસ દબાઇ રહી.હા, હું ધાંતરવડીનો ધણી માંગડો: કમોતે મૂઓ. ભૂત સરજયો છું. પહ્માને લઇને આંહી એનાં લોહી ચૂસ્તો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈ ને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઇને ભાંગી ગઈ. હજી હાડકું ને એ બરછીની કરચ છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી કણકું છું, ભાઈ ! ”
“એનો ઇલાજ શો ?”
“તમારાથી બને તો હાડકું ગોતી ને બરછીની કરચ કાઢો, ને મારા હાડકાં દામા કુંડમાં પહોંચતા કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ.”
એટલું બોલીને ‘આહ ! આહ !’ કરતો યુવાન ઓરડામાં ગયો. મુસાફરો સૂતા, સવારે એ-ની એ દશા દેખી.
વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં લઈ બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.

 👉 જેસાજી - વેજાજી

ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબાર ગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે. નદીમાં પૂર ઘૂઘવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. હુરમ બોલી : “ઓહોહોહો ! કેવી કાળી રાત છે !”

પાદશાહે કહ્યું : “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે ?”

“બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ, જેને માથે તમ સરખા રાજાનું વેર તોળાઇ રહ્યું છે !”

“કોણ? જેસો-વેજો?”

“હા, ખાવિંદા ! તમારા બાર’વટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ !”

“બેગમ ! અટાણે મને એનું શૂરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંઝતા હશે ? બખોલોમાં સૂતા હશે?”
“બીજું શું કરે, ખાવિંદ ?તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે?”
“સુણો ! અટાણે એ બેય ભાઈ હાજર થાય, તો માફી આપું, ગામડાં રહેવા પાછાં સોંપીને બાર’વટું પાર પાડું એવું મન થઈ જાય છે.”
“અરેરે! અટાણે ક્યાંથી હોય?”

“સાદ તો કરો !”
“ખાવિંદ, મશ્કરી ?”
“ના , ના , મારા સમ , સાદ તો કરો !”
ઝરૂખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાદ દીધો : “જેસાજીભાઈ ! વેજાજીભાઈ ! ”

નીચેથી જવાબ આવ્યો: “રાણી મા, હાજર છીએ.”
“ઓહોહો ! ભાઈ, આ ટાણે તમે આંહી ક્યાંથી ?”
“પાદશાહની રખેવાળી કરવા, બોન.”
“તમારા શત્રુની રખેવાળી ?”

“હા , બોન!”

“કેમ ?”

“અમારે માથે આળ ચડે તે બીકે.”

“શેનું આળ ?”

“કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે, ને નામ અમારા લેવાય ! અમે રહ્યા બહારવટિયા ! અમારી મથરાવટી જ મેલી, બોન ! અમારા માથે જ કાળી ટીલી આવે અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય ?”

“વાહ રે મારા વીરાઓ ! રોજ ચોકી કરોછો ?”
“ના, બોન. આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”
પાદશાહે કાનોકાન આ વાતચીત સાંભળી . અટારી પરથી કૂદી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યો : “જેસાજી ! વેજાજી ! સવારે કચેરીએ આવજો. કસુંબા પીવા છે.”
“બાપુ ! દગો તો નહીં થાયને ?”
“રાજાનો બોલ છે. ઇતબાર આવતો હોય તો હાજર થજો.”

 👉 એ હોંકારા દેનાર કોણ હતું ? માંગડાવાળાનું પ્રેત હતું. બહારવટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે, અને આહીં પાદશાહની દેવડી હેઠળ બાર’વટું પાર પાડવાનો મોકો મળ્યો છે, એ જાણીને બાર ‘વટિયાનો ઓશિંગણ ભૂત જેસા-વેજાને નામે હાજર થયો હતો. પાદશાહનો કોલ મળતાં જ એણે બાર’વટિયાઓને જાણ દીધી.

કચેરીમાં બાર’વટાં પાર પડ્યાં.સામસામાં કસુંબા પીવાણા.

 👉 એ માંગડો વાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે, અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ ‘માંગડાનો ડુંગર’ કહેવાય છે.
એટલું કહીને વાર્તા કહેનારે ચલમ હાથમાં લીધી .સગડીના ઓલવાયી જતાં અંગારામાં નવાં કરગઠિયા નાંખીને તાપણું સતેજ કર્યું