Atul from

Thursday 18 October 2012

એક મિલ મજૂરની સ્થિતિ

એક વાર અમદાવાદ માં એક કાપડની મિલ ના મજૂર ની મુલાકાત થઇ. તેની બિચારા શું ખરાબ હાલત હતી ? તેને ક્ષય ટી. બી . થઇ ગયો હતો. તેની સ્થિતિ જોઈ હૃદય ને ખુબ તકલીફ પડી..... તે પ્રસ્તુત છે .......... .....મિલ મજૂર ની સ્થિતિ..... -----------------------------

 છાતી ચીરૂ તો છાતી માંથી લુગડું નીકળે
  હુંફ ને બદલે ટેરવાં માંથી રૂ નીકળે

 તારી તે ચીમનીએ નીકળે એવા ધુમાડા
 તે દિ'ના બળે મારા ગામના સીમાડા
 બંધિયાર પાણીની મો માંથી બુ નીકળે
 છાતી ચીરૂ તો છાતી માંથી લુગડું નીકળે

 ખાધા છે મેં અહીં દોરાના ગૂંચળા
 પીધા છે મેં અહીં દોરાના ગૂંચળા
 કેફને બદલે આંખ્યુમાંથી લુ નીકળે
 છાતી ચીરૂ તો છાતી માંથી લુગડું નીકળે

 એક પા ગરીબી ના પુર નું થાય હોનારત
 બીજી પા માનવ વિહોણી ખાલી પડી ઇમારત
 ઇમારત ખોદુ તો પાયા માંથી ઝુંપડું નીકળે
 છાતી ચીરૂ તો છાતી માંથી લુગડું નીકળે
 
 છાતી ચીરૂ તો છાતી માંથી લુગડું નીકળે
 હુંફ ને બદલે ટેરવાં માંથી રૂ નીકળે 

       --------------- ને હજી તરવર... તરવર... [ગઝલ-કાવ્ય સંગ્રહ પુસ્તક માંથી ]

આયખું

                                          આયખું 

  • જુવાનીનું  જોશ  બધું  ઓગળીને  

    ખાટલાના  વાણમાં 

    મેલની  જેમ  બાજ્યું  છે 

    પાંગતે બેસીને 

    ખીખીયારા  કરતું આયખું

    • તરડાય ગયેલી પુંઠાની પાટી માં 

      લખાય  ગયેલું 

      ઠો.....ઠો......કરતું , ખખડતું 

      બરછટ  ધોળા વાળ ની અંદર 

      કોળાતું 

      સુકાતું  

      ભુંસાતું   આયખું 

      •  ચાર પાયા પરથી ઉભું થઈને

        ખીટીએ  વળગાડેલી કાળી  કટાયેલી 

        તલવારને ધ્રુજતા હાથથી ઉપાડવાની 

        વ્યર્થ કોશિષ થી 

        ફસાડતું 

        વળી પડતું  - આખડતું 

        ખાટલાની પાંગતે ખડવડતું  આયખું 

        • બે શ્વાસ વચ્ચે ની જગ્યા 

          વચ્ચે અટકીને 

          તગતગતી  આંખોથી છેલ્લે 

          ધૂળથી રગદોળાયેલી 

          ઝુંપડીની માયાને ''આહ '' ની જેમ 

          શરીરમાં સમાવી લઈ ને અંતિમ તરફ 

          દોરતું આયખું 

          • એ કટાયેલી 

            સમશેરના  સમ તું જીવીજા

            છેલ્લી  વાર 

            છાતી  ગજ - ગજ ફુલાવી લે 

            જીતી  લે 

            આ  છેલ્લા જંગ ને તું 

            ને  પોઢી જા 

            શાંતિ  થી સાત સમંદર પર 

              -------  અતુલ બગડા  '' તથ્ય ''