Atul from

Friday 6 August 2021

બાબા રામદેવ પીર

"મેઘવાળ બાબા રામદેવપીર" :અવતારવાદના શિકાર એક ક્રાંતિકારી મહામાનવ: બાબા રામદેવપીર. રામદેવપીર નો જન્મ - ચૈત્ર સુદ પાંચમ, સવંત ૧૪૦૯ એટલેકે આજ થી ૬૬૮ વર્ષ પહેલા થયેલ હતો. જન્મ સ્થળ - ઉંડુ કસ્મીર, જી-બાડમેર, રાજસ્થાન મૂળ પિતા નું નામ - સાયર મેઘવાળ મૂળ માતા નું નામ - મગની મેઘવાળ પાલક પિતા - રાજા અજમલદે તંવર પાલક માતા - રાણી મીણલદે તંવર રાજા અજમલદેના પુત્ર અને રામદેવપીરનાં મોટા ભાઈનું નામ - વિરમદે રામદેવપીરની બહેનોના નામ - લાશા, સુગના, અને ડાલીબાઈ (ડાલીબાઈ એ મગનીબાઈ અને સાયર મેઘવાળની દિકરી તથા રામદેપીરની સહોદર બહેન હતી) રામદેવપીર ની પત્નીનું નામ - નેતલદે રામદેવપીરનાં કુળગુરૂનું નામ- બાલીનાથ રામદેવપીરનાં ધર્મગુરૂ નું નામ- દેવુબાઈ મેઘવંશી રામદેવ નો જન્મ થયો એ સમયે ભારતમાં અન્યાય પર આધારિત અસમાનતા, અસ્પૃશ્યતા, ઉંચનીચ જેવા ભેદભાવો ની પક્ષધર વર્ણવ્યવસ્થા તેમજ જાતિવ્યવસ્થા ચરમસીમા પર હતી. પછાત જાતિઓ જેવીકે આજની અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ કણબી(પાટીદાર) સહિત નાઓને શિક્ષણ, સંપત્તિ જેવા માનવીય અધિકારો થી વંચિત કરી દેવામાં આવ્યા હતાં. પછાત જાતિઓ રાજા રજવાડાઓ અને બ્રાહ્મણોના અત્યાચારનો શિકાર થઈ રહી હતી. પછાત જાતિઓ પર દમન, શોષણ, ઉતપીડન, અન્યાય કરવો અસમાનતા રાખવી વગેરે જેવા ભેદભાવો ને ધર્મસંમત માનવામાં આવતું હતું. પછાત વર્ગનાં લોકોનું જીવન જાનવરો થી પણ ઉતરતી કક્ષાનું બની ગયું હતું. તે સમયે બાબા રામદેવપીર જેવા પરિવર્તનવાદી, બુદ્ધ પરંપરાના વાહક, મહાન સંત પુરૂષનો જન્મ થયો. બાબા રામદેવપીરે આ અસમાન અને ઉંચનીચતા વાળી સમાજ વ્યવસ્થા એટલેકે બ્રાહ્મણી, મનુવાદી વ્યવસ્થા સામે વ્યવસ્થિત બંડ પોકારેલ અને તેની પોલ ખોલેલ હતી. બાબા રામદેવપીરે મનુવાદી(બ્રાહ્મણી) વ્યવસ્થા મીટાવવા અને લોકોને આ અસમાનતા વાળી મનુવાદી વ્યવસ્થા તથા અંધશ્રદ્ધા માંથી બહાર કાઢવાના અથાગ પ્રયાસો કરેલા. આમ રામદેવપીર એ એક ક્રાંતિકારી સંત પુરુષ હતાં તથા તથાગત બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરે જે બોધ આપેલ અને વ્યવસ્થા પરિવર્તન ની વાત કહેલ એ જ વાત, એ જ બોધ સંત રામદેવપીરે આપેલ હતો પરંતુ કાળક્રમે જેમ આપણા અન્ય સંતોનું બ્રાહ્મણીકરણ કરી નાખવામાં આવ્યું હતું તેમ રામદેવપીરનુ પણ થયું. (સંદર્ભ - લેખિકા ડૉ. કુસુમ મેઘવાળએ લખેલ પુસ્તક "અવતારવાદના શિકાર એક ક્રાંતિકારી મહામાનવ, મેઘવાળ બાબા રામદેવ")રામદેવપીરે કરેલી સામાજિક ક્રાંતિ ને પણ મનુવાદીઓ દ્વારા દબાવી દેવામાં આવી અને રામદેવપીર ને પણ અવતારી પુરૂષ બનાવી દેવામાં આવ્યાં. આપ સૌને ખબર છે અને તેના સવંત પણ મળે છે જે અનુસાર સંત બાબા રામદેવ નો જન્મ ચૈત્રસુદ પાચમ સવંત ૧૪૦૯માં એટલેકે ૬૬૮ વર્ષ પહેલા થયો હતો અને તેના પછી એટલેકે ૨૭૪(બસો ચુમોતેર) વર્ષ પછી હરજીભાટીનો જન્મ થયેલ હતો. આ હરજીભાટીએ જ સંત રામદેવપીરનું બ્રાહ્મણીકરણ કરી નાખેલ અને રામદેવપીર ને અવતારવાદમાં ખપાવી, રામદેવપીર વિશેની મનઘડંત કથાઓ બનાવી, તેનો પ્રચાર-પ્રસાર કરેલ હતો. હરજીભાટી પહેલા કોઈપણ ચારણ-ભાટ કે કવિઓએ સંત બાબા રામદેવપીરનાં મહિમા વિશે કંઈ લખ્યુ નથી. સંત બાબા રામદેવ પીરનાં ૨૭૪વર્ષ પછી હરાજીભાટીએ સંત રામદેવપીર ની સામાજિક ક્રાંતિને દબાવી દેવા માટે એક ષડયંત્રનાં ભાગરૂપે રામદેવપીર ને ઈશ્વરનો અવતાર બનાવી ચમત્કારી બાબા બનાવી દીધા. અત્યાર સુધીનાં દરેકે દરેક કવિઓ, લેખકોએ સૌએ એક જ અવાજથી હરજી ભાટીના જૂઠ ને જ આગળ વધાર્યું છે. જે વાસ્તવિકતાથી હજારો કોસ દૂર છે. માત્ર "શ્રી રામદેવ ગપ્પા દર્શન" પુસ્તકનાં લેખક સ્વામી રામપ્રકાશ આચાર્ય (રાજસ્થાન) જ એક અપવાદ છે, જેમણે સંત બાબા રામદેવપીરની સાચી હકીકતને હિંમત સાથે ઉજાગર કરી. તથાગત બુદ્ધનું અંતિમ સત્ય જે તેઓના અનન્ય અને કાયમ સાથે રહેતા શિષ્ય 'આનંદ' સાથેના વાર્તાલાપ માંથી પ્રગટ થયું "અત્ત દિપ ભવ" જેમાં સ્વની અંતર જ્યોતિ ની વાત કરેલી હતી. મૂળનીવાસી બહુંજનોના તમામ પંથો, સંપ્રદાયો જેવાકે મહાધર્મ, સનાતનધર્મ, રામદેવપીર પાટઉપાસના, બુદ્ધ ધમ્મ તથા કચ્છની મહેશ્વરી પરંપરામાં પણ જ્યોતિનું મહત્વ છે. નરસંગપાટ ઉપાસનાનું પણ બ્રાહ્મણીકરણ થયું છે, આમાં પણ મૂળ તો જ્યોતિની જ વાત છે. મામઇદેવે પણ પોતાના વેદ(બોધ)મા કહ્યું છે કે - "જયોત નિપજી નિજતણી, ગર(ગુરૂ) દે જ્ઞાનપાણી, તાસ(તે) ધરમ્યા(ધર્મને માનવા વાળા)નો જીવ થાય નિજ નિર્વાણી, તારો કાગાભવ મટે, હંસાભવ હોય, તારા કરોળ ખોળીયાનાં કષ્મ ઉતારૂં, મામઇ ભણે મહેશ્વરીયા એ જીવ સરગાપરી સંચરે." પાટઉપાસનામાં, રામદેવપીરના આરાધમાં કહેવામાં આવ્યુ છે કે 'હું ઓહંગ સોહંગ થી ઉપજ્યો, સત શબ્દમાં સમાણું - રણુંકારની રેખમાં ધણી રામદેવજી'. બહુજન સંતોની દરેકે દરેક પરંપરાઓમાં જ્યોત-દિપક નું મહત્વ મુકવામાં આવ્યું છે. જે ઇસવીસન પૂર્વે ૫૬૩માં તથાગત બુદ્ધે કહ્યું હતુ "અત્ત દિપ ભવ" તું તારો દિવો બનીજા, તું સ્વયં પ્રકાશિત થઇજા, તું તારા સ્વને જાગૃત કર. તું ભીતર(નિજ)માં જો. તું સ્વ ને ઓળખી લે. જ્યારે જ્યારે મૂળનીવાસી બહુજન મહાપુરૂષો, સંતો જેવાકે તથાગત બુદ્ધ, સંત રોહીદાસ, સંત કબીર, સંત રામદેવપીર, ડૉ. બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરૂષો એ સમાજને જાગૃત કરી અસમાનતાવાદી બ્રાહ્મણવાદી, મનુવાદી વ્યવસ્થા માંથી બહાર લાવવાનો પ્રયાસ કરેલ ત્યારે ત્યારે આ બહુજન સંતો મહાપુરૂષો નું બ્રાહ્મણીકરણ કરી, તેઓને અવતારવાદમાં ખપાવી દેવામા આવેલ, તેઓની ક્રાંતિને તેમણે આપેલા બોધને દબાવી દઈ બ્રાહ્મણીકરણ કરી દેવામાં આવેલ. હમણાં હમણાં તાજેતરમાં તો કેટલાંક લોકો દ્વારા તથાગત બુદ્ધ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરનું પણ બ્રાહ્મણીકરણ કરીદેવામા આવ્યું છે અને તેઓને પૂજવામાં આવી રહ્યા છે. ખરેખર તો બુદ્ધ અને બાબાસાહેબએ આપેલા બોધને જીવનમાં ઉતારવો જોઈએ અને તે પ્રમાણે ચાલવું જોઈએ. તેમ ન કરતાં તેઓની પૂજા, અર્ચના થઈ રહી છે. જાગો મારા બહુજન મૂળનીવાસીઓ જાગો. આ બ્રાહ્મણી, મનુવાદી વ્યવસ્થાનાં ષડયંત્રને સમજો અને લોકોને સમજાવો. જાગો અને જગાઓ. આ અસમાન અને ઉંચનીચવાળી મનુવાદી વ્યવસ્થા માંથી મુક્ત થાઓ.