Atul from

Wednesday 1 May 2013







એક નાની કવિતા
-----------------


પહેલા બાળકના ભૂખા હાથ

પછી તેની તરસી આંખ
મારી તરફ લંબાય
કઈક આશા સાથે
ને હું મારા વધી ગયેલા
પેટ સામે જોઈ ને પસાર થઇ જાવ
કઈક ખુન્નસથી
કઈક આક્રોશથી

............... " તથ્ય "

પરોઢ

પરોઢ
------

વહેલી પરોઢથી માં
કમર પર હાથ મૂકી,
જુકી,
બીજા હાથમાં સાવરણાનું ઠુંઠું લઇ
ફળિયાને ચોખ્ખું-ચણાક કરી નાખે
બીજું તો કરેય શું ?
રાત્યથી રોતા કકળતા
નાગા-પુંગા છોકરા
વહેલી પરોઢના મીઠા સપના જોતા
નીંદરમાં છે
એ જાગશે તો ?
માં ને એજ તો ફડકો છે
જાગશે તો વળી ખાવાનું માગશે !!
શું આપીશ ?
રાત્યું થી ન સળગેલા ચુલા પર
દેગડું મુકીને
કશુક હલાવતી રહેતી માં
ને ભૂખથી વવળતા છોકરાને
સમજાવતી, પટાવતી, કહેતી
બેટા સુઈ જા હમણા ખાવાનું થશે
ને હમણા હું ખાવાનું દઈશ
કાયમ થાકી-વવળી છોકરા સુઈ જતા
ને માં પણ !!

વહેલી પરોઢથી માં
કમર પર હાથ મૂકી,
જુકી,
બીજા હાથમાં સાવરણાનું ઠુંઠું લઇ
ફળિયાને ચોખ્ખું-ચણાક કરી નાખે
બીજું તો કરેય શું ?
શું હોય તેના કપાળે ?
લાંબુ - લસ ફળિયું ને ભાંગ્યું-તૂટ્યું ઝુંપડું ?
એના ઘર પાસેથી નિકળતી મોટી કાળી
કાળા ભમ્મર સાપ જેવી
સડક
લઈ જતી છેક પાટનગર
સુરજના ઉદય સ્થાન સુધી
ત્યાં તો ખુદા ની મહેરબાની
સોળે કાળા એ ખીલેલો સુરજ
પંખીનો કલરવ
નદીની કલકલ
પહાડનું ગીત
ચૌતરફ ખુશાલીનું સંગીત
હરરોજ સોનાનો વરસાદ થતો હશે કદાચ
થાય છે આ બધું વહેચી દઉં
પરોઢના સમયે
પેલા અર્ધભૂખ્યા ઘરે
આ અમીર વડના મૂળિયાં
છેક પેલા દરિદ્ર ઘર સુધી પહોચ્યા છે
એક બાજુ સોનાની પરોઢ
તો
બીજી બાજુ જાણે ઉગતી જ નથી

----------------------- અતુલ બગડા " તથ્ય "