Atul from

Wednesday 31 October 2012

संत लखीराम वाणी

બે ની રે ! મું ને ભીતર સદગુરુ મળિયા રે

વરતાણી છે આનંદ લીલા‚ મારી બાયું રે !

                                                          બેની ! મું ને…૦

કોટિક ભાણ ઊગ્યા દિલ ભીતર‚ ભોમકા સઘળી ભાળી ;

શૂનમંડળમાં મેરો શ્યામ બિરાજે‚ ત્રિકુટિમાં લાગી મું ને તાળી…મારી બાયું રે…

                                                              બેની ! મું ને…૦

અખંડિત ભાણ ઊગ્યા દલ ભીતરે‚ મું ને સાતે ય ભોમકા દરશાણી ;

કાળાં અંજન કરમણે આંજ્યાં‚ તનડામાં લાગી ગઈ છે તાળી…મારી બાયું રે…

                                                              બેની ! મું ને…૦

અગમ ખડકી જોઈ ઉઘાડી‚ તિયાં સામા સદગુરુ દીસે ;

ખટ પાંખડીયાં સિંહાસન બેસી‚ ઈ ખાંતે ખળખળ હસે…મારી બાયું રે…

                                                               બેની ! મું ને…૦

બાવન બજારૂં ને ચોરાશી ચૌટા‚ કંચનના મોલ કીના ;

ઈ મોલમાં મારો સદગુરુ બીરાજે‚ દોઈ કર જોડી આસન દીના…મારી બાયું રે…

                                                                 બેની ! મું ને…૦

ઘડીઘડીમાં ઘડિયાળાં વાગે‚ છત્રીસે રાગ રાગિણી ;

ઝળકત મહોલ ને ઝરૂખા-જાળિયાં‚ ઝાલરી વાગે જીણી જીણી…મારી બાયું રે…

                                                                 બેની ! મું ને…૦

પવન પૂતળી સિંગાસણ શોભતી‚ મારા નેણે નખ શિખ નીરખી ;

અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં‚ ગુરુજીને દેખી હું તો હરખી…મારી બાયું રે…

                                                                 બેની ! મું ને…૦

સોના જળમાં સહસ કમળનું‚ શોભે છે સિંહાસન ;

નજરો નજર દેખ્યા હરિને‚ તોય લોભી નો માને મંન…મારી બાયું રે…

                                                                  બેની ! મું ને…૦

સત-નામનો સંતાર લીધો‚ ગુણ તખત પર ગયો ;

કરમણ-શરણે લખીરામ બોલ્યા‚ ગુપત પિયાલો અમને પાયો…મારી બાયું રે…

                                                                      બેની ! મું ને…૦

गालिब

दिल-ए-नादाँ तुझे हुआ क्या है
आख़िर इस दर्द की दवा क्या है?

हमको उनसे वफ़ा की है उम्मीद
जो नहीं जानते वफ़ा क्या है।


हम हैं मुश्ताक़ और वो बेज़ार
या इलाही ये माजरा क्या है।

जब कि तुझ बिन नहीं कोई मौजूद
फिर ये हंगामा ऐ ख़ुदा क्या है।

जान तुम पर निसार करता हूँ
मैंने नहीं जानता दुआ क्या है।
–गालीब

સંત દાસી જીવણ વાણી



એવા દોરંગા ભેળાં રે નવ બેસીએએ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
                                                                                                           એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
                                                                                                           એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..
                                                                                                           એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
                                                                                                            એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…           
                                                                                                           એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
                                                                                                             એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….
દોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ    


એવા દોરંગા ભેળાં રે નવ બેસીએએ જી એમાં પત રે પોતાની જાય રે હાં..એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….

સંત લખીરામ વાણી


પિયાલો અમને પાયો રે ગુરુએ મારે પ્રેમે કરી
મારી દેયુંમાં દરસાણા રે, હરો હર આપે હરિ…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
પહેલો પ્યાલો લખીરામનો, વળી જુગતે પાયો જોઈ,
કૂંચી બતાવી આ કાયા તણી, વળી કળા બતાવી કોઈ ;
ત્રિકૂટી કેરા તાળાં ઉઘડિયાં, શુન્યમાં દરસાણા સોઈ,
એવું નગર બધું યે નિહાળ્યું રે , જોયું મેં તો જરી યે જરી…..
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
બીજે પિયાલે બુદ્ધિ વાપરી, આવી સંતોની સાન ,
વૈરાટ સ્વરૂપીને વીનવું , મારે જોવાં જમીં આસમાન
આ દેહીમાં દરસાણા સાચા, સતગુરુ મારા શ્યામ ,
એવી લગની મું ને લાગી રે , બેઠો હું તો ધ્યાન ધરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
ત્રીજે પિયાલે ત્રણ ગુણ પ્રગટ્યાં, પાંચ તત્વનો પ્રકાશ,
શૂન્ય શિખરમાં શ્યામ બિરાજે ,અલખ પુરુષ અવિનાશ ;
નવ ખંડ ઉપર નાથજી ! મારે રવિ ઊગ્યાની આશ ,
એવી અગમની ખબરું રે, ગુરુએ મારે દીધી ખરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
ચોથે પિયાલે સાન કરીને, હરિએ ગ્રહ્યો હાથ ,
એકવીસ બ્રહ્માંડ ઉપરે , મારે વાલે બતાવી વાટ ;
એક વાત નિશ્ચે થઈ, તેણે મળીયા મારો નાથ
એવા અમ ગરીબું ઉપરે રે , કેશવરાયે કરુણા કરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
પાંચમો પિયાલો પૂરણ થિયો , ત્યારે ભેટયા ભૂધર રાય ,
અખંડ અમૃત ધારા વરસે, ગેબી ગરજના થાય ;
રૂદિયે રવિ પરગટ થિયો, એને જોતાં રજની જાય ,
એવા સ્વાતિના સરવડાં રે , ઝરમર ઝરમર નૂર તો ઝરે..
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
છઠે પિયાલે સતગુરુ મળિયા, નિરભે થિયો લખીરામ ,
ઘણા જનમથી ડોલતાં , મારે ગુરુએ બતાવ્યાં જ્ઞાન ;
કરમણ ચરણુંમાં લખીરામ બોલ્યા,મેં તો પૂરણ પામી ધામ ,
એવા ગુરુ ચરણે ચિત્ત રાખો રે, ફોગટ ફેરા ઘણા યે ફરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦