નામ
દાસી જીવણ, જીવણદાસ, જીવણ
જન્મ
સંવત ૧૮૦૬ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોધાવદર ગામ ખાતે)
અવસાન
સંવત ૧૮૮૧ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ ખાતે)
કુટુંબ
પિતા – દાફડા
માતા – સામબાઇ
પત્ની – જાલુમા
પુત્ર – દેશળ
જીવનઝરમર
તેમનો જન્મ મેઘાવળ જ્ઞાતિમાં થયો હતો.
તેમનું મૂળ ગામ લુણાવાડા પાસે આવેલ ખાનપુર ગામ હતું.
તેમનું મૂળ નામ જીવણદાસ હતું. પણ સૌરાષ્ટ્રમાં તેમના પદો દાસી જીવણના નામે પ્રસિદ્ધ છે.
રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ; ગુરુ ભીમસાહેબ
દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા અને પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા
યૌગિક રહસ્યની અનુભૂતિ, ગુરુમહિમા અને પ્રેમલક્ષણા ભક્તિનાં પદો
રૂપકાત્મકતા, તલપદા વાણી વલોટો અને હિન્દીની છાંટવાળા પદો એમની વિશેષતા છે.
તેમણે પોતાના આયુષ્યના ૭૫મે વર્ષે ઘોધાવદર ગામ ખાતે સમાધિ લીધેલી હતી. હાલમાં આ સમાધિસ્થળ પર મંદિર આવેલ છે.
રચનાઓ
તેમની રચનાઓ પ્યાલો, કટારી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી વગેરે સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે.
અક્કલદાસ
રવિભાણ સંપ્રદાયના સંત કવિ. ભીમ સાહેબ (જન્મ ઇ.સ.૧૭૧૮)ના શિષ્ય. થાનગઢ (જિ. સુરેન્દ્રનગર)ના ગેડિયા બ્રાહ્મણ. ગુરુભાઈ : દાસી જીવણ. (ઇ.૧૭પ૦-૧૮રપ)
અરજણ (ઇ.સ.૧૯ મી સદી પૂર્વાર્ધ)
રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. દાસી જીવણ (ઇ.સ.૧૬રપ-૧૮પ૦)ના શિષ્ય. જામકંડોરણા પાસેના ભાદરા ગામના રાજપૂત. દીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં કબીર પરંપરાની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક. પ્રેમસાહેબ (ઇ.સ.૧૭૯ર ૧૮૬૩)ના ગુરુભાઈ.
કચરો-મેઘ કચરો
હરિજન મેઘવાળ સમાજના‚ મહાપંથી સંતકવિ.કબીર (ઇ.સ.૧૩૯૮-૧પ૧૮)
ભારતવર્ષના મુખ્ય સંત‚ સ્વામી રામાનંદના શિષ્ય‚ જન્મસ્થળ : કાશી‚ અવસાન : મગહર. રચના : સાખી‚ પદ‚ શબદી‚ રવૈણી આદિ. પ્રસિદ્ધ ગ્રંથ : ‘બીજક’.
[11:00PM, 4/25/2015] Bagada Dipak: કરમણ (ઇ.સ. ૧૮રપમાં હયાત)
રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંતકવિ. મોરાર સાહેબ (૧૭પ૮-૧૮૪૯)ના શિષ્ય. વાવડી (જિ.સુરેન્દ્રનગર‚ ધ્રાંગધ્રા નજીક)માં વણકર જ્ઞાતિમાં જન્મ. લખીરામના ગુરુ.
કાળાભગત (ઇ.સ.૧૮પ૪)
થોરખાણ (બાબરા પાસે)ના હરિજન ભક્ત કવિ. જન્મ વિ.સં.૧૯૧૦ ઇ.સ. ૧૮પ૪. ગુરુ : દેહાભગત રચના : ભજનો.
ખીમરો કોટવાળ
મહાપંથના સંત. નિજિયાપંથી‚ બીજમાર્ગી પાટપૂજાના સમયે કોટવાળ થવાની લાયકાત ધરાવનાર હરિજન (મેઘવાળ) ચમાર કે વણકર ભક્ત. મૂળ રાજસ્થાનના પોકરણ તરફના વતની ને પછી ઢેલડી (આજનું મોરબી કે એની પાસેનું કોઈ ગામ)માં નિવાસ. પત્ની : દાડલદે રાજા રાવત રણસિંહને સતધર્મનો ઉપદેશ આપી મહાપંથની દીક્ષા આપનાર સંતકવિ. એમની વાણીમાં મહાપંથની સાધના‚ તેના સિદ્ધાંતો અને સંતોની યાદી મળે છે. અધ્યાત્મબોધ‚ આગમ અને રૂપકાત્મક પદો ભજનોના રચયિતા. રાજસ્થાનમાં ખીંવણજી નામના એક સંત કવિની રચનાઓ ગવાય છે એ ખીંવણજી રાજસ્થાનના જૂની દૂધુ ગામે ભાટીવંશમાં થઈ ગયા. જે વિ.સં.૧રપ૦માં પીર શમસના શિષ્ય બનેલા.
ખીમસાહેબ / ખેમદાસ / ખીમદાસ (ઇ.સ.૧૭૩૪-૧૮૦૧)
રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ. સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના પુત્ર અને શિષ્ય. માતા ભાણબાઈ જ્ઞાતિએ લોહાણા. જન્મ : વારાહી (તા.સાંતલપુર‚ જિ.બનાસકાંઠા). ખીમસાહેબને આ સંપ્રદાયના અનુયાયીઓ ‘ખલક દરિયા ખીમ’ કે ‘દરિયાપીર’ તરીકે પણ ઓળખાવે છે. એમના જીવન વિશે અનેક ચમત્કારો આલેખાયા છે. કચ્છના ખારવાઓમાં એમણે ‘રામકબીરપંથ’નો પ્રચાર કરેલો. હરિજન જ્ઞાતિના ત્રિકમ ભગતને દીક્ષા આપીને એમણે ‘રવિ ભાણ સંપ્રદાય’માં વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપ્યાં હતા. જેમાંથી ત્રિકમસાહેબ‚ ભીમસાહેબ‚ દાસી જીવણ જેવા સંત રત્નો મળ્યાં. ઇ.સ. ૧૭૭૧ માં રાપર (જિ. કચ્છ)માં ખીમસાહેબે જગ્યા બાંધી‚ એ જ સ્થળે ઇ.સ. ૧૮૦૧ માં જીવતાં સમાધિ લીધી. રચના : ‘ચિંતામણી’ / ખીમદાસ કૃત ‘ચેતામણી’ (હિન્દી રચના) ઉપરાંત કાફી‚ ગરબી‚ આરતી. અને વિવિધ પ્રકારનાં ભજનો. હિન્દી‚ ગુજરાતી અને કચ્છી બોલીમાં. રવિસાહેબ પાસેથી પણ સાધના માર્ગદર્શન મેળવેલું. સાખી ચોપાઈ બંધની પ૮ કડીની જ્ઞાનમાર્ગી હિન્દી ‘ચિંતામણી’ (ર.ઇ.સ.૧૭૭૦)
તિલકદાસ (ઇ.સ.૧૮પ૯-૧૯૩ર)
કબીરપંથી રવિભાણ સંપ્રદાયના હરિજન સંત. જન્મ નામ : તેજાભાઇ. માનસદાસ મહારાજ પાસે પુન : દીક્ષા-ગુરુમંત્ર. ૭પ વર્ષની વયે ઇ.સ.૧૯૩ર માં સમાધિસ્ત થયા. ભારાપર (કચ્છ)માં તેમની ગુફા છે. કચ્છના વિરાણી ગામે હરિજન કુટુંબમાં જન્મ નાની ઉમરે ઘર છોડી ભાગ્યા‚ ભાણસંપ્રદાયના સાધુ બાલકદાસજી પાસે દીક્ષા તેજાભાઈને બદલે તિલકદાસ નામ. જન્મ : વિ.સં.૧૯૧પ કારતક સુદ પૂનમ અને સોમવાર તથા દેહત્યાગ વિ.સં.૧૯૮૮ માગશર વદ આઠમ ને શુક્રવાર.
ત્રિકમસાહેબ (ઇ.સ.૧૭ર૬-૧૮૦૧)
રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના શિષ્ય. કચ્છમાં રામવાવ ગામે (તા. રાપર) હરિજન ગરોડા જ્ઞાતિમાં જન્મ‚ રામગિર નામના જોગી મહાત્માની પ્રેરણાથી ભાણસાહેબના પુત્ર ખીમસાહેબના નાદશિષ્ય બન્યા. કચ્છના વાગડ વિસ્તારમાં ચિત્રોડ ગામે ગાદીની સ્થાપના કરી. ત્રિકમસાહેબના આગમનથી રવિ ભાણ સંપ્રદાયમાં હરિજનોને સ્થાન મળ્યું અને આગળ જતાં ‘વાડીના સાધુ’ તરીકે ઓળખાતા હરિજન સંત-ભક્તો-કવિઓની સમૃદ્ધ પરંપરા મળી. હિન્દી અને ગુજરાતી ભાષામાં રચાયેલી એમની ભજનવાણી ઉપર કબીરસાહેબની અને તેમની વાણીનો વ્યાપક પ્રભાવ પડયો છે. એમાં આધ્યાત્મિક ઉન્માદની લહેરો વ્યકત થઈ છે. શિષ્યો : ભીમસાહેબ (આમરણ) અને નથુરામ (રાધનપુર) સમાધિસ્થાન : રાપર ગામે. (જન્મ તા.પ.૮.૧૭ર૬ શ્રાવર્ણવદ ૮ સોમવાર વિ.સં.૧૭૮ર‚ સમાધિ વિ.સં.૧૮પ૭ ચૈત્ર સુદ બીજઇ.સ.૧૮૦૧).
દાસી જીવણ/જીવણસાહેબ/જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ)
રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ.રાજકોટ) ગામે હરિજન ચમાર કુટુંબમાં દાફડા શાખના જગાભગત સામબાઈને ત્યાં. દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં ‘રાધાનો અવતાર’ તરીકે ઓળખાય છે. નિર્ગુણ નિરાકારની સાથે સગુણ સાકારની ઉપાસનાનો સમન્વય કરી પ્રેમલક્ષણા દાસીભાવ‚ જ્ઞાન‚ યોગ‚ વૈરાગ્ય‚ ચેતવણી‚ બોધ ઉપદેશ ગુરુમહિમા એમ વિવિધ ભાવસૃષ્ટિ ધરાવતાં ભજનોના રચયિતા સંત કવિ તરીકે સૌરાષ્ટ્રના ભજનસાહિત્યમાં દાસી જીવણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમનાં પ્યાલો‚ કટારી‚ બંસરી‚ બંગલો‚ મોરલો‚ હાટડી‚ ઝાલરી વગેરે રૂપકાત્મક ભજનો ઉચ્ચ પ્રકારની સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે. દાસી જીવણે સં. ૧૮૮૧ આસો વદી અમાસ-દીવાળીને દિવસે (ઇ.સ.૧૮રપ) ઘોઘાવદરમાં જ જીવતા સમાધિ લીધેલી. પત્ની : જાલુમા. પુત્ર : દેશળભગત. શિષ્યો : પ્રેમસાહેબ (કોટડા સાંગાણી)‚ અરજણ (ભાદરા).
પીઠો (ઇ.સ.૧૮૪૦-૧૮૮૯)
રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંત કવિ. બાલકસાહેબના શિષ્ય. વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં‚ વિ.સં. ૧૮૯૬ માં ડેડરવા વંથલી (જિ.જૂનાગઢ) ગામે જન્મ. એ સમયના બહારવટિયા જમિયતશાની સાથે રહીને બાર વર્ષ સુધી બહારવટું ખેડેલું‚ એ પછી બાલક સાહેબનો ભેટો થતાં દીક્ષા લીધી એમ કહેવાય છે. વિવાહ : ખજુરા ખાટલી ગામે. પાંચ દીકરા હતા તેમાંથી ચારની વંશ પરંપરા ચાલુ છે. રચના : ભજનો. જેમાં : યોગસાધના. ગુરુ મહિમા‚ બોધ-ઉપદેશ અને ભક્તિનું આલેખન. અવસાન વિ.સં.૧૯૪પ વંથલી.
પ્રેમસાહેબ (ઇ.સ.૧૭૯ર-૧૮૬૩)
રવિ ભાણ સંપ્રદાયના સંત કવિ. દાસી જીવણના શિષ્ય. કોટડાસાંગાણી જિ. રાજકોટ ગામે કડિયા જ્ઞાતિમાં વિ.સં.૧૮૪૮ પોષ વદી ર પિતા : પદમાજી અને માતા : સુંદરબાઈને ત્યાં જન્મ. પત્ની : મલુબાઈ‚ પુત્ર : વિશ્રામસાહેબ. બુંદશિષ્ય પરંપરા : વિશ્રામસાહેબ-માધવસાહેબ-પુરુષોત્તમદાસજી-પ્રેમવંશ ગુરુચરણદાસજી.
[11:17PM, 4/25/2015] Bagada Dipak: ભવાનીદાસ (ઇ.સ.૧૭૭પ આસપાસ)
ભજનિક સંત-કવિ. જોધાભક્તના શિષ્ય ગુરુમહિમા‚ બોધ ઉપદેશ અને ભક્તિ વૈરાગ્યનાં ભજનોના રચયિતા. જન્મ : વણકર જ્ઞાતિમાં પિતા નારણ ચૌહાણ અને માતા લખમીબાઈને ત્યાં ઘોળકા ગામે. ગુરુમહિમા અને જ્ઞાનવૈરાગ્યની ભજનરચનાઓ.
ભાણસાહેબ (ઇ.સ.૧૬૯૮-૧૭પપ)
રવિ ભાણ સંપ્રદાયના આ પુરુષ. રામ કબીર પંથી સંત કવિ. કનખિલોડ (ચરોતર પ્રદેશ) ગામે લોહાણા જ્ઞાતિમાં પિતા : કલ્યાણદાસજી ઠક્કર અને માતા : અંબાબાઈને ત્યાં જન્મ. ષષ્ટમદાસજીના શિષ્ય. રવિસાહેબના ગુરુ‚ ખીમસાહેબના પિતા. કમીજડા (તા. : વિરમગામ) ગામે જીવતાં સમાધિ. કબીરસાહેબની જ્ઞાનમાર્ગી સંતવાણી પરંપરાનાં ગુરુમહિમા‚ અધ્યાત્મબોધ‚ ઉપદેશ‚ વૈરાગ્ય અને યોગસાધના વિષયક ભજનોના રચયિતા.
મૂળદાસ (ઇ.સ.૧૬પપ-૧૭૭૯)
ભજનિક સંત કવિ. આમોદરા (જિ.જૂનાગઢ) ગામે સોરઠિયા લુહાર જ્ઞાતિમાં કૃષ્ણ ગંગાબાઈને ત્યાં જન્મ.વિ. સં.૧૭૩૧ કારતક સુદ ૧૧ સોમવાર. જીવણદાસ લોહલંગરી (ગોંડલ)ના શિષ્ય. જગ્યા : અમરેલી ગામે. શિષ્યો : શીલદાસ‚ હાથીરામ અને જદુરામ. જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીના રચયિતા. એ સિવાય હિન્દી ભાષામાં ‘ચોવીસ ગુરુદત્તલીલા’ અને કેટલાંક પદો તથા ‘બારમાસી’‚ ‘હરિનામલીલા’ ‘ગુરુગીતા’ ‘સાસુવહુનો સંવાદ’ સમસ્યાઓ‚ મર્કટીનું આખ્યાન‚ ‘ભગવદ્દગીતાનો અનુવાદ’ ‘ભાગવત બીજો સ્કંધ’ વગેરે રચનાઓ. જેમાં મહાપંથની અસરો દેખાડતી ભજનવાણી ‘ચૂંદડી’‚ રૂપકગર્ભ પદો અત્યંત લોકપ્રિય થયાં છે. જીવતાં સમાધિ : સં. ૧૮૩પ‚ ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે. પત્ની વેલુબાઈ અવસાન સં.૧૭૭ર ઇ.સ.૧૭૧૬ વેલુબાઈ પાછળ ભંડારો કર્યો. પછી આશ્રમનો વહીવટ શીલદાસ નામના શિષ્યને સોંપી દ્વારકાની યાત્રાએ નીકળ્યા.

ખુબ સરસ
ReplyDelete