Atul from

Wednesday, 7 May 2025

ચાલ તથ્ય

ચાલ તથ્ય છોડ જીવ
એ હવે હૃદય ખોલી ને નહી બોલે.
કદાચ પાણી વગર માછલીની જેમ તરફડિશને 
તોય એ પાછું વાળી નહી જોવે.
ભલે તે હજારો સપના ગુથ્યા 
ભલે તું બે બાહ ફેલાવીને ઊભો
મધદરિયે થી આવતા વહાણની રાહમાં
પણ તારા બધાં સપના ચૂર ચૂર થશે 
તું રાહ પણ કેટલીક જોઈશ?
છેલ્લાં શ્વાસ સુધી ?
એ બધુ સમજુ છે.
જીવન ના સપના નો કાફલો 
વળતા પાણી ને ઉલ્ટા પવન આગળ લાચાર હશે !
વરસો પછી ફરી પાછો આવે તોય એ, 
એ એનાં અસલ ભાવમાં નહી હોય. 
જીવનનો અફસોસ અને ચારેબાજુ નું અંધારું
તને બંને બાજુ થી હવે કોરી ખાશે.
ચારેબાજુથી ઘેરાયેલું એકાંત તને હવે જંપવા નહીં દે.

No comments:

Post a Comment