કવિ ના બે શબ્દો
પરમ પિતા પરમાત્મા ની પ્રેરણા થતાં સમાજ ને ઉપયોગી થવાય એ હેતુ થી પૂજય શ્રી ગુરૂ જદુરામ ની પ્રેરણા થી હું આ ' રાજારવ' નામનું કવિતા નું પુસ્તક આપ સૌનાં કર કમળ સુધી પહોચાડવા માટે સહભાગી બન્યો છું.
આટલા વર્ષ એટલે કે છેલ્લા ચાલીસ વર્ષ ની મારી શબ્દ આરાધના થી એક સફળ કવિતા ના પથ સુઘી પહોંચવા મને ઘણાં કવિઓ અને એની કવિતાઓ થી પ્રેરણાઓ મળી છે. તેમાંથી પ્રથમ નામ હું ઝવેરચંદ મેઘાણી નું નામ લઈશ. તેમની કવિતાઓ વાચતા તેમાંથી મને પણ કવિતાઓ લખવાની પ્રેરણા મળી. અને મે લખવા નું શરૂ કર્યું. કવિતા એ એક ભક્તિ માર્ગ, સાધના અને યોગ... પોતાને સાબિત કરવાં નો માર્ગ મળ્યો. કવિતા ની નવી કેડી કંડારવાની શરુઆત કલમ ના સહવાસ થી થઇ. કલમ નો પૂરો ઉપયોગ અને સહવાસ થકી આજ હું આ મુકામ સુધી પહોંચ્યો છું તેનુ નામ છે મારુ આ પુસ્તક. 'રાજારવ ' . મારી કલમે દુહા, છંદ, છપ્પા, સવૈયા, કવિતા, ગીત અને ગઝલ નો માર્ગ શરુ કર્યો. મારા વિચારો ને આકાર આપવા નું શરુ થયું. મારી કલમથી મે મને ધડ્યો. અને આ કલમ ના સથવારે હુ 'રાજ' અહીં આપના સુઘી આવ્યો છું.
મારી જીવન સંગિની મંગુ.. તેમના વિશે વાત કરવી ઓછી પડે તેમની સાથે જીવન ના ઘણા તડકા છાયડા જોયા. અને તેમના ઉષ્મા ભર્યાં સાથ ને કારણે હું મારી કવિતાના રસ્તે ચાલી શક્યો છું. મારાં સંતાનોમાં બે દિકરા કિશોર અને મહેશ તથા બે દીકરીઓ હંસા અને રસીલા. મોટા દિકરા કીશોર ની પત્ની વિમળા તેમનાં પુત્રો મયુર, ઘનશ્યામ અને પુત્રી હેતલ. નાના દિકરા મહેશ ની પત્નિ નયના તેમનો પુત્ર સુધીર અને પુત્રી ઉર્મિલા. આ સમગ્ર પરીવાર ના સાથ સહકાર થકી મને હમેશા કવિતા લખવા ની પ્રેરણા મળી છે આથી સમગ્ર પરીવારનો હું ઋણી છું
મારી કવિતા ને કાગળ ઊપર છાપનાર કંડારનાર 'દલિતવાચા' સાપ્તાહિક ચલાવનાર સંપાદક શ્રી જયંતીભાઈ ગોહિલ નો પણ આભાર માનું એટલો ઓછો છે. હું હમેશા તેમનો ઋણી રહીશ.
મારી કવિતાના પ્રસ્તાવક તરીકે કામ કરનાર અમરેલી... એટલે કે અમરવેલી ના કવિ શ્રી હરજીવનભાઈ દાફડા નો પણ હું હંમેશાં ઋણી રહીશ. કવિ હરજીવનભાઈ ની કઈક વાત જ અલગારી ને નિરાલી છે . મારુ આખુ જીવન પૂરું થઇ જાય તોય હું કવિ હરજીવનભાઈ જેટલું કવિતામાં ખેડાણ ના કરી શકુ.. અને તેમણે તો કવિતા ના પ્રત્યેક ક્ષેત્ર મા કામ કર્યુ છે... ગઝલ, દૂહા,ગીતો એમ કવિતાનાં અલગ અલગ રૂપો માં તેમણે કામ કર્યુ છે. મને ગર્વ છે કે તેમણે મારા પુસ્તક ની પ્રસ્તાવના લખવા નું તેમણે સ્વીકાર્યુ.. સાથે સાથે હું તેમનો જીવન ભર ઋણી રહીશ.. કવિ શ્રી હરજીવનભાઈ ને મારૂ વ્હાલ..
આ ઉપરાંત દલિત વાચા સાપ્તાહિક નાં તંત્રી સંપાદક શ્રી જયંતીભાઈ ગોહિલ નો પણ હું આ જીવન ઋણી રહીશ. તેમણે મારી બધીજ રચના ને આકાર આપવા નું અને તેને પુસ્તક રૂપે ઘડવાનું કામ કર્યું. હું તેમનો આભાર માનું એટલો ઓછો છે.
સાથે સાથે મારી આ કવિતા ના વેરવિખેર પાનાં ને મારી લખેલી જુદી જુદી ચબરખીને એકત્ર કરી એને પુસ્તક નું રૂપ આપવાનું ભગીરથ કાર્ય માથે લીધું એવાં કવિ અતુલ બગડા 'તથ્ય' નો હ્રદય પૂર્વક આભાર માનું છું. તેઓ મારા મસિયાઇ ભાઈ ગોવિંદભાઈ બગડાના સુપુત્ર છે.. એટલે કે મને સારા સગા નો પણ લાભ મળ્યો છે તેથી હુ મારી જાતને વિષેશ ભાગ્યશાળી સમજુ છું.
મારાં આ કવિતા પથ ઊપર જેમની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોમળ લાગણી ઓ પામતો રહ્યો છું તે સર્વનો આભાર વ્યક્ત કરુ છુ..
રાજાભાઇ અમરાભાઇ દાફડા ' રાજ '
નાગધ્રા
No comments:
Post a Comment