સયાજીરાવનો જન્મ ૧૧ માર્ચ ૧૮૬૩ના રોજ નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાના કવલાણા ગામમાં સૂર્યવંશી મરાઠા પરિવારમાં થયો હતો. કાશીરાવ ભીખાજીરાવ દાદાસાહેબ ગાયકવાડ (૧૮૩૨-૧૮૭૭) અને ઉમાબાઈના બીજા પુત્ર સયાજીરાવનું જન્મ સમયનું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું.
૧૮૭૦માં વડોદરાના લોકપ્રિય મહારાજા સર ખંડેરાવ ગાયકવાડ (૧૮૨૮-૧૮૭૦)ના મૃત્યુ બાદ એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેમના ભાઈ મલ્હારરાવ ગાયકવાડ (૧૮૩૧-૧૮૮૨) તેમના અનુગામી બનશે. જોકે, મલ્હારરાવની છબી પહેલેથી જ નકારાત્મક હતી. તેમને અગાઉ ખંડેરાવ ગાયકવાડની હત્યાના કાવતરા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ખંડેરાવના વિધવા મહારાણી જમનાબાઈ (૧૮૫૩-૧૮૯૮) ખંડેરાવના મૃત્યુ સમયે ગર્ભવતી હતા પરંતુ ગર્ભમાં રહેલા બાળકનું લિગ સાબિત ન થાય ત્યાં સુધી ઉત્તરાધિકાર પ્રક્રિયામાં વિલંબ થયો. બાળક દીકરી સાબિત થયું અને ૫ જુલાઈ, ૧૮૭૧ના રોજ મલ્હારરાવ સત્તામાં આવ્યા.
મલ્હારરાવે ઉદાર હાથે પૈસા ખર્ચ્યા. નક્કર સોનાની તોપ, મોતીની જાજમ જેવા અન્ય શાહી ખર્ચાઓથી વડોદરાની તિજોરી લગભગ ખાલી કરી નાખી. મલ્હારરાવની કૂરતા અને ઘોર જુલમના અહેવાલો ટૂંક સમયમાં બ્રિટિશ આર્મી ઓફિસર રોબર્ટ ફેયર સુધી પહોંચ્યા. મલ્હારરાવે રોબર્ટ ફેયરને રાસાયણિક ઝેર (આર્સેનિક) આપવાનો પ્રયાસ કરીને પોતાના કાર્યોને ઢાંકવાનો પ્રયાસ કર્યો.
બ્રિટીશ ભારતના તત્કાલીન રાજ્ય સચિવ લોર્ડ સેલિસબરીએ ૧૦ એપ્રિલ ૧૮૭૫ના રોજ મલ્હારરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરી મદ્રાસ ખાતે દેશનિકાલ કરવાનો આદેશ કર્યો, જ્યાં તેઓ ૧૮૮૨માં ગુમનામીમાં મૃત્યુ પામ્યા હતા.
વડોદરાની ગાદી ખાલી પડી હતી તેથી મહારાણી જમનાબાઈને તેમના વંશના વડાઓને વડોદરા હાજર થઈ તેમને અને તેમના પુત્રોને તેમની સમક્ષ ઉપસ્થિત થવા કહ્યું, જેથી તે ગાદીનો વારસદાર નક્કી કરી શકે.
કાશીરાવ અને તેમના ત્રણ પુત્રો આનંદરાવ (૧૮૫૭-૧૯૧૭), ગોપાલરાવ (૧૮૬૩-૧૯૩૯) અને સંપતરાવ (૧૮૬૫-૧૯૩૪) કવલાણાથી લગભગ ૬૦૦ કિલોમીટર દૂર વડોદરા આવ્યા. એ વાત જાણીતી છે કે, જ્યારે બધાં યુવકોને પુછવામાં આવ્યું કે તેમનો અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે ત્યારે ગોપાલરાવે અચકાયા વગર પ્રત્યુત્તર આપ્યો કે "હું અહીંયા શાસન કરવા આવ્યો છું."
ગોપાલરાવને અંગ્રેજોએ ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા અને તે મુજબ ૨૭ મે, ૧૮૭૫ના રોજ મહારાણી જમનાબાઈએ તેમને દત્તક લીધા હતા. તેમને સયાજીરાવ નામનું નવું નામ પણ આપવામાં આવ્યું હતું. તેઓ ૧૬ જૂન, ૧૮૭૫ના રોજ વડોદરા રાજ્યના રાજા બન્યા, કાચી વયના કારણે શરૂઆતમાં રિજન્સી કાઉન્સિલ હેઠળ શાસન કર્યું. પુખ્ત વયના થતાં જ ૨૮ ડિસેમ્બર, ૧૮૮૧ના રોજ સંપૂર્ણ સત્તા હસ્તગત કરી શાસનની શરૂઆત કરી. તેમની કાચી વય દરમિયાન તેમને રાજા સર ટી. માધવ રાવ દ્વારા વહીવટી કૌશલ્યમાં વ્યાપક શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમણે પોતાના યુવા નેતાને દૂરંદેશી અને લોકકલ્યાણ પ્રદાન કરવાની ઇચ્છા સાથે તૈયાર કર્યા હતા. આ સમયગાળામાં માધવરાવે મલ્હારરાવ દ્વારા નિર્મિત અંધાધૂંધી દૂર કરી રાજ્યને સામાન્ય સ્થિતિમાં પુનઃસ્થાપિત કર્યું હતું. માનવ પ્રવૃત્તિના દરેક ક્ષેત્રમાં મહારાજાએ પોતાના જીવન દરમિયાન જે સિદ્ધિ હાંસલ કરી તેનો શ્રેય એફ. એ. એચ. એલિયટને આપવો જોઈએ.
મહારાજાએ પોતાના શાસનકાળ દરમિયાન ખેતી અને શિક્ષણસંબંધી અનેક સુધારા કર્યા. શાસન અને વ્યવસ્થાને અલગ બનાવ્યા. રાજ્યની ધારાસભાની રચના કરી, પછાત વર્ગોને પ્રતિનિધિત્વ આપ્યું. કીર્તિ મંદિર, ન્યાય મંદિર, ખંડેરાવ માર્કેટ, લક્ષ્મી વિલાસ મહેલ, કલાભવન જેવી અનેક જોવાલાયક ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. એમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત બનાવ્યું.
તેમનું અવસાન ઇ.સ. ૧૯૩૯માં અવસાન થયું હતું.
વડોદરા ના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ વડોદરા રાજ્ય નો ઉદ્ધાર કર્યો છે. વડોદરા શહેર ને નવો ઓપ આપવાનું કામ આપણા આ મહારાજાએ કર્યું. વડોદરા ને આધુનિક બનાવવાના પ્રયાસો કર્યા અને વડોદરા ને ગુજરાત નું સાંસ્કૃતિક પાટનગર બનાવ્યું. વડોદરા પાસે આવેલા સાંસ્કૃતિક વારસા ના સંવર્ધન નું કામ બહુ સુપેરે હાથ માં લીધું. તો ચાલો આજે જાણીએ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વિશેની અમુક જાણી-અજાણી વાતો…
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ૧૮૭૫ થી ૧૯૩૯ ના સમયગાળા દરમિયાન વડોદરા રાજ્ય ના શાશન માં રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન વડોદરા રાજ્ય માં નોંધપાત્ર કામો થયા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા મરાઠા રાજવંશી ગાયકવાડ પરિવાર થી સંબંધિત હતા.
સયાજીરાવ નો પ્રતિષ્ઠા સમારંભ ખુબ જ ઠાઠ-માઠ થી ૨૮ ડિસેમ્બર ૧૮૮૧ ના રોજ યોજવામાં આવ્યો હતો.
માત્ર ૧૯ વર્ષ ની ઉંમર માં સયાજીરાવ એ ગાયકવાડી શાશન નું પદ સંભાળી લીધું હતું. આ જ ઉંમરે તેમને કંઈક આ પ્રમાણે ના બિરુદ મળ્યા હતા : હીઝ હાયનેસ સયાજીરાવ, સેના ખાસ ખેલ, શમશેર બહાદુર, ફરઝંદ-એ-ખાસ-એ-ઇંગ્લીશિયા, વડોદરા ના મહારાજા.
Bbbસયાજીરાવ ગાયકવાડે એ જ સમય માં સામાજિક સુધારાના કામો પણ ધીમી ગતિ એ શરુ કરી દીધા હતા. સામાજિક પ્રથાઓ કે જેની સમાજ પર વિપરીત અસર છે, એવા સામાજિક કુરિવાજો પર પણ એમને કામ કર્યું. તેમને ઈંગ્લેન્ડ થી કેટલાક વિદેશી મહેમાનો ને પણ આવકાર્યા અને ધાર્મિક પૂર્વગ્રહો, સ્ત્રી શિક્ષણ, સમુદ્ર પાર જવા વિષે ની ગેરમાન્યતા, સ્ત્રીશિક્ષણ અને પુરદાહ નો વિરોધ કર્યો.
આર્થિક વિકાસ ની શરૂઆત માટે તેમને ૧૯૦૮ માં બેંક ઓફ બરોડા ની સ્થાપના કરી. જે હજી આજે પણ અસ્તિત્વમાં છે અને અગ્રેસર ભૂમિકા ભજવે છે. આજે બેંક ઓફ બરોડા નું નામ દેશ ની ટોચ ની બેન્કો માં આવે છે.
સૌથી પહેલો નેરો રેલવે ગેજ મહારાજા ના સહકારે વડોદરા માં બન્યો હતો. જે ૧૮૬૨ માં શરૂઆત કરવામાં આવ્યો હતો. પાછળ થી તે ડભોઇ સુધી લંબાવામાં આવ્યો હતો. શરૂઆત ના સમય માં અહીં રેલ બળદ ની મદદ થી ખેંચવામાં આવતી હતી. પાછળ થી એમાં ડીઝલ એન્જીન ફિટ કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ ભારત નો સૌથી મોટો બગીચો : કમાટીબાગ જે સયાજીબાગ તરીકે પણ ઓળખાય છે. તે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફ થી વડોદરા ને મળેલી ઉત્તમ ભેટ હતી.
વડોદરા ના વિધાર્થીઓ ના લાભાર્થે, અંગત રોકાણ અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા રોકાણ સાથે મહારાજ સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલય નો પાયો નાખવામાં આવ્યો. આજે દેશ ના ૫૪ વિશ્વવિદ્યાલયો માંથી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય અગ્રેસર નું સ્થાન ધરાવે છે.
સયાજીરાવ ગાયકવાડ કે જેમણે સૌ પ્રથમ પ્રાથમિક શિક્ષણ ફરજીયાત કરવાની પહેલ કરી હતી. આવા સયાજીરાવ એ 1906 માં આટલા વિશાળ પુસ્તકાલય ખોલવાનો નિર્ધાર કર્યો કે જેથી શિક્ષિત સમાજ નું નિર્માણ કરી શકાય.
૧૯૧૦-૧૧ માં બનેલા મધ્યવર્તી પુસ્તકાલય નો ખરો જન્મ તો ૧૯૦૬ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જ થઇ ગયો હતો. તેનું ખરું બાંધકામ તો ૧૯૩૧ માં પૂરું થયું હતું ને તે વખતે પણ ૪ લાખ જેટલો બાંધકામ ખર્ચ અને ઉપર થી ૧ લાખનું ફર્નીચર અને ૧ લાખ જેટલો ખર્ચ પુસ્તકો અને મેગેઝીનો પાછળ થયો હતો. અને આ આખા પુસ્તકાલય ની ડિઝાઇન જે. સ્નેડ કે જેણે વોશિંગ્ટન ખાતે રહેલી “લાયબ્રેરી ઓફ કોંગ્રેસ” ડિઝાઇન કરી હતી એમના દ્વારા કરવામાં આવી હતી.
વડોદરાના માંડવી સ્થિત આ લાયબ્રેરી ના ગ્રાઉન્ડ ફ્લોર ને કોટા સ્ટોન ટાઇલ્સ થી અને બાકીના ઉપર ના 3 ફ્લોર મોટી કાચ ની પ્લેટ થી તૈયાર કરવામાં આવેલું. કુલ ૭૧૯ ટાઇલ્સ ફિટ કરવામાં આવેલી કે જે બેલ્જિયમ થી ખાસ મંગાવામાં આવી હતી . પુસ્તકાલય પાસે 350 થી પણ વધારે રેક છે કે જે 3 લાખ થી પણ વધારે પુસ્તકો સમાવાની ક્ષમતા ધરાવે છે.
ખાસ નવાઈની વાત તો એ છે કે જયારે ૨૦૦૧ માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે અહીંનું એક પણ પુસ્તક પોતાના સ્થાનેથી હલ્યું નહોતું.ભારતનું આ સૌ પ્રથમ જાહેર પુસ્તકાલય અને સૌથી જૂનું પુસ્તકાલય ૨૮૯૯૬૬ જેટલો વિશાળ પુસ્તકો ના સંગ્રહ સાથે દરરોજ ના સરેરાશ ૧૭૭૫ વાંચકો ધરાવે છે.
હાલમાં તો આ પુસ્તકાલય માં અત્યાઆધુનિક પધ્ધતિઓ પણ અપનાવામાં આવી છે. પુસ્તકો આપ-લે કરવા માટે કોમ્પ્યુટરાઇઝડ સિસ્ટમ ગોઠવવાં માં આવી છે. અને બાળ વિભાગ માં વિડિઓ ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
વડોદરા ને અત્યાધુનિક બનાવનારા આવા રાજા ને સત-સત નમન.
No comments:
Post a Comment