મન ખોજ મનોજ
હા મોજ મનોજ
બે શ્વાસ વચ્ચે જ
તક ખોજ મનોજ
આરાધન રોજ
છે તોજ મનોજ
સુરજ પર જીત
પા રોજ મનોજ
કોશિષ અથાગ
થા ગોડ મનોજ
મનનો માણીગર
રા ભોજ મનોજ
માણસ નામે મદારી લાગે છે
એટલે દાઢી વધારી લાગે છે
કોઈ ગરીબ નાં ચૂલામાં આજે
ખીચડી ખાલી વઘારી લાગે છે
એટલે પડદા બાંધ્યા આડા જો
રાજવી ની આ સવારી લાગે છે
વાતમાં કોઈ પહોંચે એમ નથી
ખોખલો હુંકાર ભારી લાગે છે
છોડવો પડશે હવે આને પણ
જૂઠની આને બિમારી લાગે છે
कौन सी कमी है मुजमे ढूंढा करता हूं
क्या फर्क है मुजने और उसमे ढूंढा करता हु
क्या वो ज्यादा खुबसूरत है ?
क्या उनका स्वभाव मुझसे अच्छा है ?
क्या वो तुम्हें सब दे पाएगा जो मैने नही दिया ?
मैं बस अपने आप से सवाल पूछा कराता हूं
मैं उनके जैसा क्यों नही बन पाया ?
मैने तुझे सब दिया
सच्चा प्यार भी किया
तकलीफ के वक्त तुम्हारा साथ भी दिया ।
तुम्हारे सभी शोख और सपने पुरे करने को कोशिश की मैंने
फिर भी तुम उसके पीछे क्यूं भागी ?
मैने क्या गलतियां की ?
काश की मैं वो होता जो तुमको अच्छा लगाता है ।
मरे विचार तुम्हें अच्छे नहीं लगे ?
या तुम्हें मेरा प्रेम गुलामी का एहसास करवाता था ?
या फिर मेरा सहवास तुम्हें परेशान करता था ?
तुम कुछ कहो यही में ढूंढा करता हूं.
सिर्फ मेरी ख़ुशी के लिए मुझसे मुहोब्बत की ?
या मूजपे तरस आ गई थी ?
मुजपे इतना उपकार क्यू किया ?
तुम मुझे चाहती ही नही थी तो पहले कहेना था
मेरा दिल और विस्वास तोड़ने की क्या जरुरत थी ?
मैंने भी हजार कोशिश की उनके जैसा बनने की
मगर नाकामियाब रहा
मैं अपने आप को बदल नही पाया
क्योंकि मैं मैं हूं
जैसा भी हूं तुमको बेईमतीहा चाहता हू
तुम्हें मंजूर है तो वापस चले आओ
तुम जैसी भी हो मुझे मंजूर है ।
मैं बस तुम्हें ढूंढ़ा करता हुं
મોઢું ચડાવ કે ઘડીક રિસાઈ જા
ભલે તું ગમે એમ કર સખી, થોડી વાર રોકાઈ જા
થોડી ઘડી હોય જુદા જાણે
વર્ષોથી મળ્યા નથી એમ લાગે
જીવતર જીવવા ના વાયુ
સ્વાસુમા ભળ્યા નથી એમ લાગે
મારી અધખુલ્લી બારી માંથી લગરિક તું ડોકાઈ જા
મોઢું ચડાવ કે ઘડીક રિસાઈ જા
ભલે તું ગમે એમ કર સખી, થોડી વાર રોકાઈ જા
ચાલ નાચીએ એવા થ્યા ઓરતા
ભીડ વચ્ચેય કોરાકટ ર્યાં નોરતા
ના ઊગ્યા એકેય બીજ તથ્યના
ભરચોમાસે કાળજીથી ઓરતાં
પથરાળ જમીન પર લીલીછમ વેલી તું કોળાઈ જા
મોઢું ચડાવ કે ઘડીક રિસાઈ જા
ભલે તું ગમે એમ કર સખી, થોડી વાર રોકાઈ જા
મળે પાણી ઝાંઝવાં પાછળ દોડતા ?
મળે મંજિલ સપના પાછળ દોડતા ?
ક્યું કાગળ લઉં ? ક્યાં કલર પૂરું ?
રહી જાય ના અધૂરું, ચિત્ર દોરતા
ચિત્ર, ઝાંઝવા કે સપનામા, તું ગમતિલું મુસ્કાઈ જા
મોઢું ચડાવ કે ઘડીક રિસાઈ જા
ભલે તું ગમે એમ કર સખી, થોડી વાર રોકાઈ જા
તથ્ય
એક ઝાડ રોપ્યુ છેે ફળીયે
ચાલ ત્યાં પંખી થઈ મળીયે
તું જળ થા હુ થાવ જમીન
ઝાડના જડેજડમાં ભળીએ
ઊડતા અણું તારા નામ નાં
વા થઈ એકમેકમાં ઢળીએ
આગ તું થા ને હું થાવ પતંગા
આપને સાથે મળીને બળિયે
છોડ બધી પળોજણ મનવા
નાખ વાત હૃદયના તળીયે
આવ કર ડીલ લાંબુ 'તથ્ય'
ખાટલો ઢાળ્યો મારા ફળીયે
બગડા અતુલ “તથ્ય”
ગાલ ગુલાબી તારા, વાળ કાળા ઘનઘોર સખી
મીઠડી મુસ્કાન તારી, મારા ચિત્તડાની ચોર સખી
આંખ અણીયાળી કાળી,
હાથ દરિયાની લહેર
ફૂલો જેવી ખૂબસૂરતી,
રૂપ તારું ખુદા ની મહેર
રંગ ગોરો ને નાક ઘાટીલું હોઠ નારંગી લાલ સખી
વિશાળ ને પહોળું તારું ભાગ્યશાળી ભાલ સખી
આંગળીઓ તારી કમળકળી
ને હથેળીમાં સૂરજ
કેળ સ્તંભ શા પગ ઘાટીલા
જાણે સોનાની તું મુરત
કમર કમસીન હસીન ઘાયલ જગને કરતી સખી
ચાલ તારી મદમાતીને નદીની જેમ વહેતી સખી
વ્રક્ષ તારું હેતાળવુને
તારી મુલાયમ કાયા સખી
જગસુંદરી લાગી મુજને
વાહ કુદરતની માયા સખી
જ્યોત સરીખું જીવતી અંધકાર તુજથી ડરે સખી
પાલવ તારો મમતાળુ ને વિશ્વ ને ઉરમાં ભરે સખી
कब तक मंदिर मस्जिद भटका करोगे
जीवन को बस युही व्यर्थ किया करोगे ?
अंदर द्वार खुला है भीतर में देखो तथ्य
जहा परम चेतन बिराजमान है
वहा की सुध कब लोगे ?
बस अंदर उतर जाओ
परम अनुभूति से अभिभूत हो जाओ
जिसने ही भीतर मे खोजा
वहीं ने ही पाया
"अहम्ब्रमास्मि "
દરિયો મારા ગાલ પર નો તલ
તલ મલકે ને વરસે આખી જાત
પેર'ણ ની બાંયુ માં હલેસા ચડાવી ને
છાતી માં ગવરાવું હું ખારવા
વહાણ જેવા સોણલા છૂટા મૂકી ને
મારે ગાડરિયા માછલાં ચારવા
તળિયાના જંગલમાં લાગેલી આગ
એને પરણે ઓલા વાવડાની જાત
તલ મલકે ને વરસે આખી જાત..
ઘુઘવાટા મારતા, ફીણ ફીણ થાતાં,
ખારવણના રાતાચોળ વ્હાલ
ફુંગરાતા ભરતા ક્ષીણ ક્ષીણ થાતાં
મખમલિયા દરિયાના વહાણ
ઓલા ઓગળતા દૂર ક્યાંય એંધાણ
એમાં ખોવાતા અંતરિયાળ ભાન
તલ મલકે ને વરસે આખી જાત..
થોડો તકરાર, પછી દરિયો છલકાય એવો પ્રેમ
બહેન હવે તું જ કે, મારે તારી વિના રહેવું કેમ ?
એક જ ક્યારી મા આપણે ખીલ્યા ને જીવ્યા
આવશે હમણા એવો થાય છે વારે વારે વ્હેમ
હાથ રેશે સુનો મારો હવે રાખડી વિનાનો પછી
મારા હૈયાના ખાલીપા ને સમજાવું જેમતેમ
આંખો ભીંજાતી ને ઘર આખુ રડે અનરાધાર
ચોધાર આંસુમા છલકાતી હેતથી વાવેલી વેલ
બહેન હવે તું જ કે, મારે તારી વિના રહેવું કેમ ?
- તથ્ય
હાઈકુ
શ્વાસ વેચવા
લાગ્યા અમીરો અહીં
મોંઘા ભાવ થી
આટલા વર્ષો
પછીય ડંખે નાગ
વર્ણ વાદ નો
આડા પડદા
ઝૂંપડી ઢાંકવા ને
બાંધે રાહ મા
રાજા આવે વેચવા
ભાષણ ગરીબી પે
રણઝણ રણઝણ વાગી રે;
રણઝણ રણઝણ વાગી,
સુતેલી શમણાં જાગી રે;
રણઝણ રણઝણ વાગી.
માતેલા ધોડા બાંધો જરીક એને રોકો લગરિક
શ્વાસુમા ઠેસ એવી લાગી રે; રણઝણ રણઝણ વાગી,
રણકારો અંદર થી મીઠો
સંભળાય જાણે વીણા.
માલિકોર મોરલા માનીતા
ગહેકતા જીણા જીણા.
અજવાળું આવીને આંખ્યું માં સમાયુ જરીક
દર્શનની એષણા ભાંગી રે; રણઝણ રણઝણ વાગી.
શ્વાસુમા ઠેસ.....
સ્પંદન પણ સોંસરવું
ઉતરી ગયું પછી તારે
ધગધગતો ગોળો ઉજળો
પણ આતમ ને ઠારે
દેખિલો ભિતરિયે સાજણા ખોલી ને આતમ વરીખ
સુરતા શૂન્ય અગાધ લાગી રે રણઝણ રણઝણ વાગી
શ્વાસુમા ઠેસ........
આયખાને જોઈએ છે હૂફ, કોઈ આપો તો થાય
કોરા કોરા દરદ ભર્યા દા'ડા, કોઈ કાપો તો થાય
ઇંધણા વીણી વીણીને કર્યા એકઠા
આમ ક્યાં સુધી ઘૂંટ્યા કરશું એકડા
આ લાશું ને બાળવા સિવાય, કોઈ દાટો તો થાય
આયખાને જોઈએ છે હૂફ, કોઈ આપો તો થાય
પેટ નો ખાડો વધી ને ચોંટ્યો છે તાળવે
મૂઠી દઈ ધાન કોઈ કાગળ મા ફાળવે
અંધારા ઝૂંપડામાં સૂરજને ઉગવા રાતો તો થાય
આયખાને જોઈએ છે હૂફ કોઈ આપો તો થાય
સુકાયેલી જિંદગીને જીવવા શ્વાસોને નાથો
પાણાને કંડારવા થાવ જો ટાકણાનો હાથો
ગરીબીથી દૂર મનની કહેલી ઘણી વાતો તો થાય
આયખાને જોઈએ છે હૂફ કોઈ આપો તો થાય
ભૂખ્યા હો એને ખબર હો બધી ભૂખની
આંખ્યું અડબાવ વાટું જોવે છે સુખની
તું હવે હૃદય ખોલી ને નહી બોલે.
કદાચ હું પાણી વગર માછલી ની જેમ તરફડિશ
તોય તું પાછું વાળી ને નહી જોવે.
હજારો સપના ગુથી ને
બે બાહ ફેલાવી ને તું કિનારે ઊભી હતી.
મધદરિયે થી આવતા વહાણના કાફલાના સ્વાગતમા
પણ તારા સપના ચૂર ચૂર થયાં
માણસ રાહ પણ કેટલીક જોવે ?
થાકે પછી કોઈ ની પણ દિશા ને દશા ફરી જાય હો
હું સમજુ છુ.
કાફલો કદાચ
વળતા પાણી ને ઉલ્ટા પવન આગળ લાચાર હશે !
ભુલ સ્વીકારી ફરી પાછો આવે તોય,
કદાચ તારો એ અસલ ભાવ જોવા નહી મળે
જીવનનો અફસોસ અને ચારેબાજુ નું અંધારું
બંને બાજુ થી હવે કોરી ખાય છે.
ચારેબાજુ થી ઘેરાયેલું એકાંત હવે જંપવા નથી દેતું.
શબદ સમજ લે, સાંસ મે સમેટ લે હોગા બેડા પાર પ્રકાશા
પાર પર સે પડળ હટાદે, સુવાસા હો અપની આધાર પ્રકાશા
ચર્મ ચક્ષુ સે દિખતા નહીં વો, ના ગંધ મે સમાતા હે
ના ઉસે તુમ છુ સકતે હો, ના બંદિશો મે આતા હે
અપની જાત ભૂલાકે સમર લો, નાં વો નર હે નાં નાર પ્રકાશા
શબદ સમજ લે, સાંસ મે સમેટ લે હોગા બેડા પાર પ્રકાશા
ધ્યાન લગાના, કિસ પે લગાના ? ગોવિંદ દિયા સમજાય
ઘટ મે અગાધ તુંબા બાજે, નાદ સે ઉપર સોઈ ઘર જાય
નાભિ ગુલ સે ઉપર ઉઠકે ઝાલરી ખુદ હોગી રણુંકાર પ્રકાશા
શબદ સમજ લે, સાંસ મે સમેટ લે હોગા બેડા પાર પ્રકાશા
સુવાસા સે હર દ્વાર ખૂલેગા, તેજ બિંબ સા હોગા
રતી જતી કા ભેદ મીટેગા, સ્વયમ કા વો ભેદ ખોલેગા
નિર્મળગોવિંદ કી સાન મે સમજા, તથ્ય કો દિયા તાર પ્રકાશા
શબદ સમજ લે, સાંસ મે સમેટ લે હોગા બેડા પાર પ્રકાશા
ખુદા અને બુદ્ધ છે મારા પિતા
અંતરમન થી શુદ્ધ છે મારા પિતા
લાગતા કઠોર પણ ઉપર છલ્લા
ભાવ થી સમૃદ્ધ છે મારા પિતા
વેદ વાચું કે પુસ્તકો હજારા
જ્ઞાનથી પ્રબુદ્ધ છે મારા પિતા
સાવ સાદા લાગે પણ અનુભવે
શિવ સમાન રુદ્ર છે મારા પિતા
વચન વિવેકી ને અડગ લાગતા
અસત્યની વિરૂદ્ધ છે મારા પિતા
એમ હારે તો જીવ દઈ દે 'તથ્ય'
સ્થિતિ સામે યુદ્ધ છે મારા પિતા
मुझे नफरत है उन लोगो से
जो बाते बड़ी बड़ी करते है
पर देश से गद्दारी करते है
प्लास्टिक का उपयोग करने पर मनाई करते है
खुद प्लास्टिक की फैक्टरी खोल कर बैठे है
नशा खोरी पर विरोध करने वाला ही
दारू की दुकान पर हफ्ता वसूलता है
तंबाकू के पैकेट पर केंसर दिखाकर
तंबाकू उगाता है तंबाकू बेचता है
और लोगो को मूल्यों की सीख देता है
तंबाकू चबाने से केंसर होता है ।
विदेशी वस्तु का विरोध करने वाला
खुद विदेश से टेकानोलाजी मंगवाता है
पड़ोसी का विरोध करने वाला
खुद वहा जाके जयाफत उड़ता है
आयुर्वेद के नाम पर ना जाने कितने ड्रग्स बेचे जाते है
विधर्मी समुदाय का विरोध करने वाला व्यक्ती
खुद अपनी बेटी का निकाह वहा करवाता हे
गौ मांस के नाम पर हुल्लड़ मचाने वाला
खुद गौ मांस की फैक्टरी लगवाता है
गरीबों की रोजी रोटी छीनकर अपने आप को दानवीर कहलाने वाला व्यक्ति खुद बेवफा है
वंदे मातरम् का नारा बुलाकर
दे लात मारता है और बोलता हे धर्म खतरे में है
- Tathya
તનથી તંદુરસ્ત રહી તમે કુપોષણને ટાળો
હર્યો ભર્યો રાખોને તમે પરિવારનો માળો
તાજા માજા રહેવા માટે ખાવને લીલા શાકભાજી
કુદરતે આપી છે તમને ભાત ભાત ની ભાજી
સંભાળ તમારી રાખી તમારાં બાળ ને સંભાળો
વહેલા ઊઠો યોગ કરો ને મનથી રહો રાજી રાજી
કઠોળ ખાઈને લોકો તમે સર્વ રોગને ખાળો
તનથી તંદુરસ્ત રહી તમે કુપોષણને ટાળો
જેવી મા તેવા બાળ આ કહેવત પુરાણી પડી સાચી
સમજણ સાચી રાતનો પડેલો ખોરાક ખાવ ના વાસી
હાડમાસના આ દેહની તમે સાચવણ મજાની રાખજો
પેલું સૂખ તે જાતે નર્યા તો આ કૃપા કરે અવિનાશી
મન થી તંદુરસ્ત રહી તમે સુખ જીવનનું માણો
તનથી તંદુરસ્ત રહી તમે કુપોષણને ટાળો
સરકાર ની આ નેમ છે ને અમારા સહુ નો વિચાર છે
પોષણ કડી ના ગુથેલા આ સૌથી સવાયા આહાર છે
નવા વિચારો લઇને આવશે જો કુરિવાજોને છોડશો
ઘર માં સુખ ખૂબ આવશે એ માતા પર આધાર છે
તથ્ય કે માનવ તમે આ કુપોષણ ને જાણો
તનથી તંદુરસ્ત રહી તમે કુપોષણને ટાળો
- તથ્ય
પવન પૂતળી ભાળી
સુવાસે સુવાસે માણી મે પવન પૂતળી ભાળી
ડાબે જમણે એક થઇ ને પડે ગગનીયે તાલી
શંખ ઘૂઘવતો અંદર
જાણે માતેલો સમંદર
ફૂલ સરીખું ફોરમ થઇને મહેકાવે વનમાળી
સુવાસે સુવાસે માણી મે પવન પુતળી ભાળી
અઘોર નગારે જાગે
જાણે અંદર જંતર વાગે
તેજ બિંબમાં હજારો સૂરજ સમી દરશાણી
સુવાસે સુવાસે માણી મે પવન પુતળી ભાળી
તાળવા વચ્ચે શૂન્ય સુવાસા
તથ્ય ઓર હો જાયે પ્યાસા
અર્ધ બીડેલી આંખો મધ્યે નાચે છે અર્ધનારી
સુવાસે સુવાસે માણી મે પવન પુતળી ભાળી
છાતીમા હુંફાળો માળો બાંધીશુ પછી
આંખ્યુમા મલ્હાર મંજૂર
આંગળીમા કરતબ કરામાત રાખીશું પછી
પગની મંજિલ ચકચૂર
ખળખળ વહેતા ઝરણાને કહીશું પછી
વન વન વહેજે ભરપૂર
સૂકા ભઠ રણમા ઝાડવા વાવીશું પછી
રેતીલા ઢુવા ચૂર ચૂર
બરફીલા પહાડોને ખૂંદી વળીશું પછી
શીતળતા ચિત્તની મગરૂર
મોતીડાં શોધવા દરિયા ખુંદિશું પછી
માતિલા મરજીવા મશહૂર
આકાશી તારલા વીણવા નીકળીશું પછી
હૈયામા હિંમતનું નૂર
ગામ ગામ નગર નગર ગુલ રોપીશુ પછી
મોજીલા મહેકશું મધુર
ગાવામા ગમતીલા ગીતડાં ગોતીશું પછી
ગાશુંને ગહેકશું આ સુર
ચામડી ચમકીલી લિસ્સી મઢીશું પછી
દૂર દૂર આવશે ના ભૂર
મરજી મુજબ નું તથ્ય જીવી લઇશુ પછી
મરવામાં આવશે ગરુર
તથ્ય
यहां कोई भूखा मर रहा है; और देश का विकास हो रहा है !
यहां कोई जेब भर रहा है; और देश का विकास हो रहा है !
भगदड़ मची है लोगो में की कैसे अपनी जान बचाई जाए ?
यहां कोई बच्चा रो रहा है; और देश का विकास हो रहा है !
भूखे पेट कुछ सुजता नहीं हम क्या करे तुम्हीं बतावो दोस्त.
यहां कोई जान खो रहा है; और देश का विकास हो रहा है !
ना ठिकाना है अपना, ना सर ढंक ने की कोई जगा है यहां
यहां वो बेसहारा हो रहा है; और देश का विकास हो रहा है !
रास्ता भी बहुत लंबा है और हमने भी जूते नहीं पहने पैरों में
यहां मंजिल खोज रहा है; और देश का विकास हो रहा है !
ना कोई धंधा है ना रोजगारी है बस पेट में भूख है बीमारी है
यहां कोई नंगा सो रहा है; और देश का विकास हो रहा है !
सुखी आखो में नींद नहीं नहीं जीवन में चेन कोई मिला है
यहां सभी अमीर सो रहा है; और देश का विकास हो रहा है !
कोई रोटी खोज रहा है वहां कोई नई नई जीने की तरकीबे,
यहां कोई सांसे खो रहा है; और देश का विकास हो रहा है !
" तथ्य "
મને હજુય યાદ છે હો..
તુ મસ્ત સ્મિત કરતી દાદર ઉતરી ને
આવી ને ઊભી રહે
નજીક નહીં ને દુર પણ નહીં
એમ થાય કે કાંઇક બોલે
પણ આંખો વાંચી શકાય
તેટલું જ સ્માઈલ
જાણે આખો ઉનાળો ધોમધખતો ને
કોઈ મીઠી લહેરની જેમ વાવડો હૈયામા ટાઢક ઉમેરી
રૂંવાડા ઉભા કરી જાય
ભાતીગળ વિચારોને આકાર આપાશે
તેં પહેલા ઓઝલ થયી જતા દિવસો
મને હજુય યાદ છે હો...
ફરી પાછીએ અલ્લડ
બગીચામા, મેદાનમા કે આંખોમા
ઘૂમતી વસંત નાં પતંગિયા જેવી તુ
જોયને મનોરથ જાગે તેવી
એક સ્માઈલમા બધુ સ્થગિત થયી જાય
ખાલી લહેરખીની જેમ આવી ને
બારણે આવીને ઉભે
મને હજુય યાદ છે હો...
લાગણીનાં ધોધ સાથે વરસતા પલળતા
ધીમેથી પૂછાતા
સૂરોની ધડકન સાથે જૂમતા
આંખનાં ઈશારા
કૈ કેટલુંય કહી જાય
તોય મૌન રહીને બધુ સહી જાય
આખો જન્મારો બસ એમ જ વહી જાય
મને હજુય યાદ છે હો...
_ અતુલ બગડા "તથ્ય"
આજ હું એક સુંદર પરી સાથે ફરી આવ્યો
લાગણી તેની સાથે હું એકમેક કરી આવ્યો
તેના ગુલાબી ગાલ પર ફિદા થઈ ને પછી
હૃદય મારું હું તેના હાથ માં ધરી આવ્યો
એની મુલાયમ કોમળ ત્વચા મારા ટેરવાથી
ઓળઘોળ થઈ થોડું હું સહેલાવી આવ્યો
અંગ ઉપાંગો એના જાણે રૂપાળા પરી જેવા
છાતી સુધી હું આંખોથી એને ભરી આવ્યો
એનું હાસ્ય જાણે સ્વર્ગનું સુખ મળે તેવું
ગળાડૂબ થાવ તેટલો પ્રેમ હું કરી આવ્યો
સપનું છે તેને પામી લઉં હૃદયનાં ઊંડાણથી,
તે સદા રહે તેવું ખુદા પાસે માંગી આવ્યો.
તેને જેટલું ચાહું, તેટલું ઓછું પડે છે "તથ્ય"
ચીકુ ઉરના ફૂલો, હું તારા નામે ધરી આવ્યો
આવજો.. જાવ છું એવું પણ ના કહ્યું ??
તમને જાણે પાંખો ફૂટી છે !
આકાશ આંબવાની
આકાશ ને પામવાની
થોડું પાછું વાળી તો જોયું હોત દોસ્ત ?
તો મનેય હાશકારો રેત
મે ક્યાં ઈચ્છ્યું'તું જીવન ભર સાથે રેજો એમ
તમને લોહીના એક એક બુંદમા સાચવ્યા'તા
પવન, તડકો ને વરસાદ મા
મે બહુ સહન કર્યું'તું હો
બસ હવે
જીવન નો સૂનકાર કરડવા દોડે છે.
કલરવ અંદરથી મરી રહ્યું છે.
મારી પાસે પાંખો નથી એટલે ને હે ???
તમે જડ ગણી લીધો હશે કદાચ
પણ હું જીવું છું હો તમારા શ્વાસોથી
તમારા ટહુકાથી
મને શણગાર્યો ને પછી છોડી દો
એવું ના કરો ને યાર..
ભલે ત્યારે
તમે થાકો ત્યારે પાછા આવજો
હું તમારા માટે છું. તમારો જ છું.
મારામાં થોડા કાંટા છે, પણ હૂફ પણ છે હો..
ભલે તમે ના કહ્યું : હું જાવ છું
તોય આ હૃદય ના દ્વાર સદૈવ ખુલ્લા રહેશે
તમારા માટે
તથ્ય
એમ કરગરવું નથી
ચૂપ થઇ મરવું નથી
બીક રાખી જીવશે ?
આગ થા ઠરવું નથી
સામે થી આવે ભલે
મોત થી ડરવું નથી
છો કિનારે ડૂબતો
લાશ પર તરવું નથી
ફૂલ કે કાંટા થયે
રાહ મા નડવું નથી
છે તથ્ય તું ખૂદનું
જૂઠમા જીવવું નથી
ગાલગા ગાગાલગા
No comments:
Post a Comment