Atul from

Saturday, 1 November 2025

તથ્યની કવિતા 5

 1

ફૂલ ચમેલી

તે ઝરૂખા ની વેલી

શ્યામ મળતા 

જાણે હેતની હેલી

હરખ ઘેલી સખી 


2

સરહદ થી

દીકરો આવે ભૂલી

સાન ને ભાન 

જો મમતાળુ માતા 

દોડી હરખઘેલી 


3

ગોકુળ છોડી 

માળવા હરિવર 

હરખઘેલી

ગોપી ચાલી તરસી

નદી મળવા દધિ


૧૦ તાન્કા 


(૧)

અતુલ તારા

શબ્દોનોખા વાંચવા 

તરસી આંખો

લખતો રહે કવિ

કવિતા નામે પરી 


(૨)

દર્પણ ઘેલી

રૂપ જોવા ખુદનું

તરસી આંખો

બળે આગે જોબન

પ્રેમ પ્યાસી જોગણ

 

(૩)

તરસી આંખે 

જળ માટે હરણાં

રણે દોડતા 

તરવર ઝાંઝવા

તરવર સોણલાં


(૪)

માળો છોડી ને

આભ આંબવા પંખી

પસારી પાંખો 

જૂકે સાત દરિયા

તૃપ્ત તરસી આંખો 


(૫) 

તે દુકાળીયો

મીટ માંડીને જોતો

તરસી આંખે 

આભે વાદળ આવે

મીઠા સપનાં લાવે 


(૬)

માળો બંધાશે ?

ઝંખે ઝાંખરું, પંખી

તરસે આંખો 

લીલાં ફૂટશે પાન

વધશે માનપાન 


(૭)

નેજવું કરી

સાજણ વાટે જૂરે

તરસી આંખે

ઘેલી પગલી ગોપી

હૈયે વિરહ રોપી 


(૮)

ખાલી સુરાહી

જી આકળવિકળ

તરસી આંખો

કા દે જામ ભરીને

કા તું આવ સજીને


(૯)

પેલી પારના

મરજીવા આવતા

કિનારે ઊભી

શોધતી ખારવણ

તરસી આંખે, અંધ.


(૧૦)

ભેંકાર ગઢે 

ચોમેર ફરે જીવ

તરસી આંખે 

અહી વીત્યું શૈશવ

અહી હણાયો વિર


સામે પારથી 

મરજીવા આવશે 

રાહમાં ઊભી 

શોધતી ખારવણ 

તરસે હૈયું, અંધ.



(૧)

લોભી મનડું

જોવાને આજ પૈસા

તરસી આંખો

 (૨) 

આવો ને વાલા

કરુ હું કાલાવાલા 

તરસી આંખો


(૩)

ભૂખ્યાં બાળકો 

અનાજ કાજે માં ની

તરસી આંખો

 

(૪)

સુકાય જગ 

મેઘ વરસ હવે

તરસી આંખો

 

(૫)

માં અંત પંથે 

લાડકો સરહદે 

તરસી આંખો

 

(૬)

જીવ જાય ના

અંતિમ દર્શન દે

તરસી આંખો

 

(૭)

હવે તો આવ

સખી શોધું છું તને

તરસી આંખો 


(૮)

તરસી આંખો

કુણી નજરું વિના

તૃપ્ત થાઉં ક્યાં ? 


(૯)

જોગી ભેખ મા

જાગતો ભગવંત

તરસી આંખો

 

(૧૦)

કામણ તારા

જોવા તલખે તથ્ય

તરસી આંખે




લાલ ગુલાબી વસ્ત્રનો તું તહેવાર સનમ 

મીઠું મલકાતી નાજુક નમણી નાર સનમ


રંગ તારો અતિ રૂપાળો નજરુને ગમતો

સ્વાદ માં તું કેસર કેરીની વખાર સનમ


આંખો કાજરાયેલી જાણે દરિયો આખો

ચહેરો તારો રૂપ રૂપ નો અંબાર સનમ


નાક તારું પોપટિયું, કપાળ ખૂબ સુંદર

ગાલ તો જાણે મસ્તીનો મલકાટ સનમ


હોઠ નારંગીની ચીર, ઉપર મારકણું સ્મિત

દાંત ચમકીલા, શબ્દ ફૂલોનો હાર સનમ


વાળ નાગણની ફેણ જાણે વાદળપરી 

અંગે મદમાતી ઘાટીલી તું નાર સનમ


ગળું તારું ગોરું ને પાછું મીઠું ગહેકતું 

ખભા તારા જગત નો આધાર સનમ


આંગળા કૂણાં, હથેળી ભાગ્યશાળી

હાથ તારા જાણે નદીયાની ધાર સનમ


વ્રક્ષ તારું ગુલાબી ને ટેકરી મુલાયમ !!

ટોચ તો મખમલી કાતિલ ધાર સનમ


ઉરોજ વચ્ચેની ખીણમાં નજર ઘૂમતી

નાભી સુધી મસ્તીનો આકાર સનમ


પેટ તારું ઘાટીલું, કમર તારી કામિની

લચકતી ચાલ પે ઘાયલ સંસાર સનમ.


અંદર કમળ પંખૂડી રાતી અદભૂત હશે 

જાણે સુગંધી અત્તરનો છંટકાર સનમ


પગ તો કેળના સ્તંભ સમ ને ગોરાગોરા

તું નખશિખ વીજળીનો ચમકાર સનમ


ધડકન તારી તેજ, બદન ખૂબ સુગંધી

શ્વાસ માં બાંસુરી નો ઝણકાર સનમ 




તું આવશે? ભાળ મળશે ? તરસી આંખો

ગળે વળગાડું કેમ ? વિચારે વરસી આંખો

યાદ કરુ એ પાદર નું દેરું 

જેનું સ્થાન હૈયે અદકેરું

જૂનું આપણું તે સંભારણું 

તું થઈ'તી મારી પહેલી ભેરું

તનેય સ્નેહ ઉરમા છે એવું વરતી આંખો 

તું આવશે? ભાળ મળશે ? તરસી આંખો

તરુણ થયાં ને સાથે ભણ્યા

નજરું ગુથી ને સપના ગણ્યા

કવિતા લખી ને ફુલો ચૂંટ્યા 

યુવાની બાજુ પગલાં માંડ્યા

જીવ્યા મર્યાના કોલ, આપ્યા કરતી આંખો 

તું આવશે? ભાળ મળશે ? તરસી આંખો

યુવાન વયે સમજણ આવી 

અમીરી ગરીબી સાથ લાવી

વિરોધના વંટોળ વચ્ચે પણ

સાથ નિભાવે જીવતર તાવી

સાથ છૂટશે? વિચાર કરીને મરતી આંખો

તું આવશે? ભાળ મળશે ? તરસી આંખો

બાપુ એ શણગારી છે વેલ

તું સાજણ કેડો મારો મેલ્ય

આબરૂ રૂપે પરદેશી હું પંખી 

સબંધ તારો સમાજ ગણે ખેલ

ક્યારે આવશે તું, હીબકાં ભરતી આંખો

તું આવશે? ભાળ મળશે ? તરસી આંખો



પંખી માળે પહોંચ્યા


શ્યામ કેસર ઘોળ્યા રે પંખી માળે પહોંચ્યા

નભથી તિમિર ઢોળ્યાં રે પંખી માળે પહોંચ્યા


ગામ ઊપર નજરું રાખતા, પારેવા ભોળુડા !

રહે ના કોઈ એકલ દોકલ, માં ભેગા બાળુડા

વનથી ગોધણ વળ્યા રે પંખી માળે પહોંચ્યા

શ્યામ કેસર ઘોળ્યા રે પંખી માળે પહોંચ્યા


દિન આખા થાક ઉતારે બેસી ઘરના મોભે

મનથી ઉજળા જોને, મસ્ત મજાના શોભે

સપ્તમ્ રંગે રોળ્યાં રે પંખી માળે પહોંચ્યા

શ્યામ કેસર ઘોળ્યા રે પંખી માળે પહોંચ્યા 


અંધારાની ભરતી ચડતી અજવાળા નગરમા 

પરમ પામવા મથે કેવાં અંતરિયાળ ડગરમા !

દોનું આપસ મળ્યા રે પંખી માળે પહોંચ્યા

શ્યામ કેસર ઘોળ્યા રે પંખી માળે પહોંચ્યા


સુરજ આથમે ચાંદો ઉગે ધટના કુદરતી ધટે

શ્વાસ અજંપા જપે આ ખેલ માંડ્યો છે નટે

કેસરિયાળ કોળ્યા રે પંખી માળે પહોચ્યા

શ્યામ કેસર ઘોળ્યા રે પંખી માળે પહોંચ્યા




જીવતર ને…


જીવતરના જોડાને ટેભા ભરી સીવી,

તેમા લગરિક લાગવી તેલ

ભાયા હવે તો નવાબી મેલ !


ઉધઈ લાગી તોય છોડ્યોના સપના નો બાજોઠ

ભણતર તો સહેલું પણ આપણે રહી ગયા ઠોઠ

રજવાડું ભોગવવા ની લાલચ મા તથ્ય આપણે 

અંતરિયાળ કુવે ભોગવી ને ભોગવી તે કઈ જેલ


ભાયા હવે તો નવાબી મેલ !


કિનખાબી પડદાની પાછળ, જોયા કરે કિરતાર

ફાટેલી ચાદર મેલા ઈ લૂગડાં, વિખાયા તારતાર

બગીચાના ફુલો, કુંડાના છોડવાની હોડમા જોને 

પાણી વિના સૂકાઈ ગઈ, બારસાખે ઉગેલી વેલ 


ભાયા હવે તો નવાબી મેલ !


આખીય રાત ઉજાગરામા બોવ મોડી પડી સવાર 

સુસળી આંખે તગતગતા તારલા ગણ્યા વારંવાર

આંગળી મા માળા ને માળામાં આંગળી ફેરવતા 

સુખની ઝંખનામા કેટલાય કર્યા જીવતર ના ખેલ


ભાયા હવે તો નવાબી મેલ !


તથ્ય


ગળા સુધી આવી પાછું વળી જાય છે

આ ડૂસકું તો જો કેવું છળી જાય છે

નથી હસવા દેતું નથી રડવા દેતું મને

આંસુ બની આંખ માં ને દડી જાય છે

દાજતું ને વળી દાજડતું ભીતર માં

રુદન બની ને આખું લોહીમાં ભળી જાય છે

મોહરા માં એમ ક્યાં સુધી રહેવું કહી દે

હસુ તોય આંખ માંથી વહી જાય છે




ગાલગા ગાગા ગાલગા ગાગા 

તે હજી થોડા ભરમ માં જીવે

જે નથી તેવા કરમ મા જીવે 

જાણભેદુ ભેદી ગયા શ્વાસો

મોજ લેરું ના ધરમ માં જીવે

તેમની ઈચ્છા છે અઘોરી શી

હું કહું તેથી શરમ માં જીવે

માયલો જંખે આવને ખુદા

લાગણી કેવા મરમ માં જીવે ?

કોઈ તો ઉઠો મોત પહેલા

કેટલા આવા કફન માં જીવે ?

આપજો માથું તમ સત્ય કેડે

ખુદ ખુદા, જો જહન મા જીવે






માણસ સાઠીકડા નો મહેલ

અંદર થી થૈ ગયો સાવ ફેલ

છાયડાના સપનાઓ જોતો ને જુલતો રહ્યો કોઈ આંકડે

ભૂખથી તરસતો ને આંખથી વરસતો બેઠો રહ્યો કોઈ બાંકડે

લાગણી ને વલખતા દરિયાની પાર કોઈ આવે તો કહેજો સૈ

સહારાના રણમાં ઘુમરાતા દલ દલ માં કોની જોતો ઇ વાટ રે

અંદર થી થૈ ગયો એલફેલ

માણસ સથીકડા નો મહેલ

ભેકાર શી નગરીના દ્વારે થઈ ચોકીદાર, પહેરો શાને તું ભરતો ?

મૃત આ સમુંદર માં ડૂબતો નથી તોય લાશ થઈ શાને તું તરતો ?

સોનેરી ઈચ્છાઓ વાંઝણી રહી તોય મૂકતો નથી આ મમત

પકડી રાખી ને પછી છોડતો નથી આવું ભલા શાને તું કરતો

કોરાણે આયખા ને મેલ

માણસ સાઠિકડા નો મહેલ




માણસ નામે બફારો, અંદરથી ઉઠે ધખારો

જઠરાગ્નિ નો વધારો, કયાક તો આતમ ઠારો

ઊંઘવાની સાયબીની મોંઘી મિરાત

ઝાડવા ને ટેકે સૂતો ઓઢી નીરાત

સપનામાં વાલમ ને મળ્યાની હાશ

સ્વયં ને જોયો તો લાગ્યો વિરાટ

ખોટો કર માં લવારો, અંદર થી ઉઠે ધખારો

જઠરાગ્નિ નો વધારો, કયાક તો આતમ ઠારો

એમ તો કેટલી વાતો છે જીવન ની

રણ વચે એમ ઉભો જાણે સંજીવની

મૃગજળ પાછળ હાફતો, તોય દોડતો

તરવર છે બધું ક્યાં ખબર છે તળ ની

ઉજ્જડ વન નો ઠઠારો, અંદર થી ઉઠે ધખારો

જઠરાગ્નિ નો વધારો, કયાક તો આતમ ઠારો




              મહાત્મા ગાંધી


એવા ગાંધી અમ બાળકો ને ગમતા જી રે

જે બધા નમતા તે બધા ને ગમતા જી રે

                 એવા ગાંધી અમ બાળકો ને ગમતા જી રે...

 ખાદી ની ટોપી માથે, આખો માં ચશ્મા 

હાથ માં લાકડી લઈ દેશ ભમતાં જી રે

                 એવા ગાંધી અમ બાળકો ને ગમતા જી રે...

લોક ને જગાવી ને જીવતા શીખવાડે

આઝાદી માટે ગોરા સામે લડતા જી રે

                  એવા ગાંધી અમ બાળકો ને ગમતા જી રે...

સફાઇ પોતે કરતા ને સાદાઈથી રહેતા

પ્રાથના માં વૈષ્ણવ તેઓ ભજતાં જી રે

                  એવા ગાંધી અમ બાળકો ને ગમતા જી રે..

કાલુ કાલુ હસતા, એવું ગુરુજી અમારા

કે`તા કે માં જેવું વહાલ ગાંધી કરતા જી રે

                 એવા ગાંધી અમ બાળકો ને ગમતા જી રે..

સપનામા આવ્યું તુ ગાંધી બન્યો છું હું

દેશ સેવા ના કામ મારે કરવા જી રે 

                એવા ગાંધી અમ બાળકો ને ગમતા જી રે..


                          કવિ : અતુલભાઈ બગડા _"તથ્ય"






તું ફકિરીમાં જૂમ ભાયા !

ઇધરઉધર ના ઘૂમ ભાયા.


આગ લોહીમે લાગે કદી,

પાડતો ના તું બૂમ ભાયા.


ચૂંટણી માથે આવતી તો,

ડોગ હિલાતી દુમ ભાયા !


ખૂબ પીશે ઘરબાર વેચી !

રાખશે ભાડે રૂમ ભાયા.


જાગ સૂતેલો જાગ મનથી,

થાશ આખો તું ગુમ ભાયા.


        - અતુલ બગડા "તથ્ય"



जब तक हूं मैं

तब तक तू जि ले मेरे दोस्त

जब मैं चला जाऊंगा

तो फिर कभी वापस लौट के नही आऊंगा

थोड़ी खुशियां है थोड़े गम है 

थोड़ी मोज मस्ती भी है

कभी गंभीरता से काम भी किए है।

क्यूंकी मेरे बिना तू नही जी सकता 

और तेरे बिना मेरा कोई वजूद नहीं है 

सांसे चलती है, धड़कने चलती है

कभी तेज तो कभी शांत बहती रक्त की धारा 

कभी खामोश तो कभी बोलती हुई आंखे

अपने अनुभव से उदभवे विचार

कोई दिल से जुड़े संबंध

ऐ सभी छोड़ कर अगर चला गया तो??

तू क्या करेगा.. यूंही तेरे से कुछ होगा नही

धड़कने रुक जायेगी, आंखे बंध हो जायेगी 

सांसे रुक जायेगी, सब शांत हो जायेगा

तभी मैं, में नहीं रहूंगा

पवन की भाती चला जाऊंगा

तुम्हें कहे बिना चला जाऊंगा

तुम्हें पता भी नही चलेगा

मेरा तो कोई नाम नहीं है 

और तेरा नाम भी नही रहेगा

बस कुछ लोग कुछ दिन याद करेंगे

थोड़े रोएंगे, फिर भूल के अपने काम में व्यस्त हो जायेंगे.  


तथ्य 



बहुत फक्र है मुझे मेरी मुस्कान पे

क्युकी मेने अपना दर्द किसको नही बताया 

मैंने कभी किसी के सामने

अपनी खुशी के लिए हाथ नही फैलाए

जो मिला उसका स्विकार किया 

किसी भी चीज की फरमाइश नही की मैने 

मुझे समझ पाना बहुत मुश्किल है

क्योंकि मेरे जीने का अंदाज सबसे अलग है 

कपड़े, चाल ढाल वाणी व्यवहार सबसे अलग

में अपनी खुद की मस्ती में रहता हु 

सभी के लिए हु मै, मगर खुद की परवाह नहीं करता

मैने ज़िंदगी में ज्यादा कुछ हासिल नहीं किया 

मगर खुश हूं, मैं अपनी नजरों में कभी गिरा नही 

कुछ पाने के लिए मैं अपने तथ्य को हारा नही






હજીય રમકડું બનાવીને રમો સજન

નિર્જીવને શુ ગમો-અણગમો સજન 

તમે કહેશો એટલુ જ તે બોલશે

ના ક્યારેય દિલના રાજ ખોલશે

તમારી મુસ્કાન ઉપર એ જોકર 

તમે જેમ નચાવો એમ એ નાચશે 

આમ જ ચાવી ફેરવો ને રમો સજન

હજીય રમકડું બનાવી ને રમો સજન

નિર્જીવને શુ ગમો-અણગમો સજન 

રાખો કે પછી છોડો, તોયે હસતો રહેશે 

મારો કે પછી તોડો, તોયે હસતો રહેશે 

તાળીઓ પાડતો, કૂદકા મારતો, નિર્દોષ 

મો ભાંગે એમ પડતો તોયે હસતો રહેશે 

અંદરથી તૂટ્યો છે ઘડિક ખમો સજન

હજીય રમકડું બનાવીને રમો સજન

નિર્જીવને શુ ગમો-અણગમો સજન 

તમારી માટે એ આખી રાત જાગે છે 

તમારી આગળ કઇ ખાવાનું માગે છે ?

તમારું જ મનોરંજન કરવા માટે તો 

રમકડું ખુદની જાત મિટાવી જાણે છે 

તમે ખૂલ્લા આકાશમાં ભમો સજન 

હજીય રમકડું બનાવી ને રમો સજન

નિર્જીવ ને શુ ગમો-અણગમો સજન 

હવે છોડો એ ખખડધજ લાગે છે

કેટલા સમયથી સાચવ્યો લાગે છે 

એનાથીય મસ્ત રૂપાળું મળી જાશે

તથ્ય જો તું જૂનો પુરાણો લાગે છે.

વિશેષ મળશે બજારમા ફરો સજન 

હજીય રમકડું બનાવીને રમો સજન

નિર્જીવને શુ ગમો-અણગમો સજન 


તથ્ય




ઓ મારા પ્યારા વતન કરીએ તને સલામ,

તન મન કરીએ તને અર્પણ, 

જાન કરીશુ તારે નામ.


ઉત્તરમાં છે હિમાલય ઊંચો, જાણે ચોકીદાર !

દક્ષિણમાં છે દરિયો ઊંડો, મસ્તીનો દિલદાર.

પૂર્વમાં રવિ ઊગતો જાણે સોના જેવી સવાર,

પશ્ચિમમાં છે ગુજરાતીઓ, શહીદો ને સરદાર. 


દેશ માટે સૌ નિકળી પડશે ખુંદો ગામે ગામ !

તન મન કરીએ તને અર્પણ,

જાન કરીશુ તારે નામ.


ભાષા ભલે ને અલગ સૌની અમે બનીશું એક, 

સત્ય અહિંસા પાળીશું અને બની જઈશું નેક.

વીરતાઓની ગાથા ગાઈશું, ને કામ કરીશું અનેક.

વતન માટે તો શહીદ થઈશું, એજ અમારી ટેક. 


દેશ માટે ખપી જનારા શહીદો ને કરજો સલામ,

તન મન કરીએ તને અર્પણ, આ

દેશપ્રેમ માટે ખપી જનારો કેસરિયો છે વેશ,

હરિયાળીના પ્રતિક સમો લીલો અનોખો ખેસ.

શ્વેત રંગ શાંતિનો ચાહક, બીજી ના લવલેશ,

‘તથ્ય’ લહેરાતા આ તિરંગામાં વસે આપણો દેશ.


અશોક ચક્રની બુદ્ધ કથાને કરજો સૌ સલામ.

તન મન કરીએ તને અર્પણ,

જાન કરીશુ તારે નામ.


- અતુલ બગડા (તથ્ય)



બંધ અખિયો સે દેખું તેરા દીદારાં

સાહેબ ઉર મહિ સે હમ મે ઉનકી અનંત બહેતી ધારા

જો ધારા મે કોઈ શુરલા ભિંજે

કાલ ગતિ ઓર ચહું દિશ રીઝે

અંધેરા સભિકા છોડ યહાં હે જગ સારા ઉજિયારા 

બંધ અખિયો સે દેખું તેરા દીદારાં

જીવ જીવ મે પ્રગટ જ્યોતું દીસે

પ્યાસ મિટત પ્યાલી પ્રેમ કી પિજે

સાંસ ચલાવત દેહ ચલાવત વો ચલાવત જગ સારા

બંધ અખિયો સે દેખું તેરા દીદારાં

ગુરુ નામ જપ સુમિરન દીજે

વોહુ નામ તો અગમ પથ દીજે

દીપ અનંત ઉજાગર હોઈ તો સંસાર લગે હે પ્યારા

બંધ અખિયો સે દેખું તેરા દીદારાં

નિર્મલ ગોવિંદ ગુરુ હજુરા સાધે 

સાધે સાધ મહી એકતારા બાજે

'તથ્ય' રુપ માહી દર્શન દેવત વો અલખ લગાવત નારા

બંધ અખિયો સે દેખું તેરા દીદારાં

                                                       - તથ્ય



કોઈ કામ માટે દોડે છે

કોઈ નામ માટે દોડે છે

કોઈ ઈશુ અલ્લાહ તો

કોઈ રામ માટે દોડે છે

કોઈ બે ટંક ની રોટી માટે

કોઈ ધાન માટે દોડે છે

કોઈ સાહેબ, જીહજુરી 

કોઈ સલામ માટે દોડે છે

કોઈ પોતાની ઇજ્જત ને 

કોઈ માન માટે દોડે છે

કોઈ વેચે છે ટુકડો ટુકડો 

કોઈ દાન માટે દોડે છે

કોઈ બચાવી બે પૈસા તો

કોઈ દામ માટે દોડે છે

કોઈ ગુરૂ ના પગ પુજતો

કોઈ જ્ઞાન માટે દોડે છે

કોઈ પથ્થર ને શણગારી

કો' સ્વધામ માટે દોડે છે

કોઈ બચાવી જીવ કોઈ નો

કો' સ્વ - જાન માટે દોડે છે.



ડાળખીથી છૂટું પડેલું એક પાન, જોડવા બેસું તો જોડાશે નય

તૂટેલી લાગણીનો મખમલી તાર, જોડવા બેસું તો જોડાશે નય


આંસુની ધારમા ઘૂઘવતા દરિયાની તડફડતી માછલી બિચારી

તરસને અને ઝાંઝવા એક સમાન જોડવા બેસું તો જોડાશે નય

તરસ, સાગર ને તે ગામ ને તે નામ છોડવા બેસુ તો છોડાશે નય


લાગણી તો શબ્દ થકી છલકી'તી મેવાડના ઝરૂખે ઓ કાન્હા..

કોરીકટ આંખથી મીરા નો ક્ હાન દોરવા બેસું તો દોરાશે નય

સૂકાભઠ્ઠ રણ મા ખોઈ સાન ભાન દોડવા બેસું તો દોડશે નય



મમતા મયી ને માયાળુ મબલખ મલકાતી મા

હેતાળવી ને હુંફાળું તું હરપળ હરખાતી મા

નરમાશ ની નિશાની એની નિર્મળા એનું નામ

જગજનની જગદંબા જગનું જીવન દેનારી મા

તોડ્યા તન તુને, તુજ તનુજને તૃપ્ત કરવાં તથ્ય

અનુજ અંગ ને અનિમેષ નીરખે અવિનાશી મા

છાયા શીતળ શમાં સરીખી છાય એની શુભાંગી

દાયિત્ય મા દક્ષ દક્ષિતા સમી પ્રદિપ્ત દામિની મા

ખલક ખોળામા ખૂંદતા જાણે ખૂદને ખુદા ખપાવી

અભય રે એમ આંખથી અમરત વરસાવતી મા

હાથ થી હિર હીંચોળે હૈયે થી હાલરડાં હિલ્લોળે

ઓવારણાં ઓરી ઓરતા અતુલના પૂરા કરતી મા




सांसों में बसा था एक नाम तुम्हारा

सालो से बसा था एक नाम तुम्हारा

ना जाने क्यूं मेरी लकीरों में नहीं तूं

हाथो में लिखा था एक नाम तुम्हारा

गाता रहा हु कई बार गजले सभी 

लब्जो में रखा था एक नाम तुम्हारा

कोशिश नाकाम है मेरी उसे पा ने की

जाने कहा छुपा था एक नाम तुम्हारा ?

कोसो दूर हुवा उन्ही तन्हाइयो में फसा

किताबो में बीड़ा था एक नाम तुम्हारा 



તારા પર એક કવીતા લખી'તી, તને યાદ છે?

રાત ની રાત જાગી જંખી'તી, તને યાદ છે?

વરસાદી તોફાનમાં પણ માળવા ઘેલો થઈને 

એકાદ જલક જોવા જંખી'તી, તને યાદ છે?

અતૃપ્ત એક મનના ખૂણામાં છૂપેલી તરસથી 

અહેસાસમા પણ તને સ્પર્શી'તી તને યાદ છે?

મારા દિલોદિમાક પર બસ નામ તારુ જ હતુ,

આંખ્યું થી તુંય થોડું વરસી'તી, તને યાદ છે?

બસ ચૂપ રહેવુ હતુ પણ બોલાઈ ગયું 'તથ્ય'

મારી લાગણી તારામાં મરકી'તી તને યાદ છે ?

વરતી 

ખરતી

મરતી

ભરતી


તથ્ય 



ગુલાબ જાંબુ હોય તો ખાઈએ

જુલાબ જાંબુ કેમ કરી ખાઈએ?

ગળ્યું ગળ્યું ભાવે, ખાટુંય ચાલે 

આને તો કેમ કરી પચાવી એ ?

હળવું છે પેટ, થોડુ ફૂલે તો થાય !

ગંઠાયું હોય તો થોડાક મગાવીએ 

સવાર ની ટ્રેન મા ઈ પૂરપાટ દોડશે

પછી તો એને બ્રેક કેમ લગાવીએ ? 

તાણ મા તણાયા વગર સાચું કહેજો

ઠંડી હોય ભૂખ આનાથી જગાવીએ !

              તથ્ય



સમાધિ ચડાવી મોત ને પારખી શકે તે સંત

બાકી બઘુ ખોટુ છે ભગવંત 

લીલા પીળા સફેદ પહેરી ને કેટલાંય ફરે છે ફકીર

આડા તેડા તિલક કરતા જાતને ઓળખાવે કબીર

હાથે બેરખા, ગળે માળા, ભભૂત લગાવી ફરતાં

ઉતાવળ મા હજારો ફરતા બનવા માગે પીર

વાતું કરતાં અવનવી જાણે જાણી ગયા અનંત

સમાધિ ચડાવી મોત ને પારખી શકે તે સંત

બાકી બઘુ ખોટુ છે ભગવંત

આલીશાન ઝૂંપડી બાંધી મોજે મોજુ માણે છે

કોઈ ગામ બાજુ તો કોઈ સીમ બાજુ તાણે છે

અઢળક સંપતિ ધરમ ના નામે ભેગી કરી ને

બોલતા નથી હો બાકી જનતા બધું જાણે છે

ચમત્કાર ને દોરાધાગા ની કથા કહેતા મહંત

સમાધિ ચડાવી મોત ને પારખી શકે તે સંત

બાકી બઘુ ખોટુ છે ભગવંત

કોઈ છેતરે અલ્લાહ નામે કોઈ પ્રભૂ નામે બીવરાવે

મર્યા પછી સૂખ મળશે એવી ગોળી મીઠી પીવરાવે

બાળો તો રાખ, દાટો તો ધૂળ, બસ શ્વાસની સગાઈ

સમજી જાજો સાન મા તથ્ય સાચું સૌને સમજાવે

અસલ મરજાદી છુપા રહી ને છોડાવે બધા તંત

સમાધિ ચડાવી મોત ને પારખી શકે તે સંત

બાકી બઘુ ખોટુ છે ભગવંત



સૂના રસ્તા ને સુની શેરીયું હો જી રે

સૂના એના મેડી કેરા મોલ જૉ

શ્વાસે પધારો જીવણ જીવ મા રે લોલ

સૂના ઓરતા ને સૂના ઓરડા હો જી રે

સૂના એના શબદ કેરા કોલ જો

શ્વાસે પધારો જીવણ જીવ મા રે લોલ

સુની વનરાયું સુના મોરલા હો જી રે

સુની એની ગળા ની નરમાશ જો

શ્વાસે પધારો જીવણ જીવ મા રે લોલ

ભેકાર ભાસે પ્રભુ સોણલા હો જી રે

ભેકાર એના પગલા કેરા રવ જો

શ્વાસે પધારો જીવણ જીવ મા રે લોલ


No comments:

Post a Comment