પ્રસવની પીડા જેવી કવિતા
રેશમના કીડા જેવી કવિતા
આમ અઢળકને આમ શૂન્ય
અગણ્ય મીંડા જેવી કવિતા
ચોટાડો ઉખડે ના હ્રદયથી
તળેલા ભીંડા જેવી કવિતા
ઓગાળું છતાં ના ઓગળે
બાહુના ભીડા જેવી કવિતા
કહોતો ચોર છીએ આપણે
વાડીના છીંડા જેવી કવિતા
અતુલ બગડા
તમે ખોજીલો સત કેરા મોતી.
રે મરજીવા ભાયા, ખોજીલો સત કેરા મોતી,
માંયલો મુંજાય વેંત રહેનાં જીવવાના ક્યાંય,
ભૂખ ઉપડે સામટી દરિયાને નાથવાની લ્હાય.
મોત સંગ જંગ એ ખારવાના જીવનની રોજી.
રે મરજીવા ભાયા…
બાપાએ શીખવ્યું તરતા માએ શીખવ્યું જીવતાં,
જિંદગીએ શીખવ્યું લ્યા ફાટેલા શઢને સીવતા.
જીવતરના તળે ઊંડા જઈ લેજો સતને ખોજી.
રે મરજીવા ભાયા…
મધદરિયે નાંગરી ખારવો ઊતરી જાય તળીયે,
આવને ભાયા માયલા સંગ માયલાથી મળીએ.
આટલા પુરુષાર્થ પછી મોતિડું મેળવી લે મોજી.
રે મરજીવા ભાયા…
"તથ્ય"
ગાલગાગા ગાગાલગા ગાગાલગા ગાગા
ઝાંઝવા મા ડૂબી જવાનું હોય છે ભાયા
પાંખ વિના ઊડી જવાનું હોય છે ભાયા
શાયરી તો આખી પછી કેશે, પેલા પી લે !
એક જામે જૂમી જવાનુ હોય છે ભાયા
હોય આખો વેવાર ફુગ્ગા સરીખો તો
એક ફૂકે ફૂટી જવાનું હોય છે ભાયા
દેહ આપનો સાથ ના દે તો હોસલો થી
સાત સાગર કૂદી જવાનું હોય છે ભાયા
વાપરો, આખું હૃદય ભર્યું પ્રેમ મા દોસ્તો
એમ કયાં એ ખૂટી જવાનું હોય છે ભાયા
જોઈ લે, તું આવ્યો અહીં દુનિયા જોવા
જગત આખું ઘૂમી જવાનું હોય છે ભાયા
રેશમી હો કે સુતર પછી આપણે આખા
તાતણામા જૂટી જવાનું હોય છે ભાયા
જિંદગાની સ્મશાન સુઘી દોરશે તમને
શ્વાસમાંથી છૂટી જવાનું હોય છે ભાયા
રણ મળે કે ઢેફાં પછી ફરક શુ તથ્ય ?
મેળ પડે તો ઉગી જવાનુ હોય છે ભાયા
મોરબી પૂલ દુર્ઘટના
તા : 31/10/2022 સમય સાંજના 6:40 કલાકે
મચ્છુ પહેલા બંધ પછી તારો આ પુલ તૂટ્યો !
ભ્રષ્ટાચાર ફૂટયો કે પછી તારો કુદરત રૂઠ્યો ?
કોઈ મર્યા કોઈ ઘાયલ થયા
લોક રોઈ રોઈ પાગલ થયા
હાય ! મોરબી તારા પાદરમાં
જોને કેટકેટલા મારણ થયા !
મરશિયા ગાતાં લોકોનો હીબકે શ્વાસ ખુંટ્યો.
મચ્છુ પહેલા બંધ પછી તારો આ પુલ તૂટ્યો !
કોઈ ફસાયાને, તો કોઈ ડૂબ્યા
કોઈ બહેનીના તો વીર છૂટયા
કોઈના પતિ, તો કોઈના જાયા
માતાયુના મોત પર આંસુ ફૂટ્યા
તહેવારોના દિવસોમા માતમનો ગોળો ફૂક્યો !
મચ્છુ પહેલા બંધ પછી તારો આ પુલ તૂટ્યો !
કોણે બાંધ્યો બંધ ને આ પૂલ ?
કોના પાપે જીવતર થયું ડૂલ ?
પાયામા શુ નાખ્યું હશે તમે કહો
ક્યાં ગયું તથ્ય ને કોની થઈ ભૂલ ?
બંધ ને પૂલ બાંધનારે લોકોનો વિશ્વાસ લૂંટ્યો.
મચ્છુ પહેલા બંધ પછી તારો આ પુલ તૂટ્યો !
તથ્ય
ગુપત ગોખમા બેઠા ગોરખ અલખ જગાવે
જાગો સજનવા જાગો
હમમકાર છોડો, સુવાસે ઘૂટો, નિજનામ હંસલા
છે વેદ વાતુથી બાર્ય, મારુ કહ્યું તું માન હંસલા
અધર તાલ બિરાજે નામી અનામી જાદુગરી
અંતરમનથી નીરખ, બીજું તારે શું કામ હંસલા
નિરંકાર અવધુત અંદર અખંડ ધૂન મચાવે
માણો સજનવા માણો
ગુપત ગોખમા બેઠા ગોરખ અલખ જગાવે
જાગો સજનવા જાગો
નાભિથી ઉઠી તે રૂદિયા કમળમા જુલા જુલે
કોશેટાનું કવચ તોડી જો પતંગા પાંખો ખોલે
નિર્મળ કહે ભજ ગોવિંદ ના કોઈ ગુરુની તોલે
તથ્ય ઝણકાર જમાવે વો શબદ કશું ના બોલે
જુગત જાણવા તથ્ય આસન અનંત લગાવે
જાણો સજનવા જાણો
ગુપત ગોખમા બેઠા ગોરખ અલખ જગાવે
જાગો સજનવા જાગો
તથ્ય
દે દરીયાને હોંકારો !
ઘૂઘવાટ મારતા રત્નાકરને, ઉપાડી જઈ માથે,
દે દરીયાને હોંકારો !
બચવા કેવા ફાંફાં મારતો, હાવલા મારતો કાંઠે !
બહાદુરી બતાવજે જ્યારે, કોઇ હોય ના સાથે !
છોડને બધો ઠઠારો...
અંધારાના પગરવથી ડરીને, અજવાળાને શોધે,
અજાણ્યા સપનાથી ડરીને, શ્વાસ લેતો મોઢે !
દે આંખો થી ડારો...
અડીખમ બંધ દરવાજાને, માર પાટું ને ખોલ.
ગળું સરખું ખંખેરીને, સાવજ સરીખું બોલ.
દે ખુદનો વરતારો..
આખુ જગ ઉભશે સાથે, તથ્ય કરશે સહાય.
હિંમત ભેગી હોય સાથે તો ધાર્યું તારૂ થાય !
છો નહીં નોધારો…
ગાગાલગા ગાલગા
કોઈ મળે પણ ખરા
થોડા ઢળે પણ ખરા
હો લાગણી આંખમાં
યત્ને ગળે પણ ખરા
એને શૂળ વાગે તો
આંસુ દડે પણ ખરા
એ યાદના કારવા
પાછા વળે પણ ખરા
સૂર્ય ડુબે ને પછી
ચાંદો ચળે પણ ખરા
એકલહુરા ખોરડે
હેરા છળે પણ ખરા
ભેટો ખરા હેતથી
શ્વાસ ભળે પણ ખરા
સાચો જ છે પ્રેમ તો
ભેગા બળે પણ ખરા
પાડેલ ઘા જીભના
ચાંઠા નડે પણ ખરા
જીવતરની રેલના
પાટા ખડે પણ ખરા
એવા હશે કામ તો
પાણા દળે પણ ખરા
હો રણ મહી ઝાંઝવા
તો ટળવળે પણ ખરા
જો જાત હોમી હશે
ખૂદા મળે પણ ખરા
ભિતર બાજત તુંબા
અધર તલ પે સૂરજ જળુકે જળુંબા
ભિતર બાજત તુંબા
શબદ સમજ લે પલ મે ગગન વો પહુંચાયે
પવન સુમર લે દલ મે જગત વો દિખલાયે
કવન મે નશા ચડત હૈ જૈસે પિયા કસુંબા
ભિતર બાજત તુંબા
રંગ ચડત હૈ પાવ મેં, વો મીરા જૈસે નાચે
સંગ લગત હૈ સંત કા, વો મોજુ મે રાંચે
સાકાર ખાકર લીખત રહા હૈ કોઇ ગુંગા
ભિતર બાજત તુંબા
જગ લગત હૈ માયા, મિટ્ટી લગત હે કાયા
જિનકે સર પર હો અલખ નામ કી છાયા
જીવન આશ જગાયે જૈસે સહરામે ભુંગા
ભિતર બાજત તુંબા
કોળી સમાજ ને વિનંતી કરુ હાથ જોડી
જ્ઞાતિ આપણી છે કોળી
સાચો સેવક લ્યો ખોળી
બંધુઓને બંધ જૂઠી ગોળી
વેરઝેરને પી જાઓ ઘોળી
શીદ કરો છો ચીકણું ચોળી
મનાવજો તહેવારોને હોળી
જ્ઞાતિના નામે ફે૨વો ના ઝોળી
ગામેગામ બનાવો સંસ્કારી ટોળી
કુરિવાજ અંધશ્રદ્ધા કાઢો ખોળી
એણે આપણને નાખ્યા છે ડોળી
શિક્ષણ સંગઠનને પીજો ઘોળી
અભણ રહી જીવન દેશો બોળી
ના કરો સમાજને કલંક ઢોળી
આપણી ધજા ધરમ ની ધોળી
શું આપણી નાત છે મોળી ?
ના આપણી જાત છે ભોળી
જયાં જુઓ ત્યાં ઘરઘરની હોળી
નશાની મહેફીલને આપણી ટોળી
મટાડો ભાઈ હા કાયમની હોળી
ચોકકસ વિકસે છેવાડાનો કોળી
સાહેબ કે સહુને બે હાથ જોડી
પ્રેમથી બોલો ભાઈ હું છું કોળી
ભણીગણીને, હોશિયાર થઇને, વટથી કેજો હું કોળી
સારૂ જીવતા શીખવાડે એવો સાહેબ લેજો ને ખોળી
અંધશ્રદ્ધા ને વહેમો છોડો
જંતર મંતરને તોડો
દોરાધાગા બાજુમાં મૂકી
શિક્ષણ પાછળ દોડો
સાનમાં સમજો ભાયા આપણી ધજા ધરમની ધોળી
ભણીગણીને, હોશિયાર થઇને, વટથી કેજો હું કોળી
ખોટેખોટા બણગા ઠોકો માં
પાછળ જોઈને ચાલો
નશો છોડીને કામે લાગી જાવ
તો કૃપા કરશે વાલો
કોઇ ચડાવે એમ ચડશો ને, તો જીવતર નાખશો રોળી
ભણીગણીને, હોશિયાર થઇને, વટથી કેજો હું કોળી
ભાઈભાઈમાં સબંધ તૂટયાં
ઘરના ભાગ પાડીને
અભણ રહીને કરમ ફૂટયા
અંદરોઅંદર બાધીને
બાજુમાં મૂકીદો ભઈલા આપણા ઘરેઘરની હોળી
ભણીગણીને, હોશિયાર થઇને, વટથી કેજો હું કોળી
સગપણ સગપણ.. મખમલ મખમલ
મખમલ મખમલ..વધઘટ વધઘટ
વધઘટ વધઘટ..વળગણ વળગણ
વળગણ વળગણ.. તરવર તરવર
તરવર તરવર.. બચપણ બચપણ
બચપણ બચપણ.. અણઘડ અણઘડ
અનઘડ અનઘડ.. અનપઢ અનપઢ
અનપઢ અનપઢ.. સબઘટ સબઘટ
સબઘટ સબઘટ.. ઘટઘટ ઘટઘટ
ઘટઘટ ઘટઘટ..અવસર અવસર
અવસર અવસર.. ગઢપણ ગઢપણ
ગઢપણ ગઢપણ.. પતઝડ પતઝડ
પતઝડ પતઝડ.. દરપણ દરપણ
દરપણ દરપણ.. જલમલ જલમલ
જલમલ જલમલ.. સમજણ સમજણ
સમજણ સમજણ.. જળહળ જળહળ
જળહળ જળહળ.. જળહળ જળહળ
આવોને ભાયા બાબા સાહેબને કરીએ સલામ,
તન મન કરીએ ભીમને અર્પણ,
જાન કરીએ ભીમને નામ.
હિમથી ઊંચો, બાબા આપનો આકાર.
દુનિયાના દેશોએ કર્યો આપનો સત્કાર.
ભણતરથી રવિ ઊગશે સોનાની સવાર,
બંધારણ ઘડીને કર્યો ભારતનો ઉધ્ધાર
ભીમ કાજે ભાયા નિકળી પડો ખુંદો ગામે ગામ.
તન મન કરીએ ભીમને અર્પણ,
જાન કરીએ ભીમને નામ.
વાત ભલે જુદી સહુની અમે બનીશું એક,
બંધુત્વ ને માનીશું અને બની જઈશું નેક.
સંઘર્ષ ગાથા ગાઈશું, કામ કરીશું અનેક.
સમાજ માટે જીવીશું, એજ અમારી ટેક.
ભીમ વિચારમાં ખપી જનારા લોકને કરજો સલામ,
તન મન કરીએ ભીમને અર્પણ,
જાન કરીએ ભીમને નામ.
જયઘોષ લગાવી બુલંદ અવાજે બોલશું,
જય ભીમ બોલીને અંધ શ્રદ્ધા ને તોડશું.
વિવાદમાં ફસાયેલા લોક-લોકને જોડશું,
આપના વિચારો ઊપર જીજાનથી દોડશું.
આપોને વચન ભાયા, બાબા તમારા પૂરા કરીશું કામ.
તન મન કરીએ ભીમને અર્પણ,
જાન કરીએ ભીમને નામ.
તથ્ય - અતુલ બગડા
ચાલ દેશભક્ત હોવાનો દાવો કરીએ.
સાવ સ્વદેશી ! ઘરે સોપારી, તમાકુ, ચૂનો લગાવી માવો કરીએ,
ચાલ દેશભક્ત હોવાનો દાવો કરીએ.
માનવ ધર્મમાં ના માનશું
આપણો ઈ સમજે ના મરમ
જ્ઞાન વિજ્ઞાનની જરૂર શું ?
એણે તો નેવે મૂકી છે શરમ
સાવ સ્વદેશી ! અભણ રહીને વસ્તી વધારો ને ફુગાવો કરીએ,
ચાલ દેશભક્ત હોવાનો દાવો કરીએ.
નાત જાત ને માનીશું
સ્ત્રીની હોળી બાળીશું
ગંગામાં ડૂબકી મારીશું
મંતર તંતરને જાણીશું
સાવ સ્વદેશી ! પાદરની દૈવીનાં નામે દોરા ધાગા ને તાવો કરીએ,
ચાલ દેશભક્ત હોવાનો દાવો કરીએ.
સપનામાં મોજું કરીશું
જન્નતની ખોજું કરીશું
બેકારી વધશે તો ભાયા
રસ્તા પર લોજું કરીશું
સાવ સ્વદેશી ! બણગા ફૂકી વિશ્વગુરુ હોવાના દેખાવો કરીએ,
ચાલ દેશભક્ત હોવાનો દાવો કરીએ
ભણશું ના ભણવા દેશું
ઉધાર મા મોબાઈલ લેશું
મન્નત જોને પૂરી કરવા
માનતા અને જાતરામા જાશું
દરિયો તથ્ય તડપાવે છે પ્રખર ધીખતો ધમકાવે છે
દરિયો તથ્ય તડપાવે છે.
ઉભા શઢને વિંખી ચુંથી ને આમ-તેમ કઈ ફંગોળે
પથ્થર છાતી બેસારી દે એવો ચડ્યો છે હિલ્લોળે
વાવડો જીવને ફફડાવે છે
દરિયો તથ્ય તડપાવે છે
હલેસાનું આયખું આખુંય ખાપવામાં વીત્યું
ખલાસીનું જીવન અજાણ્યા કાફલામાં વીત્યું
હાક-છાલક વલખાવે છે
દરિયો તથ્ય તડપાવે છે
ઘૂઘવાટાના મોજા ભયંકર સાંઢ બની જઈ ફુન્ગારે
લાકડયાળી છતમાં બળતો સુરજ બની જઈ અંગારે
ફીણ-ફીણ જન્માવે છે
દરિયો તથ્ય તડપાવે છે
નેજવું કરી જોતા ઉભા ફાગણ ભૂખ્યા મરજીવા
કિનારાની વાટે ઝૂરતા ખાંપણ બાંધ્યા કેસરિયા
માથું ખડક સાથે ભટકાવે છે
દરિયો તથ્ય તડપાવે છે
મૌત ઝઝૂમ્યા ઝડબામાંથી બચવું કેમ કહી દો ?
મધ્યે ડૂબ્યા જીવતર માં પણ તરવું કેમ કહી દો ?
ભીતર કોઈક તો જગાડે છે
દરિયો તથ્ય તડપાવે છે
સ્વયં ખોજનો વખત થયોને ત્યાં ગ્રહણ થયાં એંધાણ
આયખાની ખેપ લઈને ક્યારે પહોચે મારાં વહાણ !
આ પાર-તે પાર વચગાળે છે
દરિયો સત્ય શિખવાડે છે
ગાલ ગુલાબી તારા, વાળ કાળા ઘનઘોર સખી
મીઠડી મુસ્કાન તારી, મારા ચિત્તડાની ચોર સખી
આંખ અણીયાળી કાળી,
હાથ દરિયાની લહેર
ફૂલો જેવી ખૂબસૂરતી,
રૂપ તારું ખુદા ની મહેર
રંગ ગોરો ને નાક ઘાટીલું હોઠ નારંગી લાલ સખી
વિશાળ ને પહોળું તારું ભાગ્યશાળી ભાલ સખી
આંગળીઓ તારી કમળકળી
ને હથેળીમાં સૂરજ
કેળ સ્તંભ શા પગ ઘાટીલા
જાણે સોનાની તું મુરત
કમર કમસીન હસીન ઘાયલ જગને કરતી સખી
ચાલ તારી મદમાતીને નદીની જેમ વહેતી સખી
વ્રક્ષ તારું હેતાળવુને
મુલાયમ તારી કાયા સખી
જગસુંદરી લાગી મુજને
વાહ કુદરતની માયા સખી
સેજ સરીખું જીવતી, ને અંધકાર તુજથી ડરે સખી
પાલવ તારો મમતાળુ ને તથ્ય ને ઉરમાં ભરે સખી
बुद्ध से बुद्धिष्ठ है मेरे दोस्तभाई
संत से सन्निष्ठ है मेरे दोस्तभाई
अपने खुद के सूत की तरह शिक्षा देते है
वही सच्चा जीवन जीने की दिक्षा देते है
गुरु में वशिष्ठ है मेरे दोस्तभाईं
संत से सन्निष्ठ है मेरे दोस्तभाई
प्रकृति के विद्यालय में तत्व शिखाते है
वो जीने में सत्व और तथ्य शिखाते है
सभी में विशिष्ठ है मेरे दोस्तभाई
संत से सन्निष्ठ है मेरे दोस्तभाई
सभी प्रकार के छात्र को अध्ययन देते है
कविता नामक औषधि का मनन देते है
इंसानों में श्रेष्ठ है मेरे दोस्तभाई
संत से सन्निष्ठ है मेरे दोस्तभाई
करूणा प्रेम और दिव्यता के पयगंबर है
अगाध, अमाप सितारों से बना अंबर है
सर्व से वरिष्ठ है मेरे दोस्तभाई
संत से सन्निष्ठ है मेरे दोस्तभाई
રચના
રંગ ભરી પિચકારીને તમે હોળીને બાળ્યાનો રંગ લગાવો,
પુરુષપણું જીતવા સ્ત્રીને સતી પંથે વાળ્યાનો રંગ લગાવો.
હશે એ દાનવ કે દેવ ખબર નથી,
માનો સભ્યતાની ટેવ ખબર નથી.
સમાજ નો શું ગુન્હો હશે કહેશો ?
એજ બળે કેમ સદૈવ ખબર નથી.
કોઈ વિકૃત પરંપરાને સંસ્કૃતિ નામે ઢાળ્યાનો રંગ લગાવો,
રંગ ભરી પિચકારીને તમે હોળીને બાળ્યાનો રંગ લગાવો.
આ બઘું સાચુ હશે ? ખબર નથી.
કોણે નજરે જોયું હશે ખબર નથી.
ઢોલને નગારા વચ્ચે સળગતા એનુ,
રુદન સંભળાયું હશે ? ખબર નથી.
ભક્ત પ્રહલાદ નામે હિરણ્યાક્ષને ખાળ્યાનો રંગ લગાવો,
રંગ ભરી પિચકારીને તમે હોળીને બાળ્યાનો રંગ લગાવો.
શબદનાં સોદાગરોની વચ્ચે વા'લા
મારુંય ગવાય એક ગીત
મિઠપની માયા એવી રચું કે ભાયા
સંસાર નું ચોંટી જાય ચિત્ત
સાહ્યબી માં ફરતાં સૂરમાં ઓને કહો
સુરોને ગોતી દયો આભથી
છંદોથી છકેલા પ્યાલા છોડી ને જરા
ગાયુંને વાળી દયો વાંભથી
સૂરોને સુરાવલી વચ્ચે, આપણી દેહાંતી રીત...
અડાબીડ જંગલમાં સાવજની ડણકું સંગ
છેડી દો સુર સ્વાસ ખેંચીને
કેડ્ય માં બાંધેલા પાવાને લલકારો જરા
ખડાયુંનાં વાંહા પર બેસીને
બંધ કમરામાં કવિ ક્યાં સુઘી લખશો કવિત ?
મોર કળા કરીને ટહુકે, ટહુકે જંગલ ઝાડી.
કોયલ મીઠી મઘ ટહુકે, ટહુકે આંબા વાડી.
કુંજર નિરની છોળો ઉડાડે
માતેલા સરવરમાં !
મસ્તી કરતા મદન સિંઘાડે
ગુંજેલા ઉપવનમાં.
કલકલ કરતી સરયૂ કાંઠે હુંકે સિંહલ ભારી,
મોર કળા કરીને ટહૂકે, ટહુકે જંગલ ઝાડી.
પ્રાગડ થયે નીકળે રવિડો
સાત અશ્વોની સવારી,
કાંઠે બેસી નીરખે હંસલો
વાહ ! કુદરતની કિરદારી,
ટહુકા જેવું ગીત ગાતાં સોણા નરને નારી,
મોર કળા કરીને ટહુકે, ટહુકે જંગલ ઝાડી.
ઝાકળ ઝીણી રાહ જોતી'તી
કળીઓ ખોલે કમાડ,
સુગંધ ધીમી ઘુમવા નીકળતી
પગદંડી પરથી પહાડ.
કલરવ કરતાં પંખી ટહુકે, ટહુકે ધડકન મારી,
મોર કળા કરીને ટહૂકે, ટહુકે જંગલ ઝાડી.
मैं भला हूं या बूरा तुमसे पूछा ?
मैं सुई हूं या धागा तुमसे पूछा ?
मैं अपनी मस्ती में रहता हूं, अपनी द्रष्टि से ठीक हूं
मैं गरीब बस्ती में रहता हूं, अपनी सृष्टि में ठीक हूं
मैं अबुध हूं या बुद्धा तुमसे पूछा ?
मैं भला हूं या बूरा तुमसे पूछा ?
मैं समुंदर का नाविक खुद की पतवार चलाता हूं
मैं तूफान और उफानो को अपने अंदर समाता हूं
मैं इंसा हूं या खुदा तुमसे पूछा ?
मैं भला हूं या बूरा तुमसे पूछा ?
मैं शहर के बीच की झोपडपट्टी में बसता फ़कीर हूं
मैं कभी न सच होने वाली रूखे हाथो की लकीर हूं
मैं ईलम हूं या छूरा तुमसे पूछा ?
मैं भला हूं या बूरा तुमसे पूछा ?
मैं महल हूं प्राचीन सभ्यता को समेटे बंजर खडा हूं
में महल हूं ताज से मुमताज को भेंटे बंजर खडा हूं
में अलग हूं या जुड़ा तुमसे पूछा ?
मैं भला हूं या बूरा तुमसे पूछा ?
દરિયો મારા ગાલ પર નો તલ
તલ મલકે ને વરસે આખી જાત
પેરણ ની બાયું માં હલેસા ચડાવી ને
છાતી માં ગવરાવું હું ખરવા
વહાણ જેવા સોણલા છૂટા મૂકી ને
મારે ગાડરિયા માછલાં ચારવા
તળિયાના જંગલમાં લાગેલી આગ
એને પરણે ઓલા વાવડાની જાત
તલ મલકે ને વરસે આખી જાત..
ઘુઘવાટા મારતા ફીણ ફીણ થાતાં
ખારવણના રાતાચોળ વહાલ
ફુંગરાતા ભરતા ક્ષીણ ક્ષીણ થાતાં
મધમલિયા દરિયાના વહાણ
ઓલા ઓગળતા દૂર ક્યાંય એંધાણ
એમાં ખોવાતા અંતરિયાળ ભાન
તલ મલકે ને વરસે આખી જાત..
" તથ્ય "
પંપાળી પુત્રને પાલવમાં પોઢાડતી પ્રેમથી,
મા માયાળું ને મમતાળું....
જન્મદાત્રી, જગદંબા, જગત જનની જાણી,
મિતભાષી ને મીઠુડી મમતામયી એની વાણી.
અભરખા અખિલ જગના આયખામાં આણી,
સ્વપ્ન સૂતમાં સીંચવા તે સાગર સમ સમાણી.
પાલવડે પરિવારને પોષતી કુશળ ક્ષેમથી,
પંપાળી પુત્રને પાલવમાં પોઢાડતી પ્રેમથી.
મા માયાળું ને મમતાળુ...
નરમાશ ની નિશાની એની નિર્મળા એનું નામ,
કાંટા કવનના કાઢી એનુ કાયાકલ્પ કેરું કામ.
છાંયા શીતળ શમા સમ શુભાંગી એની છાંય,
હેતાળવી હૂંફથી છોરુંના હૈયાંમાં ભરતી હામ.
હાથે હીંચોળે હાલરડા હિલ્લોળતી હેતથી,
પંપાળી પુત્રને પાલવમાં પોઢાડતી પ્રેમથી.
મા માયાળું ને મમતાળું…
ચક્રવાતી વાયરામાં ફંગોળાતી માતેલા દરિયાની વિળ,
કાંઠાના રહેવાસી બોલી ગયા મીણ !
ઘુઘવાટા સાંભળો, સંભાળશે કુદરતી આફત ના સુર,
વિકરાળ ભૂંડો વંટોળ, લોકોના મોઢેથી ઉડી ગયા નૂર.
મિજાજ ઘણા આકરા, અને ભયંકર જોયા માહોલ,
દયાળુ તું બાપલા તોય આટલો બધો કેમ થયો ક્રૂર ?
ઉછળતા પાણીમાં રચાતી કેવી મોજાની ભયાનક ખીણ,
ચક્રવાતી વાયરામાં ફંગોળાતી માતેલા દરિયાની વિળ,
કાંઠાના રહેવાસી બોલી ગયા મીણ !
મોત લઇ આવે છે ચક્રવાત જાણે ગાંડીવથી નીકળેલું તીર,
એ કરવાં માંડે જો વજ્રઘાત તો માનવીમાં ખૂટી જાય ધીર.
ધુમરતા પાણીમાં સૂસવાટા સામટામાં વાગતો મરશિયો ઢોલ,
તોય સામી છાતીએ લડી લેતો, કાળા માથાનો એકલ વીર.
વિકાસના નામે હરણફાળ દોડતાં પ્રકૃતિ થઈ ગઈ છે ક્ષીણ,
ચક્રવાતી વાયરામાં ફંગોળાતી માતેલા દરિયાની વિળ,
કાંઠાના રહેવાસી બોલી ગયા મીણ !
ગાગા ગાલગા ગાલગાગા ગાગાલ લગાગા ગા
ખૂણે ખાચરે મંદિરોની વણજાર ધરાવે છે
માણસ એક ને દેવની ફોજ હજાર ધરાવે છે
ભૂખે મારતી જિંદગીની લાચારી અહી કેવી ?
પથ્થરો ની સામે માણસ થાળ ધરાવે છે
પેટ પોતાનું ભરવા માટે તો બાવો થઇ ને
કોઈ ટાલ તો કોઈ લાંબા વાળ ઘરાવે છે
કોઈ આમ તો કોઈ તેમ કર્મ કાંડ કરાવે છે
ધરમ નામે ધતિંગ ચલાવી ભરમાવે છે
થોડો તકરાર, પછી દરિયો છલકાય એવો પ્રેમ
બહેન હવે તું જ કે, મારે તારી વિના રહેવું કેમ ?
એક જ ક્યારી મા આપણે ખીલ્યા ને જીવ્યા
આવશે હમણા એવો થાય છે વારે વારે વ્હેમ
હાથ રેશે સુનો મારો હવે રાખડી વિનાનો પછી
મારા હૈયાના ખાલીપા ને સમજાવું જેમતેમ
આંખો ભીંજાતી ને ઘર આખુ રડે અનરાધાર
ચોધાર આંસુમા છલકાતી હેતથી વાવેલી વેલ
બહેન હવે તું જ કે, મારે તારી વિના રહેવું કેમ ?
તારું અણિયાળું નાક મીઠું પોપટિયું આંખ કાજરાયેલી કાળી
હોઠ રતુંબલ ગાલ મખમલી રૂપાળી હીરા મઢેલી જાણે થાળી
હેત ની ફૂલ ક્યારી ભરી સખી તુ સુંદરતા ની પરી
મીઠડું સ્માઈલ આપતી એના શ્વાસે સુગંધ ભરી
દુવા કરુ એની ખુશી ની ઈશ ને અગરબત્તી ધરી
ગુલાબ સમ કોમળતા જાણે સ્વર્ગની રૂપાળી પરી
આજ હું એક સુંદર પરી સાથે ફરી આવ્યો
લાગણી તેની સાથે હું એકમેક કરી આવ્યો
તેના ગુલાબી ગાલ પર ફિદા થઈ ને પછી
હૃદય મારું હું તેના હાથ માં ધરી આવ્યો
એની મુલાયમ કોમળ ત્વચા મારા ટેરવાથી
ઓળઘોળ થઈ થોડું હું સહેલાવી આવ્યો
અંગ ઉપાંગો એના જાણે રૂપાળા પરી જેવા
છાતી સુધી હું આંખોથી એને ભરી આવ્યો
એનું હાસ્ય જાણે સ્વર્ગનું સુખ મળે તેવું
ગળાડૂબ થાવ તેટલો પ્રેમ હું કરી આવ્યો
સપનું છે તેને પામી લઉં હૃદયનાં ઊંડાણથી,
તે સદા રહે તેવું ખુદા પાસે માંગી આવ્યો.
તેને જેટલું ચાહું, તેટલું ઓછું પડે છે "તથ્ય"
ચીકુ ઉરના ફૂલો, હું તારા નામે ધરી આવ્યો
આવશો કેદી આંગણે બાબા પૂજવા મારે પાવ
બેટડા ભીમાં બાઈ ના જાયા પૂજવા મારે પાવ
સાલ અઢાર સો એકાણુ
ને ચૌદ મી એપ્રીલ
મહુમા એનુ પારણું બંધાયું
સકપાલ ના સંતાન
દલિતો ના મસીહા ભાયા પૂજવા મારે પાવ
આવશો કેદી આંગણે બાબા પૂજવા મારે પાવ.
વિદેશમા ભણી ગણીને
કર્યા લોકોના કામ
નોલેજ ઓફ સિમ્બોલ થી ઓળખે
સોના જેવું નામ
ઉદ્ધાર કરવા છોડી બાબા એ કુટુંબ કેરી માય
આવશો કેદી આંગણે બાબા પૂજવા મારે પાવ.
બંધારણનું કામ કર્યુ ને
દિલ્હી મા થયુ સન્માન
આપણે સહુ વંદન કરીને
આપીએ હ્રદય થી માન
બાબા ના વખાણ ને કાજે ગીતડાં અતુલ ગાય
આવશો કેદી આંગણે બાબા પૂજવા મારે પાવ.
આંબેડકર થયા અવતારી
હો ભાયું મારાં આંબેડકર થયા અવતારી
હો બેનું મારાં આંબેડકર થયા અવતારી
ચૌદ મી એપ્રિલ અઢારસો એકાણું
સુબેદાર ના ઘરે થઇ ઉજાણી
પછાત વર્ગમા જનમ ધરીને એણે
ભીમા બાઈ ની કુખ ઉજાળી
કથા કહું ભીમરાવની તમે સંભાળો ને નરનારી
આંબેડકર થયા અવતારી
આ ધરતી માથે આંબેડકર થયા અવતારી
આંબેડકર થયા અવતારી
હો ભાયું મારાં આંબેડકર થયા અવતારી
હો બેનું મારાં આંબેડકર થયા અવતારી
અભ્યાસ માટે વિદેશ જઈ
દેશનું નામ ઉજાળ્યું
જાત હોમી બંધારણ ઘડ્યું
જાતી પણું છોડાવ્યું
હવે તો જાગો નહિતર જીવરત થઇ જશે ભારી
કથા કહું ભીમરાવની તમે સંભાળો ને નરનારી
આંબેડકર થયા અવતારી
હો ભાયું મારાં આંબેડકર થયા અવતારી
હો બેનું મારાં આંબેડકર થયા અવતારી
પાણી માટે સત્યાગ્રહ કરી
સ્વમાન મા જીવતા શીખવાડ્યું
કર્મ કાંડ નો વિરોધ કરી ને એણે
બુદ્ધ નું શરણ સ્વીકાર્યુ
સમતા સમાનતાનું શિક્ષણ આપી ડૂબતી નાવને તારી
કથા કહું ભીમરાવની તમે સંભાળો ને નરનારી
આંબેડકર થયા અવતારી
હો ભાયું મારાં આંબેડકર થયા અવતારી
હો બેનું મારાં આંબેડકર થયા અવતારી
પરદેશ માં સ્થાપી મૂર્તિ
નામના ખૂબ સારી
ખૂબ ભણી અને ડંકો દીધો
દેશ ની કીર્તિ વધારી
સાચુ જીવવા સંઘર્ષ કરજો ઉપદેશ એનો ભારી
કથા કહું ભીમરાવની તમે સંભાળો ને નરનારી
આંબેડકર થયા અવતારી
હો ભાયું મારાં આંબેડકર થયા અવતારી
હો બેનું મારાં આંબેડકર થયા અવતારી
સોળે કળામાં મોહરી રે આથમતી સંઘ્યા
કેસર કણકણ ચોળી રે આથમતી સંધ્યા
ઉડતું ભાળ્યું અજવાળું
પંખીના કલશોરમાં
ગોધણ ગોં
દરે વાળ્યું
ગોવાળે કંઇ જોરમાં
ઊડે પંખીડાની ટોળી રે આથમતી સંઘ્યા
જીવ વિસામો ખોળી રે આથમતી સંઘ્યા
ઘર તરફ પાછા વળ્યા
મહેનતુ મનેખ સઘળા
ભોજનિયા ચૂલે ચડ્યા
વ્યાળું રાંધતી સબળા
સ્નેહને હૈયામાં ઘોળી રે આથમતી સંઘ્યા
સ્વર્ણ કળશથી ઢોળી રે આથમતી સંઘ્યા
ગાયુ દોશે બોઘરા માંડી
દુધની સરવાણી થાશે
ભેગાં મળી જમશે ભાંડુડા
હર ઘર ઉજાણી થાશે
ઇ મમતાળુ ને ભોળી રે આથમતી સંઘ્યા
દે આભ રંગે ડોળી રે આથમતી સંઘ્યા
મંત્રોના ઉચ્ચારણ સાથે
નગારે વૈરાગ દેતી
દીપ સઘળા જલમલ ટાણે
સુરતાજી આલાપ દેતી
શંખ નાદમાં ઝબોળી રે આથમતી સંઘ્યા
અલખ નિરંજન જોળી રે આથમતી સંઘ્યા
સૂર્ય જાશે સુવા જોને
ચાંદો ઊગશે મોભે
તારલિયા રમતું માંડશે !
આભે મજાના શોભે
અબીલ ગુલાલે રોળી રે આથમતી સંઘ્યા
તથ્ય તમસની રંગોળી રે આથમતી સંઘ્યા
No comments:
Post a Comment