હાલો મારી બહેની.. હાલો મારી સૈયરું..
પોષણનું કામ આજ કરીએ ..સુપોષણ નું કામ આજ કરીએ..
આપણા તે કામમાં દસ પગલાંને અનુસરવું
જેનાથી બાળકો ને સુપોષિત કરીએ...
પહેલા તે પગલે જો માનવમિતી અગત્યની
જેમા બાળકોની વજન ઊંચાઈ કરીએ..
સુપોષણ નું કામ આજ કરીએ..
બીજા તે પગલે ભૂખ નિરીક્ષણ અગત્યની
બાલુડાના જમવાનો ઉત્સાહ જોઇએ...
સુપોષણ નું કામ આજ કરીએ..
ત્રીજા તે પગલે તબીબી પરીક્ષણ અગત્યની
બાળુડાના આરોગ્ય ની તપાસ કરીએ...
સુપોષણ નું કામ આજ કરીએ..
ચોથા તે પગલે નક્કી સારવાર અગત્યની
આ પગલા ને ખુબ મહત્વનું ગણીએ..
સુપોષણ નું કામ આજ કરીએ..
પાંચમા તે પગલે પોષણ સારવાર અગત્યની
બાળુડાને પોષણ બાલશક્તિ આપીએ...
સુપોષણ નું કામ આજ કરીએ..
છઠા પગલે પોષણક્ષમ દવાઓ અગત્યની
જેમા પોષક તત્વોની દવાઓ આપીએ...
સુપોષણ નું કામ આજ કરીએ..
સાતમા પગલે આરોગ્ય શિક્ષણ અગત્યનું
જેમા વાલીઓ સાથે પરામર્શ કરીએ...
સુપોષણ નું કામ આજ કરીએ..
આઠમા પગલે બાળકનું ફોલોઅપ અગત્યનું
જેમાં બાળુડાની સાચી સાંભળ લઇએ...
સુપોષણ નું કામ આજ કરીએ..
નવમા પગલે ડીસચાર્જ પ્રોસેસ અગત્યની
બાળુડાનું આરોગ્ય સુનીચિત કરીએ....
સુપોષણ નું કામ આજ કરીએ..
દસમા પગલે 6માસના ફોલોઅર્સ અગત્યના
બાળક કુપોષણ માંથી સુપોષિત કરીએ...
સુપોષણ નું કામ આજ કરીએ..
ચાલો મારી બહેની.. ચાલો મારી સૈયરું
સર્વાંગી વિકાસનું લક્ષ હાંસિલ કરીએ..
કુપોષણ પર કામ આજ કરીએ..સુપોષણ નું કામ આજ કરીએ..
સીએમનો કાર્યક્ર્મ આવ્યો આંગણવાડીમાં રે લોલ
જેમાં બાળકોનું કુપોષણ દૂર થાય જો..
આ કાર્યક્ર્મમાં 10 પગલાં અતિ મહત્વના રે લોલ..
એનાં પેલા તે પગલે માનવમિતી થાય છે રે લોલ
જેમા બાલુડાનું વજન ઊંચાઈ મપાય જો...
બીજા તે પગલે ભૂખ નિરીક્ષણ થાય છે રે લોલ
બાલુડાના જમવાનો ઉત્સાહ જોવાય જો..
ત્રીજા તે પગલે તબીબી પરીક્ષણ થાય છે રે લોલ
બાળુડાના આરોગ્ય ની તપાસ થાય જો...
ચોથા તે પગલે સારવાર નક્કી થાય છે રે લોલ
આ પગલું ખૂબ અગત્યનુ ગણાય જો...
પાંચમા તે પગલે પોષણ સારવાર થાય છે રે લોલ
પોષણમાં બાલશક્તિ અપાય જો...
છઠા પગલે પોષણની દવાઓ અપાય છે રે લોલ
પોષક તત્વોની દવાઓ અપાય જો...
સાતમા પગલે આરોગ્ય શિક્ષણ અપાય છે કે લોલ
વાલીઓ સાથે ચર્ચા ઓ થાય જો..
આઠમા પગલે બાળનું ફોલોઅપ લેવાય છે રે લોલ
બાળુડાની સાચી સાંભળ લેવાય જો..
નવમા પગલે ડીસચાર્જ પ્રોસેસ કરાય છે રે લોલ
બાળુડાનું આરોગ્ય સુનીચિત કરાય જો..
દસમા પગલે 6માસના ફોલોઅર્સ લેવાય છે રે લોલ
બાળક કુપોષણ માંથી સુપોષિત થાય જો..
સર્વાંગી વિકાસ નો લક્ષ હાંસિલ થાય છે રે લોલ
બાળક માટે મહત્વ નું કાર્ય ગણાય જો..
दूर रहना ये फैसला आसान नहीं था
कौन कहता है मेंरा नुकसान नहीं था
रहने को मिला एक सोने का पिंजर
दो दिल मिले ऐसा मकान नहीं था
मिले थे पंख भी खुदा की रहमत से
उड़ने के लिए खुला आसमान नहीं था
तुम खुल के कहती आ जाओ सनम
यही बोलने पर कोई लगान नहीं था
मैं भी दौड़ के लिपट जाता तुम्हे काश
बिना बुलाए आऊ वो सम्मान नहीं था
___ तथ्य
क्या मेरे लिए भी कोई रोयेगा ?
क्या मुझे कोई याद करेगा ?
पता नहीं
बस एक इच्छा अपनी भी है
देखना चाहता हूं,
दूसरो की नजर में
मेरी एहमियत क्या हैं ?
सचमुच कितने लोग चाहते है मुझे ?
पर हिम्मत नहीं कर सकते,
बोल नही सकते ।
और कितने चाहने का फरेब करते है ?
जो चहरे पे मुस्कुराहट का मोहरा पहने घूमते हैं ।
वो लोग जो अंदर से अनसुलझे है,
वो लोग जो आग तो है लेकीन
अनसुलगे है
बस यहीं सवालो को ढूंढना है
अब बातो से काम नहीं चलेगा मेरे दोस्त
तुम्हे भी कहेना होगा
क्या तुम मेरे लिए रो सकते हो ?
ખુદા અને બુદ્ધ છે મારા પિતા
અંતરમનથી શુદ્ધ છે મારા પિતા
લાગતા કઠોર પણ ઉપર છલ્લા
ભાવથી સમૃદ્ધ છે મારા પિતા
વેદ વાંચુ કે પુસ્તકો હજારા
જ્ઞાનથી પ્રબુદ્ધ છે મારા પિતા
સાવ સાદા લાગે પણ અનુભવે
શિવ સમાન રુદ્ર છે મારા પિતા
વચન વિવેકી ને અડગ લાગતા
અસત્યના વિરુધ્ધ છે મારા પિતા
એમ હારે તો જીવ દઇ દે "તથ્ય"
સ્થિતિ સામે યુદ્ધ છે મારા પિતા
लोग कहते है आपकी इतनी अच्छी मुस्कान क्यों है ?
क्योंकि मैंने कभी भी अपने दर्द की नुमाइश नहीं की,
जिंदगी में जो भी मिला सब कबूल किया
कभी भी किसी चीज की फरमाइश नहीं की
बहुत मुश्किल है समझ पाना मुझे क्योंकि
मेरे जीने का अंदाज सबसे अलग है
जहा जो भी मिला सब अपना लिया मैंने.
जो नहीं मिला उसकी ख्वाइश नहीं की मैंने.
माना की ओरो के मुकाबले कुछ ज्यादा नहीं पाया मैंने !
पर खुश हूं की अपनी नजर में कभी गिरा नहीं हूं,
किसी और को गिरा कर अपने को उठाया नहीं मैंने.
शायद इसीलिए लोग कहते है
आपकी मुस्कान बहुत अच्छी है..
कोई गाव में रहता है
कोई छाव में रहता है
कोई खुश है जिंदगी से
कोई तनाव में रहता है
ना इबादत में कमी थी
ना शहादत में कमी थी
कोई स्वभाव में रहता है
कोई सुझाव मै रहता हैं
मुग्ध है कोई जज्बातों में
व्यस्त है कोई शरारतों में
कोई लगाव में रहता है
कोई अभाव में रहता है
कोई उठाता दधी सर पे
कोई जुकाता सर दर पे
कोई नाव में रहता है
कोई पाव में रहता है
खूबी है यहां सभी की
ये कलाकारी है नबी की
कोई दबाव में रहता हैं
कोई बहाव मैं रहता हैं
ગાલગાગા લગાગા ગાગાલગા લગા
मै मानव का सत्य हूं मै संविधान हूं
मै अतुलन तथ्य हूं मै संविधान हूं
मैं कहानी किसी दरिद्र की सुन लो
में कथा हूं कथ्य हूं मैं संविधान हूं
मैं अहिंसा परमो धर्म मै संघ शक्ति
मैं सनातन बुद्ध हूं मैं संविधान हूं
मैं पवित्र ज्ञान और बहती धारा हूं
मैं नीर सरल शुद्ध हूं मैं संविधान हूं
मै हर विचारों को समेट के बैठा हूं
मै पुरातन समृद्ध हुं में संविधान हूं
होली खुद जली होगी या जलाई गई होगी ?
क्या उन्होंने बहन की चिता जलाई होगी ?
मुझे वो विचारधारा आज भी समझ नहीं आई
एक स्त्री को जला कर खुशियां मनाई होगी ?
खुद स्त्रीया निकल जाती है यहां रंग लगाके
हाली को जलाने उन्हें शामिल कराई होगी ?
हकीकत हाली गुनाहगार थी या ओर बात थी ?
कोई प्रथा स्थापित करने स्त्री को जलाई होगी
अपने अस्तित्व को बचाने कुछ भी कर सकते है
एक जात दूसरी जात पे हावी होती दिखाई होगी
अंधश्रद्धा के नाम या कोई विचारधारा पर
एक स्त्री सतीत्व के नाम जमी में समाई होगी
यहां पुरुष प्रधान समाज व्यवस्था को चलाने
क्या स्त्री ने खुद गुलामगिरी अपनाई होगी ?
क्यों पत्थर के साथ शादी का रिवाज बनाके
अपनी हवस मिटाने देवदासी बनाई होगी ?
एक स्त्री को फसाने कपट की सेज बिछाके
उस विदुषी अहिल्या को शिकार बनाई होगी
एक से ज्यादा वासना को मिटाने के लिए
पुरुष ने बहुपत्नी प्रथा को अपनाई होगी
खुद की शक्ति का प्रदर्शन करने के लिए
कोई अबला नारी पे अपनी शक्ति जताई होगी
किसी परंपरा के नाम पर या पाखंड पर तथ्य
उसे बड़ा होने से पहले दूध मैं डुबोई होगी
જય જય ગરવી ગુજરાતનો જય હો,
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
કચ્છનું વાગડ, ખેડાનું રળિયામણું ચરોતર,
કાનમનો કપાસ અને પાંચાળમાં તરણેતર.
દરિયાકાંઠાની નાળિયેરી અને બન્નીના ઘાસનો જય હો..
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
ડુંગરે થતાં ડાયરા જ્યાં પ્રભુને કરાય યાદ
સદાવ્રતની રોટી જ્યાં હરિહરનો પડાય સાદ
માયાળુ માણસોના કાઠીયાવાડી આવકારનો જય હો..
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
ચોટીલામાં ચામુંડ અને પાવાગઢની કાલી,
દાતારીમાં દાતાર, બહુચરમાં પડાય તાલી.
સોરઠનાં અલગારી સંતો ગરવા ગઢગિરનારનો જય હો..
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
અંજારની તલવાર, સતી સતિયાની મજાર,
આપણી એકતાનાં પ્રતીક લોખંડી સરદાર.
શૂરવીરોની ભૂમિનાં પાળિયાની વણજારનો જય હો.
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
દ્વારિકામાં કાનો અને સોમનાથમાં શંકર.
ધરા કેવી મજાની એમાં કંકર એટલા શંકર.
નર્મદા, તાપી, સાબરમતીનાં હજારો ઘાટનો જય હો..
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
કાળિયાર, ઘુડખર, રીંછનું અભયારણ,
ડોલ્ફિન દરિયામાં ફરે રાખી હૈયાધારણ.
યાયાવરનો વિસામો એવા નળ સરોવરનો જય હો.
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
ડાલામથ્થાનું ઘર રૂડું ગીર કાંઠાનું જંગલ.
વાડિયુંની મોજ અને જંગલમાં કરે મંગલ
ચટાકેદાર ભોજનના જબરા જજબાતનો જય હો..
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
ખાવાનાં શોખીન અને મેળાનાં માણીગર,
વારને તહેવારે ગવાતાં ગરબાના કારીગર
સોહામણાને રૂપાળાં એવા નમણા નરનારનો જય હો
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
દયાળુ સ્વભાવ અને ઔષધના જાણીગર
કંદરામાં ઘૂમતા ફરતા ધમાલના કારીગર
સંસ્કૃતિનાં રક્ષક આદિવાસી ડાંગ દરબારનો જય હો.
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
ભજનનાં આરાઘક અને સત્ય ના સંવાદક,
કીર્તન ગરબી રાસ અને શબ્દના અનુવાદક.
જીવણના ભજનો અને નરસૈંયાની કરતાલનો જય હો.
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
ગુજરાતી એટલે કલાનાં કસબી કારીગર.
ગુજરાતી એટલે મસ્ત મજાના માણીગર
ગરીબ પણ દિલદાર મારા રજવાડી ઠાઠનો જય હો.
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
વેપાર, વાણિજ્ય, રાજકારણમાં આગળ
વાતુ કરે એવી જાણે ઉપાડી લેશે વાદળ.
હુ અતુલ બગડા મારા કાવ્યની શરૂઆતનો જય હો.
હું ગુજરાતી છોરો, મારા ગરવા ગુજરાતનો જય હો.
તથ્ય
ગાલગા ગાળગાગા ગાળગા
વાતને ધારવાનું બંધ કર
યુદ્ધને ખાળવાનું બંધ કર
મૌત છે આખરી સ્વીકાર તું
જીવને મારવાનું બંધ કર
શ્વાસ છે ત્યાં સુધી તે બોલશે
લાશને શણગારવાનું બંધ કર
છો નિડર આવ લે બહાર તું
આંખથી ડારવાનું બંધ કર
બાધવા દે પૂરતી તાકાત થી
બચાવવા વારવા નું બંધ કર
તમે મારા હૈયા કેરો હાર...
એ જી..ગુરુજી મારા
તમે મારા હૈયા કેરો હાર.. હો ગુરૂજી મારા
સ્વાત્યુ રે વરસે તો મોતીડા પાકે હોં જી
મનડું મારૂ ચંચળ મીઠી નાર (૨).. હો ગુરૂજી મારા
સ્વામી રે બની ને કોડ મારા પુરો હોં જી
શીલ ધાગો ને તનનું ખમીસ (૨).. હો ગુરૂજી મારા
સતના દોરાથી જીવતર મારૂ સિવો હોં જી
ડગલે પગલે તેગ કેરી ધાર (૨).. હો ગુરૂજી મારા
એમાં ધારણાનું આસન તમે લાવો હોં જી
ધીરજ ધરી છોડોને હથિયાર (૨).. હો ગુરૂજી મારા
માયા રે છોડીને હરિ ગુણ ગાવો હો જી
ગોવિંદ ચરણે તથ્યની જુબાન (૨).. હો ગુરૂજી મારા
અલખનાં ઓથે રે જીવતરને તારો હો જી.
હૈયુ મારું કેતું
વાયુ જેવું વેતું
મોત કેવું થાતું
વેંત વેંત નું છેટું
જાણ ભેદુ જાણે
ખરું મારું બેટું
પૂછ પકડી ચાલે
હું તું સાચું ઘેટું ?
રંગ છોડી દઈને
દોરો હૈયામાં ટેટૂ
તું કહે તો તથ્ય
સાચું આવીને ભેટું ?
मैं कुछ बाते बताना चाहता हूं
मैं तुम्हे दिलसे लगाना चाहता हूं
जो किए तुमसे अनजाने में वादे
मैं वही वादे निभाना चाहता हूं
इत्ता डूब जाऊं की उभर ना सकू
मैं खुद हस्ती मिटाना चाहता हूं
आ दोस्त गले लग जा बेताबी से
मैं तुम्हे तुमसे मिलाना चाहता हूं
जी नहीं सकता सांसों के बिना
मैं यही खुदासे जताना चाहता हूं
नाव लेकर निकला उस पार जाने
मैं सभी दुरिया मिटाना चाहता हूं
आवारा घूमता रहता हू इसीलिए
मैं जूठ सबको दिखाना चाहता हूं
मैं खुदसे खुद मिलना चाहता हुं
मैं अपने पैर पे चलना चाहता हुं
तुमको खुद से मिलाना जानता हुं
खुद के पैर पे चलाना जानता हुं
હું ભોજ ગામનો રહેવાસી, હું છું અસલ ગુજરાતી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
માથે બાંધતો પાઘડી મોઢે મબલખ મૂછો
પંથ અજાણ્યા પ્રવાસી સરનામું તો પૂછો
એતો હરીહરનો સાદ પાડતો સોરઠ ઘરાનો વાસી
હુ વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
સંતોની આ ભોમમાં કાયમ જાગતો ધુણો
દુઃખી માટે રુદિયાનો ભીંજાતો ક્યાંક ખૂણો
અલખ નિરંજન નાદ સાથે મોજું લૂંટતો ગિરનારી
હુ વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
ઝાડેઝાડમાં જીવતો ને ડુંગરાઓ ભમતો
મીઠું ગાતા ઝરણાં સંગે દેવ ભુમિને નમતો
ઊજળા કદાવર શક્તિશાળી નમણા નર ને નારી
હુ વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
વનરામાં ગાયું ચરાવી સાવજ સંગે રમતો
ભોળો હું ગામડિયો મેમાન જમાડી જમતો
દ્વારકાનો નાથ બિરાજે સાથે ભોળિયો અવિનાશી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
જંગલ વચ્ચે રહેતો એ કંદ મૂળને ખાતો
હૈયા હૈયા કરતો એતો ગીત મધુરા ગાતો
જોડીયા પાવા વગાડું હું છું ઉપવનનો રહેવાસી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
જડીબુટ્ટીનો આવાહક વનદેવતા ગણાતો
ઝાડ પાન ને પશુ પક્ષી સંગાથ એનો નાતો
હું જંગલનો રહેવાસી, હુ મૂળનિવાસી વનવાસી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
ડુંગરાની ટોચેથી નદીયું ખળખળ વહેતી
તાપી મહી નર્મદાની કથા સઘળી કહેતી
કંકર એટલા શંકર એવી ધર્મધજાની બલિહારી
હુ વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
પર્વતોના શિખરેથી ધર્મધજાઓ ફરકતી
વિકાસની ગાથા અમારી એકતામાં રહેતી
ગાંધી સરદારને મોદીજીનાં જીવન થયાં અવતારી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
કચ્છ જોશો તો કે'શો કે વાહ ગુર્જરી ભુમિ
અંજારની તેગ ચમકારે લેજો ધરાને ચૂમી
હડપ્પાની સભ્યતાને તો સફેદ રણમાં શણગારી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
માલધારીઓના આવકારે જીવ જાશે જુમી
ખાનદાનીને જોવા તમે ગુજરાત લેજો ધુમી
રત્નાકર જેના ચરણ પખાળે જુઓ દેશનાં વાસી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
જેનાં સંઘ પદ યાત્રામા ભારત આખું ફરતા
શ્રેષ્ઠીઓ તો જય જીનેન્દ્ર શરૂવાતમાં કહેતા
ખુલ્લાં પગે ભ્રમણમાં કરતા આ દિગંબર વિશ્વાસી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
મહાવીરના સુવિચારોમા ભાઈ ચારા વહેતા
ફૂલકુમળા દેહધારીઓ કષ્ટો સઘળાં સહેતા
જીતેન્દ્રિય કહેવાતા રહેતાં આજીવનના ઉપવાસી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
ઈશ્વર અલ્લાહ જૈનોની સાથે પ્રાર્થના થાય
મોજુ ભૂખ્યા માનવીનાં મેળા મીઠા ભરાય
કલા કસબીની ભજનમંડળી સંગીત થઇને વહેતી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
વિશ્વના દેશોની વચ્ચે હેતના તારને બાંધે
વેપારમાં ગુજરાતીઓનું નામ અનેરું ગાજે
ગુજરાતના હીરાની ચમક જગભરમાં વખણાતી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
શૂરવીરોની ભોમકાની ગાથા અનેરી રચાય
કાવ્ય આ ગુજરાતનું ગાતાં મન મારૂં હરખાય
હું વાત કરૂ છું સાચી લ્યો આપુ તથ્યની જુબાની
હું ભોજ ગામનો રહેવાસી, હું છું અસલ ગુજરાતી
હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી
આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ
આપણા ગરવા ગિરનારની તાળી પાડો રે લોલ
પાવાગઢની કાળકા મોરાગઢની મોમાઈ
રાજપરાની ખોડલ ગંગાસતીને પાનબાઈ
ચોટીલાવાળી ચામુંડમાતની તાળી પાડો રે લોલ
આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ
વીરપુરમાં જલારામ પરબમાં દેવીદાસ
બગદાણા સીતારામ વસે છે આસપાસ
આપણા સંતોના હરિહરની તાળી પાડે રે લોલ
આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ
દ્વારિકામાં કાનોને સોમનાથમાં શિવજી
કચ્છડામાં સાહેબને દાતારના પિરજી
આપણા પટોળાની ભાતની તાળી પાડે રે લોલ
આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ
મીરાંના ભજનોને કલાપીની ગઝલો
સુન્દરમ્ ના ગીતોને રાજાના મહેલો
આપણા નરસૈની કરતાળની તાળી પાડો રે લોલ
આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ
રાષ્ટ્રપીતા ગાંધીજીને ઝવેરચંદ મેઘાણી
તરણેતરનો મેળોને ગુજરાતની વાણી
મારા લોખંડી સરદારની તાળી પાડો રે લોલ
મારા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ
બાજરાનો રોટલો સાથે લાડુની ઉજાણી
સૌ વખાણે આપણા ભોજનની થાળી
આપણા ગિરનાં સાવજની તાળી પાડો રે લોલ
આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ
સિધ્ધરાજના શાસનમાં સોનેથી શણગારી
વાવ તો ગળાવે જોને પાટણ કેરી રાણી
આપણા ગરવા ઈતિહાસની તાળી પાડો રે લોલ
આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ
તથ્ય
No comments:
Post a Comment