Atul from

Friday, 11 July 2025

દેદો કૂટવાનું મહાત્મ્ય.


ગૌરીવ્રત કરતી દીકરીઓ દેદોકુટે છે, એનો ઇતિહાસ તમે ક્યાંય નહીં સાંભળ્યો હોય! 

દેદુમલ જાડેજા. 

કુંવારી દીકરીઓની ઈજ્જત અને પ્રાણ બચાવવા  અમરેલી જિલ્લાના "લાઠી" ગામના બજારમાં વીરગતિ પામ્યા, ને પાળિયો થયા.

તે દિવસથી દીકરીઓ દેદો કૂટે છે અને દેદુમલ જાડેજાને  શ્રદ્ધાંજલિના રૂપમાં  મરશિયા ગાઈને યાદ કરે છે.

(સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં જેઠ માસના દર રવિવારે ગામડાંની કન્યાઓ દેદુમલ(દેદો) કૂટે છે. ગામની બહાર દેદાની કાલ્પનીક ખાંભી બનાવી છાજીયાં લે છે, જેમાં કુંવારિકાઓ દેદાના પરીવારનાં સભ્ય બની, ગોળ કુંડાળામાં કૂટતી મરશિયા ગાય છે.)

   દેદાને દસ આંગળીએ વેઢ રે, 

   દેદો મરાણો લાઠીના ચોકમાં.. 

   દેદાને પગે પીળી મોજડી રે, 

   દેદાને જમણે હાથે મીંઢળ રે...........દેદો...

   દેદાના માથે છે કેસરી પાઘડી રે, 

   દેદાના ખભે ખંતીલો ખેસ રે..........દેદો... 

(રાજપૂત ક્ષત્રિય  દેદુમલ જાડેજાની બલિદાનની કથાનું સાહિત્ય શ્રી નાનાભાઇ જેબલીયા દ્વારા એમની કથા શ્રેણીમાં થયું હતું, જે અહીં પ્રસ્તુત છે.)

        ઉગમણા આભની ઝાંપલીએ હેમંતઋતુના સોહાગી સૂરજ નારાયણ અજવાળાની ગાડી જોડી ને આવ્યા કે ગઢાળી ગામની બજારમાં જાન ઉઘલવાનો ઢોલ વાગ્યો. શરણાઇઓએ રાજપૂતી લગ્નગીતોની તરજ છોડી. ઉંમરે વરસ અઢારનો આંબાના રોપ જેવો રુપાળો વરરાજો દેદુમલ જાડેજો છલાંગ મારીને ઘોડે ચડ્યો. ગઢાળીના ગોહિલો અને દેદુમલના મામાઓ બાંધ્યા હથીયારે ઘોડે ચડ્યા. ગઢાળીના ગોહિલો આજ પોતાના ભાણેજ દેહુમલને પરણાવવા કેરીઆના સોલંકીના માંડવે જાન જોડીને સાબદા થયા હતા. ડાયરો ભારે ઉમંગમાં છે. કેસરી, લીલી, પીળી અને ગુલાબી પાઘડીઓનાં તોરણ બંધાયાં છે. સાફાઓ, સિગરામો, ડમણીયાં અને બળદગાડીઓની હેડ્ય લાગી છે. ગરાસણીઓના તીણા મધુર કંઠે ભાણુભાનાં લગ્નગીતો ગવાય છે. પાછળના ભાગે ઘોડાના મોવડ અને ઊંટના ફંદા ઝૂલે છે. ગઢાળી દાયરાને આજ પોતાનું આયખું લેખે લાગે છે. કચ્છના જાડેજા સાસરેથી દુઃખાઇને, દુભાઇને આવેલી એકની એક વિધવા બહેનનો લાડકો દીકરો આજ પીઠી ચોળીને પરણવા જાય છે. કુદરતની ગતિ ન્યારી છે. કચ્છમાં જાડેજા કુળમાં પરણાવેલી સજુબાનો સંસારરથ સુખની વાડીના છાંયડામાં મહાલતો હતો. ઉપરવાળાએ કારમી થપાટ મારી ને બહેન સજુબાના સેંથાનું સિંદૂર ભુંસાઇ ગયું. સજુબાની નણંદે ગુસપુસ કરીને જાણી લીધું કે ભોજાઇ સજુબાને ચોથો મહિનો જાય છે! આખા પરિવારમાં કૂડ-કોળનો વાયરો વાઇ ગયો કે, પુત્ર જનમશે તો ગિરાસમાં ફાડિયું માંગશે અને પુત્રી જનમશે તો ઘરમાંથી ખીલી ખેંચીને પણ કરિયાવરમાં લઇ જશે. પરિવારે આકંડા ભીડીને સંતાપની કૂડી ચોપાટ પાથરી દીધી. સજુબા કૂવો-હવાડો કરે તો ગિરાસમાંથી ડાભોળીયું જાય... સજુબા માથે જુલમનાં ઝાડ ઊગ્યાં, બાઇનાં અન્નપાણી અગરાજ થઇ ગયાં! 

        સજુબાએ પિયર ગઢાળી છાનો છપનો માણસ  અવદશાના સંદેશા સાથે મોકલ્યો કે, 'વીરાને માલુમ થાય કે બહેનનું મોઢું જોવું હોય તો છેલ્લી વેળાના આવી જાઓ. બાકી મારે તો ઊંચે આભ ને નીચે ધરતી સિવાય કોઇ આધાર નથી...' 

        ભાઇઓ પોતાની દુ:ખીયારી બહેનને પિયર તેડી લાવ્યા. સજુબાને ફૂલની જેમ સાચવીને હૈયાળી આપી. પિયરના આંગણે લાડકી બહેનના ભાણાનાં પારણાં બંધાણાં. બહેનના રુપાળા ભાણાને નજર ના લાગે તે માટે મામાઓએ ઉડસડ નામ 'દેદો' પાડ્યું. મોસાળમાં રમતો દેદો જાડેજો સમજણો થયો ત્યારે એને કચ્છના જાડેજા કુળની ઓળખાણ આપવામાં આવી, જનેતાના અન્યાયને કાનસ્થ કરી દેદો અઢારની ઉંમરે પહોંચ્યો ત્યારે કચ્છમાં જઇ પોતાની જાગીર સંભાળવાની તૈયારી કરી. જનેતાનાં દુ:ખને ત્રાજવે તોળી તલવાર સજાવી. મોસાળને પોરસ થયો પણ કુંવારા ભાણેજને રણમેદાને ના મોકલવાના ઇરાદા સાથે અમરેલીના કેરીઆ ગામની સોંલકી રાજપૂતની દીકરી જોડ્યે ભાણાનાં વેવિશાળ નક્કી કર્યાં, જાન હરખનાં મોજાં છલકાવતી કેરીઆ જવા રવાના થઇ. વરરાજાની ઘોડી સૌથી આગળ છે અને પાછળ જાનૈયા. લાઠી ગામનો સીમાડો આવતાં વરરાજાના કાને વા વળોટતી ઝીણી ઝીણી ચીસોના, હિબકાના, રુદનના ટુકડા અથડાયા.

   દેદુમલે આથમણી દિશામાં નજર દોડાવી. ધૂળની ડમરીઓ ઉડાડતા સિગરામો દોડતા દેખાયા. આગળ પાછળ હથિયારધારી સિપાઇઓના લશ્કરી ખાખી ફેંટા જોયા. વાતની વસમાણને પામીને વરરાજે ઘોડીને પગની એડી મારીને ધૂળની  ડમરીઓ તરફ મારી મૂકી.

     સિપાઈઓની લગોલગ થઇને જમાદારને પૂછ્યુ :

'આ સિગરામમાં કોણ છે?!'

      'ભાઇ,!બાપા!..' સિગરામમાંથી બાળાઓના સાદના બોકાસા ઉઠ્યા : 'અમને બચાવો! આ કાણીયો જમાદાર અમને વટલાવવા જુનાગઢ લઇ જાય છે.'

      વાત એમ હતી કે, લાઠી લૂંટવા આવેલ આ સેનાએ લાઠીને એ દિવસે નધણીયાતી ભાળી ગામમાંથી કુંવારી કન્યાઓને પકડી સિગરામમાં પૂરી દીધી, એનો વિરોધ કરનારને કત્લ કરી નાંખ્યા. એમણે કુલ ચાલીસેક કન્યાઓને પકડી હતી! 

      રકઝકમાં જાનૈયાઓ પણ પહોંચી ગયા. 'મારો, મારો' નો ગોકિરો થયો, સમશેરોથી જંગ મંડાણો. સિપાઈઓ મર્યા અને અમુક ભાગી છુટ્યા. પાંચ સિગરામમાંથી ચાલીસેક કન્યાઓ મુક્ત થઇ! 

   'વીરા, મારા ભાઇ! અમારા પરિવારમાં કોઇ નથી, અમને જાનમાં તેડી જાઓ.' કન્યાઓએ હાથ જોડતાં કહ્યું.

    'હાલો! હવે તમે જ મારી બહેનો!' અને અપહરણના સિગરામ જાનનાં વાહન બન્યાં, જાન આગળ ચાલી. લાઠીના પાદરે પહોંચતાં દેદુમલ ઘોડીએથી નીચે પડ્યો. નાસી ગયેલ કાણીયો રાજપૂતી પોશાક-પાઘડી ધારણ કરી જાનમાં ભળી ગયો હતો અને લાગ મળતાં જ તેણે વરરાજા પાસે જઇ પેડુમાં તલવાર હુલાવી દીધી. જાનૈયાઓએ કાણીયાના ટૂકડા કરી નાખ્યા, પણ દેદો શહીદ થઇ ગયો. લગ્નગીતો કારમા રુદનના મરશિયામાં ફેરવાઇ ગયાં. ચાલીસે કન્યાઓએ દેદુમલની મૈયત ફરતે કુંડાળે વળી છાજીયાં લીધાં. સદીઓથી ચાલી આવેલી મૃત્યુની પરંપરાએ નવો વળાંક લીધો. કુંવારી કન્યાઓએ તે દિ' છાતી કૂટી બહેનપણાનો ચીલો પાડ્યો! આજે પણ ગૌરીવ્રત કે જ્યા પાર્વતિ વ્રત કરતી કુંવારિકાઓ પાર્વતિ માતા પાસે સારા પતિની માગણી કરે છે ને સાથે સાથે ચાલી કુમારિકાના લાજ બચાવતાં શહાદતને વરેલા દેદુમલને પાવન શ્રદ્ધાંજલિ આપવાની ભાવનાપૂર્વક મરશિયા ગાય છે, જેને 'દેદો કૂટવાનું' કહે છે. લાઠીમાં દેદુમલ જાડેજાની દેરી પુજાય છે.

Wednesday, 7 May 2025

મારા સુવિચારો

ચાલ તથ્ય

ચાલ તથ્ય છોડ જીવ
એ હવે હૃદય ખોલી ને નહી બોલે.
કદાચ પાણી વગર માછલીની જેમ તરફડિશને 
તોય એ પાછું વાળી નહી જોવે.
ભલે તે હજારો સપના ગુથ્યા 
ભલે તું બે બાહ ફેલાવીને ઊભો
મધદરિયે થી આવતા વહાણની રાહમાં
પણ તારા બધાં સપના ચૂર ચૂર થશે 
તું રાહ પણ કેટલીક જોઈશ?
છેલ્લાં શ્વાસ સુધી ?
એ બધુ સમજુ છે.
જીવન ના સપના નો કાફલો 
વળતા પાણી ને ઉલ્ટા પવન આગળ લાચાર હશે !
વરસો પછી ફરી પાછો આવે તોય એ, 
એ એનાં અસલ ભાવમાં નહી હોય. 
જીવનનો અફસોસ અને ચારેબાજુ નું અંધારું
તને બંને બાજુ થી હવે કોરી ખાશે.
ચારેબાજુથી ઘેરાયેલું એકાંત તને હવે જંપવા નહીં દે.

अब डर नहीं लगता

अब डर नहीं लगता कुछ खोने को 
अपनी जिंदगी में अपनी जिंदगी को खोया है
नसीब भी क्या कमाल करता है
हमने वहीं पाया है जो कभी नहीं बोया है 
अब उगने वाला भी सुख गया
मैने तो जो कुछ था सभी तुझ में बोया हैं

संजो कर रखें थे यादों के पल किताब में
हाथ से छुट गए उसे चाहते चाहते
बड़ी इच्छाएं थी कि कोई हमे टूट कर चाहे 
हम ही टूट गए उसे चाहते चाहते 
हमने उसे सब दिया जिंदगी के मायने भी 
वहीं ही लुट गए हमे चाहते चाहते
ना कोई रास्ता है ना कोई मंज़िल का पता
सपने फूट गए उसे चाहते चाहते 
जो भी मिला उन्हें खुश नहीं कर पाए तथ्य 
रास्ते खुट गए उसे चाहते चाहते 
तथ्य 

संजो कर रखें थे यादों के पल किताब में
वहीं हाथ से छुट गए 
बड़ी इच्छाएं थी कि कोई हमे टूट कर चाहे 
बस हम ही टूट गए
हमने उसे सब दिया जिंदगी के मायने भी 
मगर वहीं ही लुट गए
ना कोई रास्ता है ना कोई मंज़िल का पता
सभी सपने फूट गए
 कहा चले हो कहा जाना है पता है तुमको 
अब तो रास्ते खुट गए
क्यों कभी तुम ही खुश नहीं रह पाए तथ्य 
वो गए तबसे डूब गए 
तथ्य

वाह चेहरा क्या हसीन है ख्वाबों की तरह 
रौनक क्या खूब छाई है गुलाबों की तरह 
ये आपकी काली आँखें है या गहरा समुंदर 
बस जितना देखता हु उनमें डूब जाता हूं 
गुरूर कर सकती हो सुन्दर निखार पर 
कुदरतने क्या फ़ुरसर से तुम्हे बनाई है ?
काला टीका लगा लेना तुम अपने गाल पर 
कविता लिखी है मैने एक हसीन गुलाब पर 
कोई कवि पागल हो जाएगा ये रुप देख कर


હિન્દી કવિતા

मैने हमेशा कोशिश की
तुम्हे अथाग प्रेम देने की 
मैने हमेशा कोशिश की 
तुम्हे हर तकलीफों से बचाने की 
पता था मुझे हमारा मिलना मुमकिन नहीं है 
तुम्हे साथ देने की हर कोशिश की मैने 
मैने तुम्हारे लिए हर संभावनाएं तलाशी 
मगर में हमेशा ना कामयाब रहा 
मैं तुम्हारे लिए घर छोड़ के यहां आ गया 
सोचा की कोई दिन तो आयेगा ?
कि वो खुल के कहेगी में तुम्हारी हूं 
मगर ये कभी हुआ ही नहीं 
मैने अपना जीवन दांव पे लगा दिया 
सोचा कि तू हाथ थाम के कहेगी 
चलो यारा जिंदगी साथ में बिताते हैं 
मगर ये कभी हुआ ही नहीं 
मैंने खुदा से हजारों मन्नते मांगी 
सोचा खुदा रहम करेगा और 
कहेगा चलो तुम्हे मिला देता हूं 
मगर ये कभी हुआ ही नहीं
मैं कोई सवाल पूछता हूं 
जवाब सिर्फ ना में आता है 
नाकामयाबी के अलावा कुछ मिला ही नहीं 
अब खामोश होता जा रहा हूं 
सोचता हूं ऐसा कौन सा गुनाह किया 
जो इतनी सजा भुगत रहा हूं. ?

નાજુક નમણી નાર

નાજુક નમણી નાર
ખીલતી મીઠી સવાર

રંગ કસુંબલ આંખડી,
ફૂલ થી કર્યો શણગાર
 
નેણલા જાણે કટારી 
ચમકતી તેગની ધાર 

રાગમાં મધુરી ગહેકે 
ચાલે લચકતી ચાલ  

એ બડભાગીને મળશે 
મળે તો કરી દે ન્યાલ 

કમખો રંગે રતુંબલ
ચૂંદડી જાણે ગુલાલ

 કહ કટારી કામની 
જીમી અંધારી રાત

મારકણું કાતિલ સ્મિત 
ગાલે ખીલ્યા ગુલાબ 

નજરું ના વાગે બાણ 
શબદ સંભળાય સાત

પોયણા જેવો છે રંગ 
જગથી જુદેરી જાત
 
જગ ઘૂમ્યો ના મળ્યું  
સુંદરતાની પડતી ભાત
કોઈ ના એનાં જેવુ

ટશર ફૂટ્યાનું ગીત

ગુલાબી નવ યૌવનમાં ઢોલ ઢબૂકવા લાગ્યા 
લાગણીઓ ના ઝુંડ માથે આભ લેતા ચાલ્યા

બંધ આખ્યુંમાં વલખા મારતું કેસુડાંનું ટોળું 
કુંપળ કાયમ નવતર રૂપે ઊંડાણે જઈ ખોળું

અજવાળાના દીવા લઈ ઇચ્છાઓમાં જાગ્યા
ગુલાબી નવ યૌવનમાં ઢોલ ઢબૂકવા લાગ્યા 

સ્નેહ મુશળધાર વરસતો નયનુંના ઉપવનમાં
ટશર ફૂટ્યાની વાત ફેલાઇ ઝાડ-પાન પવનમાં 

પલકના બંધ બારણે સાગર ઘૂઘવતા જામ્યા 
ગુલાબી નવ યૌવનમાં ઢોલ ઢબૂકવા લાગ્યા 

રાત-રાણીની સુગંધ ફોરતી કેસરિયા નગરમાં
નિશાનીઓ પણ ફૂલ શી ઉગી રહી ચમનમાં 

ઝાકળ ભીની ધરતી પે મસ્ત મજાના માલ્યા 
ગુલાબી નવ યૌવનમાં ઢોલ ઢબૂકવા લાગ્યા 

ભીતરમાં કોઈ જાગતું, માથે ચોકી ફેરો કરતુ
સખી-સખી નામ પોકારી બેબાકળું થઇ મરતું

રુદિયાના ધબકાર સાથે બંસી સુર ને પામ્યા
ગુલાબી નવ યૌવનમાં ઢોલ ઢબૂકવા લાગ્યા 

---------- અતુલ બગડા '' તથ્ય ''

डरता हूं

गुलामी की जंजीर से डरता हूं 
अपनी ही तकदीर से डरता हूं 
जुदा करने बनाई होगी शायद 
हाथोकी वो लकीर से डरता हूं 
झूठमें कभीभी साथ नहीं दिया 
सच्चे वोही फकीर से डरता हूं 
जो सही है उससे दोस्ती की है 
घमंडी बुरे अमीर से डरता हूं  
सच्चाई सुन ना सके किसीकी 
कूप मंडूक बधिर से डरता हूं 
जो तथ्य है उसे रब मानता हूं 
झूठ के बनाए पीर से डरता हूं

हिंदी कविता

मेरा दर्द मुझे हराने लगा है 
चुपके से उछल के बाहर आने लगा है 
आंखों से अब रुकता नहीं
पानी बनाकर रक्त को बहाने लगा है 
जिल सी आंखों में फ़साके 
अब तो तूफान सा कहर ढाने लगा है 
नहीं बोल पाता की बस कर 
स्वास की घुटन सा शबद जाने लगा है 
लहू की उल्टी बनके यारा 
वो पसलियों से बाहर आने लगा है

अगर रूठ गया तो मनाना मुश्किल होगा

પૂછજો વાદળને કોઈક ગમી ગયું હશે 
એટલે ભર ઉનાળે એ ઝમી ગયું હશે 
એટલે રોયું હશે આટલું ચોધાર આંસુ
દીલ સાથે રમત કોઈક રમી ગયું હશે 
આટલા કડાકા ભડાકા ને વીજળી ? 
ગરમીથી મગજ એનુ ભમી ગયું હશે 
ચુંબન કરવુ હશે એને પ્રકૃતિ ને કદાચ
એટલે ધરતી ઊપર એ નમી ગયુ હશે 
એમ હૉય ના એનાં આટલા ઉધામા
વિચારો કેટલાં ચાબખા ખમી ગયું હશે 
માવઠું કહી એણે ચિડવો નહીં તથ્ય 
તારી જેમ બિનઋતુમાં તરસી ગયું હશે
હૈયું બાળી ને વરાળ થયાં પછી જ એ 
ટીપે ટીપે વાઝડી સાથે વરસી ગયું હશે 
આટલી બાથ ભીડી એ મળે નહીં તથ્ય 
પ્રેમની તાલાવેલી પણ વરતી ગયું હશે 

એનાં હૈયાને કાંઇક સ્પર્શી ગયું હશે 
એટલે ભરઉનાળે વરસી ગયું હશે 
પ્રેમમાં તાલાવેલી તો જુઓ તથ્ય 
સહવાસ માટે એ તરસી ગયું હશે 
માવઠું ના કહો એને પૂછ્યા વગર
પ્રેમનુ પડળ જરાક ખસી ગયું હશે
એમ એ ચમકીને રડે નહીં જોરથી
કાળું ડીબાંગ કોઈ ડસી ગયું હશે
માનવીની આ ક્રૂરતા જોઈ કદાચ 
એનું પણ હૈયું હચમચી ગયું હશે 





સખી

સખી તારા નખરા પર જાઉ છું હું વારી 
સખી તારા રૂપને જોયા કરૂ ધારી ધારી 
સખી મારા કાળજાની કોર
સખી મારા ચિતડાની ચોર 
સખી તારા વાળની લટ જાણે વાદળ 
સખી તારા ગાલનો રંગ જાણે ફાગણ
તારા કબજામાં કોળાતો મોર
સખી મારા કાળજાની કોર
સખી તારા હૈયામાં ઉછળતા મોજા
સખી મે તો રાખ્યા છે રમજાની રોઝા
સખી તારા હોઠ મીઠેરા બોર
સખી મારા કાળજા ની કોર 
સખી તારી ચાલ જાણે લટકાળી ઢેલ
સખી તારો પ્રેમ જાણે વરસાદી રેલ 
સખી તું મારા જીવનની ડોર
સખી મારા કાળજા ની કોર

માવઠું

1

પૂછજો વાદળને કોઈક ગમી ગયું હશે 
એટલે ભર ઉનાળે એ ઝમી ગયું હશે 
એટલે રોયું હશે આટલું ચોધાર આંસુ
દીલ સાથે રમત કોઈક રમી ગયું હશે 
આટલા કડાકા ભડાકા ને વીજળી ? 
ગરમીથી મગજ એનુ ભમી ગયું હશે 
ચુંબન કરવુ હશે એને પ્રકૃતિ ને કદાચ
એટલે ધરતી ઊપર એ નમી ગયુ હશે 
એમ હૉય ના એનાં આટલા ઉધામા
વિચારો કેટલાં ચાબખા ખમી ગયું હશે 
માવઠું કહી એણે ચિડવો નહીં તથ્ય 
તારી જેમ બિનઋતુમાં તરસી ગયું હશે
હૈયું બાળી ને વરાળ થયાં પછી જ એ 
ટીપે ટીપે વાઝડી સાથે વરસી ગયું હશે 
આટલી બાથ ભીડી એ મળે નહીં તથ્ય 
પ્રેમની તાલાવેલી પણ વરતી ગયું હશે 

2

એનાં હૈયાને કાંઇક સ્પર્શી ગયું હશે 
એટલે ભરઉનાળે વરસી ગયું હશે 
પ્રેમમાં તાલાવેલી તો જુઓ તથ્ય 
સહવાસ માટે એ તરસી ગયું હશે 
માવઠું ના કહો એને પૂછ્યા વગર
પ્રેમનુ પડળ જરાક ખસી ગયું હશે
એમ એ ચમકીને રડે નહીં જોરથી
કાળું ડીબાંગ કોઈ ડસી ગયું હશે
માનવીની આ ક્રૂરતા જોઈ કદાચ 
એનું પણ હૈયું હચમચી ગયું હશે 





Tuesday, 25 March 2025

ગુજરાતના લોક નૃત્ય


(૧) જાગનૃત્ય 

--> જવારાને બાજોઠ પર રાખી માથે મૂકીને જનોઈ, શ્રીમંત કે નવરાત્રી પ્રસંગે કરવામાં આવતું નૃત્ય.


(૨) મેરાયોનૃત્ય

--> બનાસકાંઠાના ઠાકોરોનું લોકનૃત્ય છે.


(૩) રૂમાલનૃત્ય 

--> મહેસાણા જીલ્લાના ઠાકોર હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.


(૪) ચારખીનૃત્ય 

--> પોરબંદર મેર જાતીના લોકોનું નૃત્ય છે.


(૫) ડુંગરદેવનૃત્ય

--> ડાંગના આદીવાસીઓનું લોકનૃત્ય છે.


(૬) ગોફગુંથનરાસ 

--> સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું નૃત્ય જેમાં નૃત્ય સાથે રંગીન દોરીની મનોહર ગુંથણી ભરાય છે અને ઉકેલાય છે.


(૭) રાસડા 

--> ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સૌરાષ્ટ્રના પુરુષો દ્વારા કરાતું નૃત્ય.


(૮) દાંડીયારાસ

--> સૌરાષ્ટ્રના પુરુષો અને ખાસ કરીને મેર પુરુષોનું નૃત્ય.


(૯) સૌરાષ્ટ્રનું ટિપ્પણીનૃત્ય

--> ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય, તેમજ ખારવણ બહેનોનું નૃત્ય.


(૧૦) ગરબો

--> નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના માટે સ્ત્રીઓ દ્વારા થતું નૃત્યગાન, સંઘ નૃત્ય, કોઈકવાર પુરુષો જોડાય છે.


(૧૧) ગરબી

--> ગરબી માટે ભાગે પુરુષો દ્વારા થતું સંઘ નૃત્ય છે.


(૧૨) હીંચનૃત્ય

--> ભાલ પ્રદેશ અને કાઠીયાવાડમાં ગાગર હીંચ નૃત્ય પ્રચલલત છે. 

--> લગ્ન પ્રસંગે ઢોલને તાલે હીંચ નૃત્ય થાય છે. 

--> હાથમાં થાળી કે ઘડો લઈને પણ હીંચ નૃત્ય કરવામાં આવે છે.


(૧૩) પઢારોનું મંજીરાનૃત્ય

--> ભાલ-નળકાંઠાના પઢારો દ્વારા મંજીરાના સુભગ તાલમેળ સાથે કરાતું સંઘનૃત્ય.


(૧૪) ભરવાડોના ડોકા અને હુડારાસ

--> સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે જ્યારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે સંઘ્ નૃત્ય કરે છે.


(૧૫) ઠાગાનૃત્ય

--> ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ખાસ કરીને હોળીના તહેવાર નિમીતે હાથમાં ધોકા અને તલવારો લઈને કરવામાં આવતું નૃત્ય.


(૧૬) વણઝારાનું હોળીનૃત્ય

--> ગુજરાતમાં વસતા મારવાડીઓ હોળી વખતે પુરુષના ખભે મોટું મૃદંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.


(૧૭) ઢોલોરાણો

--> ગોહેલવાડ પંથકના કોળીઓ પાક ખળામાં આવે ત્યારે આ નૃત્ય કરે છે.


(૧૮) મરચીનૃત્ય

--> લગ્ન પ્રસંગે તુરી સમાજની બહેનો તાળી પાડયા વગર, હાથના અંગે ચેષ્ટ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે.


(૧૯) સીદીઓનું ધમાલનૃત્ય

--> મૂળ આફીકાની પણ ગુજરાતમાં સ્થાયી થયેલ મુસ્લિમ સીદી લોકો આ નૃત્ય કરે છે મુશીરા (મોટો ઢોલ), ધમાલ (નાની ઢોલકી) અને સ્ત્રીઓનાં વાંજિત્રો ‘માયમી સરાં’ સાથે આ નૃત્ય કરવામાં આવે છે.


(૨૦) વણઝારાનું બેડાંનૃત્ય

--> વણઝારી બહેનો માથે સાત-સાત બેડાં લઈને નૃત્ય કરે છે.


(૨૧) હાલીનૃત્ય

--> સુરત જીલ્લાના આદીવાસીઓનું લોકનૃત્ય છે.


(૨૨) ઘેરીયાનૃત્ય

--> દક્ષીણ ગુજરાતના આદીવાસીઓનું લોકનૃત્ય છે.


(૨૩) પંચમહાલના ભીલોનું યુદ્ધનૃત્ય

--> પંચમહાલના ભીલ જાતીના આદીવાસીઓનું તીરકાંમઠાં, ભાલા વગેરે હથીયારો સાથે રાખી ચિચિયારીપાડીને નૃત્ય કરે છે.


(૨૪) હળપતીઓનું તૂરનૃત્ય

--> દક્ષીણ ગુજરાતના હળપતી આદીવાસીઓ લગ્ન કે હોળીના ઉત્સવ પ્રસંગે સાથે લાકડીના દંડીકા વડે કાંસાની થાળી વગાડીને નૃત્ય કરે છે.


(૨૫) માંડવાનૃત્ય

--> વડોદરા જીલ્લાના તડવી આદીવાસીઓનું લોકનૃત્ય છે.


(૨૬) આદીવાસીઓનું તલવારનૃત્ય

--> દાહોદ વિસ્તારના આદીવાસી પુરુષો માથે ધોળો ફેંટો બાંધી, શરીરે કાળા કબજા પહેરી, બુકાની બાંધી તલવાર લઈને નૃત્ય કરે છે.


(૨૭) શિકારનૃત્ય

--> ધરમપુર વિસ્તારના આદીવાસીઓ તીરકામઠું અને ભાલા લઈને શિકારે જતા હોય તેમ દેકારા-પડકારા કરીને શિકાર-નૃત્ય કરે છે.


(૨૮) ડાંગ જિલ્લાના આદીવાસીઓનું ચાળોનૃત્ય

--> ડાંગ જિલ્લાના આદીવાસીઓનું ડાંગી નૃત્ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે.


(૨૯) આલેણીહાલેણીનૃત્ય

--> વડોદરા જિલ્લાના તડવી જાતીના આદીવાસી કન્યાઓનું ઋતુ નૃત્ય છે.