Atul from

Wednesday, 1 May 2013

પરોઢ

પરોઢ
------

વહેલી પરોઢથી માં
કમર પર હાથ મૂકી,
જુકી,
બીજા હાથમાં સાવરણાનું ઠુંઠું લઇ
ફળિયાને ચોખ્ખું-ચણાક કરી નાખે
બીજું તો કરેય શું ?
રાત્યથી રોતા કકળતા
નાગા-પુંગા છોકરા
વહેલી પરોઢના મીઠા સપના જોતા
નીંદરમાં છે
એ જાગશે તો ?
માં ને એજ તો ફડકો છે
જાગશે તો વળી ખાવાનું માગશે !!
શું આપીશ ?
રાત્યું થી ન સળગેલા ચુલા પર
દેગડું મુકીને
કશુક હલાવતી રહેતી માં
ને ભૂખથી વવળતા છોકરાને
સમજાવતી, પટાવતી, કહેતી
બેટા સુઈ જા હમણા ખાવાનું થશે
ને હમણા હું ખાવાનું દઈશ
કાયમ થાકી-વવળી છોકરા સુઈ જતા
ને માં પણ !!

વહેલી પરોઢથી માં
કમર પર હાથ મૂકી,
જુકી,
બીજા હાથમાં સાવરણાનું ઠુંઠું લઇ
ફળિયાને ચોખ્ખું-ચણાક કરી નાખે
બીજું તો કરેય શું ?
શું હોય તેના કપાળે ?
લાંબુ - લસ ફળિયું ને ભાંગ્યું-તૂટ્યું ઝુંપડું ?
એના ઘર પાસેથી નિકળતી મોટી કાળી
કાળા ભમ્મર સાપ જેવી
સડક
લઈ જતી છેક પાટનગર
સુરજના ઉદય સ્થાન સુધી
ત્યાં તો ખુદા ની મહેરબાની
સોળે કાળા એ ખીલેલો સુરજ
પંખીનો કલરવ
નદીની કલકલ
પહાડનું ગીત
ચૌતરફ ખુશાલીનું સંગીત
હરરોજ સોનાનો વરસાદ થતો હશે કદાચ
થાય છે આ બધું વહેચી દઉં
પરોઢના સમયે
પેલા અર્ધભૂખ્યા ઘરે
આ અમીર વડના મૂળિયાં
છેક પેલા દરિદ્ર ઘર સુધી પહોચ્યા છે
એક બાજુ સોનાની પરોઢ
તો
બીજી બાજુ જાણે ઉગતી જ નથી

----------------------- અતુલ બગડા " તથ્ય "

No comments:

Post a Comment