Atul from

Wednesday, 14 November 2018

શ્રી જલારામ બાપા વિશે ટૂંક માઁ પરીચય :--

જન્મ તારીખ-04/11/1799, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત-1856ના કારતક સુદ સાતમ,

માતા :- શ્રી રાજબાઈ ઠક્કર

પિતા :- શ્રી પ્રધાન ઠક્કર

જન્મ સ્થળ :- ગામ વિરપુર

જનોઈ સંસ્કાર સંવત :-1870

લગ્ન સંવત :- 1872 , આટકોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રિ શ્રી વીરબાઇ માં સાથે.

પત્ની :- શ્રી વીરબાઈ ઠક્કર

સંવત :-1873 શ્રી જલારામ નો પ્રથમ પરચો

પ્રભુ એ પત રાખી.

સંવત :- 1874 ચારે ધામ ની જાત્રા કરી.,

ફતેપુર ના ભક્ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.

સંવત:-1876 મહા સુદી 2 તારીખ:-18/11/1820 સોમવાર ના શુભ દિવસે સદાવ્રત ની શરૂઆત કરી...

સંવત :- 1877 બાપા નુ બિરુદ પ્રાપ્ત થયું !

સંવત-1886 સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે "ઝોળી ધોકો" આપ્યા..

સંવત :-1901 જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.

સંવત :-1934 થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ...

સંવત :-1835 કારતક વદી નોમ સોમવાર તારીખ-18/11/1878 વીરબાઇ માં નો વૈકુંઠ વાસ.

સંવત :-1837 મહા વદી દશમ બુધવાર તારીખ-23/02/1881 ભજન ગાતા ગાતા 81 માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.

સંતાન :- એક દીકરી - નામ - જમના બેન.

કોટડાપીઠા મુકામે તેમના લગ્ન થયા,

વિરપુર માં વંશ પૂજ્ય બાપા ના દીકરી ના દીકરા નો છે,

જેમને પૂજ્ય બાપા એ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દત્તક લીધા હતા..

જયજય જલારામ બાપા.

દાન લીધા વગર વિરપુર જલારામ મંદિર કઈ રીતે ચાલે છે ?* જાણો સાચું કારણ

સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુર વચ્ચે વિરપુર નામનું ગામ આવેલું છે, જ્યાં સંત શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે.

૧૪ નવેમ્બર ૧૭૯૯ ના રોજ જન્મેલા જલારામ ઠક્કરના માતા રાજબાઈ તેમજ પિતા પ્રધાન ઠક્કર ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હતાં. ધાર્મિક માતા રાજબાઈના કુખે પૂ. જલારામ બાપાનું અવતરણ થયું.
સેવા અને ધર્મનો વારસો તો પૂ. શ્રી જલારામ બાપાને શરૂઆતથી જ પ્રાપ્ત થયેલ. સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત કાર્યરત કર્યું હતું કે જે આજેપણ અવિરતપણે ચાલું છે.

‘ દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ ‘ તેવી વાત કરનારા જલારામ બાપાએ વિરપુરમાં સદાવ્રત શરુ કર્યું હતું, જ્યાં આજેપણ રોજના સરેરાશ ૫ થી ૬ હજાર શ્રદ્ધાળુઓ – ગરીબો ભોજન પ્રસાદ આપવામાં આવે છે, તહેવાર અને રજાના દિવસોમાં આ આંકડો ઘણો વધી જતો હોય છે જો કે મહત્વની વાત એ છે કે વિરપુર – જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી.

દાન લીધા વગર પણ રોજના હજારો ભાવિક ભક્તજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. તેમજ વિરપુર જલારામ મંદિરમાં પણ ભક્તજનોને ભોજનપ્રસાદ લઈને જ જવા મંદિરના સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે.
છેલ્લા ૧૯૮ વર્ષથી વિરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત કાર્યરત છે.

કઈ રીતે દાન લીધા વગર ચાલે છે જલારામ મંદિરમાં આટલું મોટું રસોડું ?

દેશભરમાં મંદિરોમાં મોટાપાયે દાન લેવામાં આવે છે, ઘણા મંદિરોમાં દાનનો આંકડો તો હજારો કરોડ સુધી પણ પહોંચી જાય છે, તો ઘણા મંદિરોના ટ્રસ્ટમાં રાજકારણ અને નેતાઓ જ ટોચના સ્થાને પહોંચી ગયા છે તો ઘણા મંદિરોના ટ્રસ્ટના મોટાપાયે દાનને કારણે તેના વિવાદો અને ગેરવહીવટો સામે આવતા રહે છે.
ત્યારે આ બધાથી અલગ વિરપુરમાં આવેલા જલારામ મંદિરમાં ક્યાય દાનપેટી જોવા નહી મળે, કોઈ જાણતા – અજાણતા પણ જો જલારામ મંદિરમાં ક્યાય રૂપિયા ધરાવતા દેખાઈ જાય તો તેમને વિનમ્રતાપૂર્વક રોકવા મંદિરના સેવકો ખડેપગે જ રહે છે.

વિરપુર ગુજરાત જ નહી પણ દેશ અને દુનિયાના અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આપ આ મંદિરમાં દાન ના લેવાતું હોવાની વાતથી તો અજાણ નહી જ હોવ.
પરંતુ તેવો પ્રશ્ન આપને જરૂરથી થતો હશે કે કોઇપણ પ્રકારનું દાન કે ભેટ સોગાદ લીધા વગર રોજના હજારો લોકોને ભોજન પ્રસાદ પીરસતું વિરપુર જલારામ મંદિર કઈ રીતે ચાલે છે ?

તો ૯ ફેબ્રુઅરી, ૨૦૦૦ ના રોજ વિરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું,અગાઉ મંદિરમાં રોકડ, અનાજ સહિતનું દાન આપવામાં આવતું હતું પરંતુ જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાએ પરિવારજનોમાં ચર્ચા કરી મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરાવ્યું હતું.
દાન ના સ્વીકારવાના કારણમાં મંદિર જોડે પુરતું દાન આવી ગયું હોવાની અને તે દાનથી આવનારા ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે તેમ કહેવાય છે. જલારામ બાપાના આ મંદિરમાં દરવર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી રહે છે
હાલના પ્રચારયુગમાં પણ આસ્થાનું કેન્દ્ર જલારામ મંદિર દ્વારા પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવા, ચર્ચામાં રહેવા, પ્રસિદ્ધિ મેળવવા કે નામના મેળવવાના કોઈ પ્રયાસ થતા નથી, તે પણ ઘણી મહત્વની વાત છે.


એક સાચી સેવાની ભાવના અને શ્રદ્ધાથી મંદિર ચાલતું હોય ત્યાં કોઈ પ્રસિદ્ધિની જરૂર રહેતી નથી. જ્યાં રૂપિયા અને પ્રસિદ્ધિ હોય તે વિવાદ અને મૂળ હેતુથી ભટકી જાય તેથી જ આજેપણ તેનાથી દુર રહેલા વિરપુર મંદિરની શ્રદ્ધા અડગ છે.
વિરપુર જલારામ મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી.
લોકોને ખવડાવવામાં માનતા જલારામબાપાના તે વિચારોને આજેપણ તેમના મંદિરો દ્વારા આગળ વધારવામાં આવી રહ્યા છે. લોહાણા જ્ઞાતિના લોકો વિશેષ માને છે ઉપરાંત દરેક જ્ઞાતિ – ધર્મના લોકો જલારામબાપાને માને છે.
જલારામબાપા દરેક જ્ઞાતિ અને ધર્મના લોકોની વચ્ચે જઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં હતા અને આજેપણ તેમના સાચી સેવાના વિચારો જીવનમાં ઉતારવા જેવા છે. વિરપુર ઉપરાંત ચોટીલામાં પણ જલારામબાપાનું ભવ્ય મંદિર આવેલું છે.

1 comment:

  1. Wynn Casino reopens lighter with lighter offerings - JTM Hub
    Wynn Resorts Ltd. said the 여주 출장마사지 reopening 정읍 출장샵 of 군포 출장안마 its Las Vegas 전라북도 출장마사지 casino on Thursday marks a significant step in the company's 창원 출장마사지

    ReplyDelete