Atul from

Thursday, 28 May 2015

music is medicines

🌷Music is medicines ♧
आजकल संगीत द्वारा बहुत सी बीमारियों का इलाज किया जाने लगा हैंg h | चिकित्सा विज्ञान भी यह मानने लगा हैं कि प्रतिदिन 20 मिनट अपनी पसंद का संगीत सुनने से रोज़मर्रा की होने वाली बहुत सी बीमारियो से निजात पायी जा सकती हैं | जिस प्रकार हर रोग का संबंध किसी ना किसी ग्रह विशेष से होता हैं उसी प्रकार संगीत के हर सुर व राग का संबंध किसी ना किसी ग्रह से अवश्य होता हैं | यदि किसी जातक को किसी ग्रह विशेष से संबन्धित रोग हो और उसे उस ग्रह से संबन्धित राग,सुर अथवा गीत सुनाये जायें तो जातक विशेष जल्दी ही स्वस्थ हो जाता हैं | यहाँ इसी विषय को आधार बनाकर ऐसे बहुत से रोगो व उनसे राहत देने वाले रागों के विषय मे जानकारी देने का प्रयास किया गया है | जिन शास्त्रीय रागों का उल्लेख किया किया गया है उन रागो मे कोई भी गीत,संगीत,भजन या वाद्य यंत्र बजा कर लाभ प्राप्त किया जा सकता हैं | यहाँ  उनसे संबन्धित फिल्मी गीतो के उदाहरण देने का प्रयास भी किया गया है |

1)हृदय रोग –इस रोग मे राग दरबारी व राग सारंग से संबन्धित संगीत सुनना लाभदायक है | इनसे संबन्धित फिल्मी गीत निम्न हैं- तोरा मन दर्पण कहलाए (काजल), राधिके तूने बंसरी चुराई (बेटी बेटे ), झनक झनक तोरी बाजे पायलिया ( मेरे हुज़ूर ), बहुत प्यार करते हैं तुमको सनम (साजन), जादूगर सइयां छोड़ मोरी (फाल्गुन), ओ दुनिया के रखवाले (बैजू बावरा ), मोहब्बत की झूठी कहानी पे रोये (मुगले आजम )


2)अनिद्रा –यह रोग हमारे जीवन मे होने वाले सबसे साधारण रोगों में से एक है | इस रोग के होने पर राग भैरवी व राग सोहनी सुनना लाभकारी होता है, जिनके प्रमुख गीत इस प्रकार से हैं 1)रात भर उनकी याद आती रही(गमन), 2)नाचे मन मोरा (कोहिनूर), 3)मीठे बोल बोले बोले पायलिया(सितारा), 4)तू गंगा की मौज मैं यमुना (बैजु बावरा), 5)ऋतु बसंत आई पवन(झनक झनक पायल बाजे), 6)सावरे सावरे(अंनुराधा), 7)चिंगारी कोई भड़के (अमर प्रेम), छम छम बजे रे पायलिया (घूँघट ), झूमती चली हवा (संगीत सम्राट तानसेन ), कुहूु कुहू बोले कोयलिया (सुवर्ण सुंदरी )


3)एसिडिटी –इस रोग के होने पर राग खमाज सुनने से लाभ मिलता है | इस राग के प्रमुख गीत इस प्रकार से हैं 1)ओ रब्बा कोई तो बताए प्यार (संगीत), 2)आयो कहाँ से घनश्याम(बुड्ढा मिल गया), 3)छूकर मेरे मन को (याराना), 4)कैसे बीते दिन कैसे बीती रतिया (ठुमरी-अनुराधा), 5)तकदीर का फसाना गाकर किसे सुनाये ( सेहरा ), रहते थे कभी जिनके दिल मे (ममता ), हमने तुमसे प्यार किया हैं इतना (दूल्हा दुल्हन ), तुम कमसिन हो नादां हो (आई मिलन की बेला)


4)कमजोरी –यह रोग शारीरिक शक्तिहीनता से संबन्धित है | इस रोग से पीड़ित व्यक्ति कुछ भी काम कर पाने मे खुद को असमर्थ महसूस करता है | इस रोग के होने पर राग जय जयवंती सुनना या गाना लाभदायक होता है | इस राग के प्रमुख गीत निम्न हैं मनमोहना बड़े झूठे(सीमा), 2)बैरन नींद ना आए (चाचा ज़िंदाबाद), 3)मोहब्बत की राहों मे चलना संभलके (उड़न खटोला ), 4)साज हो तुम आवाज़ हूँ मैं (चन्द्रगुप्त ), 5)ज़िंदगी आज मेरे नाम से शर्माती हैं (दिल दिया दर्द लिया ), तुम्हें जो भी देख लेगा किसी का ना (बीस साल बाद )


5)याददाश्त –जिन लोगों की याददाश्त कम हो या कम हो रही हो, उन्हे राग शिवरंजनी सुनने से बहुत लाभ मिलता है | इस राग के प्रमुख गीत इस प्रकार से हैं, ना किसी की आँख का नूर हूँ(लालकिला), 2)मेरे नैना(महबूबा), 3)दिल के झरोखे मे तुझको(ब्रह्मचारी), 4)ओ मेरे सनम ओ मेरे सनम(संगम ), 5)जीता था जिसके (दिलवाले), 6)जाने कहाँ गए वो दिन(मेरा नाम जोकर )


6)खून की कमी –इस रोग से पीड़ित होने पर व्यक्ति का चेहरा निस्तेज व सूखा सा रहता है | स्वभाव में भी चिड़चिड़ापन होता है | ऐसे में राग पीलू से संबन्धित गीत सुनने से लाभ पाया जा सकता हैं | 1)आज सोचा तो आँसू भर आए (हँसते जख्म), 2)नदिया किनारे (अभिमान), 3)खाली हाथ शाम आई है (इजाजत), 4)तेरे बिन सूने नयन हमारे (लता रफी), 5)मैंने रंग ली आज चुनरिया (दुल्हन एक रात की), 6)मोरे सैयाजी उतरेंगे पार(उड़न खटोला),



7)मनोरोग अथवा डिप्रेसन –इस रोग मे राग बिहाग व राग मधुवंती सुनना लाभदायक होता है | इन रागों के प्रमुख गीत इस प्रकार से हैं | 1)तुझे देने को मेरे पास कुछ नहीं(कुदरत नई), 2)तेरे प्यार मे दिलदार(मेरे महबूब), 3)पिया बावरी(खूबसूरत पुरानी), 4)दिल जो ना कह सका (भीगी रात), तुम तो प्यार हो(सेहरा), मेरे सुर और तेरे गीत (गूंज उठी शहनाई ), मतवारी नार ठुमक ठुमक चली जाये(आम्रपाली), सखी रे मेरा तन उलझे मन डोले (चित्रलेखा)

8)रक्तचाप-ऊंचे रक्तचाप मे धीमी गति और निम्न रक्तचाप मे तीव्र गति का गीत संगीत लाभ देता है | शास्त्रीय रागों मे राग भूपाली को विलंबित व तीव्र गति से सुना या गाया जा सकता है | ऊंचे रक्तचाप मे “चल उडजा रे पंछी कि अब ये देश (भाभी), ज्योति कलश छलके (भाभी की चूड़ियाँ ), चलो दिलदार चलो (पाकीजा ), नीले गगन के तले (हमराज़) जैसे गीत व निम्न रक्तचाप मे “ओ नींद ना मुझको आए (पोस्ट बॉक्स न॰ 909), बेगानी शादी मे अब्दुल्ला दीवाना (जिस देश मे गंगा बहती हैं ), जहां डाल डाल पर ( सिकंदरे आजम ), पंख होते तो उड़  आती रे (सेहरा ) |


[9)अस्थमा –इस रोग मे आस्था–भक्ति पर आधारित गीत संगीत सुनने व गाने से लाभ होता है | राग मालकोस व राग ललित से संबन्धित गीत इस रोग मे सुने जा सकते हैं | जिनमें प्रमुख गीत निम्न हैं तू छुपी हैं कहाँ (नवरंग), तू है मेरा प्रेम देवता(कल्पना), एक शहँशाह ने बनवा के हंसी ताजमहल (लीडर), मन तड़पत हरी दर्शन को आज (बैजू बावरा ), आधा है चंद्रमा ( नवरंग )


10)सिरदर्द –इस रोग के होने पर राग भैरव सुनना लाभदायक होता है | इस राग के प्रमुख गीत इस प्रकार से हैं - मोहे भूल गए सावरियाँ (बैजू बावरा), राम तेरी गंगा मैली (शीर्षक), पूंछों ना कैसे मैंने रैन बिताई(तेरी सूरत मेरी आँखें), सोलह बरस की बाली उमर को सलाम (एक दूजे के लिए )

Wednesday, 13 May 2015

કાગ વાણી

: અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..
અમે દાદરો બનીને ખીલા ખાધા રે..
તપસ્યાના ફળ નો મળ્યા હો.. જી..

માથડા કપાવી અમે ઘંટી એ દળાણાં ,
ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે..
જમનારા કોઈ નો મળ્યા હો.. જી..

નામ રે બદલાવ્યા અમે પથિકો ને કાજે,
કેડો બનીને જુગ જુગ સુતા રે…
ચાલનારા કોઈ નો મળ્યા હો.. જી..

કુહાડે કપાણા અમે આગ્યું માં ઓરાણા,
કાયા સળગાવી ખાક કીધી રે
ચોળનારા કોઈ નો મળ્યા હો.. જી..

પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી,
ઘાઘરી પહેરીને પડ માં ઘૂમ્યા રે
જોનારા કોઈ નો મળ્યા હો.. જી..

સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં,
કરમાં લીધી છે રૂડી વરમાળા રે
મુછાળા કોઈ નો મળ્યા હો.. જી..

” કાગ ” બ્રહમલોક છોડ્યો પતિતોને કાજે,
હેમાળેથી દેયું પડતી મેલી રે
ઝીલનારા કોઈ નો મળ્યા હો.. જી..

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..

– દુલા નામઃ દુલા ભાયા કાગ -”કાગ બાપુ”-
જન્મઃ ૨૫-૧૧-૧૯૦૨
અવસાનઃ ૨૨-૦૨-૧૯૭૭
જન્મસ્થળઃ મજાદર ( તા. મહુવા, જિ.ભાવનગર)
અભ્યાસ: પાંચ ધોરણ

સંસ્કૃતિ

📜अपनी भारत की संस्कृति
को पहचाने.
ज्यादा से ज्यादा
लोगो तक पहुचाये. खासकर अपने बच्चो को बताए क्योकि ये बात उन्हें कोई नहीं बताएगा...

📜😇( ०१ )    दो पक्ष-

कृष्ण पक्ष ,
शुक्ल पक्ष !

📜😇( ०२ )    तीन ऋण -

देव ऋण ,
पितृ ऋण ,
ऋषि ऋण !

📜😇( ०३ )    चार युग -

सतयुग ,
त्रेतायुग ,
द्वापरयुग ,
कलियुग !

📜😇( ०४ )    चार धाम -

द्वारिका ,
बद्रीनाथ ,
जगन्नाथ पुरी ,
रामेश्वरम धाम !

📜😇( ०५ )   चारपीठ -

शारदा पीठ ( द्वारिका )
ज्योतिष पीठ ( जोशीमठ बद्रिधाम )
गोवर्धन पीठ ( जगन्नाथपुरी ) ,
शृंगेरीपीठ !

📜😇( ०६ )   चार वेद-

ऋग्वेद ,
अथर्वेद ,
यजुर्वेद ,
सामवेद !

📜😇( ०७ )   चार आश्रम -

ब्रह्मचर्य ,
गृहस्थ ,
वानप्रस्थ ,
संन्यास !

📜😇( ०८ )   चार अंतःकरण -

मन ,
बुद्धि ,
चित्त ,
अहंकार !

📜😇( ०९ )   पञ्च गव्य -

गाय का घी ,
दूध ,
दही ,
गोमूत्र ,
गोबर !

📜😇( १० )   पञ्च देव -

गणेश ,
विष्णु ,
शिव ,
देवी ,
सूर्य !

📜😇( ११ )   पंच तत्त्व -

पृथ्वी ,
जल ,
अग्नि ,
वायु ,
आकाश !

📜😇( १२ )   छह दर्शन -

वैशेषिक ,
न्याय ,
सांख्य ,
योग ,
पूर्व मिसांसा ,
दक्षिण मिसांसा !

📜😇( १३ )   सप्त ऋषि -

विश्वामित्र ,
जमदाग्नि ,
भरद्वाज ,
गौतम ,
अत्री ,
वशिष्ठ और कश्यप!

📜😇( १४ )   सप्त पुरी -

अयोध्या पुरी ,
मथुरा पुरी ,
माया पुरी ( हरिद्वार ) ,
काशी ,
कांची
( शिन कांची - विष्णु कांची ) ,
अवंतिका और
द्वारिका पुरी !

📜😇( १५ )   आठ योग -

यम ,
नियम ,
आसन ,
प्राणायाम ,
प्रत्याहार ,
धारणा ,
ध्यान एवं
समािध !

📜😇( १६ )   आठ लक्ष्मी -

आग्घ ,
विद्या ,
सौभाग्य ,
अमृत ,
काम ,
सत्य ,
भोग ,एवं
योग लक्ष्मी !

📜😇( १७ )   नव दुर्गा --

शैल पुत्री ,
ब्रह्मचारिणी ,
चंद्रघंटा ,
कुष्मांडा ,
स्कंदमाता ,
कात्यायिनी ,
कालरात्रि ,
महागौरी एवं
सिद्धिदात्री !

📜😇( १८ )   दस दिशाएं -

पूर्व ,
पश्चिम ,
उत्तर ,
दक्षिण ,
ईशान ,
नैऋत्य ,
वायव्य ,
अग्नि
आकाश एवं
पाताल !

📜😇( १९ )   मुख्य ११ अवतार -

 मत्स्य ,
कच्छप ,
वराह ,
नरसिंह ,
वामन ,
परशुराम ,
श्री राम ,
कृष्ण ,
बलराम ,
बुद्ध ,
एवं कल्कि !

📜😇( २० )   बारह मास -

चैत्र ,
वैशाख ,
ज्येष्ठ ,
अषाढ ,
श्रावण ,
भाद्रपद ,
अश्विन ,
कार्तिक ,
मार्गशीर्ष ,
पौष ,
माघ ,
फागुन !

📜😇( २१ )   बारह राशी -

मेष ,
वृषभ ,
मिथुन ,
कर्क ,
सिंह ,
कन्या ,
तुला ,
वृश्चिक ,
धनु ,
मकर ,
कुंभ ,
कन्या !

📜😇( २२ )   बारह ज्योतिर्लिंग -

सोमनाथ ,
मल्लिकार्जुन ,
महाकाल ,
ओमकारेश्वर ,
बैजनाथ ,
रामेश्वरम ,
विश्वनाथ ,
त्र्यंबकेश्वर ,
केदारनाथ ,
घुष्नेश्वर ,
भीमाशंकर ,
नागेश्वर !

📜😇( २३ )   पंद्रह तिथियाँ -

प्रतिपदा ,
द्वितीय ,
तृतीय ,
चतुर्थी ,
पंचमी ,
षष्ठी ,
सप्तमी ,
अष्टमी ,
नवमी ,
दशमी ,
एकादशी ,
द्वादशी ,
त्रयोदशी ,
चतुर्दशी ,
पूर्णिमा ,
अमावास्या !

📜😇( २४ )   स्मृतियां -

मनु ,
विष्णु ,
अत्री ,
हारीत ,
याज्ञवल्क्य ,
उशना ,
अंगीरा ,
यम ,
आपस्तम्ब ,
सर्वत ,
कात्यायन ,
ब्रहस्पति ,
पराशर ,
व्यास ,
शांख्य ,
लिखित ,
दक्ष ,
शातातप ,
वशिष्ठ !

Wednesday, 6 May 2015

હાજી કાસમ તારી વિજળી

કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ!

ભુજ અંજારની જાનું રે જૂતી

જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

દેશપરદેશી માનવી આવ્યાં,

જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

દશબજે તો ટિકટું લીધી

જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0


તેર તેર જાનું સામટી જૂતી

બેઠા કેસરિયા વર.—કાસમ, તારી0

ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા

છોકરાંનો નૈ પાર.—કાસમ, તારી0

અગિયાર બજે આગબોટ હાંકી

જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

બાર બજે તો બરોબર ચડિયાં

જાયછે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

ઓતર દખણના વાયરા વાયા

વાયરે ડોલ્યાં વા’ણ.—કાસમ, તારી0

મોટા સાહેબની આગબોટું મળિયું

વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0

જહાજ તું તારું પાછું વાળ્યે

રોગ તડાકો થાય.—કાસમ,તારી0

પાછી વાળું, મારી ભોમકા લાજે. !

અલ્લા માથે એમાન. –કાસમ, તારી0

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.

વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0

મધદરિયામાં મામલા મચે

વીજળી વેરણ થાય.—કાસમ, તારી0

ચહ(1)માં માંડીને માલમી જોવે

પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0

કાચને કુંપે કાગદ લખે(2)

મોકલે મુંબઇ શે’ર—કાસમ, તારી0

હિન્દુ મુસલમીન માનતા માને

પાંચમે ભાગે રાજ.—કાસમ, તારી0

પાંચ લેતાં તું પાંચસે લેજે

સારું જમાડું શે’ર.—કાસમ, તારી0

ફટ ભૂંડી તું વીજળી! મારાં

તેરસો માણસ જાય.—કાસમ, તારી0

વીજળી કે મારો વાંક્ક નૈ, વીરા

લખિયલ છઠ્ઠીના લેખ..—કાસમ, તારી0

તેરસો માણસ સામટાં બૂડ્યાં

બૂડ્યા કેસરિયા વર.—કાસમ. તારી0

ચૂડી એ કોઠે દીવા જલે ને

જુએ જાનું કેરી વાટ.—કાસમ. તારી0

મુંબઇ શે’રમાં માંડવા નાખેલ

ખોબલે વેં’ચાય ખાંડ.—કાસમ, તારી0

ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે

જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0

સોળસેં કન્યા ડુંગરે ચડી

જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0

દેશદેશથી તાર વછૂટ્યા

વીજળી બૂડી જાય.—કાસમ, તારી0

વાણિયો વાંચે ને ભાટિયા વાંચે

ઘર ઘર રોણાં થાય.—કાસમ, તારી0

પીઠી ભરી તો લાડડી રુએ

માંડવે ઊઠી આગ.—કાસમ, તારી0

સગું રુએ એનું સાગવી રુએ

બેની રુએ બાર માસ.—કાસમ, તારી0

મોટાસાહેબે(3) આગબોટું હાંકી

પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0

મોટા સાહેબે તાગ જ લીધા

પાણીનો ના’વે પાર. –કાસમ, તારી0

સાબ મઢ્યમ બે દરિયો ડોળે

પાણીનો ના’વે તાગ.—કાસમ, તારી

ગુજરાત ના જંગલો


ગુજરાત પાસે ભલે ગાઢ જંગલો નથી, તો પણ એવા જંગલો તો ઘણાય છે, જેમાં પ્રવાસીઓને આનંદ મળી શકે એમ છે. એક દિવસથી લઈને અઠવાડિયું ફરી શકાય એવુ વનવૈવિધ્ય ગુજરાત પાસે છે. જરા નજર દોડાવાય ત્યાં પહોંચી શકાય એવા કેટલાક વન્ય સ્થળોની વાત..


હિંગોળગઢ (રાજકોટ)

જસદણ એક સમયે રજવાડુ હતું. તેની ભાગોળે જ હિંગોળગઢ આવેલું છે. હિંગોળગઢનું જંગલ તો માત્ર સાડા છ ચોરસ કિલોમીટરનું જ છે, પણ તેમાં સજીવોનું ભારે વૈવિધ્ય છે. એકાદ ટેકરી પરથી ઉછળ-કૂદ કરતાં હરણ સરળતાથી જોઈ શકાય એમ છે, તો વળી સાપ-અજગર અહીંના વિશેષ ગૃહોમાં રાખવામાં આવ્યા છે. જંગલ નાનું છે, એ મુદ્દો તેનો પ્લસ પોઈન્ટ બની શકે એમ છે, કેમ કે નાનુ છે, એટલે જ સરળતાથી આખુ ફરી શકાય એમ છે.
શિવાજીના કિલ્લાની યાદ અપાવે એવો ગઢ જંગલની પાસેની ટેકરી પર બંધાયેલો છે. ૧૮૦૧માં જસદણના વજાસૂર ખાચરે એ મહેલ બંધાવ્યો હતો. તેની ઊંચાઈ ૧૧૦૦ ફીટ છે, એટલે ત્યાં પહોંચ્યા પછી આસપાસનો વિસ્તાર જોવાની પણ મજા પડે એમ છે. કિલ્લામાં રાજાશાહી વખતનો ઈતિહાસ સચવાયેલો છે.
વહેલી સવારે પહોંચી, મોડી સાંજ સુધી અહીં રખડીને એક દિવસનો સરસ પ્રવાસ કરી શકાય એમ છે.

અહીં ક્યા સજીવો જોવા મળશે?
વિવિધ જાતના પક્ષીઓ
સાપ-અજગર
હરણ
નિલગાય
શાહૂડી

કઈ રીતે પહોંચવુ?
હિંગોળગઢ અમદાવાદથી ૧૮૦ કિલોમીટર અને રાજકોટથી ૬૫ કિલોમીટર જ દૂર છે. જસદણ હાઈવે પર હોવાથી ત્યાં જવાના વાહનો મેળવવા કે વાહન લઈને જવું જરા પણ મુશ્કેલ નથી.

સંપર્ક
રેન્જ ફોરેસ્ટ ઓફિસર (હિંગોળગઢ) - ૯૮૨૫૨૨૬૪૦૩
ગીર ફાઉન્ડેશન (ગાંધીનગર) -  ૦૭૯-૨૩૨૨૧૩૮૫
* * * * *

નારાયણ સરોવર (કચ્છ)
નારાયણ સરોવર તેના ધાર્મિક પ્રવાસન માટે જાણીતું છે જ. પરંતુ સરોવરના કાંઠે અને આસપાસમાં વિવિધ પંદરેક એવા સજીવો વસે છે, જે બીજે ક્યાંય સરળતાથી જોવા મળી શકે એમ નથી. નારાયણ સરોવર પાસે ચિંકારા હરણ જોવા મળે છે, જેમાં નર ઉપરાંત માદાના માથા પર પણ શિંગડા ઉગેલા જોવા મળે છે. બીજે ક્યાંય આવા હરણનો વસવાટ નથી. અહીં હની બેજર નામનું સજીવ જોવા મળે છે, જે ગિનેસ બૂક ઓફ રેકોર્ડ પ્રમાણે જગતનું સૌથી નિર્ભિક પ્રાણી છે. હની બેઝરનું કામ નામ પ્રમાણે મધપૂડા પર આક્રમણ કરીને મધ આરોગવાનું છે. ભારતમાં હવે તો ચીતા જોવા મળતાં નથી, પણ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાના અંદાજ પ્રમાણે ભારતમાંથી ચિત્તા નષ્ટ થયાં પહેલા તેનો છેલ્લો કુદરતી આવાસ નારાયણ સરોવર આસપાસ હતો.

સજીવો
ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ
ચિંકારા
મધિયો (હની બેઝર)
કિડીખાઉં
જંગલી બીલાડી (ક્રેકલ)
કાળા તેતર

કઈ રીતે પહોંચવુ?
નારાયણ સરોવર છેક પાકિસ્તાન સરહદ પાસે આવેલું છે, એટલે ત્યાં સુધીનો પ્રવાસ પણ મજેદાર બની શકે એમ છે. ભુજથી સરોવર ૧૫૦ કિલોમીટર દૂર છે. અહીંથી સરકારી કે ખાનગી વાહન દ્વારા જઈ શકાય એમ છે. ભુજ ગયા વગર ત્યાં પહોંચી ન શકાય.

સંપર્ક
આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ભુજ) ૦૨૮૩૨ ૨૩૦૭૬૬
* * * * *
૩.
ઈન્દ્રોડા પાર્ક
ગાંધીનગર જનારા અનેક લોકો ઈન્દ્રોડા પાર્કના દરવાજેથી પસાર થતાં હશે. માટે અહીં પહેલી નજરે કશુંય નવીન લાગે નહીં. છતાં પણ ઈન્દ્રોડા જગતનો એક માત્ર પાર્ક છે, જે મુલાકાતીઓને સાડા છ કરોડ વર્ષ પહેલાનાં વિશ્વમાં લઈ જઈ શકે છે. અહીં ડાઈનાસોરના ઈંડા અને અવશેષો રાખવામાં આવ્યા છે. દુનિયામાં ઈન્દ્રોડાની માફક સરળતાથી ડાયનાસોરના ઈંડા-અવશેષોને જોઈ-સ્પર્શી શકાય એવી સગવડ બીજે ક્યાંય નથી. વાઘ-દીપડા સહિતના સજીવો અહીંના પ્રાણી સંગ્રહાલયમાં છે, પણ વધારે આકર્ષક તો વ્હેલ માછલીનું સોએક ફીટ લાંબુ અસ્થિમાળખું છે. વ્હેલ ખરેખર કેવડી હોય તેનો અંદાજ એ હાડપિંજર જોયા શિવાય આવી ન શકે. કહેવા માટે ઈન્દ્રોડા કૃત્રિમ જંગલ છે, પણ છતાંય માણવાલાયક તો છે જ.

સજીવો
- પ્રાણી સંગ્રહાલય હોવાથી અનેક પ્રકારના સજીવો છે.
- બોટાનિકલ ગાર્ડન છે.
- વ્હેલ માછલીનું હાડપિંઝર
- ડાયનાસોરના અવશેષો

કઈ રીતે જઈ શકાય?
ઈન્દ્રોડા ગાંધીનગર અને અમદાવાદથી જવા માટે અનેક પ્રકારના ખાનગી-સરકારી વાહનો મળી રહે છે. પાર્કનો સમય સવારના ૮થી સાંજના ૬ સુધીનો છે. દર સોમવારે પાર્ક બંધ રહે છે.

સંપર્ક
ઈન્દ્રોડા પાર્ક - ૦૭૯-૨૩૨૨૦૫૬૦
* * * * *

રતનમહાલ (દાહોદ)
પ્રાથમિક શાળામાં ભણાવાયેલી કવિતા, રીંછ એકલું ફરવા ચાલ્યુ.. અહીં નજરોનજર જોઈ શકાય એમ છે. ગુજરાતમાં રીંછની સારી એવી સંખ્યા છે, પરંતુ લો-પ્રોફાઈલ સજીવ હોવાથી એ સરળતાથી દેખાતુ નથી. જોકે છેલ્લા એકાદ દાયકાથી રીંછ જંગલ બહાર નીકળી હુમલો કરી બેસતા હોય એવા થોડા બનાવો નોંધાયા છે. રીંછના દર્શન કરવા હોય તો રતનમહાલના જંગલોની મુલાકાત લેવી રહી. મહુડાના વૃક્ષોની બહુમતી ધરાવતો આ વન વિસ્તાર આમ તો ૫૫ ચોરસ કિલોમીટરનો જ છે, પણ સૌથી વધુ રીંછ અહીં જ છે.

સજીવો
- રીંછ
- શિયાળ
- દીપડા
- ઉડતી ખિસકોલી
- ઝરખ

કઈ રીતે પહોંચવુ?
અહીં જવાનો આદર્શ સમય ઓક્ટોબરથી મે મહિના સુધીનો છે. વડોદરાથી રતનમહાલનું જંગલ ૧૭૦ કિલોમીટર દૂર છે. દાહોદ ૭૦ અને ગોધરા અહીંથી ૮૫ કિલોમીટર દૂર છે. બારિયા ૩૦ કિલોમીટર અને ખેડા ૪૫ કિલોમીટર દૂર છે.
સંપર્ક
ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (બારિયા) -  ૦૨૬૭૮૨૨૦૪૨૫
* * * * *


વેળાવદર (ભાવનગર)
કાળિયાર માટે જાણીતા વેળાવદર વિશે જાણવા જેવી હકીકત એ પણ છે, કે એ વિશ્વનો સૌથી મોટો કાળિયાર પાર્ક છે! કાળિયારના ટોળાંને ટોળાં જોવા અહીં મુશ્કેલ નથી. જરૃર પડયે ૮૦ કિલોમીટરની ઝડપે દોડી શકતા કાળિયાર ભારત અને પાકિસ્તાનમાં વધારે જોવા મળે છે. એમાનું એક મહત્ત્વપૂર્ણ સ્થળ વેળાવદર છે. એક સમયે ભાવનગરના રાજવીઓ અહીં ચિત્તાઓ સાથે હરણોનો શિકાર કરવા આવતા હતાં.

સજીવો
કાળિયાર
નીલગાય
ઝરખ
લીખ નામનું પક્ષી

કઈ રીતે પહોંચવુ?
અમદાવાદથી ભાવનગર જતી વખતે જ રસ્તામાં વેળાવદરનો માર્ગ ફંટાય છે. વલભીપુર અહીંથી ૩૨ કિલોમીટર છે, ભાવનગર ૭૫ કિલોમીટર છે અને અમદાવાદ ૧૫૦ કિલોમીટર છે. પાર્કમાં જ વન વિભાગના ગેસ્ટહાઉસ સહિતની સગવડ છે, જે અંગે અગાઉથી સંપર્ક કરીને જાણકારી મેળવી શકાય છે.

સંપર્ક
ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વેળાવદર) -  ૦૨૭૮ ૨૪૨૮૬૪૪
બહુમાળી ભવન (ભાવનગર) - ૦૨૭૮-૨૪૨૬૪૨૫
* * * * *


ભરતવન (જૂનાગઢ)
ગીરનાર એટલે અંબાજી અને અંબાજી એટલે ગીરનાર એવી વ્યાપક માન્યતા છે. એ ખોટી છે. અંબાજી ગીરનારનું માત્ર એક જ ધામ છે અને ધાર્મિક પ્રવાસનો ખાસ આગ્રહ ન હોય તો અંબાજી જવા જેવું પણ નથી. અંબાજીને બદલે ગીરનારમાં જવા જેવી જગ્યા ભરતવન અને સિતાવન છે. માન્યતા પ્રમાણે રામના વનવાસ દરમિયાન ભરતે અહીં રામનું મંદિર સ્થાપ્યુ હતું. સિતાવન જવા માટે સીડી છે અને ત્યાંથી ટ્રેકિંગ કરી શકાય એવો ઉબડ-ખાબડ પણ જંગલનો કાયદેસર અહેસાસ કરાવે એવો રસ્તો છે. ભરતવનનો આશ્રમ મોટો છે અને કોઈ પણ જાતના ચાર્જ વગર અહીં રાત રોકાઈ શકાય છે. ભરતવન એકમાત્ર એવુ સ્થળ છે, જ્યાંથી ગીરનારનો બેકસાઈડ વ્યૂ જોઈ શકાય છે. એક વખત ભરતવન-સિતાવનની મુલાકાત લીધા પછી જ ખબર પડે કે હિમાલય કરતાંય જૂના ગીરનારની ખરી સમૃદ્ધિ શું છે..

કઈ રીતે પહોંચાય?
ભારતવન સુધી જવા માડે અંદાજે અઢી હજાર પગથિયા ચડવા પડે છે. અહીં બહુ ઓછી ભીડ હોવાથી પ્રવાસની પણ અલગ મજા છે. જૂનાગઢમાં ગીરનારની તળેટીમાંથી જ ભરતવન જતી સીડી અલગ પડે છે. અંબાજીથી પણ એક સીડી દ્વારા જઈ શકાય છે. પણ જૂનાગઢ પહોંચવુ મહત્ત્વનું છે.વહેલી સવારે સીડી ચડવાનું શરૃ કરી અજવાળું થાય ત્યાં સુધીમાં ભરતવન પહોંચી શકાય છે. અથવા તો બાપોર પછી સીડી ચડી બે હજાર ફીટની ઊંચાઈએ રાત રોકાવાનો આનંદ લઈ શકાય છે.
* * * * *



સાસણ (જૂનાગઢ)
સાસણને કોઈ ઓળખની જરૃર નથી. સિંહો માટે એ વિશ્વવિખ્યાત સ્થળ છે. ૧૪૧૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગીર નેશનલ પાર્કમાં ૪૦૦થી વધારે સિંહો છે અને એ સિવાય અઢળક પ્રાણીઓ છે. સિંહો સિવાય ઘણુંય જોઈ-રખડી શકાય એમ છે. ગીરની મજા લેવાનો એક રસ્તો ગીર આરપાર પ્રવાસ કરવાનો છે. ધારી પાસેના દલખાણિયાથી દાખલ થઈને સામા છેડે જામવાળા નીકળી શકાય છે. એ રસ્તો ગીરના બરાબર બે ભાગ કરે છે. બન્ને છેડે આવેલી ચેક પોસ્ટ પર નોંધણી કરાવીને એ રસ્તેથી પસાર થઈ શકાય છે.

સજીવો
સિંહ
દીપડા
કોબ્રા
શિયાળ
ચૌશિંગા
કાળિયાર
મગર

કઈ રીતે પહોંચવુ?
સાસણથી જૂનાગઢ ૬૦ કિલોમીટર અને અમરેલી ૬૫ કિલોમીટર દૂર છે. દીવ નજીકનું એરપોર્ટ છે, ૧૧૦ કિલોમીટર. વેરાવળ ૪૦ કિલોમીટર, રાજકોટ ૧૬૦ અને અમદાવાદ ૪૧૦ કિલોમીટર દૂર છે. ચોમાસાને કારણે દર વર્ષે ૧૫ જુનથી ૧૫ ઓક્ટોબર સુધી જંગલ બંધ રહે છે.
ગીર આરપાર નીકળતા રસ્તેથી પસાર થવા માટે ધારી અથવા જામવાળા જવું પડે. જૂનાગઢથી ધારી ૮૦ અને જામવાળા ૯૦ કિલોમીટર દૂર છે. પરંતુ ગીરની આરપાર નીકળવું હોય તો વહેલી સવારે પ્રવાસ શરૃ કરવો હિતાવહ છે. સાંજ પડયે ગીરના દરવાજા બંધ થયા પછી એ રસ્તો વાપરી શકાતો નથી.

સંપર્ક
સિંહ સદન (સાસણ) - ૦૨૮૭૭-૨૮૫૫૪૧
ડીસીએફ (જૂનાગઢ)- ૦૨૮૭૭-૨૮૫૬૨૧
* * * * *


પૂર્ણા અભયારણ્ય (ડાંગ)
પૂર્ણા નદીના કાંઠે ફેલાયેલુ ગાઢ, વરસાદી જંગલ પૂર્ણા અભયારણ્યમાં જઈને જોઈ શકાય છે. જંગલી સજીવો કરતાં પૂર્ણાનું જંગલ ત્યાંના વૃક્ષ વૈવિધ્ય માટે વધારે પ્રચલિત છે. સિસમ સહિતના કદાવર અને તોતિંગ વૃક્ષો અહીંના જંગલમાં થાય છે. તો દીપડાઓની વસતી પ્રવાસીઓને ડરાવવા માટે પુરતી છે. પૂર્ણાના જંગલોમાં વરસે ૨૫૦૦ મિલિમીટર કરતાં વધારે વરસાદ પડે છે અને એટલે જ અહીં ગુજરાતના સૌથી ગાઢ જંગલો છે.

સજીવો
દીપડા
રીંછ
શિયાળ

કઈ રીતે પહોંચવુ?
૧૦૦ કિલોમીટર દૂર આવેલું સુરત સૌથી નજીકનું મોટું શહેર છે. વ્યારા સુધી રેલવે દ્વારા જઈ શકાય છે. વ્યારા ૨૦ જ કિલોમીટર દૂર છે.

સંપર્ક
ડીસીએફ (આહવા) - ૦૨૬૩૧-૨૨૦૨૦૩
* * * * *



મરીન નેશનલ પાર્ક (જામનગર)
જામનગર પાસે આવેલું દરિયાઈ ઉદ્યાન દેશનું પહેલું મરીન પાર્ક હતું. જમીન પરના જંગલો કરતાં આ જંગલ અલગ છે કેમ કે આ પાણીમાં છે. તેનાં સજીવો પણ અલગ છે અને અનુભવ પણ અલગ છે. દરિયાઈ જીવો ઉપરાંત પરવાળા ખડકો અહીં જોવા મળે છે. આખો પાર્ક ૪૨ ટાપુુમાં વિસ્તરેલો છે અને સ્વાભાવિક રીતે ત્યાં માત્ર હોડી દ્વારા જઈ શકાય છે.
કઈ રીતે પહોંચવુ?
જામનગર પહોંચ્યા પછી બેડી બંદરેથી પાર્કમાં જઈ શકાય છે. પરંતુ ભરતી-ઓટ પ્રમાણે મુલાકાતનું ટાઈમ ટેબલ ગોઠવાતું હોવાથી ત્યાં વહે

Tuesday, 5 May 2015

કબીરના દોહરા

ગુરૂ સબ કહા કરો, ગુરૂહિ ગુરમે ભાવ,

      સો ગુરૂ કાહે કિજીયે, જો નહિ બતાવે દાવ.

એવા લાલચુ બની બેઠેલા ગુરૂઓ કંઈક લાભ, લોભ, ભય કે ચમત્કાર દેખાડે તેવાઓને બધા ગુરૂ માની લે છે. પણ તેવા ગુરૂઓ પોતે મોટો મહંત છે, તેવા માન ગુમાનમાં ભટકતા હોય છે. કે જેઓ તમને આ જનમ મરણના ફેરામાંથી છુટવાનો ઉપાય બતાવી શકતા નથી તેવાઓને કેમ કરીને ગુરૂ કહી શકાય?
sat vani.....

સદગુરૂ ઐસા કિજીયે, તત્ દિખાવે સાર,

પાર ઉતારે પલકમેં, દર્પન દે દાતાર.

તેથી તું એવો સદગુરૂ મેળવી લેજે કે જે તને તું પોતે કોણ છે? તે સાચું તારાપણું તને બતાવી એક પલમાં આ ભવસાગરની પાર પહોંચાડી દેશે. અને જેમ તું દર્પણમાં જોતો હોય તેમ તને સાક્ષાત્કાર થશે.

kabir na  dohara

કબીરા સોયા ક્યા કરે, બેઠા રહા ઔર જાગ,

                              જિનકે સંગસે બિછર્યો, વાહીકે સંગ લાગ… ।। ૧ ।।

                                      જ્યું તલ માંહિ તેલ હૈ, જ્યું ચકમકમેં આગ,

                              તેરા સાંઈ તુજમેં, જાગ શકે તો જાગ… ।। ૨ ।।

                                      માલા ફેરત જુગ ગયા, મિટા ન મનકા ફેર,

                              કરકા મનકા છોડ કર, મનકા મનકા ફેર… ।। ૩ ।।

                                      માલા તો કરમેં ફિરે, જીભ ફિરે મુખમાંહી,

                              મનવા તો ચૌદિશ ફિરે, યે તો સુમિરન નાહી… ।। ૪ ।।

                                      રામ બુલાવા ભેજીયા, જીયા કબીરા રોય,

                              જો સુખ સાદુ સંગમેં, સો વૈકુંઠ ન હોય… ।। ૫ ।।

                                      પારસમેં ઓર સંતમેં, બડો આંતરો જોન,

                              વો લોહા કંચન કરે, વે કર દે આપ સમાન… ।। ૬ ।।

                                      સુમિરન સુરત લગાઈકે, મુખસે કછુ ન બોલ,

                              બાહરકે પટ બંધ કર, અંતરકે પટ ખોલ… ।। ૭ ।।

                                      સાંસ સાંસપે નામ લે, બિલખા સાંસ ન ખોય,

                              ના જાને યહ સાંસકા, આવન હોયે ના હોય… ।। ૮ ।।

                                      જાગો લોકો મત સોવો, ના કરો નિંદસે પ્યાર,

                              જૈસા સ્વપ્ના રૈનકા, ઐસા યહ સંસાર… ।। ૯ ।।

                                      કહે કબીર પુકારકે, દો બાતેં લિખ દે,

                              કર સાહેબકી બંદગી, ભૂખોંકો કછુ દે… ।। ૧૦ ।।

                                      કબીરા વા દિન યાદ કર, પગ ઉપર તલ શિશ,

                              મીરત લોકમેં આય કે, બિસર ગયો જગદિશ… ।। ૧૧ ।।

                                      ચેત સવેળે બાવરે, ફિર પાછે પછતાય,

                              તુજકો જાના દૂર હય, કહે કબીર જગાય… ।। ૧૨ ।।

                                      સાંઈ ઈતનાં દિજીયે, જામેં કુટુંબ સમાય,

                              મેં ભી ભૂખા ના રહું, સાથ ન ભૂખા જાય… ।। ૧૩ ।।

                                      કબીરા ખડા બજારમેં, માંગે સબકી ખેર,

                              ના કાહૂસે દોસતી, ના કાહૂસે વેર… ।। ૧૪ ।।

                                      કથા કિર્તન કલી મિખે, ભવસાગરકી નાવ,

                              કહે કબીર ભવ તરનકો, નાહિં ઔર ઉપાવ… ।। ૧૫ ।।

                                      કહના થા સો કહ દિયા, અબ કછુ કહા ન જાય,

                              એક રહા દૂજા ગયા, દરિયા લહેર સમાય… ।। ૧૬ ।।