Atul from

Friday, 1 March 2013

રાખું છું

એ આવશે તેથી મહેકાવી રાખું છું,
ફૂલો થી ઘર ને સજાવી રાખું છું.

ર્હદયને બહેલાઉ છું સુખી રાખવા
બાકી વેદના ભીતર ભારી રાખું છું

લ્યો' પુરાવા દઉં તે હોવાપણાના
તસવીર આંખમાં મઢાવી રાખું છું

શોધવો પડશે એને આવીને પછી
જાતને આથીતો સળગાવી રાખું છું

પંખીને કીધું છે શરણાઈ વગાડશે
વ્રુક્ષોને કીધું છે ચમ્મરો ઢોળાશે
ગગન,વર્ષા,સમુદ્રને દીધું આમંત્રણ
કેમ સ્વાગત કરવું સમજાવી રાખું છું

થોભ બે ઘડી ''તથ્ય'' એ આવશે
વિશ્વાસે મૌંતને પણ થંભાવી રાખું છું

[મારું કાવ્ય અછાંદસ છે જો આપણે ગમે તો ]

{....... ને હજી તરવર...તરવર...--- માંથી }

અતુલ બગડા ...... ''તથ્ય ''

No comments:

Post a Comment