Atul from

Tuesday, 12 March 2013

તારી આંખમાં

પલકના ગામ તારી આંખમાં
છલકતા જામ તારી આંખમાં

લે હવે છોડ પિયુ, પાલવજી
મહકતા માન તારી આંખમાં

હું તને આખી રાત શણગારું !
ચળકતા આભ તારી આંખમાં

જાત કે આંગળીને વાયદો ?
સ્પર્શના બાણ તારી આંખમાં

હું તને કે પછી તું ચાહે છે ?
જોવ છું એંધાણ તારી આંખમાં

ખીલતા પુષ્પની કુણી સેજ સમ
ફોરતી ડાળ તારી આંખમાં

આપની આજ રીતે તે ઉગે
કોળતા ભાણ તારી આંખમાં


............... અતુલ બગડા

Wednesday, 6 March 2013

દરિયો

                               

                               રાત આખી કણસતો પીડાય છે દરીઓ
                                આંગળીના ટેરવે થી કોળાય છે દરિયો

                                 આ કિનારે, તે કિનારે ઘુમરાતો એ
                               આગ જેવો નાભિમાં ઠલવાય છે દરિયો

                                લાગણીના ફાગ ખેલે ઓટ ને ભરતી
                                  આંખના ખૂણે પછી ડોકાય છે દરિયો

                                ફૂલ શરમ લજામણીને જિંદગી આખી
                                 વાદળિયા આભમાં ચોળાય છે દરિયો

                                કોઈ પુરાના કિલ્લા પર કોતરાયેલી
                                 નાયિકાના ગાલ પર ઢોળાય છે દરિયો

                                આજ ''તથ્ય'' કારણ ખરું કહેવું પડશે
                               ખંજર જેવો માથા પે તોળાય છે દરિયો

                                     ,,,,,,,,,,,,,,,,,,,,,,, અતુલ બગડા

Tuesday, 5 March 2013

રાતમાં તું જામને ગળવા દે
ચાર ભીની આંખને મળવા દે

રાજ મારા પાંદડે ફણગા દે
તરસતા એ ટેરવા ભરવા દે

લાગણીથી બે હાથ જોડીને
એય ખુદા તું પ્રેમ ફળવા દે

કૈં વખત હું છેતરતો રહ્યો
આજ તું ઝાંઝવા છળવા દે

માંગણી નથી કરવી ખુશીની
સાગર સમ વેદના તરવા દે

નીલરંગી ઓઢણીથી સખીરી
સાવ થોડી ચાંદની ઢળવા દે

લે, સુક્કી ડાળખીની ખા કસમ
ઝંખનામાં પ્રેમને ભળવા દે

હુંય પામી જાવ તે ચાલાકી
જો સખીરી વાતને કળવા દે

,,,,,,,,,,,,, અતુલ બગડા ''તથ્ય''

ધગધગતા શબ્દો કાગળ પે ઠારવા દે
શુન્યતા ની હદ સુધી વિચારવા દે

એવું શું બંધન હશે બેશ્વાસની વચ્ચે ?
શાંતિ રાખ મન ! કેક તો ધારવા દે

આયુષ્યની પણછ ખેચાણી કાન સુધી
આત્મા થોભ દંભી લાગણી મારવા દે

એ હવે પરત ફરશે કે ? ખબર નથી
છેલ્લી વાર લાશ ખુબ શણગારવા દે

ગઝલના અંત સુધી સાચવ્યા છે એને
શબ્દો હજી થોડા વધારે વાવવા દે

........................ અતુલ બગડા ''તથ્ય ''

પ્રસવની પીડા જેવી કવિતા
રેશમના કીડા જેવી કવિતા

આમતો અઢળકને આમ શૂન્ય
અગણ્ય તેવા મીંડા જેવી કવિતા

ચોટાડો તો ઉખડે નહિ ર્હાદયથી
ગુંદર તળેલા ભીંડા જેવી કવિતા

ઓગાળું તેમ છતાં ના ઓગળે
બાહુપાશના ભીડા જેવી કવિતા

ચોર કહોતો ચોર છીએ આપણે
દિલ વાડીના છીંડા જેવી કવિતા

............................ અતુલ બગડા
દુલ્હન કરતા લાશ વધુ શણગારી દીધી
ને અત્તર છાંટી ને વધુ મહેકાવી દીધી

સાચું કે ખોટું થોડું સ્વજનો રોયા અને
પછી લાકડા સંગ તેને સળગાવી દીધી

રાખ ફંફોસી અસ્થી ભેગા કરી તેને
માટલી ભરી ગંગામાં વહાવી દીધી

અગિયાર દિ કાળા કપડે શોક પળાયો
ભારવાચક શબ્દોથી અંજલી ચડાવી દીધી

કાચની અંદર પેક કરી એ તસવીર ને
ફૂલમાળ ચડાવી, દીવાલે લટકાવી દીધી

હશે લાગણી ! કે કઈ ગમતું કર્યું તેણે !
''તથ્ય'' યાદનેય રુદિયે દફનાવી દીધી

............................... અતુલ બગડા

Friday, 1 March 2013

મૌનમા બધું સમજાવી જશે
ઝાંઝવા તથ્ય લલચાવી જશે

વારતા કરુણ હશે દોસ્તો
આંખને કદાચ રડાવી જશે

એમ હું શત્રુથી ડરતો નથી
જે હશે મિત્રો દફનાવી જશે

....................... તથ્ય

રાખું છું

એ આવશે તેથી મહેકાવી રાખું છું,
ફૂલો થી ઘર ને સજાવી રાખું છું.

ર્હદયને બહેલાઉ છું સુખી રાખવા
બાકી વેદના ભીતર ભારી રાખું છું

લ્યો' પુરાવા દઉં તે હોવાપણાના
તસવીર આંખમાં મઢાવી રાખું છું

શોધવો પડશે એને આવીને પછી
જાતને આથીતો સળગાવી રાખું છું

પંખીને કીધું છે શરણાઈ વગાડશે
વ્રુક્ષોને કીધું છે ચમ્મરો ઢોળાશે
ગગન,વર્ષા,સમુદ્રને દીધું આમંત્રણ
કેમ સ્વાગત કરવું સમજાવી રાખું છું

થોભ બે ઘડી ''તથ્ય'' એ આવશે
વિશ્વાસે મૌંતને પણ થંભાવી રાખું છું

[મારું કાવ્ય અછાંદસ છે જો આપણે ગમે તો ]

{....... ને હજી તરવર...તરવર...--- માંથી }

અતુલ બગડા ...... ''તથ્ય ''