Atul from
Wednesday, 8 December 2021
પ. પૂ. મહર્ષિ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમહંસ
Sunday, 17 October 2021
અડીકડી વાવ ને નવઘણ કુવો
Friday, 6 August 2021
બાબા રામદેવ પીર
Tuesday, 8 June 2021
પિંડે સો બ્રહ્માંડે
માનવ શરીર વિશે જાણો
૧. પંચ મહાભૂત : પૃથ્વી, પાણ પવન, પ્રકાશ, આકાશ ; પાંચ જ્ઞાાનેન્દ્રિય :- આંખ, કાન, નાક, જીભ,ત્વચા,પાંચ કર્મેન્દ્રિય:- હાથ, પગ, ગુદા, લિંગ, વાણી, પાંચ તન્માત્રા : શબ્દ સ્પર્શ, રૂપ, રસ ગંધ; ચાર અંત:કરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા- આમ શરીર ૨૫ તત્ત્વોનું બનેલું છે.
૨. મળ, મૂત્ર, વાછૂર, વીર્ય, ભૂખ, તરસ, હાસ્ય, રૂદન, ઊંઘ, ઊલટી, ઉધરસ, છીંક, બગાસુ- આ શરીરના ૧૩ (તેર) કુદરતી આવેગો છે.
૩. આંખ -૨, નાક- ૨, કાન-૨, મુખ, લિંગ અને ગુદા- કુલ ૯ (નવ) દ્વારવાળી આ શરીરની નગરી છે.
૪. આધિ (માનસિક પીડા): વ્યાધિ (શારીરિક પીડા)ઉપાધિ (દૈવિક પીડા) આ શરીરનાં મુખ્ય ત્રણ દુ:ખો છે.
૫. સમગ્ર વિશ્વમાં સાડા સાત અબજની વસતિ છે પણ તમામે તમામના અંગૂઠાનું નિશાન એક સરખું કોઈની સાથે મળતું આવતું નથી.
૬. એક દિવસમાં શરીર ૨૧,૬૦૦ શ્વાસ લેવા- છોડવાની પ્રક્રિયા કરે છે.
૭. શરીરમાં શ્વાસ લેવાની ક્રિયાને પૂરક, શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક અને શ્વાસ છોડવાની યૌગિક પ્રક્રિયાને રેચક કહેવામાં આવે છે.
૮. શાસ્ત્રોમાં કામ (વાસના), ક્રોધ (ગુસ્સો) લોભ (લાલચ), મોહ, મદ( અહંકાર- અભિમાન) અને મત્સર (ઇર્ષ્યા- અદેખાઈ) આ છ ને શરીરના શત્રુ કહેવામાં આવ્યા છે. જેનો દરેકે ત્યાગ કરવાનો છે.
૯. સત્ય, અહિંસા, દયા, તપ, અચૌર્ય અને અપરિગ્રહને શાસ્ત્રોમાં આ માનવશરીરના પરમમિત્રો કહ્યા છે જેનું દરેકે આચરણ કરવાનું છે.
૧૦. શ્રીમદ્ ભગવદ્ગીતાની દૃષ્ટિએ સમગ્ર સૃષ્ટિમાં સત્ત્વ, રજ અને તમ- આ ત્રણ ગુણથી કોઈ શરીર બાકાત રહેતું નથી.
૧૧. ઇડા, પિંગલા અને સુષુમ્ણા- આ શરીરની ત્રણ મુખ્ય નાડીઓ છે.
૧૨. આ શરીરની વાત, પિત્ત અને કફ- એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે.
૧૩. શરીરના ચાર પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
૧૪. જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય- એ શરીરની ૪ (ચાર) અવસ્થા છે.
૧૫. પરા,પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી- ચાર પ્રકારની વાણી જીભથી બોલાય છે.
૧૬. શરીરની ચાર અવસ્થા બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ.
૧૭. પંચકર્મથી આ શરીરની શુદ્ધિ થઈ શકે છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ થાય છે.
૧૮. શરીરમાં ગુદા પાસે મૂલાધાર; લિંગ પાસે સ્વાધિષ્ઠાન, નાભિ પાસે મણિપુર, હૃદય પાસે અનાહત, કંઠ પાસે વિશુદ્ધિ અને લલાટે આજ્ઞાાચક્ર એમ છ ચક્રોનો ઉલ્લેખ કુંડલિની જાગૃત કરવા યોગશાસ્ત્રમાં છે.
૧૯. આપણું શરીર જીભ દ્વાર તીખો, તૂરો, ખાટો, ખારો, કડવો, ગળ્યો એમ છ પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકે છે.
૨૦. ચાવીને, ચાટીને, ચૂસીને અને ગળી જઈને- એમ ચાર પ્રકારનાં ભોજન મુખ દ્વારા આ શરીર કરી શકે છે.
૨૧. ગીતામાં જણાવ્યા અનુસાર કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ, અને ક્ષમાની પ્રકૃતિ સ્વરૂપે દરેક શરીરમાં શ્રીકૃષ્ણભગવાન વ્યાપ્ત છે.
૨૨. જેમાં શરીરના આઠ અંગો સક્રિય થઈ પ્રણામ થાય છે તેને અષ્ટાંગ પ્રણામ કહે છે. જેમ કે : છાતી, માથું, દૃષ્ટિ, મન, વચન, હાથ, પગ અને ઢીંચણ.
૨૩. આ શરીર વિવિધ અંગો દ્વારા શૃંગાર, કરૂણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, શાંત- એમ નવ રસનો અનુભવ કરી શકે છે.
૨૪. આ શરીરમાંથી જુદા જુદા અવયવો દ્વારા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે : મળ, મૂત્ર, પરસેવો, ગૂંગાં, કફ, પરૂ, ચીપડા, કાનનો મેલ, જીભ પરની છારી, વગેરે.
૨૫. આત્માના કલ્યાણ માટે નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસત્ત્વ, સખા, યાદસેવન અને આત્મ નિવેદન) દ્વારા આ શરીર પરમાત્માની પ્રાપ્તિ કરવા- મોક્ષ મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર રચનાનું વર્ણન :
૧. આપણાં બે ફેફસામાં કુલ ચાર અબજ વાયુકોષો છે.
૨. બન્ને ફેફસામાં મળી નાની નાની કુલ અઢી કરોડ શ્વાસવાહિનીઓ છે.
૩. બન્ને ફેફસાંની રક્તવાહિનીઓની કુલ લંબાઈ ૧૬૦૦ - સોળસો કિ.મી. થાય છે.
૪. એકી શ્વાસે માણસ ફેફસામાં ૪ (ચાર) લિટર હવા ભરી શકે છે.
૫. ૨૪ કલાકમાં માણસનું હૃદય ૧,૦૩,૬૮૦ વખત ધબકે છે.
૬. પુખ્ત વયના માણસના હૃદયનું વજન ૩૦૦ ગ્રામ હોય છે.
૭. હૃદયની લંબાઈ ૧૩ સે.મી; પહોળાઈ ૯ સે.મી અને જાડાઈ ૬ સે.મી. હોય છે.
૮. હૃદયની પમ્પીંગ વખતે લોહીને ૩૦ (ત્રીસ) ફૂટ દૂર ફેંકી શકે છે.
૯. એક મિનિટમાં પાંચ લિટર લેખે ચોવીસ કલાકમાં ૭૨૦૦ લિટર લિ.લોહી હૃદય પમ્પીંગ કરે છે.
૧૦. ફક્ત નાડી તપાસી આયુર્વેદ ૩૮ (આડત્રીસ) રોગોનું નિદાન કરી શકે છે.
૧૧. રાત્રે હૃદયના ધબકારા ૫૫ અને દિવસે ૭૨ હોય છે.
૧૨. પગના અંગુઠાથી માથા સુધી દોઢ લાખ રક્તવાહિનીઓ છે.
૧૩. આ રક્તવાહિનીઓને એક જ લીટીમાં ગોઠવો તો લંબાઈ ૬૦,૦૦૦ કિ.મી. થાય છે.
૧૪. પુખ્ત વયની વ્યકિતમાં કુલ : ૭( સાત) લિટર લોહી હોય છે.
૧૫. લોહીના રક્તકણોને આખા શરીરમાં ફરતાં માત્ર ૨૦ (વીસ) સેકન્ડ લાગે છે.
૧૬. આપણે એક મિનિટમાં ૨૫૦ સ્.ન્ પ્રાણવાયુ લઈ ૨૦૦ સ્.ન્ અંગાર વાયુ એવા છોડીએ છીએ.
૧૭. શરીરના તમામ રક્તકણો સીધી લીટીમાં ગોઠવતાં લંબાઈ ૩૩૦૦ દ્બ.સ્ થાય.
૧૮. બંને કીડનીમાં મળી કુલ :૨૦ (વીસ) લાખ ઉત્સર્ગ એકમો કાર્યરત હોય છે.
૧૯. એક કીડનીમાં અઢી લાખથી નવ લાખ નલિકાઓ (નેફ્રોન) હોય છે.
૨૦. બન્ને કીડનીઓ મળી એક દિવસમાં ૧૫૦૦ (પંદરસો) લિટર લોહી શુદ્ધ કરે છે.
૨૧. શરીરના નાના આંતરડાની લંબાઈ ૨૫ (પચીસ) ફૂટ હોય છે.
૨૨. મોટા આંતરડાની લંબાઈ ૬(છ) ફૂટ હોય છે.
૨૩. મુખ થી ગુદાસુધી ખોરાક કુલ ૩૫ (પાંત્રીસ) ફૂટની ક્રિયાઓમાંથી પસાર થાય છે.
૨૪. માણસની હોજરીમાં એક સાથે ૪ (ચાર) કિલો ખોરાક સમાઈ શકે છે.
૨૫. નવજાત શિશુમાં ૩૧૦ હાડકાં અને યુવાનીમાં કુલ ૨૦૬ હાડકાં હોય છે.
૨૬. મનુષ્યના બે હાથમાં કુલ ૨૭ હાડકાં છે.
૨૭. મનુષ્યના માથાની ખોપરી ૨૨ હાડકાંથી જોડાયેલી છે.
૨૮. પરસેવાના નિકાલ માટે આખા શરીરમાં પાંચ કરોડ પ્રસ્વેદ ગ્રંથિઓ છે.
૨૯. શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા ૭૦૦ (સાતસો) છે.
૩૦. એક ચોરસ ફૂટ ચામડીમાં પંદરસો છીદ્રો હોય છે.
૩૧. માણસ જ્યારે બોલે છે ત્યારે એક સાથે ૭૨ સ્નાયુઓ સક્રિય હોય છે.
૩૨. માણસ ક્રોધ- ગુસ્સો કરે ત્યારે ૧૨૮ સ્નાયુઓ ઉપર સીધી અસર થાય છે.
૩૩. મોટા મગજનું વજન આશરે દોઢ કિલો હોય છે.
૩૪. નાના અને મોટા મગજમાં મળી કુલ સો (૧૦૦) અબજ કોષો હોય છે.
૩૫. સ્વાદ પરખવા જીભ ઉપર ૩૦૦૦ (ત્રણ હજાર) સ્વાદગ્રંથિઓ છે.
૩૬. જીભ ઉપરના સ્વાદ કેન્દ્રોદરરી4 દસ દિવસે નવા બને છે.
૩૭. માણસની આંખો
૨૪(ચોવીસ) કલાકમાં ૧૪,૪૦૦ વખત પલકારા મારે છે.
૩૮. એક મિનિટના ૧૫ શ્વાસ લેખે ૨૪ કલાકમાં આપણે ૨૧૬૦૦ શ્વાસ લઈએ છીએ.
૩૯. ૨૪ કલાકમાં શરીરમાંથી નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરાનો નિકાલ થાય છે.
૪૦. માણસને એક દિવસમાં ૧૩(તેર) ઘનમીટર શુધ્ધ હવાની જરૂર પડે છે.
૪૧. ૮ (આઠ) કલાકની ઊંઘમાં માણસ ૩૫ (પાંત્રીસ) વખત પડખાં બદલે છે.
૪૨. પિનિયલ, હાઈપોથેલેમસ, પિચ્યુટરી, થાઈરોડ, સ્વાદુપિંડ, એડ્રીનલ, શુક્રપિંડ, અંડપિંડ ૮ ગ્રંથિઓ છે.
૪૩. શરીરમાં ૭૮ અંગો બે અક્ષરનાં છે જેમ કે હાથ, પગ, આંખ, કાન વગેરે.
૪૪. આંખ- કાન- નાકનાં ૬ દ્વાર, મુખ, લિંગ, ગુદામળી કુલ ૯(નવ) દ્વાર છે.
૪૫. શ્વસન- ઉત્સર્ગ- પાચન- રૂધિરાભિષણ- જ્ઞાન= પાંચ તંત્રો શરીર ચલાવે છે.
૪૬. આંખની પાંપણો દર ૬૪ (ચોસઠ) દિવસે નવી ફૂટે છે.
૪૭. પ્રકાશનું વિશ્લેષણ કરવા આંખોમાં ૭૦ (સિત્તેર) લાખ રીસેપ્ટર હોય છે.
૪૮. આંખનો કોર્નિયા એક માત્ર અંગ છે જેમાંથી એક પણ રક્તવાહિની નથી.
૪૯. આંખો દ્વારા માણસ કુલ ૨૦૦૦ (બે હજાર)થી વધુ રંગો ઓળખી શકે છે.
૫૦. હોજરીનું અંદરનું આવરણ (પડ) દર ૧૦ (દસ) દિવસે નવું બને છે.
૫૧. માણસના આખા શરીરમાં કુલ ૬૦,૦૦૦ અબજ કોષો છે.
૫૨. આખા શરીરના જ્ઞાનતંતુઓની લંબાઈ ૭૨ (બોત્તેર) કિ.મી.ની થાય છે.
૫૩. આપણા શરીરમાં ૨/૩ ભાગમાં પાણી છે.
૫૪. શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૪ ફેરનહીટ હોય છે.
૫૫. સૌથી ઓછું માઈનસ- ૨૦ અને વધુ ૫૫ ડીગ્રી(ઠંડી- ગરમી) તાપમાન શરીર સહન કરી શકે છે.
૫૬. આપણા શ્વાસ- ઉચ્છ્વાસનો અવાજ ૧૦( દસ) ડેસિબલ હોય છે.
૫૭. બાળકને ૧૦૦, યુવાનને-૩૫૦૦, પ્રૌઢને- ૨૦૦૦ અને સ્ત્રીને ૧૮૦૦ કેલેરીની જરૂર પડે છે.
૫૮. આખા જીવનમાં (૨૦થી ૫૫ વર્ષ) માણસ-૧૨૦ વખત રકતદાન કરી શકે છે.
૫૯. ૧૦૦ વર્ષની જિંદગીમાં માણસ ૩૩ વર્ષ ઊંઘવામાં જ વીતાવે છે.
૬૦. જીવન દરમિયાન માણસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલું ચાલે છે.
*પિંડે સો બ્રહ્માંડે*
ત્રિકમ સાહેબ
ત્રિકમ સાહેબ એ ભારત દેશનાં ગુજરાત રાજયનાં કચ્છ જિલ્લાનાં ચિત્રોડ ગામે કબીર પરંપરાનાં એક મહાન, તેજસ્વી અને ચમત્કારીક સંત થઈ ગયાં. તેઓ એ પોતાનાં જીવનકાળ દરમિયાન ઘણા બધા ભાવવાહી ભજનોની રચનાઓ કરી હતી. તેમની ભજનવાણીમાં નિર્ગુણ બ્રહ્મ ઉપાસના, રહસ્યાત્મક ભજન અને કબીરવાણીનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. પોતાનાં જીવન દરમિયાન તે સમયે છુતાછુતનાં રિવાજથી તેઓએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેઓ એક સિધ્ધ સંતમાં સ્થાન પામ્યા હતાં અને તેઓને ભાણસંપ્રદાયમાં ત્રિકમ નું બિરૂદ પામ્યા હતાં.જન્મ :
ત્રિકમ સાહેબનો જન્મ ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાનાં રામવાવ ગામે દલિત જ્ઞાતિની પેટા શાખા ગરોડા બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતા ગોકળદાસ વ્યવસાયે ખેતી અને વણાટકામ સાથે જોડાયેલા હતાં. તેથી નાનપણથી જ ત્રિકમ સાહેબ ખેતીકામ કરતા હતાં. પોતાના ખેતરમાંથી પક્ષીઓ પાકનાં દાણા ચણી જતા છતા પણ તેઓ તો ભક્તિમાં જ લીન રહેતા હતાં. આમ તેમને નાનપણથી આધ્યાત્મિક અને દયાળુ જીવન પસંદ કર્યુ હતુ. તેઓનાં ખેતરની પાસે જ આવેલ કાગનોરાની ગુફા આવેલી હતી. ત્યાં રામગુરુ નામનાં એક યોગી મહાત્મા નિવાસ કરતા હતાં. તેથી ત્રિકમ સાહેબ ત્યાં વારંવાર જતા હતાં.
ગુરૂ દિક્ષા:
ભક્તિમય જીવન જીવતા-જીવતા એક દિવસ ત્રિકમ સાહેબે સંત રામગીરીની પાસે દિક્ષા લેવા અરજ કરી. આ સાંભળીને પહેલાથી ત્રિકમ સાહેબનાં આત્માને ઓળખતા યોગી રામગીરી હસતા હસતા કહેવા લાગ્યા કે તુ રાપર ગામે બિરાજતા સંતશ્રી ખીમ સાહેબ પાસે જવા કહ્યુ. જેથી તારૂ કલ્યાણ થશે. આ યોગી મહાત્માની વાત ઉપર વિશ્વાસ રાખીને તેઓ રાપર ગામે ખીમ સાહેબનાં આશ્રમે અવાર નવાર જવા લાગ્યાં અને સેવા પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમજ ત્યાં આશ્રમમાં ઉજવાતા પ્રંસંગોમાં પણ જવા લાગ્યા.
એક દિવસ ખીમ સાહેબ અને તેમના અન્ય સત્સંગીઓ સૌરાષ્ટ્રમાં જતા હતાં. તે જાણીને ત્રિકમ સાહેબ પણ તેમની સાથે દરીયાઈ માર્ગે હોડી મારફત જવા પહોંચી ગયાં. પરંતુ તે સમયનાં ઉંચનીચ અને છુઆછુતનાં રિવાજ મુજબ લોકોએ તેમને હોડીમાં બેસવાની ના પાડી દીધી. પરંતુ ત્રિકમ સાહેબ અંતરથી લાગેલી ભક્તિ અને આસ્થાથી રોકાયા નહી અને પોતાનો અંચળો (શાલ જેવું કાપડ ) દરિયા માં નાખતા તે દરિયા પર તરવા લાગ્યું અને તેની પર ઉભા રહી દિયો પાર કરી . જે જગ્યાએ ખીમ સાહેબ અને સત્સંગીઓ પહોંચવાનાં હતાં તે જગ્યાએ તેમના પહેલા પહોંચી ગયાં અને બધાને આશ્ચર્યચકિત કરી દીધાં. આ પ્રંસંગ ખીમ સાહેબને પ્રભાવિત કરી નાખ્યા.અને તેઓને થયું કે આ યુવાન ખરેખર ભક્તિપ્રવાહને જીવંત રાખે તેમ છે. જેથી ત્રિકમ સાહેબની આસ્થા અને ભકિતની તાલાવેલી જોઈને ખીમ સાહેબે તેમનાં શિષ્ય બનાવી દીધા.અને તેમને સાહેબ નું બિરુદ આપ્યું.ત્યાર થઈ તેંઓ ત્રિકમ સાહેબ કહેવાયા. આમ તેમણે ભાણ સંપ્રદાયમાં આગળ વધીને ગુરૂ આદેશથી રાપર તાલુકાનાં ચિત્રોડ ગામે આશ્રમ સ્થાપ્યો. જે હાલ સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા વિકાસ સંસ્થાના નેજા હેઠળ ચાલે છે.
સદાવ્રત:
પોતાનાં ગુરૂ આદેશને શિરોમાન્ય સમજીને તેઓએ ચિત્રોડ ગામે સ્થાપેલા તેમનાં આશ્રમે સદાવ્રત ચાલુ કર્યુ. તે સમયે ઝડપી વાહન વ્યવહારની કોઈ સગવડ ન હતી, તેથી ધાર્મિક દેવસ્થાનોની યાત્રાએ નીકળેલા સાધુ-સંતોને અને અન્ય યાત્રાળુને નાત-જાતનાં ભેદભાવ રાખ્યા વિના જમાડવાની શરુઆત કરી. તે દરમિયાન તેમણે લોકોની ટીકાઓ અને વિરોધનો ઘણોબધો સામનો કર્યો હતો અને છતા પણ અડગ રહીને તેઓ સામાજિક પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમનાં આ કાર્યની સાથે તેઓએ ગુજરાતી ભાષામાં મહત્વનુ યોગદાન કહી શકાય તેવા ભજનોની રચનાં કરી. તેમનાં ભજનો આજે પણ વિખ્યાત છે. ભાણ સંપ્રદાયની પરંપરાને જીવંત રાખતાની સાથે તેમણે ઘણા શિષ્યોને કંઠી બાંધી હતી. તેમના સાત શિષ્યો હતા જેમાં મુખ્ય બે શિષ્ય, જેમાં રાધનપુરનાં નથુરામ સાહેબ અને બીજા સૌરાષ્ટ્રનાં આમરણ ગામનાં મેઘવાળના બ્રાહ્મણ (ગરૂડા)જ્ઞાતિનાં ભીમ સાહેબ..(સંદર્ભ માટે બાહ્ય કડીઓમાં 4થા નંબરે આપેલા 100 સંતોના પરિચયોમાંના ભીમ સાહેબના પરિચયને જૂઓ.) ભીમ સાહેબનાં પણ એક શિષ્ય થયા તે ઘોઘાવદરનાં દાસી જીવણ. આમ કબીરથી શરૂ થયેલી આ પરંપરામાં ઘણાબધા સિધ્ધ સંતો થયા જેઓએ સદાવ્રતની સાથે સાહિત્યને સમૃધ્ધ રાખવા ભજનોની રચના કરી.
સમાધી:
જેમ એક ભજનની સાખીમાં કહ્યુ છે કે સંતને સંતપણા નથી મફતમાં મળતા તેના મુલ ચુકવવા પડતા. આમ તેમનાં ભક્તિમય અને સેવાકીય સંધર્ષમય જીવનનો અંત આવવાનો છે તે અગાઉથી જ જાણી ગયેલા આ સંતે એક દિવસ પોતાનાં શિષ્યોને બોલાવીને કહ્યું કે જયારે હું આ દુનિયા છોડીને જઉં ત્યારે મારી સમાધી મારા ગુરૂ શ્રી ખીમ સાહેબની સમાધીની બાજુમાં રાપરનાં આશ્રમે દેજો. અને વિક્રમ સંવત ૧૮૯૨ નાં શ્રાવણ વદ ૮ એટલે કે જન્માષ્ટમીનાં દિવસે ચિત્રોડ ગામે આવેલા તેમનાં આશ્રમે તેઓએ દેહત્યાગ કર્યો.
સંત શ્રી ત્રિકમ સાહેબનાં આદેશ મુજબ તેમનાં શિષ્યો તેમના દેહને સમાધી આપવા રાપર ગામે ગુરૂઆશ્રમે લાવ્યા.રસ્તા
Monday, 7 June 2021
ઘરેણાં પહેરવા નું વૈજ્ઞાનિક કારણ
Tuesday, 25 May 2021
પાળિયાના ૧૧ પ્રકારો
શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે...
પાળિયાના ૧૧ મુખ્ય પ્રકારો કૈક આવા છે, ખાંભી, થેસા, ચાગીયો, સુરાપુરા, સુરધન, યોદ્ધાઓના પાળિયા, સતીના પાળિયા, ખલાસીઓના પાળિયા, લોકસાહિત્યના પાળિયા, પ્રાણીઓના પાળિયા અને છેલ્લો પ્રકાર છે ક્ષેત્રપાળના પાળિયા
1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ.
2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે
3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે.
4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે.
5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે.
6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી સંખ્યામાં પણ જોવા મળી આવે છે જેને રણ ખાંભી તરીકે પણ ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યા હોય તે જગ્યા પર મુખ્યત્વે બાંધવામાં આવે છે. શરૂઆતમાં આવા પાળિયાઓ, કોઈ સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા માટે બાંધવામાં આવતા હતા અને પાછળથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ છે. આવા સ્મારકોમાં મોટે ભાગે યોદ્ધાને તલવાર, ગદા, ધનુષ તિર અને બંદુકો જેવા હથિયારો સાથે પણ દર્શાવવામાં આવે છે. ક્યારેક આવા સ્મારકો માં આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે તો ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે. આવા સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ તમે જોયા જ હશે.
7) સતીના પાળિયા: કોઈ સ્ત્રી સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે અને ઘણીવાર લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે આવા પાળિયાઓની દેવી તરીકે પૂજા થાય છે. આ સ્મારકોમાં મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવવામાં આવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ ની સાથે અન્ય પ્રતીકો જેવા કે મોર અને કમળ પણ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ પણ જોવા મળે છે. ઘણા બધા સતીઓના પાળિયા માં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ જોવા મળે છે. આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યા એ જોવા મળે છે.
8) ખલાસીઓના પાળિયા: ગુજરાતમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો ખલાસીઓ ના સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ઘણી વખત જહાજ પણ દર્શાવવામાં આવે છે.
9) લોકસાહિત્યના પાળિયા: આવા સ્મારકો માં પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, ધાર્મિક સંતો-ભક્તો, વગેરે માટે કરેલો દેહત્યાગ નું વર્ણન જોવા મળે છે. આ સ્મારકનું ઉદાહરણ જોવું હોય તો ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
10) પ્રાણીઓના પાળિયા: જુના સમય માં અશ્વ, શ્વાન અને ઊંટ જેવા પ્રાણીઓ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.
11) ક્ષેત્રપાળના પાળિયા: આ પાળિયા ક્ષેત્રપાળ એટલે કે કોઈ ક્ષેત્રનું રક્ષણ કરતાં શુરવીરો ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ તરીકે પૂજાય છે. તે કોઈ સ્મારક નથી પરંતુ લગભગ એટલો જ અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થતી આવી છે. તેઓ જમીન અને પાકનું રક્ષણ કરે છે. આ પાળિયા ઉપર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો ને રક્ષણના પ્રતીક તરીકે કંડારવામાં આવે છે..
તો મિત્રો આ હતી પાળિયા ના ૧૧ પ્રકારો વિશેની માહિતી, આશા છે કે તમને આ માહિતી ચોક્કસ ગમી હશે,
Friday, 23 April 2021
ભારતની પ્રખ્યાત આંબા ની જાતો
(01) કેસર
(02) બોમ્બે હાફૂસ
(03) દૂધપેંડો
(04) નિલેશાન
(05) રૂમી હાફૂસ
(06) જમરૂખ્યો
(07) જહાંગીર પસંદ
(08) કાવસજી પટેલ
(09) નિલ ફ્રાન્ઝો
(10) અમીર પસંદ
(11) બાદશાહ પસંદ
(12) અંધારીયો દેશી
(13) નારીયેરી
(14) કાળીયો
(15) પીળીયો
(16) બાજરીયો
(17) હઠીલો
(18) બાટલી
(19) કાળો હાફૂસ
(20) કાચો મીઠો
(21) દેશી આંબડી
(22) બદામડી
(23) સીંધડી
(24) કલ્યાણ બાગી
(25) રાજાપુરી
(26) અષાઢી
(27) લંગડો
(28) રૂસ
(29) જમ્બો કેસર
(30) સુપર કેસર
(31) અગાસનો બાજરીયો
(32) સફેદા
(33) માલ્દા
(34) ગોપાલભોગ
(35) સુવર્ણરેખા
(36) પીટર
(37) બેગાનો પલ્લી
(38) એન્ડૂઝ
(39) યાકુત રૂમાની
(40) દિલ પસંદ
(41) પોપટીયા
(42) ગધેમાર
(43) આમીની
(44) ચેમ્પિયન
(45) વલસાડી હાફૂસ
(46) બદામી
(47) બેગમ પલ્લી
(48) બોરસીયો
(49) દાડમીયો
(50) દશેરી
(51) જમાદાર
(52) કરંજીયો
(53) મક્કારામ
(54) મલગોબા
(55) નિલમ
(56) પાયરી
(57) રૂમાની
(58) સબ્ઝી
(59) સરદાર
(60) તોતાપુરી
(61) આમ્રપાલી
(62) મલ્લિકા અર્જુન
(63) રત્નાગિરી હાફૂસ
(64) વનરાજ
(65) બારમાસી
(66) શ્રાવણીયો
(67) નિલેશ્વરી
(68) વસીબદામી
(69) ગુલાબડી
(70) અમુતાંગ
(71) બનારસી લંગડો
(72) જમીયો
(73) રસરાજ
(74) લાડવ્યો
(75) એલચી
(76) જીથરીયો
(77) ધોળીયો
(78) રત્ના
(79) સિંધુ
(80) રેશમ પાયરી
(81) ખોડી
(82) નિલકૃત
(83) ફઝલી
(84) ફઝલી રંગોલી
(85) અમૃતિયો
(86) કાજુ
(87) ગાજરીયો
(88) લીલીયો
(89) વજીર પસંદ
(90) ખાટીયો
(91) ચોરસા
(92) બમ્બઈ ગળો
(93) રેશમડી
(94) વેલીયો
(95) વલોટી
(96) હંસરાજ
(97) ગીરીરાજ
(98) સલગમ
(99) ટાટાની આંબડી
(100) સાલમભાઈની આંબડી
(101) અર્ધપુરી
(102) શ્રીમંતી
(103) નિરંજન
(104) કંઠમાળો
(105) કુરેશી લંગડો
આટલી આંબાની જાતોના નામ આપે કદી સાંભળ્યા પણ નહીં હોય.
Wednesday, 7 April 2021
નવા શબ્દો
*આપણી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી કેણીના ખાસ શબ્દો જેમાના કેટલાક નવી
પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે...
૧.● દોરી - કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે
૨.●વળગણી-કપડા સુકવવા બાંધેલી દોરી કે લાકડા ની વળી ને વળગણી કહેતા
૩.● જાળી - ભમરડો ફેરવવા માટે
૪.● રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ
૫.●અછોડો:-રાશથી નાનોને ઢોરને ખીલે બાધવા વપરાતો દોરડાનો ટુકડો
૬.● વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું
૭.● વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું
૮.●વરેડુ-ગાડામા પુળા કે ઘાસ ભર્યા પછી તેને ગાડાની આકડીઓ સાથે બાધવાનુ મોટુ દોરડુ
૯.● નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી
૧૦.●છીકલુ:-દોરીની ગુથેલી જાળી જે બળદને પહેરાવાતી હતી જેથી ચાલુ કામે ખાઈ ન શકે
૧૧.● રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી
૧૨.● નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી
૧૩.● નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.
૧૪.● ડામણ - ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.
૧૫.●ડેરો:-ભેસને બે પગ વચ્ચે રહે તે બંધાતુ લાકડુ જેથી તે દોડી ન શકે.
૧૬.● જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન
૧૭.● નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી
૧૮.●નેણ:-ગાડા સાથે ઘુસરી બાધવા માટેની ચામડાનુ દોરડુ...
૧૯.● આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે દા. ત.
૨૦.● શીંદરી- કાપડની ચીદડીમાંથી બનાવેલી દોરી.
૨૧.● સૂતળી - શણમાં થી બનાવેલી દોરી
૨૨.● વાણ- જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી
૨૩.● કાથી - નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી
...તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,
૨૪.● ચાકળો- સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.
૨૫.● પછેડી- માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.
૨૬.●ફાટ-કાલા કે ખેતીની પેદાશ છોડ પરથી વીણી કમરે બાધેલા કપડામા ભેગી થાય તે
૨૭.● ચોફાળ -(ચલાકો) પછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.
૨૮.● બુંગણ - ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.
૨૯.● ફાળિયું- માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો
૩૦.● પનિયું- કમરે બાંધવાનું કાપડ
૩૧.● ગુમછો- આછું,પાતળુ લાલ કાપડ
૩૨.● ઓછાડ- ગાદલાને કવર કરવા વપરાતું કાપડ.
૩૩.● કામળી- ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.
૩૪.● મસોતું- રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો.
૩૫.● પંચિયું- શરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.
૩૬.● અબોટિયું - પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.
૩૭.●ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)
૩૮.●મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)
૩૯.●શિપર ( સપાટ પથ્થર )
૪૦.●પાણો ( પથ્થર)
૪૧.●ઢીકો (ફાઇટ મારવી)
૪૨.●ઝન્તર (વાજિંત્ર)
૪૩.●વાહર (પવન)
૪૪.●ભોઠું પડવું ( શરમાવું )
૪૫.●હટાણું. ( ખરીદી કરવા જવું )
૪૬.●વતરણું ( સ્લેટ ની પેન)
૪૭.●નિહાળીયા (વિદ્યાર્થી )
૪૮.●બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )
૪૯.●રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)
૫૦.●નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)
૫૧.●ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)
૫૨.●ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)
૫૩.●ખાહડા ( પગરખાં)
૫૪.●બુસ્કોટ ( શર્ટ )
૫૫.●પાટલુન ( પેન્ટ)
૫૬.●ભીસ્કુટ ( બિસ્કીટ )
૫૭.●ફારશયો ( કોમેડિયન )
૫૮.●ફારસ. ( કોમિક )
૫૯.●વન્ડી. ( દીવાલ )
૬૦.●ઠામડાં ( વાસણ )
૬૧.●લેવકળો ( માગ માગ કરનાર )
૬૨.●ભેરુ (દોસ્ત )
૬૩.●ગાંગરવુ. (બુમાબુમ કરવી)
૬૪.●કાંઠાળો ( હાઈટ વાળો )
૬૫.●ડણક ( સિંહ ની ત્રાડ)
૬૬.●બકાલુ (શાક ભાજી )
૬૭.●વણોતર ( નોકર)
૬૮.●ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)
૬૯.●રાંઢવુ ( દોરડું )
૭૦.●દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )
૭૧.●પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )
૭૨.●અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)
૭૩.●દકતર (સ્કૂલ બેગ)
૭૪.●પેરણ. (પહેરવેશ ખમીસ)
૭૫.●ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)
૭૬.●બાક્સ (માચિસ )
૭૭.●નિહણી ( નિસરણી)
૭૮.●ઢાંઢા ( બળદ )
૭૯.●કોહ ( પાણી સિચ્ચાંઈ માટે નું સાધન)
૮૦.●વેંત ,(તેવડ)
૮૧.●હડી કાઢ (દોડાદોડ,,)
૮૨.●કળી ( ઝીણા ગાઠીયા )
૮૩.●મેં પાણી. ( વરસાદ )
૮૪.●વટક વાળવું
૮૫.●વરહ (વર્ષ,)
૮૬.●બે ખેતર વા ,( દુરી નું એક માપ)
૮૭.●વાડો
૮૮.●૧ ગાવ (અંતર)
૮૯.●બાંડિયું
૯૦.●મોર થા ,( આગળ થા)
૯૧.●જિકવું
૯૨.●માંડવી(શીંગ)
૯૩.●અડાળી( રકાબી)
૯૪.●સિસણ્યું
૯૫.●દા આવવો (દાવ આપવો લેવો )
૯૬.●વાંહે (પાછળ)
૯૭.●ઢીસ્કો ( ઠીંગણા)
૯૮.●બૂતાન (બટન)
૯૯.●બટન( સ્વીચ )
૧૦૦.●રેઢિયાર (ધણી ધાણી વગર)
૧૦૧.● લુગડું - સાડીને લુગડું પણ કહે છે.
ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો:-
૧.● પરોણો - બળદને હાંકવા માટેની લાકડી
૨.● કળીયુ - ખેતી માટેનું સાધન
૩.● બેલી- બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.
૪.● ફાળ - હળનો નીચેનો ભાગ
૫.● કોશ - ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો
૬.● કોસ (ઉ. કોહ) - કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન
૭.● સુંઢ - કોસનો ચામડાનો ભાગ
૮.● ગરેડી - કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર
૯.● પાડો - બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું
૧૦.● તરેલું - કોસમાં બળદને જોડવાનું સાધન
૧૧.● ધોંસરુ - ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન
૧૨.● પાટ - ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું
૧૩.● ઈસ - ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા
૧૪.● ઉપલું - ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા
૧૫.● પાંગથ - ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું
૧૬.● તગારું - સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન
૧૭.● ઘમેલું - કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન
૧૮.● બકડીયું - તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન
૧૯.● સૂયો - કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય
૨૦.● રાંપ - ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન
૨૧.●દંતારી-ઘાસ,પાદડી તુટે નહી તે રીતે ભેગુ કરવાનુ સાધન
૨૨.●પાસી-વાડ કરવા માટે થોર કાપવાનુ દાતાવાળુ સાધન
૨૩.● રંધો - સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન
૨૪.● નેવા - છાપરામાંથી પાણી પડવાના ભાગ
૨૫.● મોભ - છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય
૨૬.● વળી - મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.
૨૭.● સાલ - ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.
૨૮.● વિંધ - સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.
૨૯.● પાયો - ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે
૩૦.● ઢોલિયો - મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.
૩૧.●ઢોલડી-નાના ખાટલાને ઢોલડી કહે છે.
૩૨.● નીક - ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.
૩૩.● ધોરિયો - મોટી નીક ને ધોરિયો કહે છે.
૩૪.●ઉદરિયુ-રેતાળ જમીનમા પિયત વેળા ઉદરના દર વડે પાણી બીજે ફુટે તે
૩૫.● છીંડું - વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.
૩૬.●ગાડાવાટ:-પાછળ આવેલા ખેતરમા ગાડુ લયી જવા ખુલ્લી મુકાતી જગ્યા
૩૭.● ખળું - અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા
૩૮.● કેડો - રસ્તો
૩૯.● કેડી - પગ રસ્તો
૪૦.● વંડી - દિવાલ
૪૧.● કમાડ - મોટું બારણું
૪૨.● ડેલો - મોટા કમાડવાળું બારણું.
૪૩.●દંતાર-ત્રણ દાતા (વચ્ચે કાણાવાળા)
જોડીને બનાવેલ સાધન જે દાણા વાવવામા
કામે લેવાય છે.વાવણીયો પણ કહે છે.
૪૪.●માણુ:-લાકડાની ઉપરથી ગોળને નીચેથી સપાટ તેમા ત્રણ ચાર કાણા સોસરવા
હોય છે જેમા પોલા વાસના દંડા લગાડી વાવણીયાના દાતાના કાણામા પરોવી દઈ બી
ઓળવી વાવણી.થાય તે....
૪૫.●છોરીયુ::-નાની કોદાળી.ઘાસને છોલવા માટે..
૪૬.●કાઈટ્યુ:-દાતા વગરનુ પણ ટીપીને ધાર કાઢેલુ.દાતરડુ...
૪૭.●ત્રિફળાયુ:-ત્રણ ફણા વાળુ ખેડનુ ઓજાર
૪૮.●આડુ:-ગાડામા વપરાતુ. લાકડાનુ સહેજ ગોળ હોય તે
૪૯.●પાજરી:-ગાડામા ખાતર,બાજરીના. ઢુઢા,ઘઉનુ ભુસુ ભરવા લગાડાય તે
૫૦.●માચી(ગાડાની):-બે પાયા વાળી ખાટલાની જેમ દોરીથી ભરેલ તે લગ્ન
પ્રસંગે ગાડા પર બંધાતી તેથી ઢાળ ન પડે
૫૧.●સમોલ:-ઘુસરી કે ઘુસરાના છેડે બળદ
બહાર ન નીકળી જાય તે માટે
૫૨.●જોતર:-બળદની કાધ પર ઘુસરી મુક્યા પછી ચામડાનો એક.પટ્ટો જે ઘુસરીને સમોલ
સાથે બાધવામા આવે તે
૫૩.●કાલર:-પૂળાને આડા ઉભા ગોઠવીને કરાતો સંગ્રહ
૫૪.●ઓઘલી:-પૂળાને લાબો સંગ્રહી રાખવા નીચેથી ગોળાકારને ઉપર જતા શંકુ આકારને
૫૫.●સાલા(હાલા):પૂળાને મોટા જત્થામા ચોમાસામા પલળે નહી તેવી રીતની મોટી
ઓઘલી જેવી પધ્ધતિ જેમા જેવાકે ધઉનુ
પરાર,મગફળીની પાદડી સંગ્રહવામા આવે તે...આના ખાસ બનાવનાર હતા.
૫૬.●ભંડારીયુ:-બળદગાડામા નીચે ભાગે
આવતી ડેકી...
૫૭.●ગોફણ/ગિલોલ:-પાક પરથી પક્ષીઓ
તેમજ વાદરાને ભગાડવાના કામે લેવાય તે.
૫૮.●રવૈયો:-દહી વલોવી છાસ બનાવવા માટે
૫૯.●પાટીયુ:-માટીની પહોળા મોઢાવાળી માટલી જેમા અગાઉના સમયમા શાક, ખીચડી વિગેરે રાધવામા આવતુ તે.
૬૦.●હલાણુ:-હળથી ખેડવા ગોળ રાઉન્ડથી ખેડાતી જમીન....એક ગ્રામીણ માપ
૬૧.●દામુ:-નીકમાથી ક્યારામા પાણી વાળવાનીને બંધ કરવાની જગ્યા.
૬૨.◆છરીયુ:-એક લાબા પટ્ટાની મોટી ક્યારી.
૬૩.●ગુથણુ:-ઘુસરીના મધ્યભાગે આવેલ લોખંડનો ખીલો..જેનાથી હળ,સાતિ રાશથી બાધવામા આવે...
૬૪.●ઢોચકુ:-નાની ધાતુની બરણી
65 બડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)
66 મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)
67 નશિપર ( સપાટ પથ્થર )
68 પાણો ( પથ્થર)
69 ઢીકો (ફાઇટ મારવી)
70 બઝન્તર (વાજિંત્ર)
71 વાહર (પવન)
72 ભોઠું પડવું ( શરમાવું )
73 બહટાણું. ( ખરીદી કરવા જવું )
74 વતરણું ( સ્લેટ ની પેન)
75 નિહાળીયા (વિદ્યાર્થી )
76 બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )
77 રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)
78 નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)
79 ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)
80 ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)
81 નખાહડા ( પગરખાં)
82 બુસ્કોટ ( શર્ટ )
83 ( પેન્ટ)
84 ભીસ્કુટ ( બિસ્કીટ )
85 નફારશયો ( કોમેડિયન )
86 ફારસ. ( કોમિક )
87 વન્ડી. ( દીવાલ )
88 ઠામડાં ( વાસણ )
89 ન લેવકળો ( માગ માગ કરનાર )
90 ભેરુ (દોસ્ત )
91 ગાંગરવુ. (બુમાબુમ કરવી)
92 કાંઠાળો ( હાઈટ વાળો )
93 ડણક ( સિંહ ની ત્રાડ)
94 બકાલુ (શાક ભાજી )
95 વણોતર ( નોકર)
96 નગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)
97 રાંઢવુ ( દોરડું )
98 દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )
99 પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )
100 અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)
101 બદકતર (સ્કૂલ બેગ)
102 પેરણ. (પહેરવેશ ખમીસ)
103 ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)
104 બાક્સ (માચિસ )
105 નિહણી ( નિસરણી)
106 ઢાંઢા ( બળદ )
107 કોહ ( પાણી સિચ્ચાંઈ માટે નું સાધન)
108 વેંત ,(તેવડ)
109 હડી કાઢ (દોડાદોડ,,)
110 કળી ( ઝીણા ગાઠીયા )
111 મેં પાણી. ( વરસાદ )
112 વટક વાળવું
113 વરહ (વર્ષ,)
114 બે ખેતર વા ,( દુરી નું એક માપ)
115 વાડો
116 ૧ ગાવ (અંતર)
117 બાંડિયું
118 મોર થા ,( આગળ થા)
119જિકવું
120 માંડવી(શીંગ)
121 અડાળી( રકાબી)
122 સિસણ્યું
123 દા આવવો (દાવ આપવો લેવો )
124 વાંહે (પાછળ)
125 ઢીસ્કો ( ઠીંગણા)
126 બૂતાન (બટન)
127 બટન( સ્વીચ )
128 રેઢિયાર (ધણી ધાણી વગર)
129 ઝાંપો(ખડકી)ડેલી