Atul from

Tuesday, 23 January 2018

જોગીદાસ ખુમાણ - મુજાવર મુરાદશા - લેખક :- ઝવેરચંદ મેઘાણી

જોગીદાસ ખુમાણ - મુજાવર મુરાદશા

      લેખક :- ઝવેરચંદ મેઘાણી

ફીફાદ ગામને પાદર ઘાટી ઝાડી છે, અને ઝાડીની અંદર ત્રણ ચાર જૂની આંબલીઓની ઘેરી ઘટામાં ધનંતરશા પીરની દરગાહ આવેલી છે. સવાર સાંજ એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે, વિચારો ગેબમાં રમવા માંડે.

એક દિવસ સાંજ નમે છે. બુઢ્ઢો મુંજાવર મુરાદશા એક નળીઆની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે, ગામમાંથી હિન્દુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે. પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે.

એવામાં ઓચીંતો એ ઝાડીમાં એક બંદૂકનોને ભડાકો થયો, ધુમાડા નીકળ્યા, અને કીયો ! કીયો ! કીયો ! એવી કારમી કીકીઆરી પાડતો એક રૂપાળો મોરલો ઉડ્યો. ઉડતો ઉડતો, ઉડવાની તે તાકાત નહોતી તેથી અરધો પરધો હવાની ઉપર જ તરતો તરતો મોરલો નીચે ઉતર્યો. અને દરગાહ પર ધૂપ દેતા બુઢ્ઢા મુંઝાવર મુરાદશાહના પહોળા ખેાળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો ઢળી પડ્યો.

ધોળી ડાઢી ને માથે સેંથેા પાડી ઓળેલા ધેાળા લાંબા વાળવાળો, સફેદ ઘાટાં ભવાં અને સફેદ પાંપણોથી શોભતો, ગળે પીળા પારાની તસબી અને અંગે લીલી કફની વાળેા સાંઈ મૌલા ચમકી ઉઠે છે. મોરલાના મસ્ત શરીરમાંથી ધગધગતા લોહી વડે એની લીલી કફની લાલ ચોળ બનવા લાગે છે, ને પોતાના પ્યારા મોરલાના બદનને ગેાદ સાથે ચાંપી લઈ, એની મખમલ શી મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાળે છે, અને છેલ્લા દમ ખેંચતા એ દેવપંખીને બેબાકળા બની પૂછે છે કે “અરે ! અરે બચ્ચા મોતીયા ! તીજે કયા હુવા ! ઓ મેરા પ્યારા ! કોન શયતાન કા બચ્ચાને તીજે ઝખમી કીયા ! મોતીયા ! મોતીયા ! મોતીયા !”

ત્યાં તો ઝાડીમાં ખડખડાટ થયો; “ મેલી દે એય સાંઈ !" એવી ત્રાડ પડી; ને હાથમાં સળગતી જામગ્રીવાળી લાંબી બંદૂક હીંડાળતો એક મદોન્મત્ત સંધી પોતાની ખુની આંખો ખેંચીને શ્વાસભર્યો ધસી આવ્યો. આવીને એણે ફરીવાર હાકલ દીધી કે

“મેલી દે મોરલાને !”

“અરે કમબખ્ત ! તીને યે મોરલા પર ગોલી ચલાયા ! ધનંતરશા પીરકા સવારી કરનેકા યે દુલ્દુલ પર ગોલી ચલાયા! તીને ઈસ જગામે શિકાર કીયા હેવાન ?”

“હવે મેલ મેલ હેવાનના દીકરા ! ઝટ મોરલો મેલી દે, નીકર માર ખાઈશ.”

“અરે જાલીમ ! યે પીરકા મોરલા !”

“હવે પીરને મોરલો કેવો ઉલ્લુ ? ઝાડીનો વગડાઉ મોરલો હતો. ને આજ રોજાં ખોલવાં છે તે શાક કરવા સારૂ શિકાર કર્યો, એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે ? મેલી દે !”

એટલું બોલીને સંધીએ જોરાવરીથી મોરલાને મુંજાવરના ખેાળાની બહાર ખેંચ્યો. મોરુલાની છેલ્લી તગતગતી આંખો મુંજાવરના મ્હોં સામે જોઈ રહી. પોચે પોચે હાથે એ ઝખ્મી પક્ષીને ઝાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી. પણ શિકારીએ મોરલાને ગરદન પકડીને ખેંચી લીધો. પ્રાણ વિનાનું દેહપીંજર લઈને શિકારી ચાલી નીકળ્યો.

“ધનંતરશા ! પીર ધનંતરશા ! ઓલીયા ધનંતરશા !” એમ ત્રણ ભયંકર આવાજ દેતો દેતો બુઝર્ગ મુંજાવર પીરની દરગાહ સામે ઘુટણીએ પડીને બેસી ગયો. ઝાડવાંની ચાળણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી. લોબાનનો ધુપ ગોટેગોટ ધૂમાડા ચડાવીને પીરના થાનકની ચોપાસ ઝાડવાને પાંદડે પાંદડે છવાઈ ગયો. દરગાહનો ઓટો મુંજાવરના અવાજથી થરથરી ઉઠ્યો. પીર જાણે પોતાની સફેદ સોડ્ય નીચે સળવળવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઉઠ્યું. અને આંસુડે નીતરતી આંખો મીંચીને મુજાવરે ત્રાડ દીધી કે “ઓ પીર ! આજ રમજાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે, તારા દુલ્દુલ મોતીયાનું શાક કરીને ખાનાર નાપાક ઇન્સાન ઉપર મારી કળકળતી આંતરડીની કદુવા પુકારૂં છું. ઓ બાપ ! કે મોરલો એના પેટમાં જ હોય ત્યાં જ જો ખુમાણોનાં ભાલાં એ માંસ ખાનારના પેટમાં પરોવાઈ ન જાય. તો હું ફકીર નહિ, તું પીર નહિ, ને આસમાનમાં અલ્લા નહિ !”

એવો શાપ ઉચ્ચારીને મુંજાવરે ઓટાના પત્થર ઉપર પોતાના બન્ને પંજા પછાડ્યા. પછાડવાની સાથે જ એનાં દસે દસ આંગળાંના જીવતા નખ નીકળી પડ્યા. દસે આંગળીનાં ટેરવામાંથી લાલચોળ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દડ ! દડ ! દડ ! દડ ! પડવા લાગી. પચાસ સંધી સીપાહીઓ, ઝાડવાના ઝુંડમાં થંભી જઈને આ કદુવા સાંભળી રહ્યા ને એ કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાનાં અંધારાં-અજવાળાંમાં નિહાળી રહ્યા. સંધ્યા જાણે ગમગીન બની ગઈ. અંધારાં ઘેરાવા લાગ્યાં તો પણ મુરાદશા દરગાહની સામે સૂનસાન બનીને ઘુંટણભર બેઠો જ રહ્યો. થોડીવારે અંધારામાં જાણે ગેબની મશાલો પ્રગટ થઈ. ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દૈવી-સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ. માણસો વાતો કરતાં કે કેાઈ કેાઈ વાર રાતે અંધારામાં આવા દીવા આંહી જોવામાં આવે છે ને ધનંતરશા પીરની જ એ સવારી નીકળે છે.

“હવે એવા ફકીરડા તો બચારા કૈંક રખડે છે. એવાને તો રોવા કૂટવાની ટેવ પડી. એવાની કદુવાયું તે ક્યાંય લાગતી હશે ?” દાંત કાઢતા કાઢતા સંધીઓ માંહેમાંહે વાતો કરવા માંડ્યા.

“હા, હા, એલા તમ તમારે ઝટ મોરલાને વનારી નાખો. ઝટ શાક રાંધીને રોજાં છોડીએ. પેટમાં લા લાગી ગઈ છે, ને હજી તો પંથ બહુ લાંબો પડ્યો છે.”

એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા-તરસ્યા બંદૂકદાર સંધીઓએ પાપની રસોઈ પકાવી. સહુએ પેટ ભરી ભરીને રોજાં ખોલ્યાં. ફક્ત એક જ સંધીએ મોરલાનું માંસ ન ચાખ્યું.

એ પચાસ ઘોડાંનો પડાવ કોનો હતો ? કોણ હતા આ સંધી સિપાહીઓ ?

એ હતા ભાવનગર રાજના પગારદાર સંધીઓ. એનો આગેવાન હતો ઈસ્માઈલ સંધી. ખુમાણ શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરગણાનાં ચોરાશી ગામ આંચકી લઈને ભાવનગરનાં ઠાકોરે ઈસ્માઈલ જમાદારને એના પાંચસો બરકંદાજ ઘોડેસવારો સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો. ખુમાણો ભાવનગરના જોર સામે બહારવટે ઝૂઝતા હતા. કરડો, કદાવર અને નીમકહલાલીના પાકા રંગે રંગાઈ ગયેલો ઈસ્માઈલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી, પચાસ ઘોડે ભાવનગર ગામે પોતાનો ચડત પગાર વસુલ લેવા જાય છે. રમજાન મહિનો ચાલે છે. સહુ સંધીઓ રોજા રહ્યા છે. તે દિવસની રાત ફીફાદ ગામમાં ગાળવા તમામ ઉતરી પડે છે. તે વખતે ધનંતરશા પીરની ઝાડીમાં આ બનાવ બને છે, અને ઈસ્માઇલ પોતે પણ પોતાનાં તકદીરનો ભૂલાવ્યો એ પીરની ઝાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે. સાંઈના શાપની એને પરવા જ નથી.

આખી રાત ફીફાદ ગામમાં રહી પરોડિયે સરગી કરી જમાદાર ઈસ્માઈલ પોતાના પચાસ ઘોડે ચાલી નીકળ્યો. મુરાદશા મુંજાવરે ખુમાણોનાં ભાલાં ભોંકાવાનો શાપ દીધો, પણ એને તો જરાય ઓસાણ નથી કે આસપાસ પચાસ પચીસ ગાઉમાં ક્યાંયે બહારવટીયાનો પગરવ પણ હોય. ખુમાણોને માથે ઠીકાઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મૂછે વળ દેતો સરદાર ઘોડો હાંક્યે જાય છે. એમાં બરાબર ઘેટી-આદપરના ઠાંસામાં દાખલ થતાં જ મહારાજે કોર કાઢી, અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઉગતો હોય એવું દેખાડતાં, કિરણો જેવાં લાગતાં સો એક ભાલા ઝળેળાટ કરી ઉઠ્યાં. એ ઝળેળાટ અને એ સજાવટ ઉપરથી પારખી જઈને સંધીઓએ અવાજ દીધો કે

“ઈસ્માઈલ જમાદાર ! કાઠીઓ આવે છે.”

“અરે હોય નહિ !”

“હોય નહિ શું ? લ્યો ત્યારે, એ આ કટક વરતાણું.”

“ફકર નહિ. આપણે ખભે એકાવન બંદૂકું પડીયું છે, ને ઈ બચારા આડહથીઆરા છે. હમણાં વીંધી લઈએ. જામગ્રીયું ચેતાવો ઝટ !"

પલકમાં તે ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા, ઝીણાં રાતાં વગડાઉ ફુલની માફક રમવા લાગ્યા અને જામગ્રીઓ ઝબુકી ઉઠી. “હાં, ફૂંકી દ્યો !” એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકો એ અલમસ્ત ભુજાએામાં ઉપડીને પહોળી ઢાલ જેવી છાતીઓ ઉપર ટેકો લઈ ગઈ. તીણી આંખો પોતપોતાના વડીયાની સામે નિશાન લઈ રહી, સામેથી કાઠીઓનાં ઘોડાં વેરણ છેરણ થઈ ગયાં, કોઈ પોતપોતાની ઘોડીએાના પેટાળે ઉતરી ગયા, કોઈએ ઘોડીઓની ગરદન આડાં માથાં સંતાડ્યાં, કોઈએ ઢાલો ઢાંકીને તલવારો ખેંચી લીધી, પણ સંધીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જામગ્રી દાબે છે, ત્યાં તો સુરૂરૂરૂ ! થઈને કાનનો દારૂ સળગી ગયો. એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો !

શું કારણ બન્યુ હતું ?

પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગએલો એટલે બંદૂકો કાન પી ગઈ. કોઈને એ વાતની સરત નહોતી રહી. કેમકે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવવો નક્કી થઈ ચૂકેલો હતો. એકાવને બંદૂકો હાથમાં ઠઠી રહી, અને સામેથી ચકોર કાઠીએાએ ઘોડીઓ ચાંપી. ચકર ! ચકર ! સહુના હાથમાં ભાલા ફરવા લાગ્યા. અગ્નિઝરતાં કોઈ કુંડાળાં સળગતા હોય એવો દેખાવ થઈ રહ્યો. ને મોખરે સંધીઓએ દાણો દાણો થઈ, વેરાઈ જઈ ભાગવા માંડ્યું.

કાઠીએાએ જેયું કે હમણાં સંધીઓ હાથમાંથી ચાલ્યા જશે. ઘોડાંને આંબવા નહિ આપે. પલકારામાં કાઠીઓના આગેવાનને કરામત સૂઝી ગઈ. એણે હાકલ કરી કે "એલા" જોજો હે, જો સંધીડા ઓલા બુટના કૂવામાં પેસી જશે ને, તો આપણને મારી પાડશે હો ! પછી આપણી કારી નહિ ફાવે.”

ભાગતા સંધીઓ સાંભળે તેવી રીતે આ યુક્તિભર્યું વેણ બોલાયું. સાંભળતાંની વારે જ સંધીએાના કાન ચમક્યા. સાચેસાચ જાણે બુટના કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે ! એવી ભ્રમણામાં આંધળાભીંત બનીને એ એકાવને જણાએ એક સુકાઈ ગએલા મોટા કૂવાની કોરી ખાડ્યમાં ઘોડાં કુદાવ્યાં, ફરીવાર બંદૂકો તોળી જામગ્રી ચાંપી. પણ કાન પી ગયેલી બંદૂક ન જ વછૂટી. કાઠીઓએ ખાડાને કાંઠે ઉભા રહીને ભાલાં બરછી તેમજ તલવારોના ઘા કરી સંધીએાનો કચ્ચરધાણ વાળી નાખ્યો.

એક હાથ એ પચાસ લાશો વચ્ચેથી ઉંચો થયો. એક સંધી અણિશુદ્ધ શરીરે એ ઘોરખાનામાંથી ઉભો થયો. “અરે ! આ શું કૌતક ? આખા કટકનું ખળું થઈ ગયું ને તું એક જીવતો ?”

“જીવતો છું એટલું જ નહિ, જોગા ખુમાણ ! પણ આ ડીલને માથે નજર તો કર ! તારો એક ઘા યે ક્યાંય ફુટ્યો ભાળ છ ?”

બહારવટીયો થંભીને જોઈ રહ્યો.

“જોગીદાસ ખુમાણ ! આ પચાસને માર્યા તેના તને તો ઝાઝા રંગ. પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા મુંજાવરની કદુવા હતી. પીરનો મોરલો ખાનારનાં પેટમાં તારાં ભાલાં પરોવાવાનાં નક્કી થઈ ચૂક્યાં હતાં. ને આંહી જો ! મેં મોરલો નો'તો ખાધો. મને એક પણ જખમ નથી ફુટ્યો !”

“ક્યાં છે મુરાદશા ?”

“આ ફીફાદની ઝાડીમાં : ધનંતરશા પીરને થાનકે. અભેમાન કર્યા વિના એના પગુંમાં પડી જા – જો બહારવટે જશ લેવો હોય તો !”

જેને મુખડે પરનારીસિદ્ધ કોઈ જોગંદરની જ્યોત પથરાઈ ગઈ છે, જેની આંખોમાંથી વેરની આગ સાથે ખાનદાનીનો રંગ ઝરે છે, જેની ભ્રુકૂટિમાં જીવલેણ મક્કમપણાનું રામધનુષ્ય ખેંચાયલું દિસે છે. એવો સૂરજમુખો બહારવટીયો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો. એણે ઘોડી મરડી. સહુ અસવારો એની પાછળ ચાલ્યા. ફીફાદની ઝાડીમાં પીરને ઓટે દસે આંગળાંમાંથી નખ કાઢી નાખીને ગમગીન બેઠેલા બુઢ્ઢા મુંજાવર મુરાદશાના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા.

એનાં પાળેલાં કબુતરો, ખીસકોલીઓ ને કાબરો એના શરીર પર રમતા હતા, એક ડાઘો કૂતરો એના પગ ચાટતો હતો.

પોતાના બન્ને હાથ બહારવટીયાના મસ્તક પર મૂકીને મુરાદશાએ દુવા દીધી કે “જોગીદાસ ! બચ્ચા ! પીર

ધનંતરશા તારાં રખવાળાં કરશે.”

 👉 ખાસ વાત :-

      અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા સાવરકુંડલા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે ફીફાદ.

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. જેસર અને કુડંલા વચ્ચે ફિફાદ ના જંગલમા આ મુરાદશા પીરની દરગાહ આવેલ છે. મુરાદશાએ પોતાના હાથના પંજા પછાડી નખ કાઢી નાખેલા અને જોગીદાસ ને દુઆ આપેલી કે તારો વાળ વાકો નહી થાય અને જોગીદાસે અણનમ બહારવટુ કરેલ.

Sunday, 21 January 2018

શબ્દ સમાનાર્થી

લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન

અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ,કલરવ,કિલ્લોલ,શબ્દ,સૂર,કંઠ,નાદ

આકાશ :- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ,વિતાન, નભસિલ,ફલક

રજની :-રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની , વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા,રાત

સાગર :-સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ,સાયર,જ્લનિધી,દધિ, સાયર, અર્ણવ,રત્નાકર,મહેરામણ,મહોદધિ

નસીબ :-ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ , વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર

સુવાસ :-પમરાટ, મહેંક , પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ,પીમળ,સુગંધ ,પરિમણ,ફોરમ,

ધરતી :-પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા,અચલા, વસુમતી,ધરા, ભોય,જમીન, ભોમકા,ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા,અવનિ,

સૂરજ :-રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા ,આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ , મધવા, અંશુમાલી , મરીચી , ખગેશ ,ભાણ, વિભાકર, ક્લિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, દિનકર ,ખુરશદે, કિરણમાલી, મિહિર,દિનકર,આફતાબ,આદિત્ય,અર્ક,ઉષ્ણાંશુ.દીનેશું

પંકજ :-કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ , અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ , નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ,કુવલય, કુસુમ,વારિજ,પોયણું,

ભમરો :-ભ્રમર, મધુકર,દ્વિરેફ , આલિ, ભૃંગ, ઘંડ, મકરંદ, શિલીમુખ,મધુપ , દ્વિફ

પાણી :-જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ

વિશ્વઃ- સૃષ્ટિ, જગ,જગત,દુનિયા ,સંસાર, લોક,આલમ,બ્રહ્માંડ, ભુવન,ખલક,દહર

દિવસ:-દહાડો,દિન,દી,અહ્‌ર (આજ),

રાત:- રાત્રિ,રાત્રી,નિશા,નિશ,રજની,તમિસ્ત્

ચાંદની:-ચંદની,ચાંદરડું,ચાદરણું,ચંદ્રકાંતા,ચંદ્રજ્યોત,ચંદ્રપ્રભા,ચંદ્રિકા,ચાંદરમંકોડું,કૌમુદી,જયોત્સના,ચંદ્રિકા,ચન્દ્રપ્રભા

શાળા:- શાલા,નિશાળ,વિદ્યાલય,વિદ્યામંદિર,શારદામંદિર,વિનયમંદિર,જ્ઞાન મંદિર, ફૂલવાડી,મકતબ, અધ્યાપન મંદિર,બાલમંદિર,શિશુવિહાર,પાઠશાલા,મહાશાલા,વિદ્યાનિકેતન ગુરુકુળ,અધ્યાપનવિદ્યાલય,વિદ્યાભારતી,ઉત્તરબુનિયાદી,આશ્રમશાળા, આંગણવાડી

ઘર:ગૃહ,આવાસ,મકાન,ધામ,સદન,નિકેત,નિકેતન,નિલય,રહેઠાણ,નિકાય,નિવાસ્થાન,બંગલી,બંગલો,હવેલીખોરડું,ખોલી,કુટિર,ઝૂંપડી,મઢી, છાપરી,ઠામ,પ્રાસાદ,મંજિલ, મહેલાત,મહેલ,મહોલાત,ફલેટ,વિલા,

પર્વતઃ–પહાડ,ગિરિ,નગ,અદ્રિ,ભૂધર,શૈલ,અચલ,કોહ,તુંગ,અશ્મા,ક્ષમાધર,ડુંગર,

જંગલ :-વન,વગડો,અરણ્ય,રાન,ઝાડી,અટવિ,વનરાઇ.કંતાર,આજાડી,કાનન,અટવી

વરસાદ :વૃષ્ટિ,મેઘ,મેહ,મેહુલો,મેવલો,મેવલિયો,પર્જન્ય,બલાહક

ભમરો :-ભ્રમર , મધુકર, દ્વિરેફ, આલિ, ભૃંગ, મકરંદ , શિલિમુખ, મધુપ, દ્વીફ

પક્ષી :- પંખી, વિહંગ,અંડજ ,શકુંત,દ્વિજ,શકુનિ,ખગ,બ્રાભણ,નભસંગમ, વિહાગ,વિહંગમ.શકુન,શકુનિ,ખેચર

વાદળ:-નીરદ,પયોદ,ઘન,મેઘલ,જીમૂત.જલદ,મેઘ,બલાહક,અબ્રફુલ,અંબુદ,વારિદ,ઉર્વી,અબ્દ,જલઘર,પયોધર, અંબુધર,અંબુવાહ, અંભોદ,અંભોધર,તોયદ,તોયધર

મુસાફર:-પથિક, અધ્વક, પંથી,રાહદારી,યાકિ, વટેમાર્ગુ,ઉપારૂ, પ્રવાસી

પ્રવીણ:-કાબેલ, હોંશિયાર,ચાલાક,પંડિત,વિશારદ,ધીમાન,વિદગ્ધ, પ્રગ્ન બુધ,દક્ષ, કોવિંદ, તજજ્ઞ,કર્મન્ય,ચકોર,નિષણાંત, આચાર્ય, ખૈર,વિદ્યાગુરૂ,ભેજાબાજ,પારંગત , ચતુર,કુશળ ,પાવરધો ,કુનેહ, ખબરદાર

બગીચો :-વાટિકા,વાડી,ઉધાન,પાર્ક,વનીકા,આરામ,ફૂલવાડી,ગુલિસ્તાન,ગુલશન, ખેતર,બાગ,ઉપવન

અરજ :-વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી,વિજ્ઞપ્તિ ,કરગરી,કગરી,અભ્યર્થના,ઈબાદત,અનુનય, અરજી,ઇલ્તિજા, અર્ચના,આર્જવ,સરળતા

ભપકો:- ઠાઠ, દંભ,દમામ, પાખંડ, ઠસ્સો,ઠઠારો,શોભા,શણગાર,આડંબર,દબદબો,રોફ,ભભક,ચળકાટ,રોફ,તેજ,ડોળ

સેના :- લશ્કર, સૈન્ય, ચેમૂ,અનીક,કટક,ફોજ,પૃતના,અસ્કર,દલ.

ઝઘડો :-બબાલ, વિગ્રહ,લડાઈ,જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક,તોફાન, કજીયો,કંકાસ,હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન,ચકમક

કાપડ :- વસ્ત્ર, અશુંક,અંબર , વસન,પટ,ચીર,કરપટ,પરિધાન,લૂંગડુ,વાઘા

ઝાકળ :- શબનબ,ઓસ,ઠાર,બરફ,હેમ,તુષાર

સફેદ:- ધવલ, શુક્લ,શ્વેત,શુભ્ર,શુચિ,વિશદ,ઉજળું,ગૌર

વૃક્ષ :- તરૂ,ઝાડ,પાદપ,તરુવર ,દ્રુમ.દરખત,

અંધારું:- તમસ,વદ,તિમિર,તમિસ્ત્ર,ધ્વાંત,અંધકાર,કાલિમા,

પુત્ર:- નંદ,દીકરો,સુત,આત્મજ,વત્સ,તનય,તનુજ,બેટો,છોકરો

પુત્રી :- દીકરી,સુતા,તનુજા,ગગી,છોકરી,બેટી,આત્મની,આત્મજા,દુહિતા,કન્યા,તનયા

ફૂલ :– પુષ્પ,કુસુમ,ગુલ,સુમન,પ઼સૂન,કુવ,કળી,

ગંધ :- વાસ,બાસ,સોડ,સોરમ,બદબૂ, બૂ,કુવાસ

સુગંધ:- સુગંધી,સૌગંધ,સુવાસ,ફોરમ,સૌરભ,મહેક,ખુશબુ,પમરાટ, સોડમ,પરિમલ

છાત્ર:– શિષ્ય,શિક્ષાર્થી,અભ્યાસી,વિદ્યાર્થી

પશુ:- ઢોર,જાનવર,જનાવર,તૃણચર,ચોપગું

સિંહ:- વનરાજ,કેશરી,પંચમુખ,પંચાનન,કેશી,કરભરી,હરિ,શેર,ત્રસિંગ,સાવજ,મૃગેન્દ્ર,મયંદ

શિક્ષક:- ગુરુ,અધ્યાપક,શિક્ષણકાર,શિક્ષણશાસ્ત્રી,પ઼ાધ્યાપક વાઘ :- વ્યાધ઼,શેર,શાર્દુલ,દ્વીપી

અશ્વ:- ઘોડો,તોખાર,તેજી,ઘોટક,તુરંગ,હય,વાજી,રેવંત,સૈધવ

ગઘેડો:- ખર,ગર્દભ,ગર્ધવ,ખોલકો,વૈશાખનંદન

ઉજાણી:- જાફાત,જિયાફત,મિજબની,જમણ,મિજસલ,મેળાવડો,ઉત્સવ, ઉજવણી,સભા,સંમેલન

દુઃખ :- આર્ત, પીડિત,વિષાદ,વેદના,પીડા,દર્દ ,ઉતાપો,વ્યાધિ,વ્યથા ,લાય,બળતરા,કષ્ટ,તકલીફ,અજીયત,આપત્તિ,વિપત્તિ શૂળ,આપદા,મોકાણ,

કનક :- સોનું, હેમ,સુવર્ણ,હિરણ્ય,કંચન,કુંદન,કજાર,જાંબુનદ, હાટક,

ભારતી:- સરસ્વતી,શારદા,ગિરા,શ્રી,રાગેશ્વરી,વાણી,મયુરવાહીની,વીણાધારિણી,હંસવાહની,હંસવાહિણી,વાગીશા,વાગીશ્વરી, વાગ્દેવી

કોમળ:- મુલાયમ,મૃદુ,કોમલ,મંજુલ,સુકુમાર,નાજુક,ઋજુ,મૃદુતા,

કોતર :-ખીણ,કરાડ,ભેખડ,બોડ,ગુફા,બખોલ,કુહર,ખોભણી,ગહવર,ગુહા,ઘેવર

સાપ :- સર્પ,ભૂજંગ,નાગ,અહિ,વ્યાલ,ભોરીંગ,પન્નગ,કાકોદર,ફ્ણધર,ઉરગ,વિષઘર,ભોમરંગ,આશીવિષ,અર્કણ, ચક્ષુ:શ્રવા, કાકોલ,

હાથી :- ગજ, દ્વીપ,કુંજર,વારણ,ગજાનન, હરિત, દ્વિરદ, માતંગ,સિંધુર,મતરંજ,કરિણી,ઐરાવત,કુરંગ,હસ્તી, મેગળ,

મહેશ:-મહાદેવ,આશુતોષ,ઉમાપતિ,નીલકંઠ,રુદ્ર,શંકર,શિવ,ધૂર્જટી,ઉમેશ,શંભુ,ચંદ્રમૌલી,યોગેશ,નીલકંઠ,ત્રિલોચન,ચંદ્રાગદ,શર્વ, ભોળાનાથ

હાથણી:-કરિણી,કરભી,માતંગી,હસ્તિની,વારણી

વાનર:- વાંદરો,કપિ,હરિ,શાખામૃગ,મર્કટ,લંગૂર,કપિરાજ,કાલંદી,હનુમાન,બાહુક,બજરંગબલી, પવનપુત્ર,પ્લવંગ,હરિ,વલીમુખ

મૃગ:- હરણ,કુરંગ,સાબર,રુરુ,કૃષ્ણસાર,કાળિયાર,સારંગ,છીંકારવું
મૃગલી:- મૃગી,હરણી,હરિણી,કુરંગણી,કુરંગી

મોર:- મયૂર,કલાપી,શિખંડી,શિખી,ધનરવ,કલાકર,નીલકંઠ,શકુંત,કેકાવલ,કલાપી,ઢેલ

શરીર:- દેહ,કાયા,ઘટ,ખોળિયું,તન,તનુ,બદન,ડિલ,પંડ,પિંડ,કલેવર,ધાત્ર,બદન ,જીસ્મ

ભંડાર:- કોશ, ખજાનો, કોઠાર , વખાર, ગોડાઉન

નરાધમ :- નીચ, અધમ,કજાત,કપાતર,હરામી,નજિસ, નઠારું,નફફટ,ક્રૂર, નૃશંસનબત્તર

બુદ્ધિ :- પ્રજ્ઞા,ચેતના, મતિ,અક્કલ,મેઘા,તેજ,મનીષ,સમજ,મતિ,ડહાપણ,દક્ષતા,મનીષા,જ્ઞાન

દુનિયા :-સંસાર ,જગત,આલમ,જહાં,વિશ્વ,ભુવન,ખલફત,મેદિની

 બાળક :-શિશુ, અર્ભક, શાવક,બચ્ચું, બાલ,સંતતિ,છોકરું,સંતાન,દારક,વત્સ

સરોવર :-સર,કાસાર,તળાવ,જળાશય ,સ્ત્રોવર,મહાકાંસાર,ખાબોચિયું,તડાગ,દિર્ઘીકા,નવાણ,પલ્લવ,છીલર,જલાશય,પોખર પણઘટ,તડાગ

અનલ :-આગ,આતશ, ક્રોધ,પાવક, જાતવેદ,દેવતા,તણખો, નાચિકેત, વહની, વિશ્વાનર, દેતવા, ચિનગારી,જવલન,અગ્નિ, દેવતા,પાવક,આતશ,અંગાર,

જાતવેદ-જાતવેદા,નચિકેતા,પલેવણ, પવમાન જ્વાલામાલી,વહિન

પડદો :-આવરણ,પટંતર, આડ,ઓજલ,પડળ,જવનિકા,ઓથું,આંતરો,આચ્છાદન

ચહેરો:- મુખ,વદન,શકલ,મુખારવિંદ,દીદાર,મુખમુદ્રા,ચાંડુ,સ્વરૂપ, આનંદ,વકત્ર,સૂરત,સિકલ,આનન,મોઢું, તુંડ

મસ્તક:- મસ્તિકમસ્તિષ્ક.માથું,શિર,શીર્ષ,સિર. મગજ:- ભેજું,દિમાગ,દિમાક

કપાળ:- લલાટ,ભાલ,નિલવટ,લિલવટ

વાળ:- બાલ,કેશ,રોમ,નિમાળો,તનુરુહ, નાક:- નાસિકા,ઘ઼ાણિન્દ઼િય,નાસા,નાખોરું

જીભ:- જિહવા,રસના,રસવતી,જીભલડી,જીભડી,લૂલી,લોલા,બોબડી,બોલતી,વાચા,વાણી,

નસીબદાર:- નસીબવંત,ભાગ્યવાન,ભાગ્યશાળી,નસીબવાન,સુભાગી,ખુશનશીબ

હોશિયાર:- ચાલાક,ચતુરાઇ,પટુતા,કાબેલિયાત,કુશળતા,નિપુણતા,બાહોશ,ચપળતા

બુદ્ધિમાન:- ધીસ,ધીમંત,ધીમાન,પ઼ાજ્ઞ,દક્ષ,ચતુર,મતિમાન,

ગુસ્સો:- કોપ,ચીડ,ખોપ,રોષ,ખીજ,ખિજવાટ

નસીબ:-ભાગ્ય,દૈવ,દૈવ્ય,પ઼ારબ્ધ,તકદીર,નિયતિ,નિર્માણ,કરમ,

શક્તિ :-તાકાત,સામર્થ્ય,જોર,જોમ,મગદૂર,હિંમત,દેન,કૌવત,બળ

બળવાન:-તાકાતવાન,શક્તિમાન,સબળ,સમર્થ,બળકટ,જોરાવર,ધરખમ,ભડ

બહાદુર:- જવાંમર્દ,શૂરવીર,હિંમતવાન,ભડવીર,સાહસિક

સુંદર:- મજેદાર,મનોરમ,મોહક,રૂપાળું,રૂપવાન,રમ્ય,સુરમ્ય,રંગીન,રમણીય,સૌદર્ય,સુંદરતા,સુહાગી,કાન્ત,ખૂબસુરત,જમાલ, પેશલ,મનોહર,મનોજ્ઞ ,હસીન,લલિત,સુભગ,ચારુ

આનંદ:-હર્ષ,ખુશી,વિનોદ,હરખ,મજા,મઝા,લહેર,પ઼મદ,પ઼મોદ,ખુશાલી,મોજ,

ઉદ્વેગ:- ચિંતા,વિષાદ,દુઃખ,અજંપો,ઉચાટ,મૂંઝવણ,ખેદ,ક્ષોભ

નિર્બલ:-દુર્બલ,કમજોર,નબળું,પાંગળું,નમાલું,લાચાર,પોપલું,કાયર પરમાત્મા:પરમેશ,હરિ,અંતર્યામી,ખુદા,બ઼હ્મ,કર્તાહર્તા,ખુદાતાલ,પરેશ,જગદાત્મા,કિરતાર,માલેક,ઈશ્વર,પરવરદિગાર,સ્ત્રષ્ટા, સર્જનહાર, ભગવાન,ઈશ,જગદીશ,જગનિયંતા,દેવેશ,દરિદ્રનારાયણ,દીનાનાથ,કર્તાર,જગદેશ્વર,જગનિયંતા,અચ્યુતાનંદ, આનંદઘન,નિયંતા, અલ્લા,ખુદા,ખુદાતાલા,માલિક,ખાવિંદ,ઈશુ,અરિહંત,અશરણચરણ,સવિતા

અખબાર:-છાપું,વર્તમાનપત્ર,વૃત્તપત્ર,સમાચારપત્ર,સમાચારપત્રિકા,ન્યૂઝપેપર,વાવડ,સંદેશો

નક્ષત્ર:- તારા,તારક,તારકા,તારિકા,તારલિયા,તારલો,સતારો,સિતારો,ઉડું,ગ્રહ ,ૠક્ષ

નદી:-આપગા,સરિતા,તટિની,તરંગિણી,નિર્ઝરિણી,વાહિની,શૈવલિની,લોકમાતા,દ્વીપવતી,સલિતા,નિમન્ગા,આનગા, શૈવાલિની, સ્ત્રોતસ્વિની

કોકિલ:-કોકિલા,કોયલ,પરભૃતા,પરભૃતિકા,કાદંબરી,અન્યભૃતા\

પવન:-હવા,વાયુ,વા,વાયરો,સમીર,સમીરણ,અનિલ,પવમાન

ચંદ્ર :-શશાંક,સુધાકર,મયંક,શશી,ચાંદો,હિમાંશુ,સોમ,રજનીશ,ચંદિર,અત્રીજ,સિતાંશુ,રાકેશ,કલાધર,હિમકર,મૃગાંક ,જૈવાતૃક,ઇન્દુ

નોકર:-દાસ,ચાકર,અનુચર,ચેટક,સેવક,ચપરાસી,પટાવાળો,પાસવાન,હજુરિયો,અભિચર,ગુલામ,પરિજન,પરિચારિક ફીંદવી,ખાદિમ, કિંકર

ગીચ :- ભરચક,અજાજુડ,અડાબીડ, ઘનઘોર,ગાઢ,જમાવ,ભરાવો,ગિર્દી,જમાવડો,

અભિમાન :-ગર્વિષ્ઠ,ઘમંડ, મગરૂર,તુમાખી,અહંકાર,ગુમાન,ગર્વ,મદ

ખેસ :- પામરિયું,ઉપરણું,પછેડી,ઉત્તરીય,અંગવસ્ત્ર ,દુપટ્ટો , ચલોઠો

સવાર :-પ્રભાત, પરોઢ,પ્હોર, મળસકું,પ્રાગટ,ઉષા,ઉસ:કાળ,અરૂણોદય,ભળભાખરું,પાત:કાળ

હોડી:- નાવ,વહાણ,હોડકું,નૌકા,મછવો,વારણ,બેડલી,પનાઈ,નૈયા ,તરાપો,કિશ્તી,નાવડું,તરંડ,તરણી

અફવા:-ગપ,કિવદંતી, લોકવાયકા,ગતકડું,જુઠાણું,તૂત,તડાકો,ગપગોળા,કાતળ

પંક્તિ :-કતાર,હાર,હરોળ,લાઈન,લીટી,પંગત,ઓળ,ધારા,લકીર,લેખા,અલગાર,શ્રેણી,લંગાર

સ્ત્રી:-મહિલા,વનિતા,અબળા,નારી,વામા,લલના,અંગના,ભામા,ઓરત,ભામિની,રમણી,માનિની,કામિની પ્રમદા,

કામદેવ :-મદન,મંથન,કંદર્પ,અનંગ,રતિ–પીત,મનોજ,કંજન,મનસિજ,મયણ,પુષ્પધન્વા,મકરધ્વજ

દાનવ:-રાક્ષસ,દૈત્ય,અસુર,શયતાન,નિશાચર,ગીર્વાણ,સુર,દેવ,ત્રિદ્શ,દશાનન,શૈતાન,લંકેશ,નરપિશાચ,રાવણ,જાતુધાન

ખિતાબ:-ઈલકાબ,શરપાવ,ઇનામ,પારિતોષિક,પુરસ્કાર,ભેટ,બક્ષિસ,ઉપહાર,સોગાદ,સન્માન,બદલો,પુરસ્કાર,

આભુષણ:-ઘરેણા,ઝવેરાત,દાગીના,જણસ,અલંકાર,જેવર,ભૂષણ,સોનામહોર,અશરફી

શ્રીકૃષ્ણ: ગોવિંદ,જનાર્દન,વિઠ્ઠલ,નંદુલિયો,શામળ,દાશાર્દ,નંદલાલ,વાસુદેવ,બંસીધર,દામોદર,ગોપાલ,માધવ,ગિરિધર,શ્યામ, કેશવ,મોરલીધર,મુરારિ.કાનુડો,નટવર

બ્રહ્મા:-સ્ત્રષ્ટા, વિધાતા,વિધિ,પ્રજાપિતા,પિતામહ,કમલાસન,વિશ્વકર્મા,પ્રજેશ,

ભય:-બીક,ડર,ખતરો,ખોફ,આતંક ,ભીતિ,દહેશત,ભો,ભીરયા,ફડક.ગભરાટ

જિજ્ઞાસા:-કુતૂહલ,કૌતુક,ચમત્કારીક,અજાયબી,આતુરતા,તાલાવેલી,તલવલાટ,તલસાટ

ઢગલો:-પુંજ,ખડકલો,ઢગ,સમૂહ,પ્રકર,ટીંબો,અંબાર,

તલવાર:-સમશેર,ખડગ,તેગ,મ્યાન,ભવાની,અસિની,કુતેગ ખગ્ગ

ભૂલ:-અપરાધ,વાંક,ગફલત,કસૂર,તકસીર,ક્ષતિ,ખામી,ચૂક,ગોટાળો,છબરડો,ભ્રાંતિ,સ્ખલન, દોષ,ત્રુટી

ગરીબ:-રંક,દીન,કંગાળ,નિર્ધન,દરીન્દ્રતા,પામર,તૃચ્છ,અકિંચન,મુફલિસ,મવાલી,યાચક,માગણ,ભિખારી,અલાદ,

ગરદન:-ગળું,ડોક,બોચી,ગ્રીવા,ગળચી,કંધર ,શિરોધાર,કંઠ

કાફલો :-સંઘ,સમુદાય,વણઝાર,કારવાં,પલટન,ટોળું,વૃંદ,સંઘાત,ગણ,સમૂહ

ધન:-મિલકત, દ્વવ્ય,મિરાત,અર્થ,પૈસા,દોલત,વસુ,તેગાર,વિત્ત

ગોપાલ:-ભરવાડ,અજપાલ,આભીર,આહીર,રબારી,ગોવાળિયો,વછપાલ

ધૂળ:-અટાર,રેતી,રજ,વેળુ,કસ્તર,વાલુકા,સિકતા,ધૂલિ, ખેરો, ખેરંટો, રજોટી, રજકણ,ગીરદ,જેહું,સિલિકા,માટી, મૃતિકા

તફાવત:-ભેદ.ફરક, ભિન્ન, જુંદુ,નિરાળું,અસમાનતા,જુજવા,વિવિધ,અલગ,નોખું,

પ્રયોજન :-હેતુ, મકસદ,ઉદેશ,ઈરાદો,મતલબ,અભિસંધી,કોશિશ,નિમિત્ત.કારણ

મજાક:- ટીખળ,ચાપલૂસી,ખુશામત,મશ્કરી,ચવાઈ,ઠેકડી,હુદડો,ચેષ્ટા,

વિજય:-જય,ફતેહ,પરિણામ,અંજામ,સફળતા,કામયાબી,સિદ્ધી,નતીજો,ફેંસલો,ફળ,પોબાર,જૈત્ર ,જીત

પરાજય:-હાર,પરાસ્ત,અપજય,રકાસ,શિકસ્ત,પરાધીન,પરાભૂત,અભિભવ

વંદન:- નમન, નમસ્કાર,પ્રણામ,જુહાર,સલામ,તસ્લીમ,પડણ

તન્મય :-લીન,મગ્ન,એકાગ્રતા,ઓતપોત,ચકચૂર,તલ્લીન,મસ્ત

તવંગર:-શ્રીમંત,ધનવાન,માલદાર,પૈસાદાર,અમીર,આબાદ,ધનિક,માલેતુજાર,ધનાઢ્ય,રઈઝ

ધનુષ :-કામઠું,કોદંડ,ગાંડીવ,ચાપ,શાંગ,પણછ,શરધરણી,પ્રત્યંચા,શરાસન,કમાન

પતિ :- ધણી,ઈશ્વર,સ્વામી,ભર્તા, રમણ,ખસમ,કંથ,જીવણ,શૌહર,વલ્લભ,નાથ,ભરથાર,વર,પરણ્યો,પ્રાણનાથ

પત્ની:-વહું,ધનિયાણી,જીવનસંગિની,બૈરી,પ્રાણેશ્વરી,અર્ધાંગના,સૌભાગ્યવતી,વધૂ,જાયા,શ્રીમતી,વાગ્દત્તા,ગૃહલક્ષ્મી, વલ્લભા,

કાદવ:- કંદર્પ,પંક,કાંપ,કીચડ,ક્લષ,ગંદુ,મેલું,જંબાલ,ચગું

વિનાશ:-મરણ, ખુવારી,અવસાન,મોત,પરધામ,અક્ષર,નિધન,દેવલોક,મયણું

વિચાર:-ધારણા,ઈરાદો,મનસૂબો ,તર્ક,મકસદ,કલ્પના,ઉત્પેક્ષા,હેતુ,આશય,ખ્યાલ,મનન,ચિંતન,મત,અભિપ્રાય, અભિગમ,અભિસંધિ

મિત્ર:- સહોદર, ભાઈબંધ,રફીક,સખા,દોસ્ત,સહચર,ભેરૂ,રઝાક,સાથી,ભિલ્લુ,ગોઠીયો,સુહદ

દુશ્મન:-રિપુ,અમિત્ર,વૈરી,શત્રુ,અરિ

ભક્તિ :-ઉપાસના,સ્તુતિ,ઈબાદત,પૂજન,આરાધના,પૂજા,અર્ચના,પ્રાર્થના

ઉત્તમ:- શ્રેષ્ઠ,ચુનંદા,પરમ,અપ્રિતમ,અનુપમ,સર્વોત્તમ,અભિજાત,સુંદર,બેનમૂન,ખાનદાન,સરસ,અજોડ,અદ્વિતીય,ઉત્કૃષ્ઠ, વર્ય

વીરતા:-બહાદૂરી,શૂરાતન,શૌર્ય,પરાક્રમ,બળ,તાકાત,જોમ,હિંમત,કૌવત,તૌફીક,

ઉજવણી:-જિયાફત, મહેફિલ,જાફ્ત,મિજલસ,જલસો

ધજા:- પતાકા,ધ્વજ,વાવટો,ઝંડો,કેતન,ચિહન

વિજળી:-વિદ્યુત , તડિત,વીજ,દામિની,અશનિ,રોહિણી,ઉર્જા,ઐરાવતી

મકાન :-નિકેતન,ઘર,સદન,રહેઠાણ,ગૃહ,નિવાસ,આલય,ભવન ગેહ

આજ્ઞા:- હુકમ,પરવાનગી,અનુજ્ઞા,મંજુરી,નિર્દેશ,મુક્તિ,ફરમાન,તાકીદ,રજા,આદેશ

આમંત્રણ:-દાવત,ઈજન,નોતરૂં,નિમંત્રણ,સંદેશો

વ્યવસ્થા:-સંચાલન, તજવીજ,પેરવ,ગોઠવણ,યુક્તિ,બંદોબસ્ત

વિવાહ :-લગ્ન, પરિણય,શાદી,પાણીગ્રહણ, વેવિશાળ

પાગલ:-ગાંડું,ગમાર,બેવકૂફ,મૂર્ખ,શયદા,ઘેલું,બુડથલ,અણસમજુ,બર્બર,જડભરત,અસંસ્કારી,ઠોઠ,કમઅક્કલ, નાસમજુ ,

અધિકાર :-હક,સત્તા,હકુમત,પાત્રતા,લાયકાત,પદવી

અરીસો:-દર્પણ,આયનો,મિરર,આદર્શ,આરસી

સ્વભાવ:-પ્રકૃતિ,તાસીર,લક્ષણ,અસર,છાપ

આનંદ:-હર્ષ,હરખ,પુલકિત,અશોક,ઉલ્લાસ,આહલાદ,ઉત્સાહ,રંજન,લહેર,પ્રમોદ,લુત્ફ,મોજ,સ્વાદ

લક્ષ્મી:- ઇન્દિરા,સિંધુસીતા,સિંધુજા,શ્રી,અંબુજા

સમય:- વખત,કાળ,લાગ,અવસર,તક,મોસમ,સંજોગ,નિયતિ

સ્મશાન:-અક્ષરધામ,મશાણ,કબ્રસ્તાન

મીઠું:- શબરસ,નમક,લુણ,ક્ષાર,લવણ,નમકીન

કોયલ:- સારિકા,મેના,કોકિલા,કાદંબરી,બુલબુલ,પરભૃતા

વેદ:- નિગમ,ધર્મશાસ્ત્ર,ઉપનિષદ,જ્ઞાન,સમજ,ચૈતન્ય,ચેતના શ્રુતિ

કાવ્ય:- પદ્ય,કવિતા,નજમ,કવન

ગણેશ:- ગણપતિ,વિનાયક,ગજાનંદ,લંબોધર,કાર્તિકેય,ખડાનન,ગૌરીસુત,એકદંત,હેરંબ

પાર્વતી:-ગિરિજા,અર્પણા,શર્વાણી,શંકરી,ગૌરી,હેમવતી,દુર્ગા,કાત્યાયી,અંબિકા,ભવાની,શૈલસુતા,સતી,શિવાની,ઈશ્વરી,ઉમા, ભ્રામરી

ગણિકા:-વૈશ્યા,રામજણી,તવાયફ,પાત્ર,બંધણી,કનેરા,ગુણકા,માલજાદી

વિવેક :-નમ્રતા, સભ્યતા,દાક્ષિણય,ડહાપણ,દાનિશ,વિનયી,સાલસ,ઇક્લાક,અદબ,મર્યાદા,સમજુ,સીમા,મલાજો

ભરોસો:-યકીન,અકીદા, પ્રતીતિ,વિશ્વાસ,પતીજ,ખાતરી,શ્રધ્ધા,મદાર,આસ્થા,ઇતબાર,
કામના:-ઈચ્છા, મનીષા,મહેચ્છા,સ્પૃહા,તૃષ્ણા,વાસના,ઐષણા,આકાંક્ષા,મરજી

કચેરી:- કાર્યાલય, મહેકમ,વિભાગ,ખાતું,દફતર

લાગણી:-ભાવના,ધારણા,કલ્પના

કબુતર:-કપોત,શાંતિદૂત,પારેવું,પારાયત

મોરલી:-વાંસળી,મહુવર,બીન,બંસરી,પાવો,વેણું ખલાસી:-નાવિક,મલ્લાહ,ખારવો

દવા:- ઔષધી,ઓસડ,અગદ,ભેષજ

સીતા:- જાનકી,વૈદેહી,મૈથિલી,જનકનંદીની

વેપારી:-તાજિર,વણજ,નૈગમ,વાણીયો

તમાચો:-લપડાક,થપ્પડ,ચાપડ,ચર્પટ,ધોલ,તલપ્રહાર,ચપેટો

જાદુગર:-મદારી,ગારૂડી,ગૌડીયો,ખેલાડી

ઉપવાસ :-અનશન, બાંધણ,ક્ષપણ,લાંઘણ

પ્રકરણ :-ખંડ,ભૂમિકા,વંશાવલી,પીઠિકા,વિષય,પ્રસંગ,અધ્યાય,વિભાગ,શકલ

ઝેર:- વિષ,ગરલ,સોમલ,વખ,હળાહળ,વેર

શરૂઆત :-પ્રારંભ, મંડાણ,પગરણ,આરંભ,આદ્ય,પહેલ

કિરણ:- રશ્મિ,મરીચિ,અંશુ,મયૂખ

કારકૂન :-વાણોતર,ગુમાસ્તો,મહેતાજી,ક્લાર્ક,લહિયો,કારીંદો

પગાર :-દરમાયો ,વેતન,મહેનતાણું,મળતર

રિવાજ :-પ્રથા,રસમ,રૂઢી,ધારો,પ્રણાલી,પધ્ધતિ,પરંપરા,પ્રણાલિકા,શૈલી,તરીકો ,રીત

કોઠાર:- વખાર,અંબાર,ગોદાન,ભંડાર,ગોડાઉન

ગુસ્સો:- કોપ,ક્રોધ,રોષ,ખીજ,ચીડ,અણગમો,આવેશ,ખોફ

શુભ:- મંગલ,ઉજ્જવલ,નિર્મલ,અવદાત,કલ્યાણકારી,પનોતા,સુંદર

કંજૂસ:- પંતુજી,ચૂધરો,મારવાડી,કૃપણ,મખ્ખીચૂસ,ચીકણું

સ્વર્ગ :- દેવલોક,સોરલોક,ત્રિવિષ્ટપ ,દ્યુલોક,જીન્ન્ત,મલકૂત,ત્રિભુવન,દેવભૂમિ

દીવો :- ચિરાગ,બત્તી,શગ,દીપક,ઉત્તેજક,પ્રદીપ,મશાલ,દીપ

બ્રાહ્મણ:-ભૂદેવ,દ્વિજ,બ્રહ્મદેવ,પુરોહિત,ઋત્વિજ,ભૂસુર

સારવાર :-ઈલાજ,ઉપચાર,ઉપાય,સેવા,ખિદમત,સુશ્રવા,સંભાળ,માવજત

વીંટી:- અંગૂઠી, અનામિકા,અંગુશ્તરી

જાસૂસ:-દૂત,ખેપિયો,ગુપ્તચર,કાસદ,ચરક,બાતમીદાર

માર્ગદર્શક:-ભોમિયો,ગાઈડ,પથદર્શક,સલાહકાર

પ્રશંસા :-ખુશામત,ચાંપલુંસી,મોટાઈ,

વરસાદ:-મેઘ,મેહુલો,વૃષ્ટિ,પર્જન્ય,વર્ષા,મેહ,મેહુલો

ખાનગી:-વિશ્રમ્ભ,ગુપ્ત,અંગત,છાનું,પોતીકું

આશા:-ઉમેદ,સ્પૃહા,અભિલાષા,ઈચ્છા,ધારણા,મહેચ્છા,લિપ્સા,આકાંક્ષા,કામના,તમન્ના,મનોરથ,અપેક્ષા,આસ્થા,લાલસા,લાલચ, લોભ, અરમાન,મનીષા,તૃષ્ણા

ભયંકર : -કરાલ,ભિષણ,ભયાનક,દારૂણ,ભૈરવ,ક્રૂર, કરપીણ,ઘોર ભિષ્મ

રાજા:- નરેશ,ભૂપ,રાય,પાર્થિવ,મહિપાલ,નરપતિ,દેવ,રાજન,નૃસિંહ,નૃપ,નરાધિપ,બાદશાહ ,ભૂપાલ

માનવ:-માણસ,મનુજ,મનેખ,જન,માનુષ,ઇન્સાન,મનુષ્ય,

પવિત્ર:-પાવન,વિમલ,નિર્મળ,શુચિ,પુનિત,શુદ્ધ,નિર્દોષ,વિશુધ્ધ,શુધ્ધ

બળદ:- આખલો,ચળવળ,ડોલન,ઝૂબેંશ

ઘાસ:- તણખલું,કડબ,ચારો,તૃણ,ખડ

સહેલી: સખી,બહેનપણી,સહિયર,જેડલ,ભગિની,સ્વસા

પ્રતિજ્ઞા:-સોગંધ,કસમ,નિયમ,માનતા,ટેક,બાધા

પિતા:- બાપ,વાલિદ,વાલી,જનક,તાત,જન્મદાતા

પરીક્ષા:-પરખ,કસોટી,મૂલ્યાંકન,ઇમ્તિહાન,તપાસ,તારવણી

શિક્ષણ:-કેળવણી,તાલીમ,ભણતર

ગણવેશ:-લેબાસ,યુનીર્ફોમ,પહેરવેશ

શિખામણ:-બોધ,સલાહ,ધડો, સબક,ઉપદેશ,શિક્ષા,જ્ઞાન તસ્વીર:-ફોટો,છબી,છાયા,પ્રતિકૃતિ

નસીબ:-તકદીર,કિસ્મત, ઇકબાલ,ભાગ્ય ,પ્રારબ્ધ,દૈવ,નિયતિ

લાચાર:-પરવશ,પરાધીન,મજબૂર, ઓશિયાળું,કમજોર,વિવશ,વ્યાકુળ,વિહવળ,વ્યગ્ર,અશાંત,બેચેન,બેબાકળા

લોહી:- રક્ત,રુધિર,શોણિત,ખૂન

અવસાન:-મોત,મૃત્યું,નિધન,નિવારણ, સ્વર્ગવાસ,મરણ, કૈલાસવાસ,વૈકુંઠવાસ

નદી:- સરિતા,નિમ્નગા,તટિની, નિર્ઝરિણી, શૈવાલિની,સ્ત્રોતસ્વિની

કૌશલ્ય:-કુશળતા,પ્રવીણતા,દક્ષતા, પટુતા,નિપુણતા, આવડત, કારીગરી, કુનેહ

હરણ:- મૃગયા,સારંગ ,કુરંગ

મઢુલી:-કુટીર,ઝૂંપડી,ખોરડું,કુટિયા,છાપરી

નફો:- લાભ,ફાયદો,ઉપજ, મળતર, પેદાશ,બરકત, જયવારો,આવક

વિકાસ:-ઉત્કર્ષ, ઉન્નતિ,પ્રગતિ,ચડતી

પથ્થર:-પાષાણ,ઉપલ,શિલાખંડ, પ્રસ્તરચટ્ટાન

કાયમ :-શાશ્વત,લગાતાર,હંમેશાં, નિરંતર,સતત, નિત્ય,સદા ધ્રુવ,સનાતન,અવિનાશી

દર્દી :- બિમાર,માંદુ,રોગી,મરીઝ,રુગ્ણ

પગરખાં:-જૂતાં,ચંપલ,પાદત્રાણ,જોડાં

આભાર :-ઉપકાર, પાડ,અહેસાન, કુતજ્ઞતા

માર્ગ:- રસ્તો,પંથ,રાહ, ડગર,વાટ, સડક, પથ

સીમા:- હદ,મર્યાદા, અવધિ,સરહદ, મલાજો,લાજ,લાનત,શરમ

અનુગ્રહ :-કુપા, દયા, કરુણા, મહેરબાની, મહેર, અનુકંપા

પવિત્ર: પાવન,પનોતું,શુચિ,નિર્મલ, શુદ્ધ,ચોખ્ખું,સ્વચ્છ,વિમળ,પુનીત

અચરજ:-વિસ્મય,આશ્ચર્ય,નવાઈ,અચંબો,હેરત

મંદિર:- નિકેતન,દેવાલય,દેરું,દેવળ

દૂધ:- ક્ષીર,દુગ્ધ,પય

નામ:- અભિધાન,સંજ્ઞા

માતા:- જનની,જનેતા,મા,મૈયા,

મોતી:- મૌક્તિક,મુકતા

સમીક્ષા:-અવલોકન,નિરીક્ષણ,વિવેચન

વિષ્ણુ:- ચતુર્ભુજ,વૈકુંઠ,મુરારિ,ગોવિંદ

ચિંતા:- બળાપો,ઉદ્વેગ,કલેશ,સંતાપ, ફિકર

પ્રેમ:- સ્નેહ ,હેત, રાગ, પ્રીતિ,મમતા, વહાલ, નેડો, ચાહ,વાત્સલ્ય

ખેડૂત:- કિસાન,કૃષિકાર,કૃષક,કૃષિવલ

બ્રહ્મા:- પ્રજાપતિ, વિધાતા, વિરંચી, સ્ત્રષ્ટા

ચંદન:- સુખડ,મલયજ