Atul from

Tuesday, 30 June 2015

ગુજરાત વિશે થોડી વાત

થોડુંક ગુજરાત વિશેનું જ્ઞાન તાજું
 કરી લઈએ ...📚

 📕સ્થાપના : 1 may 1960
📗પહેલા નું પાટનગર : અમદાવાદ
📘હાલ નું પાટનગર : ગાંધીનગર
📙રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત
📒રાજ્યભાષા : ગુજરાતી
📕રાજ્યપ્રાણી : સિંહ
📒રાજ્યપક્ષી : સુરખાબ
📔રાજ્યવૃક્ષ : આંબો
📙રાજ્યફૂલ : ગલગોટો
📗રાજ્યનૃત્ય : ગરબા
📕રાજ્યરમત : કબ્બડી
📘પ્રથમ રાજ્યપાલ : મહેંદી નવાજગંજ
📙પ્રથમ મુખ્યમંત્રી : ડો જીવરાજ મહેતા
M L A સીટ : 182
 M P સીટ : 26
📔રાજ્યસભા સીટ :11
📒જીલ્લા : 33
📕જીલ્લા પંચાયત :33
નગરપાલિકા : 169
📗મહાનગરપાલિકા : 8
📘તાલુકા : 249
📙તાલુકા પંચાયત : 249
📒ગામડા : 18192
📔ગ્રામપંચાયત : 13187
📕કુલ વસ્તી : 6,03,83 628( વર્ષ 2011
મુજબ )
📗પુરુષ : 3,14,82,282
📘સ્ત્રીઓ : 2,89,01,346
📙હાલ ના મુખ્યમંત્રી : આનંદીબહેન પટેલ
📔હાલ ના રાજ્યપાલ : ઓમપ્રકાશ કોહલી
: જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

* ’કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

 * શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.

 * કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

 * બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

 *કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

 * મહેણું ક્યારેય ન મારો.

 * કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

 * ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.

 * રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.

 * નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

 *દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.

 * સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

 * જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

 * જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

 * કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

 * ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

 * જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

 * લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

 * અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

 * ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.

 * મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

 * ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

 * શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.

 * બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

 * ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

 * તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

 * મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

 *ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

 * બચત કરવાની શિસ્ત પાળો.

 * ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

 * સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.

 * અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.

 * કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.

 * ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

 * ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.

 * સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ

*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

જીવનના સાત પગલા

(૧) જન્મ....
એક અણમોલ સોગાદ છે,
જે ભગવાનની ભેટ છે.....

 (૨) બચપણ
 મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
જે ડુબી શક્યો તે તરી ગયો છે....

 (૩) તરુણાવસ્થા
 કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે
 મેળવવાની અનહદ આશા અને લુટવાની
તમન્ના છે.
તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ...
અને અનેક નવી મૂંઝવણો....

 (૪) યુવાવસ્થા
 બંધ આંખોનું એ આંધળુ સાહસ છે...
તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની
 ઉમ્મીદો ..
અને કુરબાન થવાની આશા છે.

 (૫) પ્રૌઢાવસ્થા
 ખુદને માટે કશુ ન વિચારતા...
બીજા માટે કરી છુટવાની ખુશી છે.
કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

 (૬) ઘડપણ
 વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,
જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે...

૭) મરણ
 જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે...
નાડીએ નાડીએ કર્મ તૂટશે..
પાપ-પૂણ્યનો મર્મ ખુલશે...
ધર્મ-કર્મનો હિસાબ થશે...
સ્વર્ગ-નરકનો માર્ગ થશે....
પોતાનાનો પ્યાર છુટશે.........
અને...
સાત પગલા પુરા થશે.....
માટે..
સાત પગલાની..
પાણી પહેલા પાળ બાંધો....

 (૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ
 કરો.

 (૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર
 છો,
માલીક નથી!

 (૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે...
તે .. પોતે જ... ચાલાક છે...!
પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે
 ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય
 છે! માટે તમારી હોશીયારી તમારી પાસે જ
 રાખો!

 (૪) જો તમને...
પહેરવા કપડા, રહેવા ઘર અને..
બે ટાઇમ અન્ન મળતું હોય તો...
ઉપરવાળાનો આભાર માનજો..
તમારાથી બીજા કેટલા સુખી છે..
તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..
તે જોશો તો... તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

 (૫) તમે પૈસાદાર હો કે ગરીબ..
બધા અંતે મ્રુત્યુને જ વરે છે!
મુખ્ય વાત તો એ જ છે કે..
તમારી ખોટ કેટલાને પડી?
તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!🍃🍃

Friday, 12 June 2015

ચારણ કન્યા :- ઝવેરચંદ મેઘાણી

🏇🏇ચારણ કન્યા 🙋🙋 

🍒ઝવેરચંદભાઈ મેઘાણી - કવિતા

👑ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો.

👒“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”

👒- દુલા કાગ

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ? 

👑બાવળના જાળામાં

ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

🏇થર થર કાંપે !

🏇વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

🐯આંખ ઝબૂકે

🎁કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે. 

🐯જડબાં ફાડે !

🐯ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.

🐯બ્હાદર ઊઠે !

🏇બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

🐅🐅ઊભો રે’જે🐅🐅

🐯ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !


🐯ચારણ કન્યા🐯🙋🙋

👒🐯ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા

🏃🏃ભયથી ભાગ્યો !

🐯🐯સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો ! 

📝ઝવેરચંદભાઈ મેઘાણી

🙏🙏- આભાર🙏🙏

🌹સૌરાષ્ટ્ર રસધાર 
આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.