Atul from

Saturday, 29 December 2018

નાદ

નાદ બે પ્રકારના છે ૧-આહત નાદ, ૨- અનાહત નાદ.

🎺✍️આહત નાદ🎺

✍️એટલે બે કે વધારે વસ્તુ અથડાય અથવા ભેગી થાય અને એના ઘર્ષણ થી જે અવાજ ઉત્પન્ન થાય તેને આહત નાદ કહેવામાં આવે છે. ઉદાહરણ 👏👏બે હાથે તાળી પાડવી તો અથડામણ થી અવાજ ઉત્તપન્ન થાય છે. અવાજને આમતો વૈજ્ઞાનની ભાષામાં કંપન કહે છે. જેને અંગ્રેજી મા ડેસીબલ પણ કહેવાય આ 💥ધ્રુજારી બહુજ સુક્ષ્મ હોય છે. અને ચોમાસામાં જ્યારે વીજળી⛈️ થાય ત્યારે એક અનુમાન લગાડવામાં આવેછે. કે પહેલા પ્રકાશ દેખાય અને અમુક સેકન્ડ પછી અવાજ આવે. આ અનુભવ આપણે જાતે કરી લેવો જો આપણે જે જગ્યાએ ઉભા હોયે અને દૂર વીજળી જબૂકતી હોય અને પહેલા પ્રકાશ દેખાય પછી અવાજ આવે તો સેકન્ડની ગણત્રી કરવી ત્રણ સેકન્ડ હોય તો ત્રણ માઈલ દૂર વીજળી થઈ. હવે આના ઉપરથી અવાજ પ્રકાશ કરતા એની ગતિ ઓછી છે. આ વિજ્ઞાનિક સાબિતી છે. અને પ્રકૃતિ નો નિયમ છે. પ્રકાશની ગતિ અવાજ કરતા વધુ હોય છે.
તો આપણે આહત નાદ ની વાત કરતા હતા. વીજળી થવી એનો અવાજ થવો. આનું શુ કારણ છે તો જ્યારે વિરુદ્ધદિશાના વાદળો આપસમાં અથડાય તો એના ઘર્ષણ થી ધ્રુજારી ઉત્પન્ન થાય. તો સૌથી પહેલા વીજળી અને બીનો અવાજ. તો અનાહત નાદ આ રીતે ઉત્પન્ન થાયછે. બીજા ઉદાહરણ લાઈયે તો પાણીમાં પાણીનુંજ જળબુંદ પડે તો ટપ ટપ અવાજ આવે. પવન કોઇને સાથે અથડાય તો અવાજ આવે. આવા અનેક આહત નાદ ના ઉદાહરણો છે.

🎶હવે અનાહત નાદ🎶

અનાહત નાદ એટલે કોઈ કોઈથી અથડાતું નથી કે કોઈ કોઈના સંપર્ક મા આવતું નથી છતાંય અવાજ સભળાવવો. એને અનાહત નાદ કેવાય.
ધ્વનિ ને ઉત્પન્ન થવાના કારણ ઉપર આહત નાદ માં સમજ્યા કે બે વસ્તુ અથવા વધારે વસ્તુ આપસમાં ઘર્ષણ થાય અથડાતા જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને આહત નાદ કેવાય.
હવે ધ્વનિ એટલે શુ ?
અવાજ એટલે શુ ?
નાદ એટલે શુ ?
ગુંજાર એટલે શુ ?
શબ્દ એટલે શુ ?
સ્વર એટલે શુ ?
આમતો આ જેટલા પ્રશ્ન છે તે સમાન અર્થ વાળા છે. પણ આ અર્થ ને સમાન થવા માટે પ્રક્રિયા જુદી જુદી છે.

ધ્વનિ કેમ ઉત્પન્ન થાય- ઘંટ વગાડયે તો વગાડવા પછી જે ધ્વનિ લાંબી થાય છે અને સૂક્ષ્મ થઈ સમાય છે. જેમ ટનનનન...

અવાજ કેમ ઉતપન્ન થાય- ઘંટ ને અને એમાં રહેલો નાનો ધોકો એક બીજા સાથે અથડાવીએ અને કંપન થાય તંગ અવાજ થાય. પછી એ ધ્વનિ મા પરિવર્તિત થઈ લંબાઈ જાય ટનનનન..ઉપર કીધું એમ

ગુંજાર એટલે- સૌથી સારું ઉદાહરણ ભમરો છે. આપ સમજી ગયા હશો. ભમરો જો આપણી આજુ બાજુ ઉડતો ઉડતો આવી જાય તો સૌથી પેલા એના ગુંજાર ઉપર આપણુ લક્ષ જાય અને હજાર અગત્યના કામ મૂકી ધ્યાન ત્યાં દોરાય. કારણ શુ કારણ કે ગુંજાર એની પાંખો ફફડાવવા માંથી નીકળતો હોય છે. અને એ ગુંજાર નો સબંધ એક સાન એક ઈશારો છે જે નો નાતો જાણે અજાણે આપણી સુરતા સાથે છે.

શબ્દ એટલે- છત્રીસ અક્ષર અને સોળ વ્યંજન બાવન અક્ષર નો સમૂહ
જેમાં તમને આખા બ્રહ્માંડના જેટલા ઘાટ છે એનું ઉચ્ચારણ શબ્દ સમૂહ દ્વારા કરી શકો છો. દરેક ભાષાને સંસાર ની કોઈ પણ ભાષા શબ્દ સમૂહ દ્વારા બોલાય છે.
શબ્દ માં છે ઉચ્ચાર થાય તેને શબ્દ કહેવાય. વાણી કહેવાય આપણા સંતો આપણને વાણી દ્વારા ઘણું સમજાવી ગયા છે. આપ સહુ જાણો છો. સમજાવ્યું એકજ છે. ઈશ્વર નું નામ ઈશું ભગવાન એમની ભાષામાં કહી ગયા. શ્રી કૃષ્ણ ગીતામાં કહી ગયા. બંગાળના સ્વામી વિવેકાનંદ બંગાળી ભાષામાં કહી ગયા તો શબ્દ ઉચ્ચાર એ એજ મનુષ્યને ચેતાવવા માટે ઉપયોગ લેવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિ કહું છુ. અને આ ઊંડું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરીશકે માટે શબ્દથીજ શબ્દ પાર સાયબો સમજાશે અને પછીજ જીવણ બાપા આવું શબ્દની પાર સાયબો છે. એ સચોટ કીધું. કે
"નહીં આખરની ઉત્પતિ નહીં લખવાની લી,
દાસી જીવણ ને ભીમ ભેટ્યા, રાતનો થયો દી."

તો શબ્દ ની અંદર અને શબ્દ ની બાર કેમ છે તે સમજવું, તો આપણા મનમાં પ્રશ્ન ઉત્તપન્ન થાય કે બેરો મનુષ્ય કેમ શબ્દ દ્વારા સમજે તો અહી બેરા માણસ માટે શબ્દ કાઈ કામનો નથી પણ ઈશારો તો કામનો છે. તો ઇ ઉષારો તો બેરો પણ સમજી જાય મૂંગો વર્ણવી જાય અને સુરદાસ એને ભાળી જાય. આવા ધાણા દ્રષ્ટાંતો છે.

તો અનાહત નાદ એકજ છે જેનું ઉત્પતિ નુ પણ કારણ નથી કોઈજ કારણ વગર એક એવો નાદ છે જેમાં દસ પ્રકારના નાદ છે. આમ આ દસ નાદ ની માથે એક નાદ અનાહત નાદ છે.

આ બધાજ નાદ મનુષ્યને ધ્યાન દોરવા એને ચેતાવવા મંદિર માં આરતી વખતે વગાડવા મા આવતા હોય છે. આ મંદિર તો દ્રષ્ટાંત છે.

પણ આપણા આ ઘટ મંદિર મા રણુકાર ની આરતી અખંડ ચાલી રહી છે. ત્યાં આ બધાજ નાદ આપોઆપ થઈ રહ્યા છે. ત્યાંજ એક મહાપુરુષ બેઠા છે. તેના ઘરે આવી આરતી અખંડ ચાલી રહી છે. અને સુરતા નામની સુંદરી એના પિયાની આરતી ઉતારી રહી છે.

પહેલો નાદ:- ઘંટ નાદ
બીજો :- જાલરી નાદ
ત્રીજો :- શંખ નાદ
ચોથો. :- શીંગી નાદ
પાંચમો. :- નોબત(નગરુ)
છઠ્ઠો. :- વીજળી નો નાદ
સાતમો. :- તૂરી નાદ(શહેનાઈ જેવું વાજિંત્ર)
આઠમો :- વીણા નાદ
નવમો. :- ટુંબી નાદ
દસમો. :- ભ્રમરી નાદ(ગુંજાર)
અગિયારમો :- આ બધા નાદ નો મુખ કેવાય એવો રણુકાર નાદ.

તો આખુંય બ્રહ્માંડ એમાં સકળ સંસાર આ બધાની ઉત્પતિ નાદ છે.
અને એ નાદ ક્યાં થઈ રહ્યો છે. ત્યાં કોઈની ઇન્ટ્રી નથી. કારણ એજ નાદ સહુનું કારણ મહાકારણ છે. અને અંતે આ નાદ જે દેશમાં થાય છે.તે અગમ ભૂમિ મા આજે સહુ સંતો વિરાજમાન છે. આપણા ગુરુદેવ આવા લોકમાં રહે છે. આપણા માટે આવા સત્પુરુષ કેડી રસ્તો કરતા ગયા છે. કે આ રસ્તે ચાલનારા ને તકલીફ ના થાય માટે પેલા એમણે તકલીફો વેઠી, કોણે કોણે જોવો ધ્રુ, પ્રહલાદ,હરિસચંદ્ર, તારામતી,રોહિત કુમાર,મોરધ્વજ રાજા,શિબિ રાજા,કબીર સાહેબ,ભાણ સાહેબ,રવિ સાહેબ,ત્રિકમ સાહેબ,મોરાર સાહેબ,ભીમ સાહેબ, અને જીવણ સાહેબ કૂવામાં ઉતારવામાં આવ્યા, જેલમાં પુરવામા આવ્યા, નરસી મહેતાને જોવો પરચા પચીસ પચાસ,રોહિદાસ બાપા,મીરાબાઈ, જેસક પીર,આવા અનેક સંતો જેણે પોતાના બલિદાન દેવા માટે પાછો પગ કર્યો નથી શા માટે ધર્મ નો મહિમા અખંડ રહે માટે કાયા ના બલિદાન આપ્યા. અને અત્યારે આ આપના માટે રસ્તો કરી ગયા કે બીજાને આ માર્ગે હાલતા સરળતા પડે વેઠવું નો પડે માટે. તો આ નાદ ને જાણવો માણવો અને અધિકારી થવું એ બધું જવા દો. પણ નાદ ના ગુંજાર મા પોતાનું સમર્પણ કરી દો. જેમ પતંગિયું દીપક મા પોતાના પ્રાણ ની આહુતિ આપે છે. જળ શેવાળ અને માચલું જો ઘડીક છૂટું પડે તો પ્રાણ એના વસૂટે, મૃગલો નાદ સામે નિર્ભય થાય છે. તેમજ આપણે સહુને નિર્ભય થઈ આ નાદ ને આપણું સમર્પણ કરવાનું છે. અને આપણા સ્વાસા એમાં હોમવાના છે.

નાદ એજ મૂળ છે. પછી તો ઘટાઘોર વૃક્ષ સમાન સંસાર પ્રગટ છે.

🙏પ્રણામ સ્વીકારજો🙏
સંતપ્રેમી✍️હસમુખ મનુભાઇ બાબરીયા🙏