Atul from

Thursday, 16 July 2026

કેવું બોલે છે રામા

 આ કઇ વાડીનો મોરલો, કેવું બોલે છે રામા 

સુરતાની વાડીનો મોરલો, પ્રેમે બોલતો રામા


અષાઢ ધેધુર મઘમઘે થનગન નાચે ઢેલ

સૂકી કરાળ ધરા પર કુદરત કરતો ખેલ 

બૂંદ બૂંદ થી અમી જરે તો.. 

કાળમીંઢ ઝવે વારી, અંદરથી ફૂટતી રેલ 


વાલમ કરું શું ઓરતો, શું જોઈએ છે રામા 

સુરતાની વાડીનો મોરલો, પ્રેમે બોલતો રામા


કુંપળ ફૂટતી રાતી, કોયલ મધુરુ ગાતી.

હરિના વેશમાં સખી કેવું મીઠું મલકાતી

આલિંગનથી સ્નેહ જરે છે...

વડને વિંટળાઈ જતી, વેલ કેવું હરખાતી 


કાશબી રંગમાં ઢાળતો, તું જોઈએ છે રામા 

સુરતાની વાડીનો મોરલો, પ્રેમે બોલતો રામા

બે શ્વાસ વચ્ચે હજીય વહાલ છે

 બેરંગ જગમાં પીંછી લઈને બેઠો 

આંખે અશ્કને ભીંસી દઈને બેઠો 


વફાદારીમાં કઈ બાકી નથી રહ્યું

અધવચ લકીર ખીંચી દઈને બેઠો 


આથી શબ્દમાં મીઠાશ રાખી છે 

અનુભવ જીભે વીંછી લઈને બેઠો 


હાથમાં હર દર્દનો મરહમ રાખતો 

હૈયે સાપોલિયુ વીટી લઈને બેઠો 


કેમ રહેતા બેઘર લોકો જોવું હશે

તે ખુદનો માળો વીંખી દઈને બેઠો 


કદી કોઈ સરનામું પૂછતું નથી તો 

ખુદની લખેલી ચિઠ્ઠી લઈને બેઠો 


પાગલ થવાના ફાયદા પણ હશે ?

જાણવા વાળ પીખી દઈને બેઠો 


આંખના ગુન્હાની સજા આપવા 

આંજવા મિર્ચી તીખી લઈને બેઠો 


ઇસુને મારવામાં મોડો પડ્યો તો 

જાલિમ હજી ખીંટી લઈને બેઠો 


લંબાવે હાથ તો પહેરાવી આપું 

તારલા જડેલી વીટી લઈને બેઠો 


બે શ્વાસ વચ્ચે હજીય વહાલ છે 

લક્ષ્મણ રેખાને ખીંચી દઈને બેઠો 

તથ્ય છું તો છું,

 કોઈ વાતમાં માખણ લગાવી નહીં શકું 

તથ્ય છું તો છું, તથ્ય મિટાવી નહીં શકું 


અત્તર છું ફૂલની જેમ સુગંધ આપી શકું 

ખુદાની જેમ છોડને વિકસાવી નહીં શકું 


નમન કરી દિલથી પ્રાર્થના પણ કરી શકું 

કઠોર પાણામાં ચેતન જગાવી નહીં શકું 


ઘણું સમજાવ્યા બાદ પણ સમજે નહીં 

સત્ય જણાવી શકું, બદલાવી નહીં શકું 


જેને જવું છે એને જવા દો એના રસ્તે 

મરજીથી જનારાને અટકાવી નહીં શકું


હુન્નર હજાર જાણું છે લોકને છેતરવાના 

જાતના ખોટા સિક્કાને વટાવી નહીં શકું 


હે જીવ ઘડીક તો ખોળિયામાં તો રહેજે 

તારા વિના એક પળ વિતાવી નહીં શકું 


તોડી શકું સર્વ બંધનો જે મેં બાંધ્યા હતા 

તે દોરેલી લક્ષ્મણ રેખા વટાવી નહીં શકું


અફસોસ મૃત્યુ પછી એજ રહેશે 'તથ્ય '

કદીય ખુદની કબર શણગારી નહીં શકું

માથે ટકો રાખું કે વાળ, તોય તથ્ય છું

 માથે ટકો રાખું કે વાળ, તોય તથ્ય છું 

ભલે ના પહેરાવો ફૂલમાળ, તોય તથ્ય છું 


વાત રાખું છું મીઠડી અને હૈયે રાખું ફૂલો,

મોજ આવે તો તમે કાવ્યમાં આવી ઝૂલો. 

લાગુ સુકાયેલી ડાળ, તોય તથ્ય છું


કોઈ જમાડે ગુલાબજાંબુ કે શિખંડ પૂરી,

કદી પેટભર ખાવા મળે કદી ભૂખ અધૂરી. 

પીરસો અડદની દાળ, તોય તથ્ય છું


જેમ રાખો તેમ રહેતા હું શીખી ગયો છું, 

તમને મનગમતું કહેતા હું શીખી ગયો છું.

ભલે ના રાખો સંભાળ, તોય તથ્ય છું. 


પહેરવેશમાં ઝભ્ભો પહેરું હું રંગબિરંગી, 

સ્વભાવે મનમોજી હસમુખો ને અતરંગી.

દોડુ મળતો જ્યાં ઢાળ, તોય તથ્ય છું.


જે બોલું એ પાળું છું, ખુદનું જીવન માણું,

મારી તમારી વાત નથી, હું ખુદને પિછાણું.

છું હું વાતુડો ને વાચાળ, તોય તથ્ય છું.

 

ક્યારેય પણ મારા સ્વાર્થ માટે ઝૂક્યો નથી, 

પંથ પ્રવાસી છું અડચણ સામે હાર્યો નથી.

ક્યારેક ખાઇ લઉ ગાળ, તોય તથ્ય છું. 


પ્રેમ સામે પ્રેમ પીરસુ, નફરત સામે કરુણા,

જે મળ્યું તે સ્વીકાર્યું, કદી ના કરતો ધૃણા.

તમે આ

ભ ને હું પાતાળ, તોય તથ્ય છું,

हर दिल को आजमाया नहीं जाता

 हर दिल को आजमाया नहीं जाता 

दूर है उसे पास बुलाया नहीं जाता 


हमने भी देखे बहुत इश्क के रंग 

मुस्कुराहट से जताया नहीं जाता 


आँखों मे ठहरी हुई बात गुप्त है 

हर किसी को बताया नहीं जाता 


वक़्त से पहले कभी कहना नही

खुदके दाम यूं गिराया नहीं जाता 


ये इश्क है हमारा व्यापार नहीं है 

बातों का मोल लगाया नहीं जाता 


हर फैसले समझ की हद से परे है, 

सच को चर्चा मे लाया नहीं जाता 


सकून मिलेगा आ कर बैठ तथ्य 

यहां किसीको सताया नहीं जाता